રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Important Checks for Secondhand Two Wheeler
28 સપ્ટેમ્બર , 2020

સેકન્ડ-હેન્ડ ટૂ-વ્હીલર ખરીદતી વખતે તપાસવા જેવી 5 મહત્વપૂર્ણ બાબતો

છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર ભારતમાં લોકોનું જીવન ઝડપી બની ગયું છે. સતત ભાગ-દોડને કારણે, ટૂ-વ્હીલરની માંગ વધી રહી છે. મોટાભાગના લોકો સેકન્ડ-હેન્ડ મોટરબાઇકને પસંદ કરે છે, ત્યારે અન્ય લોકો માર્કેટમાં લેટેસ્ટ બાઇક પસંદ કરે છે. બજારમાં સારી સ્થિતિ ધરાવતાં સેકન્ડ-હેન્ડ વાહનોની ઉપલબ્ધતાને કારણે ઘણા ખરીદદારો આકર્ષિત થયા છે. વધુમાં, વ્યાજબી દરે મળતા સેકન્ડ-હેન્ડ ટૂ-વ્હીલરને ભારતીય બજારોમાં નવી બાઇક જેવી જ માનવામાં આવે છે. બીજી તરફ, ટૂ-વ્હીલરના ઉપલબ્ધ અનેક વિકલ્પો ગ્રાહકોના મનમાં મૂંઝવણ ઉત્પન્ન કરે છે. વપરાયેલ બાઇક ખરીદતી વખતે, ઉપલબ્ધ અનેક વિકલ્પોને કારણે ગ્રાહકો અભિભૂત થઈ શકે છે. તેથી, સેકન્ડ-હેન્ડ ટૂ-વ્હીલર પસંદ કરતી વખતે નીચે ઉલ્લેખિત વસ્તુઓની સૂચિ ધ્યાનમાં રાખો:
  1. બાઇકના મોડેલને ધ્યાનમાં લો
આજે દરેક વ્યક્તિ જીવનમાં એકવાર ફેન્સી મોટરસાઇકલ ખરીદવાનું સપનું ધરાવે છે તેમાં કોઈ બેમત નથી. જો કે, તમે ખરીદવા ઈચ્છો છો તેવી બાઇક મોંઘી હોઈ શકે છે, અને વાહનના બજાર મૂલ્યની અસર તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર પણ થાય છે. તેથી, બાઇકના મોડેલને ધ્યાનમાં લો અને ટૂ-વ્હીલરમાં સમજીને રોકાણ કરો. તમે તમારી ઈચ્છા મુજબનું અને તમારા બજેટમાં હોય તેવું ટૂ-વ્હીલર પસંદ કરો.
  1. વાહનની સ્થિતિ
વપરાયેલ ટૂ-વ્હીલરમાં કોઈ ચોક્કસ યાંત્રિક ખામી હોઈ શકે છે. તેથી, સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદતા પહેલાં, જરૂરી યાંત્રિક તપાસ કરાવો. નીચે એક નજર કરો:
  • ઓઇલ ટપકતું નથી તે જુઓ.
  • વાહનના કોઈપણ ભાગમાં અનિચ્છનીય કાટ અથવા ક્ષતિ હોય તો તે તપાસો.
  • ડેન્ટ અથવા સ્ક્રેચને કાયમી ધોરણે ફિક્સ કરો.
  • ઓઇલ અને એન્જિન ચેક કરો.
  • વાહનને થયેલ કોઈપણ ભૌતિક નુકસાનનું મૂલ્યાંકન કરો.
  • હેન્ડલ, બ્રેક, બૅટરી, ગિયર અને તેવા પાર્ટ્સ ચેક કરો.
  1. ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન
તમે આરસી બુક વિશે સાંભળ્યું હશે. જો ના સાંભળ્યું હોય અને વિચારતા હોવ કે આરસી બુક શું છે , તો અહીં એક સ્પષ્ટીકરણ છે: બાઇકની નોંધણી કરતા પહેલાં, કોઈ પણ વ્યક્તિએ પાછલા માલિક પાસેથી માલિકીની ટ્રાન્સફરનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. ટ્રાન્સફર સર્ટિફિકેટ પ્રાપ્ત થયા બાદ બાઇકની નોંધણી થઈ શકે છે તેમજ વાહન માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ખરીદી શકાય છે. માલિક દ્વારા તેમના ટૂ-વ્હીલરની નોંધણી કરાવ્યા બાદ તેમને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પ્રાપ્ત થશે. સાથે રાખવું જરૂરી છે વાહનમાં આરસી સર્ટિફિકેટ કારણ કે તે કાનૂની જરૂરિયાત છે.
  1. ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી
અકસ્માતના વધી રહેલા પ્રમાણને કારણે આજના સમયમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ જરૂરી છે. અકસ્માત દરમિયાન બાઇકને નુકસાન થવાની શક્યતા વધુ હોય છે. કોઈપણ નુકસાનના કિસ્સામાં, પૉલિસીધારક ઇન્શ્યોરર પાસેથી વળતર માટે ક્લેઇમ કરી શકે છે. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સમાં ગ્રાહકો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ઝડપી અને સરળ રીતે ખરીદી શકે છે અને તેની ક્લેઇમની પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ છે. ઝંઝટ-મુક્ત અને ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ તમને મનની શાંતિ પૂરી પાડે છે.
  1. ડૉક્યૂમેન્ટેશન
પેપરવર્ક મહત્વપૂર્ણ છે, તેમજ અનિવાર્ય છે. કોઈ વ્યક્તિ નવી બાઇક ખરીદે કે વપરાયેલી, તેમની પાસે વાહનના તમામ સંબંધિત ડૉક્યૂમેન્ટ ઉપલબ્ધ હોવા આવશ્યક છે. જ્યારે મૂળ ડૉક્યૂમેન્ટ લૉકરમાં સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે, ત્યારે ફોટોકૉપી વાહનમાં લઈ જવાની જરૂર છે. દરેક ડ્રાઇવર પાસે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે:
  • આરસી સર્ટિફિકેટ
  • પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ
  • ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યૂમેન્ટ
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)
સંક્ષેપમાં, મોટાભાગના ચાલકો માટે સેકન્ડ-હેન્ડ ટૂ-વ્હીલરમાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. અકસ્માત, રોડ દુર્ઘટના, કુદરતી આપત્તિ અને તેવી અન્ય દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ દરમિયાન બાઇકને સુરક્ષિત કરવા માટે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સની કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન વિશે માહિતી મેળવો. આ પ્લાન પૉલિસીધારકની જરૂરિયાત અનુસાર બનાવેલ છે જેમાં તેમની જરૂરિયાતો અનુસાર ઘણા લાભો અને વિશેષતાઓ ઉપલબ્ધ હોય છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે