રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Aadhaar Card for Driving License
31 જુલાઈ, 2019

શું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે?

ભારતમાં ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક ફરજિયાત ડૉક્યૂમેન્ટ છે જે તમારી પાસે હોવું જરૂરી છે. આ મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભારતમાં, તમે 16 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો, જેમાં સૌ પ્રથમ કાચું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે, જેને 18 વર્ષના થયા બાદ કાયમી કે પાકા લાઇસન્સમાં રૂપાંતરિત કરી શકાય છે. જો કે, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વિશિષ્ટ ડૉક્યૂમેન્ટ જમા કરાવવાના રહેશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે.
ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નીચે આપેલા ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે:
  • ઉંમરનો દાખલો
    • જન્મ પ્રમાણપત્ર
    • પૅન કાર્ડ
    • પાસપોર્ટ
    • ધોરણ 10thની માર્કશીટ
    • જન્મ તારીખ દર્શાવતું શાળા છોડયાનું પ્રમાણપત્ર (ટ્રાન્સફર પ્રમાણપત્ર)
  • ઍડ્રેસનો પુરાવો
    • આધાર કાર્ડ
    • પાસપોર્ટ
    • વીજળીનું બિલ
    • મતદાર આઇડી કાર્ડ
    • ભાડાનો કરાર
    • ગૅસ બિલ
  • યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • પ્રમાણિત સરકારી ડૉક્ટર દ્વારા જારી કરાયેલ ફોર્મ 1A અને 1
  • અરજી ફી
ભારતીય રસ્તાઓ પરની અવ્યવસ્થા અને વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર કેટલાક ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો બદલવાની યોજના બનાવી રહી છે. આ નિયમોમાં સુધારો વાહનોથી ભરચક રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરનાર લોકોમાં વધુ શિસ્ત લાવશે તેવી અપેક્ષા છે. આવા એક પગલાં તરીકે, ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આધાર કાર્ડને ફરજિયાત ડૉક્યૂમેન્ટ બનાવવા માટે લોક સભામાં બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બિલમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને ભારે દંડ કરવાનો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિજિટલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને હવે રાજ્યસભાના સભ્યોની મંજૂરી માટે મોકલવામાં આવેલ છે. તેથી, થોડા સમયમાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતી વખતે તમારું આધાર કાર્ડ ફરજિયાતપણે સબમિટ કરવું પડી શકે છે. તે ઉપરાંત, ભારતમાં તમારું વાહન ચલાવતી વખતે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત તમારી પાસે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ હોવી જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અથવા કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવો સારી બાબત છે, કે જે તમને કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં સુરક્ષિત કરે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • oasisglobe assistant - April 10, 2021 at 2:57 pm

    Very informative

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે