રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Claim Insurance For Bike Theft
15 ડિસેમ્બર, 2024

બાઇકની ચોરી માટે ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેઇમ કરવો?

અચ્છા, તમે નવી બાઇક પણ ખરીદી છે અને બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇનપણ ખરીદ્યો છે, સરસ. પરંતુ, થોડાક દિવસો પછી, તમે સુપરમાર્કેટમાંથી બહાર આવો અને તમારી બાઇક પાર્કિંગમાં ના દેખાય. તમારામાંથી કેટલાક લોકોને આ પરિસ્થિતિનો અનુભવ થયો હશે, અને જો તમે આ વાંચી રહ્યા છો, તો કદાચ હવે તમારી મનપસંદ બાઇક તમારી પાસે નથી. તો, હવે શું કરવું? તમે વિચારતા હશો કે શું ઇન્શ્યોરન્સ કવર હેઠળ ચોરાયેલી બાઇકને કવર કરવામાં આવશે? શું તમે તમારી મનપસંદ બાઇકને પાછી મેળવી શકશો? જો તમે શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી પગલાં લેશો, તો ચોક્કસપણે. પરંતુ, બાઇકની ચોરી માટે ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેઇમ કરવો? ચાલો આગળ વાંચીએ અને જાણીએ!

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ શું છે?

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ એ કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શામેલ એક ચોક્કસ પ્રકારનું કવરેજ છે. જો પૉલિસીધારકની બાઇક ચોરાઈ જાય તો તે તેમને ફાઇનાન્શિયલ સુરક્ષા પ્રદાન કરે છે. જો ચોરી પછી ઇન્શ્યોર્ડ બાઇકને રિકવર કરી શકાતી નથી, તો ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકને બાઇકના ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) સાથે વળતર આપે છે, જે ડેપ્રિશિયેશનને ધ્યાનમાં લીધા પછી તેનું બજાર મૂલ્ય છે. આ કવરેજ સુનિશ્ચિત કરે છે કે ચોરીને કારણે થતા ફાઇનાન્શિયલ નુકસાનને ઘટાડવામાં આવે છે, જે બાઇકના માલિકોને મનની શાંતિ પ્રદાન કરે છે. લાભનો ક્લેઇમ કરવા માટે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) અને યોગ્ય ડૉક્યુમેન્ટેશન ફરજિયાત છે.

શું ઇન્શ્યોરન્સ દ્વારા ચોરાયેલી બાઇકને કવર કરવામાં આવશે?

આના જવાબનો આધાર તમારી પાસે કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ છે તેના પર રહેલો છે. કેમ કે, નીચે જણાવેલ બે પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસીઓ છે: જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી હોય તો તમે ચોરાયેલી બાઇક માટે ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો. થર્ડ પાર્ટી પૉલિસી હેઠળ તમારી બાઇકને થયેલા કોઈપણ નુકસાન માટે વળતર આપવામાં આવતું નથી, અને ખાસ કરીને ચોરી માટે.

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમની પ્રક્રિયા

જો તમારી સાથે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, તો ભયભીત ન થશો. તમારે માત્ર કાળજીપૂર્વક અને સમયસર પૉલિસીને ક્લેઇમ કરવા માટેના પગલાં અનુસરવાના રહેશે. પ્રોસેસ પર વિશ્વાસ રાખો અને ધૈર્ય રાખો; તમને તમારી બાઇક પાછી મળશે. અહીં ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા અને તમારે અનુસરવા જરૂરી તમામ પગલાંઓ વિશે વિગતવાર માહિતી આપેલ છે:

1 ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) રજિસ્ટર કરાવો

તમને તમારી બાઇક ચોરાઈ ગઈ હોવાની જાણ થઈ. સૌપ્રથમ તમારે નજીકના પોલીસ સ્ટેશને જઈને એફઆઇઆર નોંધાવવાની રહેશે. શા માટે? એફઆઇઆર એ ક્લેઇમ ફાઇલ કરવા માટેનો એક જરૂરી ડૉક્યૂમેન્ટ છે. ઉપરાંત, તમારી બાઇકને શોધવામાં પોલીસને પણ મદદરૂપ બનશે. તમારે તેમને તમારી બાઇકના કલર, નંબર, મોડેલ અને અન્ય બાબતો જણાવવાની રહેશે. આ ઉપરાંત, તે કયા સ્થળેથી ચોરાઈ ગયું હતું તે સ્થળ પણ તમારે જણાવવાનું રહેશે. તમારી તરફથી પૂરી તૈયારી રૂપે ઇન્શ્યોરન્સ અને આરસી જેવા તમારા બાઇક ડૉક્યૂમેન્ટની કૉપી સાથે રાખો.

2. ઇન્શ્યોરરને જાણ કરો

એફઆઇઆર નોંધાવ્યા બાદ ઇન્શ્યોરરની ઑફિસની મુલાકાત લો અને ઘટના વિશે તેમને સૂચિત કરો. એક ચોક્કસ સમય, એટલે કે 24 કલાકની અંદર આમ કરવું જરૂરી છે. તે એટલા માટે જરૂરી છે કારણ કે ઇન્શ્યોરરને ક્લેઇમ કરવા માટે કેટલીક પ્રક્રિયાઓ અને ઔપચારિકતાઓ કરવાની રહે છે.

3. પ્રાદેશિક પરિવહન કાર્યાલયને આ ઘટના વિશે જાણ કરો.

ત્રીજું અને ફરજિયાત પગલું એ છે કે તમારે આરટીઓને જાણ કરવી જરૂરી છે. પ્રાદેશિક પરિવહન કચેરી એ મુખ્ય એકમ છે, તેથી તમારે તેમને તમારી બાઇકની ચોરી વિશે જાણ કરવી આવશ્યક છે.

4. તમામ આવશ્યક ડૉક્યૂમેન્ટ એકત્રિત કરો

તમામ જરૂરી અધિકારીઓને જાણ કર્યા બાદ, તમારે તમારો ક્લેઇમ તૈયાર કરવા માટે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ એકત્રિત કરવાના રહેશે. તમારે એક ક્લેઇમ ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ જોડવાના રહેશે. તમે ક્લેઇમ ફોર્મ તમારા ઇન્શ્યોરર પાસેથી મેળવી શકો છો અથવા તેને ઇન્શ્યોરરની અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. બાઇકની ચોરીના ક્લેઇમ ફોર્મ સાથે જોડવા જરૂરી ડૉક્યૂમેન્ટ આ મુજબ છે:
  1. મૂળ એફઆઇઆર કૉપી
  2. આરટીઓના ડૉક્યૂમેન્ટ જેમ કે ફોર્મ 28, 29, 30, અને 35
  3. મૂળ ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ
  4. આરસીની સ્વ-પ્રમાણિત કૉપી
  5. ડ્રાઇવરના લાઇસન્સની સ્વ-પ્રમાણિત કૉપી
  6. બાઇકની અસલ ચાવીઓ
ક્લેઇમની પ્રક્રિયાને આગળ ધપાવવા માટે આ તમામ વસ્તુઓને ફોર્મ સાથે જોડવી જરૂરી છે.

5. નો-ટ્રેસ રિપોર્ટ

તમે તમામ ડૉક્યૂમેન્ટ ઇન્શ્યોરરને સબમિટ કર્યા પછી, પોલીસ દ્વારા, તમારું વાહન ટ્રેસ થઈ નથી રહ્યું તેવો નો-ટ્રેસ રિપોર્ટ સબમિટ કરવો આવશ્યક છે. આ રિપોર્ટ ઇન્શ્યોરરને સબમિટ કર્યા પછી, ક્લેઇમની મંજૂરીની પ્રક્રિયા શરૂ થાય છે. હવે તમારે ધીરજ રાખવાની રહેશે, કારણ કે ક્લેઇમ મંજૂર થવાની પ્રક્રિયામાં થોડા મહિનાનો સમય લાગી શકે છે.

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ બાઇક ચોરીના ક્લેઇમનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરે છે?

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ બાઇકની ચોરીને કારણે થયેલા ફાઇનાન્શિયલ નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. તે કેવી રીતે મદદ કરે છે તે અહીં આપેલ છે:

1. ચોરી સામે કવરેજ

તે તમારી ચોરાયેલી બાઇકના ખર્ચને કવર કરે છે, જે તમને બાઇકના ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) ના આધારે વળતર આપે છે.

2. મનની શાંતિ

ખાતરી કરે છે કે તમને ચોરાયેલી બાઇકને બદલવાના ફાઇનાન્શિયલ બોજનો સામનો કરવો પડતો નથી.

3. સરળ ક્લેઇમ પ્રોસેસ

એફઆઇઆર અને અન્ય ડૉક્યૂમેન્ટ સબમિટ કરવા સહિત ક્લેઇમ ફાઇલ કરવા માટે એક સંરચિત પ્રક્રિયા પ્રદાન કરે છે.

4. સુવિધાજનક ઍડ-ઑન

રિટર્ન ટુ ઇનવૉઇસ કવર જેવા ઍડ-ઑન ઘસારાના મૂલ્યને બદલે બાઇકની સંપૂર્ણ બિલ કિંમત પ્રદાન કરી શકે છે.

5. વ્યાપક સુરક્ષા

ચોરીની સાથે, તે અકસ્માત, કુદરતી આપત્તિઓ અથવા તોડફોડથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

બાઇક માટે મેં જે લોન લીધી હતી તેનું શું થશે?

જો તમે બાઇક માટે કોઈ લોન લીધી છે અને તેને રિકવર કરવામાં આવેલ નથી, તો લોનની રકમ લોન પ્રદાતાને ચૂકવવામાં આવશે, અને બાકી રકમ તમને આપવામાં આવશે.

નો-ટ્રેસ રિપોર્ટ બનાવવામાં કેટલો સમય લાગે છે?

એકવાર ચોરાયેલી બાઇકની એફઆઇઆર ફાઇલ કર્યા પછી, પોલીસને તમારી બાઇક શોધવામાં ઓછામાં ઓછો એક મહિનો સમય લાગશે. ત્યાર બાદ જો મળતી નથી, તો નો-ટ્રેસ રિપોર્ટ બનાવવામાં આવે છે.

મને કેટલું વળતર મળશે?

જો તમારી ખોવાયેલી બાઇક મળતી નથી, તો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને તમારી પૉલિસી પર જાહેર કરેલી આઇડીવી જેટલી રકમ ચૂકવવામાં આવશે.

શું ઇન્શ્યોરન્સ ચોરી માટે લાગુ પડે છે?

હા, કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ ચોરીને કવર કરે છે. જો તમારી બાઇક ચોરાઈ જાય, તો તમે બાઇકના ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (આઇડીવી) પોલીસ રિપોર્ટ (એફઆઇઆર) દાખલ કર્યા પછી તમારા ઇન્શ્યોરર પાસેથી).

શું 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ચોરીને કવર કરે છે?

ના, થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ચોરીને કવર કરતું નથી. તે માત્ર થર્ડ-પાર્ટીની સંપત્તિને થયેલા નુકસાન અથવા અકસ્માતના કિસ્સામાં અન્યને થયેલી ઈજાઓને કવર કરે છે.

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ હેઠળ મને કેટલું કવરેજ મળશે?

કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ હેઠળ, ચોરી માટેનું કવરેજ બાઇકની IDV (ડેપ્રિશિયેશન પછી બજાર મૂલ્ય) પર આધારિત છે. ઇન્શ્યોરર આઇડીવી રકમ સુધી વળતર આપે છે.

બાઇક ચોરીના કિસ્સામાં ટૂ-વ્હીલર લોનનું શું થાય છે?

જો તમારી બાઇક ચોરાઈ ગઈ છે અને તમારી પાસે બાકી લોન છે, તો ઇન્શ્યોરન્સની ચુકવણી લોનની રકમ ક્લિયર કરવા માટે જશે. જો કે, જો ચુકવણી બાકીની લોન કરતાં ઓછી હોય, તો તમારે બૅલેન્સ ચૂકવવાની જરૂર પડશે.

જો ઇન્શ્યોરન્સ વગર મારી બાઇક ચોરાઈ જાય તો શું થશે?

જો તમારી બાઇક ચોરાઈ ગઈ હોય અને તમારી પાસે ઇન્શ્યોરન્સ ન હોય, તો તમે સંપૂર્ણ ફાઇનાન્શિયલ નુકસાન સહન કરશો. ચોરી માટે કોઈ વળતર આપવામાં આવશે નહીં.

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સથી કેવી રીતે અલગ છે?

બાઇક થેફ્ટ ઇન્શ્યોરન્સ એ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સનો એક ભાગ છે, જે અકસ્માત અને નુકસાન સાથે ચોરીને કવર કરે છે. થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટીની સંપત્તિ અથવા ઈજાઓને થયેલા નુકસાનને કવર કરે છે અને ચોરીને કવર કરતું નથી.

જો મારી બાઇક ચોરાઈ જાય તો શું હું ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકું છું?

હા, જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ છે, તો તમે એફઆઇઆર અને જરૂરી ડૉક્યૂમેન્ટ સબમિટ કરીને ચોરાયેલી બાઇક માટે ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કરી શકો છો. ઇન્શ્યોરર તમને બાઇકની IDV ના આધારે ચુકવણી કરશે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે