ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ આંશિક રીતે ફરજિયાત છે. માત્ર એટલું જ નહીં, પરંતુ તે તમારા ટૂ-વ્હીલરના દુર્ઘટનાગ્રસ્ત થવાના કિસ્સામાં આર્થિક રીતે પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો જાણે છે કે ભારતમાં તમારા ટૂ-વ્હીલર માટે ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ પૉલિસી પણ એક અન્ય વિકલ્પ છે. તે ફરજિયાત નથી, અને તેમાં થતા વધુ ખર્ચ વિશે વિચારીને કેટલાક લોકો તેનાથી દૂર રહે છે. કેટલાક લોકો વિચારી શકે છે કે કોમ્પ્રિહેન્સિવ પ્લાન થર્ડ-પાર્ટી પ્લાન કરતાં નોંધપાત્ર રીતે વધુ મોંઘો છે. પરંતુ, જો તમે
બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આમ નથી. આ ઉપરાંત, જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ હોય તો તે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ કેવી રીતે? ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદવો એ તુલનાત્મક રીતે સરળ પ્રક્રિયા છે, ખાસ કરીને જો તમે તેને ઑનલાઇન ખરીદવાનું પસંદ કરો. તમારી પાસે માત્ર યોગ્ય ડૉક્યૂમેન્ટ હોવા જરૂરી છે, જેની મદદથી તમે થોડી જ મિનિટોમાં તમારી બાઇકનો ઇન્શ્યોરન્સ કરાવી શકો છો. પરંતુ કેટલાક લોકો હજુ પણ આ બાબત વિશે જાણતા હોતા નથી.
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે એક વર્ષ માટે ખરીદવામાં આવે છે. આ સમયગાળાના અંતે તે રિન્યુ કરાવવી આવશ્યક છે. આ સમય દરમિયાન, જો તમારી બાઇક સાથે કોઈપણ દુર્ઘટના બને, તો રિપેરીંગ માટે નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. વળી, જો આવી દુર્ઘટનામાં તમને કોઈપણ ઈજા પહોંચે છે, તો સારવારનો ખર્ચ તમારા બોજમાં વૃદ્ધિ કરી શકે છે. તમે તમારી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરીને આ ખર્ચાઓ મેનેજ કરી શકો છો. તમે અકસ્માતથી બચવા માટે શક્ય તમામ પ્રયત્ન કરતાં હશો, તેમ છતાં પણ અકસ્માત થતા હોય છે. જો તમારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને તેમને તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કરવા માંગો છો, તો તમને તેની પ્રક્રિયા વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમે હમણાં ક્લેઇમ કરવા માંગતા નથી, તો પણ ક્લેઇમની પ્રક્રિયા વિશે જાણવું જોઈએ. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ખરીદી વિશે જાણવું જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી છે
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ કેવી રીતે કરવો તે જાણવું. ચાલો, જરૂરિયાતના સમયે તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવો તે સમજીએ.
ભારતમાં બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ
ક્લેઇમ કરતાં પહેલાં, તમારી પૉલિસી વિશે સંપૂર્ણ સમજૂતી મેળવો. જેમ કે, તમારી પાસે કયા પ્રકારની પૉલિસી છે? શું તે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ છે કે કોમ્પ્રિહેન્સિવ કવરેજ છે? જો તે કોમ્પ્રિહેન્સિવ પ્રકારની પૉલિસી હોય, તો તેમાં કયા પ્રકારના કવર શામેલ છે? આ જાણ્યા બાદ, તમારે તમારી પૉલિસીની વિગતો જેમ કે તેમાં સમાવિષ્ટ અને બાકાત બાબતો વિશે જાણવું જરૂરી છે. આની મદદથી તમે, કયા ક્લેઇમ સ્વીકારવામાં આવશે તે વધુ સારી રીતે સમજી શકો છો. તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા પાસે ત્રણ પ્રકારના બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકો છો. આમાંથી દરેકની પ્રક્રિયા થોડી અલગ હોઈ શકે છે. વિવિધ ક્લેઇમ પ્રક્રિયાઓ કેવી રીતે કાર્ય કરે છે તે અહીં જણાવેલ છે.
-
થર્ડ-પાર્ટી લાયબિલિટી ક્લેઇમ
જ્યારે અકસ્માતમાં બે પક્ષકારો શામેલ હોય અને તમારા વાહનને નુકસાન થયું હોય અથવા તમારાથી અન્ય પક્ષના વાહનને નુકસાન પહોંચે, ત્યારે તમે આ પ્રકારનો ક્લેઇમ કરી શકો છો. જો અન્ય વ્યક્તિના વાહનને નુકસાન થયું હોય, તો સૌ પ્રથમ પોલીસને તેમજ તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરો. જો અન્ય વ્યક્તિ દ્વારા તમારા વાહનને નુકસાન પહોંચે છે, તો તમે અન્ય વ્યક્તિના ઇન્શ્યોરન્સની અને સંપર્કની વિગતો મેળવી શકો છો. તમારા દ્વારા ઇન્શ્યોરરને જાણ કર્યા પછી, તેમના દ્વારા કેસને મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ટ્રિબ્યુનલ કોર્ટમાં મોકલવામાં આવશે. જે પક્ષને નુકસાન થયેલ હોય તેમને જરૂરી ચુકવણી અંગે અદાલત દ્વારા ચુકાદો આપવામાં આવશે.
જ્યારે કોઈ અકસ્માતમાં માત્ર તમે શામેલ હોવ ત્યારે તમે આ પ્રકારનો ક્લેઇમ કરી શકો છો. અહીં, તમે સીધા તમારા ઇન્શ્યોરરને જાણ કરી શકો છો. ત્યારબાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા, તમારી બાઇકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવશે. ત્યાર બાદ તમે તમારી બાઇકનું રિપેરીંગ કરાવી શકો છો. મૂલ્યાંકન પછી સર્વેક્ષક દ્વારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે. રિપેરીંગનો ખર્ચ બે રીતે સેટલ કરી શકાય છે. ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સીધી ગેરેજને ચુકવણી કરવામાં આવે છે, અથવા તમે ગેરેજને ચુકવણી કરી શકો છો અને ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમને મંજૂર કરેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. જો અકસ્માતમાં કોઈ અન્ય વાહન અથવા વ્યક્તિ શામેલ હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર ફાઇલ કરવી યોગ્ય છે.
તમારી બાઇક અથવા તેના પાર્ટ્સની ચોરી એવી અન્ય ઘટના છે, જે માટે તમે પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા ઈચ્છશો. સૌ પ્રથમ તમારે તાત્કાલિક ધોરણે એફઆઇઆર ફાઇલ કરવી જોઈએ. ત્યાર બાદ, તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને જાણ કરવી જોઈએ. પોલીસ દ્વારા પહેલાં તમારા વાહનની ભાળ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો તેની ભાળ મળી શકતી નથી, તો નૉન-ટ્રેસેબલ સર્ટિફિકેટ આપવામાં આવશે. તમે તે વિશે ઇન્શ્યોરરને જાણ કરી શકો છો. તેઓ તમને આઇડીવીની ચુકવણી કરી શકે છે અને 'કુલ નુકસાન' હેઠળ તમારા ક્લેઇમને સેટલ કરી શકે છે.
ક્લેઇમ કેવી રીતે કરવો?
જો તમારી બાઇકને અકસ્માત થાય છે અથવા તે ચોરાઇ જાય છે, તો તમે ઇન્શ્યોરન્સ કંપનીમાં ક્લેઇમ કરી શકો છો. તમે અહીં આપેલ કેટલીક રીતે તમારા ક્લેઇમની પ્રક્રિયા શરૂ કરી શકો છો.
- ઇન્શ્યોરન્સ પ્રદાતાની અધિકૃત એપ દ્વારા (જો ઉપલબ્ધ હોય તો)
- ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટ દ્વારા
- તમારી પૉલિસીમાં જણાવેલ સંપર્ક નંબર પર કૉલ કરીને
- ઇન્શ્યોરન્સ પ્રદાતાની ઑફિસની મુલાકાત લઇને
- તમારા ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરીને
તમારી બાઇકને અકસ્માતના કિસ્સામાં નક્કર આર્થિક ટેકા માટે ઍક્ટિવ ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે. યાદ રાખો કે બાઇક ઇન્શ્યોરન્સ નિયમિત રિન્યુ કરાવવો જરૂરી છે. તેથી, ભૂલ્યા વગર સમયસર
બાઇક ઇન્શ્યોરન્સને રિન્યુ કરો તમે શ્રેષ્ઠ સંભવિત દરોનો અંદાજ મેળવવા માટે બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરાવીને ખર્ચને વધુ ઓછો કરી શકો છો, કારણ કે તે વધુ વાજબી બની જાય છે.
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો