કારની ખરીદી કરવા માટે એકસામટી સંપૂર્ણ રકમની ચુકવણી કરીને અથવા ધિરાણ સુવિધા દ્વારા લોન મેળવીને કરી શકાય છે. જ્યારે તમે બીજો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનને આવી ખરીદી માટે કોલેટરલની જરૂર પડે છે. આમ, કારને જ ધિરાણકર્તા માટે જામીન તરીકે ગણવામાં આવે છે અને જ્યાં સુધી લોનની સંપૂર્ણ ચુકવણી ન થાય ત્યાં સુધી બાયંધરી, એટલે કે સિક્યોરીટી તરીકે કામ કરે છે. ધિરાણકર્તા દ્વારા તમારી કાર માટે કરવામાં આવેલ આવા ધિરાણની નોંધ રાખવા માટે, રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (આરટીઓ) તેને તમારી કારના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં હાઇપોથિકેશન તરીકે દર્શાવીને તેની પુષ્ટિ કરે છે.
કાર ઇન્શ્યોરન્સમાં હાઇપોથિકેશન કેવી રીતે કામ કરે છે?
જ્યારે લોન લઈને કાર ખરીદવામાં આવે છે, ત્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં આરટીઓ દ્વારા આવી કારની ખરીદીની નોંધ કરવામાં આવે છે. આમ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં માલિકનું નામ તેમજ ધિરાણ સંસ્થાના પક્ષમાં કરેલ હાઇપોથિકેશનની આવી વિગતો દર્શાવવામાં આવે છે. ધિરાણ સંસ્થાના પક્ષમાં હાઇપોથિકેશન બનાવવાની પ્રક્રિયાની જેમ,
કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ધિરાણકર્તા દ્વારા ખરીદી માટે નોંધપાત્ર રકમ ચૂકવવામાં આવી હોવાને કારણે, આ હાઇપોથિકેશન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી બેંક હોય કે એનબીએફસી, તેઓ દ્વારા રિપેરિંગ માટેનું વળતર આ ધિરાણકર્તાને ચૂકવવામાં આવે છે.
શું હાઇપોથિકેશન દૂર કરાવવું જરૂરી છે? શા માટે?
હા, તમે ધિરાણકર્તાના પક્ષમાં બનાવવામાં આવેલ હાઇપોથિકેશનને દૂર કરાવો તે જરૂરી છે. જો કે, હાઇપોથિકેશન માત્ર ત્યારેજ દૂર કરી શકાય છે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનને ચૂકવવાપાત્ર તમામ બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવવામાં આવે, એટલે કે, કોઈ ચુકવણી બાકી ન રહે. એકવાર તમામ જરૂરી ચુકવણીઓ કર્યા પછી, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવામાં આવે છે. આ એનઓસી દર્શાવે છે કે કારના માલિકે ધિરાણકર્તાને કોઈ રકમ ચૂકવવાની બાકી નથી અને હાઇપોથિકેશન દૂર કરી શકાય છે. વાહન માટે લીધેલા આવા કરજની માહિતી ઇન્શ્યોરર તેમજ નોંધણીકર્તા આરટીઓ પાસે હોય છે, તેથી હાઇપોથિકેશન દૂર કરાવવું જરૂરી છે. તમારી કાર વેચતી વખતે, ચૂકવવાપાત્ર તમામ બાકી રકમની ચુકવણી થયેલ હોવી જરૂરી છે, અને તેથી જ્યાં સુધી હાઇપોથિકેશન દૂર કરવામાં ન આવે ત્યાં સુધી માલિકી ટ્રાન્સફર કરી શકાતી નથી. વધુમાં, માત્ર ધિરાણકર્તાનું એનઓસીની હોવાથી જ તમે હાઇપોથિકેશન દૂર કરી શકતાં નથી. તમારે આરટીઓને આવશ્યક ફોર્મ અને ફી સાથે જાણ કરવી જરૂરી છે. જ્યારે સંપૂર્ણ નુકસાનીનો ક્લેઇમ તમારી
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કરવામાં આવે, ત્યારે ક્લેઇમ પ્રથમ ધિરાણકર્તાને ચૂકવવામાં આવશે, કારણ કે તેઓ દેય રકમની વસૂલી કરવાનો અધિકાર ધરાવે છે અને ત્યારબાદ કોઈપણ બૅલેન્સ રકમ તમને ચૂકવવામાં આવશે. વધુમાં, જો બહેતર કવરેજ માટે તમે તમારા ઇન્શ્યોરરને બદલી રહ્યા હોવ, તો અતિરિક્ત ચકાસણી ત્યારે થઈ શકે, જ્યારે તમે કરાવો
કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ. તેથી, લોનની સંપૂર્ણપણે ચુકવણી થઈ ગયા બાદ આવું હાઇપોથિકેશન દૂર કરાવવું શ્રેષ્ઠ છે.
કાર ઇન્શ્યોરન્સમાં હાઇપોથિકેશન કેવી રીતે દૂર કરાવવું?
થર્ડ-પાર્ટી પ્લાન હોય કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી, તમારી કારની ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી હાઇપોથિકેશનને ચાર પગલાંની એક સરળ પ્રક્રિયા વડે દૂર કરાવી શકાય છે.
પગલું 1:
જ્યારે ચૂકવવાપાત્ર લોનની રકમ શૂન્ય થઈ જાય ત્યારે જ કૅન્સલેશન પ્રક્રિયા શરૂ કરી શકાય છે. તે સમયે તમારે ધિરાણકર્તા પાસેથી એનઓસી મેળવવા માટે અરજી કરવાની રહે છે.
પગલું 2:
તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પીયુસી સર્ટિફિકેટ, માન્ય કાર ઇન્શ્યોરન્સ પૉલિસી અને આરટીઓ દ્વારા નિર્ધારિત અન્ય જરૂરી ફોર્મ જેવા અન્ય ડૉક્યૂમેન્ટ સાથે ધિરાણકર્તા દ્વારા આપવામાં આવેલ આ એનઓસી આપવાનું રહે છે.
પગલું 3:
પ્રક્રિયા માટે જરૂરી ફીની ચુકવણી કરવામાં આવ્યા બાદ હાઇપોથિકેશન દૂર કરવામાં આવે છે અને નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ નવું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હવે અન્ય હકદારના કોઈપણ ઉલ્લેખ વિના માલિક તરીકે તમારું જ નામ ધરાવે છે.
પગલું 4:
આ સુધારેલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમે તમારા ઇન્શ્યોરરને આપીને ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી હાઇપોથિકેશન દૂર કરાવીને સુધારો કરાવી શકો છો. આ રિન્યુઅલ સમયે અથવા એન્ડોર્સમેન્ટના માધ્યમથી કરી શકાય છે. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો