રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Online Payment
15 એપ્રિલ, 2021

આ માર્ગદર્શિકામાં સૂચવેલ પગલાંને અનુસરીને બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ચૂકવો

આજે ઇન્ટરનેટ એ તમારા ઘરેથી આરામદાયક રીતે મોટાભાગના કાર્યો કરવા માટેનું અગત્યનું માધ્યમ છે. કપડાં અને કરિયાણાની ખરીદી હોય કે તમારા બિલની ચુકવણી, તમે આ તમામ કાર્ય ઑનલાઇન કરી શકો છો. પછી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ચુકવણી માટે પરંપરાગત રીતનો ઉપયોગ શા માટે? મોટાભાગના ઇન્શ્યોરર દ્વારા હવે ચુકવણી સરળ બનાવવા માટે પૉલિસીધારકોને ઑનલાઇન સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે. તમારે પૉલિસી ખરીદવા માટે અને તમારી બાઇકને સુરક્ષિત કરવા માટે ટેકનોલોજીના જાણકાર હોવું જરૂરી નથી. તો, તમે કેવી રીતે ચુકવણી કરી શકો છો તે સમજીએ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન કોઈપણ ઝંઝટ વગર.   બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવો અને ચુકવણી કરવી? સુરક્ષાના અનેક પગલાંઓ લેવામાં આવેલ હોવાને કારણે તમારે ઑનલાઇન ચુકવણી કરવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ વિશ્વસનીય ઇન્શ્યોરર પાસેથી ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની અને માત્ર વિશ્વસનીય વેબસાઇટ પર ચુકવણી કરવાની સલાહ આપવામાં આવે છે. તેથી, તમે ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકો છો અને સરળતાથી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરી શકો છો તે અહીં આપેલ છે:  
  1. પ્રથમ, વિવિધ પૉલિસીઓની ઑનલાઇન તુલના કરીને યોગ્ય બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની ભલામણ કરવામાં આવે છે. તમે યોગ્ય પ્લાન વિશે સંશોધન કરી શકો છો અને ઇન્શ્યોરરની માલિકીની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ઇન્શ્યોરન્સની વિગતો જોઈ શકો છો.
  2. તુલનાની સરળતા માટે તમે થર્ડ-પાર્ટી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, જેની પર તમે એક સાથે અનેક પૉલિસીઓ જોઈ શકો છો.
  3. તમારો બાઇક રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો, તમને નવા પેજ પર લઈ જવામાં આવશે.
  4. તમારે તમારી બાઇકની જેમ કે મેક અને મોડેલ, ઇંધણનો પ્રકાર, નોંધણી વર્ષ, નિવાસનું શહેર અને કવરેજનો પ્રકાર વગેરે વિગતો દાખલ કરવાની રહેશે.
  5. આગળ, જો તમે તમારા વાહન માટે પૉલિસી ખરીદી છે તો તમારે તમારા પાછલા બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનની સમાપ્તિની તારીખ પસંદ કરવાની રહેશે
  6. તમારી વિગતોની પુષ્ટિ કર્યા પછી, વિવિધ ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતી એકથી વધુ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દર્શાવવામાં આવશે
  7. હવે તમે દરેક પ્લાન દ્વારા ઑફર કરવામાં આવતા લાભોની સરળતાથી તુલના કરી શકો છો અને વિશ્લેષણ કરી શકો છો. ઇન્શ્યોરરના આધારે પ્રીમિયમ ક્વોટ પણ અલગ હશે, જે ઉપયોગ કરીને અગાઉથી ગણતરી કરી શકાય છે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર
  8. તમારું કવરેજ વધારવા માટે ઍડ-ઑન કવર પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ આમાં ઇન્શ્યોરન્સ પ્રદાતાઓના આધારે ફેરફાર થઈ શકે છે કારણ કે દરેક દ્વારા આપવામાં આવતું કવર અલગ હોઇ શકે છે. આ અતિરિક્ત કવર માટે ચોક્કસ કિંમત ચુકવવાની રહે છે, જે તમારી પૉલિસી સાથે જોડવામાં આવે ત્યારે તમારા અંતિમ પ્રીમિયમ ક્વોટમાં વધારો થઈ શકે છે.
  9. તમે જે ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માંગો છો તેની પુષ્ટિ કર્યા બાદ તમને અન્ય પેજ પર લઈ જવામાં આવશે
  10. નામ, ઇમેઇલ ઍડ્રેસ, રહેઠાણનું સરનામું, ફોન નંબર, જન્મ તારીખ વગેરે જેવી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો. પૉલિસી માટે નૉમિનીની પસંદગી કરવી ફરજિયાત છે, તથા તેમની વિગતો પણ આપવાની રહેશે.
  11. હવે, તમારે તમારા વાહન સંબંધિત માહિતી જેમ કે ચેસિસ નંબર, બાઇક નંબર, ટૂ-વ્હીલર રજિસ્ટ્રેશન નંબર, ઉત્પાદનની તારીખ, પાછલી ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે. આ તમામ વિગતો તમારી બાઇકના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાંથી સરળતાથી મળી શકે છે.
  12. હવે તમે બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન ચુકવણી કરવા માટે સેવ કરીને આગળના પગલાં પર જઇ શકો છો
  13. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઇ ચુકવણી વગેરે વિવિધ વિકલ્પો વડે ચુકવણી કરી શકાય છે. તમે તમારી પસંદના વિકલ્પ વડે ચુકવણી કરી શકો છો.
  14. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ચુકવણી પૂર્ણ થયા પછી, તમને તમારા પૉલિસી નંબર, ઇન્શ્યોરન્સની સમાપ્તિની તારીખ વગેરે સમાવિષ્ટ સ્વીકૃતિ નોટિફિકેશન પ્રાપ્ત થશે.
  15. હવે તમારી પૉલિસીની ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે અને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ચુકવણી ઑનલાઇન પૂર્ણ કરી છે!
  બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે જરૂરી ડૉક્યૂમેન્ટ જો તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સને પ્રથમ વાર ઑનલાઇન રિન્યુ કરાવી રહ્યા છો, તો તમે તમારા કવરેજને ચાલુ રાખવા માટે ઉપરોક્ત પ્રક્રિયાને અનુસરી શકો છો. સરળતા માટે નીચે આપેલા ડૉક્યૂમેન્ટ તૈયાર રાખો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પ્રક્રિયા:
  • વર્તમાન બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો
  • વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • ઉત્પાદન અને ખરીદીનું વર્ષ
  • ચુકવણીની વિગતો, જેમ કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર
  આ રીતે તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણી પૂર્ણ કરી શકો છો અને તમારા વાહનને સુરક્ષિત કરી શકો છો. ઉપરોક્ત પ્રક્રિયા સરળ છે અને તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે