ડેપ્રિશિયેશન એટલે શું?
સમય પસાર થવાની સાથે સંપત્તિના મૂલ્યમાં થતા ઘટાડાને ડેપ્રિશિયેશન કહે છે. સમયની સાથે સાથે વપરાશ પણ ડેપ્રિશિયેશનને અસર કરતું એક પરિબળ છે. આમ, વપરાશ અને સમય સાથે મળીને ડેપ્રિશિયેશનમાં પરિણમે છે. સરળ શબ્દોમાં ડેપ્રિશિયેશન એટલે તમારી કારની ખરીદ કિંમત અને વેચાણની કિંમતમાં રહેલો તફાવત. નિયમિત ઘસારાને કારણે થતું ડેપ્રિશિયેશન તમારી કારની વેચાણ કિંમતને અસર કરવાની સાથે સાથે ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અથવા આઇડીવીને પણ પ્રભાવિત કરે છે.શું ડેપ્રિશિયેશન તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે?
ઉપર ચર્ચા કર્યા મુજબ, તમારી કારના ડેપ્રિશિયેશનની અસર ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ પર થાય છે. વાહનની ઉંમર, નિયમિત ઉપયોગને કારણે તેને પહોંચેલો ઘસારો અને તેના કાર્યરત રહેવાનો સમયગાળો એકંદર ડેપ્રિશિયેશન દરને નિર્ધારિત કરે છે. તમારી કાર ઇન્શ્યોરન્સ કિંમતો પર ડેપ્રિશિયેશનની અસરને કારણે ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવતા ક્લેઇમની રકમમાં ઘટાડો થાય છે. જે પાર્ટને રિપ્લેસમેન્ટની જરૂર હોય તેમને ઉંમરના આધારે ડેપ્રિશિયેટ કરવામાં આવે છે, અને તેથી, ઓછું વળતર ચૂકવવામાં આવે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુશું આઇઆરડીએઆઇ દ્વારા કોઈ પ્રમાણિત ડેપ્રિશિયેશન દરો નિર્દિષ્ટ કરવામાં આવેલ છે?
હા, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (આઇઆરડીએઆઇ) દ્વારા વ્યક્તિગત પાર્ટ માટે પ્રમાણિત કાર ડેપ્રિશિયેશન ટકાવારી નિર્ધારિત કરવામાં આવેલ છે. વધુ વિગતો માટે તમે આઇઆરડીએઆઇ ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તેથી, તમને દરેક પાર્ટ માટે અલગ અલગ વળતર મળી શકે છે. અહીં કેટલાક પાર્ટ જણાવેલ છે જેના માટે ડેપ્રિશિયેશન દરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:- રબર, નાયલોન અને પ્લાસ્ટિક પાર્ટના ડેપ્રિશિયેશનનો દર 50% છે
- વાહનની બૅટરીના ડેપ્રિશિયેશનનો દર 50% નિર્ધારીત કરવામાં આવેલ છે
- ફાઇબરગ્લાસના ઘટકોના ડેપ્રિશિયેશનનો દર 30% છે
કારની ઉંમર | આઇડીવી નિર્ધારિત કરવા માટે ડેપ્રિશિયેશનનો દર |
6 મહિનાથી વધુ નહીં | 5% |
6 મહિનાથી વધુ પરંતુ 1 વર્ષથી વધુ નહીં | 15% |
1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષથી વધુ નહીં | 20% |
2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નહીં | 30% |
3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષથી વધુ નહીં | 40% |
4 વર્ષથી વધુ પરંતુ 5 વર્ષથી વધુ નહીં | 50% |