માર્ગ અકસ્માત કોઈ પણ સમયે થઈ શકે છે. તમે નિયમોનું પાલન કરતાં હોવ અને માર્ગમાં સુરક્ષા જાળવતા હોવ, તો પણ તમારી આસપાસના લોકો તેમ કરશે તેની કોઈ ખાતરી નથી. જ્યારે દરેક વ્યક્તિને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવાની ઉતાવળ હોય, ત્યારે દુર્ઘટના થવાની શક્યતા વધુ રહેલી છે. જો તમારી કારને અકસ્માતમાં નુકસાન થાય છે, તો નુકસાનને રિપેર કરવા માટે કરવો પડતો ખર્ચ ખૂબ ઊંચો હોઈ શકે છે. પરંતુ જો તમે કાર ઇન્શ્યોરન્સ ધરાવો છો, તો વળતર મેળવવા માટે ક્લેઇમ ફાઇલ કરી શકો છો*. ક્લેઇમ ફાઇલ કરવાના પગલાં અહીં જણાવેલ છે.
ઓન ડેમજ માટે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો?
જો તમારી કારને અકસ્માતમાં નુકસાન થાય છે, તો તમે વળતર માટે ક્લેઇમ કરી શકો છો. જો તમારી પાસે,
ઑનલાઇન ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવા માટે તમે આ પગલાંઓ અનુસરી શકો છો:
ઇન્શ્યોરરને જાણ કરો
અકસ્માત થયા પછી, તમારા ઇન્શ્યોરરને તે વિશે જાણ કરવી એ તમારી જવાબદારી છે. તમે તમારા ઇન્શ્યોરરનો સંપર્ક બે રીતે કરી શકો છો:
- તેમના ક્લેઇમ હેલ્પલાઇન નંબર વડે
- તેમની વેબસાઇટ પરના ક્લેઇમના વિભાગ વડે
પોલીસને સૂચિત કરો
અકસ્માત થયા પછી, તમારે અકસ્માત વિશે પોલીસને જાણ કરવી જરૂરી છે. જો ઓછું નુકસાન થયેલ હોય, તો એફઆઇઆર ફાઇલ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ, જો થર્ડ-પાર્ટીને કારણે કોઈ મોટું નુકસાન થયું હોય, તો તમારે એફઆઇઆર નોંધાવવી જરૂરી છે. મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા એફઆઇઆરની એક કૉપી માંગવામાં આવતી હોય છે, તેથી તમારા ઇન્શ્યોરર સાથે તે અંગે સ્પષ્ટતા કરવી જરૂરી છે.
પુરાવા એકત્રિત કરો
તમારા વાહનને થયેલા નુકસાનના ફોટા અને વિડિયો લો. ક્લેઇમ વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન તમારા ઇન્શ્યોરરને તેની જરૂર પડે છે, તેમજ તે તમારા ઇન્શ્યોરર પાસે તમારા કેસને મજબૂત પણ બનાવે છે.
ડૉક્યૂમેન્ટ સબમિટ કરો
તમામ માહિતી એકત્રિત કર્યા પછી તમારા ઇન્શ્યોરરને તમારા પૉલિસી ડૉક્યૂમેન્ટની કૉપી, FIR, તેમજ તમે લીધેલ ફોટા અને વિડિઓ, વગેરે ડૉક્યૂમેન્ટ સબમિટ કરો. આ ડૉક્યૂમેન્ટના આધારે તમારા ઇન્શ્યોરર દ્વારા તમારા ક્લેઇમની ખરાઈ કરવામાં આવે છે.
તમારા વાહનનું નિરીક્ષણ કરાવો
તમારી કારણે થયેલ નુકસાનનું નિરીક્ષણ કરવા માટે તમારા ઇન્શ્યોરર દ્વારા એક સર્વેક્ષક મોકલવામાં આવશે. તેમના દ્વારા, તમારા ક્લેઇમમાં ઉલ્લેખિત નુકસાન અનુસાર નુકસાન થયેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તેઓ તમારી પાસેથી વધુ માહિતી એકત્રિત કરી શકે છે, જે પછી તમારા ઇન્શ્યોરરને મોકલવામાં આવશે.
તમારા વાહનને રિપેર કરાવો
જો સર્વેક્ષક દ્વારા પ્રદાન કરેલી તમામ વિગતોથી ઇન્શ્યોરર સંતુષ્ટ હોય અને તમારા ક્લેઇમને યોગ્ય હોવાનું સ્વીકારવામાં આવે, તો તેમના દ્વારા તમને વળતર ચુકવવામાં આવશે*. તમે આ વળતર બે રીતે મેળવી શકો છો:
- તમારા વાહનને ગેરેજમાં રિપેર કરાવો અને તેની ચુકવણી કરો. બિલ તમારા ઇન્શ્યોરરને સબમિટ કરો, જેનું તમને વળતર આપવામાં આવશે*.
- તમારા વાહનને નેટવર્ક ગેરેજ પર રિપેર કરાવો. બિલ ગેરેજના માલિક દ્વારા ઇન્શ્યોરરને મોકલવામાં આવશે, જેમના દ્વારા માલિક સાથે કૅશલેસ સેટલમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે*.
ક્લેઇમ સેટલમેન્ટના પ્રકારો
તમારા ઇન્શ્યોરન્સના પ્રકારના આધારે ક્લેઇમ નીચે મુજબના હોઇ શકે છે:
- થર્ડ-પાર્ટી ક્લેઇમ સેટલમેન્ટ - અહીં, તમારી કારને થયેલા નુકસાન માટે થર્ડ-પાર્ટીને વળતર આપવામાં આવશે. તમને તમારા પોતાના નુકસાન માટે વળતર મળતું નથી*.
- ઓન-ડેમેજ સેટલમેન્ટ- તમને તમારા વાહનને થયેલા નુકસાન માટે વળતર મળે છે. જો કે, થર્ડ-પાર્ટીને વળતર તમારે ચુકવવાનું રહે છે*.
- કોમ્પ્રિહેન્સિવ સેટલમેન્ટ- આમાં, પોતાને થયેલ નુકસાન અને થર્ડ-પાર્ટીનું નુકસાન, એમ બંને વળતર એકસાથે આપવામાં આવે છે*.
યાદ રાખવાની બાબતો
જ્યારે તમે
કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરો, ઈચ્છો છો, ત્યારે આ વસ્તુઓ તમારે યાદ રાખવી જોઈએ:
- જ્યારે વાહનને થયેલા નુકસાનની વાત આવે ત્યારે તમારા ઇન્શ્યોરરને તમે પ્રદાન કરેલી વિગતો વિશે પારદર્શક રહો
- ક્લેઇમનો અસ્વીકાર ન થાય તે માટે તમારા ઇન્શ્યોરર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ સમયગાળાની અંદર તમારો ક્લેઇમ ફાઇલ કરો*
- વધુ પૈસા મેળવવાના હેતુથી ખોટાં પુરાવા કે રસીદ બનાવશો નહીં
- આંકા કે નાના ગોબા પડવા જેવા નાના નુકસાન માટે ક્લેઇમ કરવાનું ટાળો
તારણ
તમારી કારને નુકસાન થવાની સ્થિતિમાં, તમે ક્લેઇમ કરવા અને પોતાના નુકસાન માટે યોગ્ય રીતે વળતર મેળવવા માટે ઉપરોક્ત ઉલ્લેખિત પગલાંઓને અનુસરી શકો છો*. જો તમારી પાસે પૉલિસી ન હોય, તો આનો ઉપયોગ કરો . તમને જે ક્વોટ દર્શાવવામાં આવે છે
ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર તે તમે જે ખરીદવા માંગો છો તે પૉલિસીનો પ્રકાર, પૉલિસીનો સમયગાળો અને વાહનના પ્રકાર જેવા અન્ય પરિબળો પર આધારિત છે*. જો તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પસંદ કરો છો, તો તમે પૉલિસીમાં ઍડ-ઑનના સમાવેશને કારણે કિંમતમાં તફાવત પણ નોંધી શકો છો. કેલ્ક્યુલેટર દ્વારા પ્રદાન કરેલ ક્વોટ, ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવતા વાસ્તવિક ક્વોટથી અલગ હોઈ શકે છે તે યાદ રાખો.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો