અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Benefits of Motor Insurance Add On Cover
31 જુલાઈ, 2018

મોટર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન કવર કેવી રીતે લાભદાયક છે

કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારી આર્થિક સ્થિરતાને અવરોધી શકે તેવા મૂળભૂત જોખમો સામે તમને કવર આપે છે. જો કે, તમે ઍડ-ઑન કવર ઉમેરીને તમારી બેસિક મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજમાં વધારો કરી શકો છો. આ વધારાનું કવર તમારે કરવો પડતો ખર્ચ ઓછો કરે છે અને નિયમિત કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી કરતાં વધુ લાભો પ્રદાન કરે છે. વિચારો કે તમે ક્લાયન્ટની ઑફિસે એક મહત્વપૂર્ણ મીટિંગમાં ભાગ લેવા માટે તમારા સહકર્મી સાથે ડ્રાઇવિંગ કરી રહ્યા છો. પરંતુ કમનસીબે, ઑફિસથી નીકળતા જ પંક્ચર પડે છે. આવી મહત્વની ક્ષણે જો તમારી પાસે 24x7 સ્પૉટ સહાયતા કવર હોય તો તે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ કવર હેઠળ તમે પંક્ચરનું રિપેરિંગ, કાર બૅટરીનું જમ્પ સ્ટાર્ટ, અકસ્માતના કિસ્સામાં કાનૂની સલાહ વગેરે જેવી ઇમરજન્સી માટે તમારી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી સર્વિસ મેળવી શકો છો. આ એક ઉપયોગી કવર છે, પરંતુ કેટલાક એવા અન્ય ઍડ-ઑન છે જેની માહિતી તમારી પાસે તમારી કાર તેમજ ટૂ-વ્હીલરની ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે હોવી જોઈએ. નીચે મુજબના ઍડ-ઑન કવર તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઉપલબ્ધ છે:
  • 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ – ટાયર પંક્ચર થાય, અથવા તમારી ઇન્શ્યોર્ડ કારમાં મુસાફરી કરતી વખતે કારની જમ્પ સ્ટાર્ટ કરાવવી કે ઇલેક્ટ્રિકલ પાર્ટ્સના રિપેર વગેરે જેવી કોઈપણ પ્રકારની મિકેનિકલ સહાયની જરૂર હોય તો આ કવર લાભદાયક છે. જો તમારે અકસ્માત થાય તો, તમને તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા જરૂરી કોઈપણ કાનૂની સહાય પણ પ્રદાન કરવામાં આવે છે.
 
  • લૉક એન્ડ કી રિપ્લેસમેન્ટ કવર – કારની ચાવીઓ કોઈ જાણીજોઈને ખોઈ નાંખતું નથી, પરંતુ જ્યારે તમારી કારની ચાવીઓ ખોવાઈ જાય કે ન મળે તેવી જગ્યાએ મૂકાઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ? આજની કારના ઑટોમેટિક લૉક્સ અને ચાવીઓ ખૂબ જ મોંઘા હોય છે અને જો તે ખોવાઈ જાય કે તેને નુકસાન પહોંચે તો ચોક્કસપણે તે ખર્ચાળ સાબિત થઈ શકે છે. આમ, લૉક એન્ડ કી રિપ્લેસમેન્ટ કવર હોવું લાભદાયક છે, કારણ કે તે તમને નવું લૉક ફિટ કરવાનું અથવા ખરીદીનું અથવા તમારી કારની ચાવીઓના રિપ્લેસમેન્ટ માટે વળતર આપી શકે છે.
 
  • એક્સિડન્ટ શીલ્ડ – આ ઍડ-ઑન તમારી કારમાં મુસાફરી કરતા લોકોને, તેમના મૃત્યુ અને/અથવા અકસ્માતને કારણે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં કવર કરી શકે છે. તમારી કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પીએ (વ્યક્તિગત અકસ્માત) કવર હોય છે, ત્યારે એક્સિડન્ટ શીલ્ડ અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે, જે તમને સામાન્યપણે મળતાં કવરેજ ઉપરાંત હોય છે જ્યારે તમે ખરીદો છો માલિક ડ્રાઇવર માટે પીએ કવર .
 
  • કન્ઝ્યુમેબલ ખર્ચ – તમારી કારના કેટલાક ભાગો જેમ કે એન્જિન ઑઇલ, ગિયર બૉક્સ ઑઇલ, પાવર સ્ટિયરિંગ ઑઇલ, કૂલન્ટ, એસી ગેસ ઑઇલ, બ્રેક ઑઇલ વગેરે કન્ઝ્યુમેબલ પાર્ટ્સ તરીકે ઓળખાય છે. અકસ્માતના કિસ્સામાં, આ પાર્ટ્સના રિપેર/રિપ્લેસમેન્ટનો ખર્ચ સામાન્ય રીતે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવતો નથી. પરંતુ, કન્ઝ્યુમેબલ ખર્ચ કવર સાથે, તમે ચિંતા-મુક્ત રહી શકો છો, કારણ કે આ પાર્ટ્સના રિપેર/રિપ્લેસમેન્ટની ચુકવણી તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવશે.
 
  • કન્વેયન્સ બેનિફિટ – જો તમારી કારને અકસ્માતમાં ખૂબ મોટું નુકસાન થાય અને તેનું વર્કશોપમાં સમારકામ કરવાની જરૂર પડે તો કન્વેયન્સ બેનિફિટ હેઠળ તમે પ્રતિ દિવસ રોકડ લાભ માટે ક્લેઇમ કરી શકો છો.
 
  • વ્યક્તિગત સામાન – ઘણીવાર તમે કારમાં લૅપટૉપ બૅગ, સૂટકેસ, ડૉક્યૂમેન્ટ વગેરે સામાન મૂકી રાખો છો. જ્યારે તેમનું ધ્યાન રાખવામાં આવતું નથી ત્યારે આ મૂલ્યવાન વસ્તુઓ ખોવાઈ જવાની/નુકસાન થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. આ કવર હેઠળ તમને તમારી કારમાં રાખવામાં આવેલા તમારા મૂલ્યવાન વ્યક્તિગત સામાનને થયેલા કોઈપણ નુકસાન/હાનિ માટે વળતર આપવામાં આવે છે.
  તમારી લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઉપલબ્ધ છે:
  • 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ – આ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન ખાસ કરીને ઉપયોગી થાય છે, જ્યારે તમારું ટૂ-વ્હીલર કોઈ નિર્જન સ્થળે બંધ પડી જાય છે તમારે મદદની જરૂર પડે છે. 24 x 7 સ્પૉટ આસિસ્ટન્સ કવર દ્વારા ઑફર કરવામાં આવતા લાભો નીચે મુજબ છે:
    • ટોઇંગ સુવિધા
    • રોડસાઇડ આસિસ્ટન્સ
    • તાત્કાલિક સંદેશાવહન
    • ઇંધણ સહાયતા
    • ટૅક્સીનો લાભ
    • રહેવાની સગવડનો લાભ
    • મેડિકલ કૉઓર્ડિનેશન
    • અકસ્માત કવર
    • કાનૂની સલાહ
 
  • ઝીરો ડેપ્રિશિયેશન બાઇક ઇન્શ્યોરન્સ કવર  – આ કવર ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ક્લેઇમ કરતી વખતે તમારા વાહનનું ડેપ્રિશિયેશન મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી. ડેપ્રિશિયેશન ખર્ચ એ રકમ છે, જે સમયની સાથે તમારી બાઇકને પહોંચેલા સામાન્ય ઘસારાને કારણે તમારા ક્લેઇમમાંથી બાદ કરવામાં આવે છે.
 
  • પિલિયન રાઇડર માટે વ્યક્તિગત અકસ્માત કવર – જો તમારી બાઇક પર સવારી કરતી વખતે તમારી પાછળ બેઠેલી વ્યક્તિને ઈજા થાય, તો આ ઍડ-ઑન દ્વારા તમારી ટૂ-વ્હીલર પૉલિસી હેઠળ તેમને પણ કવર કરવામાં આવે છે.
 
  • ઍક્સેસરીઝનું નુકસાન – આ ઍડ-ઑન વડે તમે તમારા ટૂ-વ્હીલરને સજાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ઍક્સેસરીઝને કવર કરી શકો છો. તમારી બાઇકની ઇલેક્ટ્રિકલ તેમજ નૉન-ઇલેક્ટ્રિકલ ઍક્સેસરીઝ માટે વળતરનો ક્લેઇમ કરી શકાય છે.
જ્યારે તમારે મદદની જરૂર હોય ત્યારે જેટલી વધુ સહાય મળી શકે તેટલી ઉપયોગી થાય છે. તમારી કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઉપયોગી ઍડ-ઑન્સનો સમાવેશ કરવો તે આજના અનિશ્ચિતતાથી ભરેલા સમયમાં જરૂરી એવી સુરક્ષા પૂરી પાડે છે. ન કરવા કરતાં મોડું કરવું સારું એ ઇન્શ્યોરન્સ માટે લાગુ પડતું નથી. તમે પ્રોએક્ટિવ રહો અને અમારી કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે સૌથી યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરો.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે