માર્ગ અકસ્માત એ કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ પાછળનું એક મુખ્ય કારણ છે. ઘણીવાર માર્ગ પર એક વાહન અન્ય વાહન સાથે અથવા રસ્તા પર જઈ રહેલ વ્યક્તિ સાથે અથડાવાને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે, જેના પરિણામે ઈજા, સંપત્તિનું નુકસાન અથવા મૃત્યુ થાય છે. અકસ્માત અલગ અલગ પ્રકારના હોય છે અને ઘણી ઘટનાઓ તરફ દોરી શકે છે. અકસ્માતને કારણે ઉદ્ભવતી તે પરિસ્થિતિ આઘાતજનક હોય છે અને તે ડ્રાઇવિંગ રેકોર્ડ અને ઇન્શ્યોરન્સ પર અસર કરી શકે છે. પૉલિસીધારકો માટે એ સમયે સ્પષ્ટપણે વિચારવું અને તે અનુસાર પ્રતિસાદ આપવો મુશ્કેલ હોય છે. ઘણીવાર થયેલ ઈજા અથવા સભ્યનું મૃત્યુ તણાવમાં વૃદ્ધિ કરે છે. આવા કિસ્સાઓમાં, ફાયદારૂપ કેટલાક પગલાં વિશે માહિતી હોવી જરૂરી છે. સૌપ્રથમ તો મન શાંત રાખીને પોલીસને બોલાવવી જરૂરી છે. કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમના કિસ્સામાં સલાહ આપવા માટે સોલિસિટર શ્રેષ્ઠ વ્યક્તિ છે. ચાલો, આપણે કાર અકસ્માતો માટેના ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા ક્રમબદ્ધ રીતે સમજીએ.
અકસ્માત પછી કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ
કાર ઇન્શ્યોરન્સ સંબંધિત સેટલમેન્ટ ક્લેઇમ સામાન્ય રીતે ડૉક્યૂમેન્ટેશન પ્રક્રિયાથી શરૂ થાય છે. ઇન્શ્યોરન્સ ક્લેઇમની ખરાઈ કરવા અને તેને સ્વીકારવા માટે પૉલિસીધારકના ડૉક્યૂમેન્ટ જરૂરી છે. કેટલાક અન્ય જરૂરી પેપરવર્ક સાથે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ડૉક્યૂમેન્ટ પ્રક્રિયા શરૂ કરવા માટે ફરજિયાત છે.
સામાન્ય રીતે જરૂરી ડૉક્યૂમેન્ટમાં શામેલ છે:
- ઇન્શ્યોરન્સ પૉલિસીની કૉપી
- ડ્રાઇવરના લાઇસન્સની કૉપી
- પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર
- કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- શારીરિક ઈજાઓના કિસ્સામાં મેડિકલ રિપોર્ટ
- રિપેરીંગનો અંદાજિત ખર્ચ
- અત્યાર સુધી વાહન પર કરેલા અન્ય ખર્ચાઓનો મૂળ રેકોર્ડ
કાર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો
1. ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો
કહેવું મુશ્કેલ છે, પરંતુ જો અકસ્માતથી માત્ર વાહનને નુકસાન થયું છે, અને પૉલિસીધારકની સ્થિતિ સ્થિર છે, તો પેપરવર્ક શરૂ કરી શકાય છે. સૌ પ્રથમ અકસ્માત વિશે ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવાની રહેશે. ઇન્શ્યોરન્સ કંપનીને 7 કાર્યકારી દિવસોમાં જાણ કરવી જરૂરી છે. તેથી, તે વિશે ઝડપી કાર્યવાહી કરવી જરૂરી છે. જો 7 કાર્યકારી દિવસો પછી જાણ કરવામાં આવે છે તો ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા આગળ વધતી અટકી શકે છે.
2. પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર
પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ ફાઇલ કરવો, ખાસ કરીને માર્ગ અકસ્માત અથવા વાહનના નુકસાનના ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયામાં ફરજિયાત છે. વાહનને થયેલ નાના નુકસાન કે પડેલા આંકા માટેના ઇન્શ્યોરન્સ માટે પોલીસની એફઆઇઆર જરૂરી નથી. જો કે શારીરિક ઈજા અથવા થર્ડ-પાર્ટી અકસ્માતોમાં પોલીસની એફઆઇઆર ફરજિયાત છે. કેટલાક કિસ્સાઓમાં, પૉલિસીધારકના ક્ષેત્ર પર અધિકારક્ષેત્ર ધરાવતા મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલમાં પણ કેસ દાખલ કરવો જરૂરી છે. અકસ્માતમાં થર્ડ પાર્ટી સામેલ હોય તેવા કિસ્સામાં ટ્રિબ્યુનલને શામેલ કરવામાં આવે છે.
3. પુરાવા તરીકે ફોટોગ્રાફ
કેટલાક કિસ્સાઓમાં પૉલિસીધારકો દ્વારા વળતર મેળવવા માટે ક્લેઇમ કરવામાં આવે છે. વળતરની પ્રક્રિયા શરૂ કરવા માટે સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ પુરાવા તરીકે કામ કરે છે. જેમાં કારને નુકસાન થયેલ હોય અથવા શારીરિક ઈજાઓ થયેલ હોય, તેવા અકસ્માતના કેટલાક ફોટોગ્રાફ પૉલિસીધારક/મદદકર્તા લઈ શકે છે.
4. ઇન્શ્યોરન્સ પ્રદાતાને ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા
ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસે કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ કર્યા પછી, પૉલિસીધારક દુર્ઘટનાના નિરીક્ષણ માટે સર્વેક્ષકની વિનંતી કરી શકે છે. સર્વેક્ષક માટેની વિનંતીઓ પ્રદાતાની વેબસાઇટ પર ઑનલાઇન કરી શકાય છે. જે કિસ્સામાં
ઇન્શ્યોરન્સ ક્લેઇમ સંબંધિત સેટલમેન્ટ કૅશલેસ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, તેમાં ઘણીવાર ઇન્શ્યોરર દ્વારા એક પ્રતિનિધિ નિમવામાં આવે છે, જે વાહનને કોઈ વધુ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે છે, અને આવું સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કર્યાના 1 થી 2 દિવસની અંદર કરવામાં આવે છે.
5. કાર રિપેર
ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા માટે, કારને ગેરેજમાં મોકલીને તેનું રિપેરીંગ કરાવવામાં આવે છે. ઘણીવાર ઇન્શ્યોરન્સ કંપનીના સર્વેક્ષક દ્વારા ગેરેજની સૂચિ આપવામાં આવે છે. જો કે, કૅશલેસ ક્લેઇમના કિસ્સામાં, રિપેરીંગનો ખર્ચ પૉલિસીધારકે કરવાનો રહેતો નથી. પૉલિસીધારકે કપાતપાત્ર રકમ ચૂકવવાની રહેશે અને બાકીની રકમ સામાન્ય રીતે ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવે છે. વળતર પ્રકારના ક્લેઇમના કિસ્સામાં રિપેરીંગનો તમામ ખર્ચ પૉલિસીધારક દ્વારા ચૂકવવામાં આવે છે અને મૂળ મેડિકલ રિપોર્ટ, ફોટોગ્રાફ, રસીદ, બિલ ઇન્શ્યોરન્સ કંપનીને સુપ્રત કરવામાં આવે છે.
પૉલિસીધારક માટે નોંધ કરવા જેવી માહિતી
પૉલિસી હેઠળ ઇન્શ્યોરન્સ ક્લેઇમ જટિલ હોઇ શકે છે. પૉલિસીધારકે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ:
- દુર્ઘટનાના 24 કલાકની અંદર ક્લેઇમ કરવો જરૂરી છે. જો વિલંબ થાય તો પ્રદાતા દ્વારા ક્લેઇમ નકારવામાં આવી શકે છે.
- જો પૉલિસી સમાપ્ત થયેલ હશે તો પણ ક્લેઇમ નકારવામાં આવશે, અને જો તમે સમયાંતરે કાર ઇન્શ્યોરન્સની સ્થિતિ તપાસો અને તમારી પૉલિસીની સમાપ્તિ તારીખ પહેલાં રિન્યુ કરાવો તો તમારી પૉલિસીને સમાપ્ત થતા અટકાવી શકાય છે.
- જો શક્ય હોય, તો અકસ્માતમાં શામેલ અન્ય વાહનના મોડેલ નંબર, રંગ અને રજિસ્ટ્રેશન નંબરની નોંધ કરો.
- જો થર્ડ-પાર્ટી શામેલ હોય, તો લડાઈથી દૂર રહો. તેનાથી બિનજરૂરી મૂંઝવણ ઉદ્ભવી શકે છે.
- પોલીસ દ્વારા પરિસ્થિતિ સંભાળવામાં આવે ત્યાર બાદ, જો તમને આગામી પ્રક્રિયા વિશે સ્પષ્ટ માહિતી ન હોય, તો પોલીસ અથવા ઇન્શ્યોરન્સ કંપનીને સીધું નિવેદન આપવાનું ટાળો.
- વાહનને રિપેરીંગ માટે તરત જ ગેરેજમાં મોકલાવવાનું રહેશે.
- સર્વેક્ષકને વાહનનું નિરીક્ષણ કરવા દો.
- કૅશલેસ સુવિધાનો ઉપયોગ કરી રહેલ વ્યક્તિઓ માટે સર્વેક્ષક દ્વારા જણાવવામાં આવતા નેટવર્કના ગેરેજનું કવરેજ એક સારો વિકલ્પ હોઈ શકે છે. ઇન્શ્યોરર દ્વારા વર્કશોપને સીધી ચુકવણી કરવામાં આવશે તથા પૉલિસીધારક પાસેથી માત્ર કપાતપાત્ર વસુલવામાં આવશે.
ટૂંકમાં,
કાર અકસ્માતો સંબંધિત ક્લેઇમ સેટલમેન્ટ એ જટિલ કાર્ય છે. પૉલિસીના ડૉક્યૂમેન્ટ કાળજીપૂર્વક વાંચવા અને સમાવેશ અને બાકાતને સમજવા જરૂરી છે. જો કોઈ મૂંઝવણ હોય તો વકીલની મદદ મેળવો. જો પૉલિસીધારક કોઈ વકીલને જાણતા હોય, તો ક્લેઇમના પ્રથમ પગલાથી જ વકીલને શામેલ કરો.
જવાબ આપો