અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Motor Insurance Calculator, Vehicle Insurance Premium Calculator by Bajaj Allianz
23 જુલાઈ, 2020

વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરના લાભો

મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનો ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. વાહન ઇન્શ્યોરન્સ ફરજિયાત છે, પરંતુ તમારે આ કવરેજ ખરીદવાના લાભો વિશે જાણવું આવશ્યક છે. અકસ્માતમાં બે પક્ષો સામેલ હોય છે, જેમાં તમારો અને થર્ડ-પાર્ટીનો સમાવેશ થાય છે. કાયદા મુજબ, મૂળભૂત થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ જરૂરી છે. જો કે, વ્યાપક પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે, આ પૉલિસીઓ દ્વારા થર્ડ-પાર્ટી કવર ઉપરાંત તમને અથવા તમારા વાહનને થયેલ નુકસાનને કવર કરવામાં આવે છે. એક યોગ્ય વાહન ઇન્શ્યોરન્સ  ખરીદવો એ એક જટિલ પ્રક્રિયા લાગી શકે છે. ઘણીવાર, તમે ફાયદાકારક જણાતા અને ઓછા પ્રીમિયમે ઉપલબ્ધ ઇન્શ્યોરન્સ ખરીદી લો છો. ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવામાં મદદરૂપ બની શકે છે. ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરના લાભો
  1. પ્રીમિયમ અને અન્ય નિયમો અને શરતોને સમજવામાં મદદ કરે છે
ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર વડે તમે પ્રીમિયમની રકમ નિર્ધારિત કરી શકો છો. તે ઉપરાંત, તમને વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીના ભાગરૂપ એવા અન્ય નિયમો અને શરતો વિશે માહિતી મળી શકે છે. આ વિગતો સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તે પ્રીમિયમને પણ અસર કરે છે. જો તમે અતિરિક્ત કવરેજ પસંદ કરો છો, તો તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર વડે તમે તમારે આ ઍડ-ઑન્સની જરૂર છે કે નહીં તે નક્કી કરી શકો છો.
  1. તમારી જરૂરિયાતો મુજબ કસ્ટમાઇઝેશન
તમારી જરૂરિયાતો અન્ય માલિકો કરતાં અલગ હોઈ શકે છે અને ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર વડે તમે તમારી વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પ્લાનનું વિશ્લેષણ કરી શકો છો. તમે પૉલિસીનું માળખું સમજી શકશો. ખાનગી, તેમજ કમર્શિયલ વાહન ઇન્શ્યોરન્સમાં ત્રણ ઘટકો શામેલ છે ; થર્ડ-પાર્ટી કવર, ઓન ડેમેજ કવરેજ અને વ્યક્તિગત અકસ્માત કવર. કેટલાક પ્લાનમાં વ્યક્તિગત અકસ્માત કવર સમાવિષ્ટ હોય છે જ્યારે અન્ય પ્લાનમાં તે ઍડ-ઑન સુવિધા તરીકે પ્રદાન કરવામાં આવે છે. એક તુલના કરીને તમે બેઝિક પ્લાન પર્યાપ્ત છે કે નહીં કે તમારે અતિરિક્ત સુવિધાઓની જરૂર છે તે નક્કી કરી શકો છો.
  1. વિવિધ પ્લાનની તુલના કરો
ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર વડે તમે પ્રીમિયમની રકમની ગણતરી કરી શકો છો અને વાહન માટેના ઇન્શ્યોરન્સને સરખાવી શકો છો અસરકારક રીતે. આ ઉપરાંત, તમે વિવિધ ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવતા વાહન ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેમ કે સમાવિષ્ટ કવર, ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો અને અન્ય નિયમો અને શરતોની તુલના કરી શકો છો. ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો મહત્તમ ઉપયોગ કરવા માટે, અહીં જણાવેલ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:
  • તમારા વાહનની રજિસ્ટ્રેશન તારીખ
  • મોડેલનો પ્રકાર, મેન્યુફેક્ચરિંગ કંપનીનું નામ અને ખરીદી સમયે થયેલા કુલ ખર્ચ જેવી વિગતો
  • તમારે પોતાના તેમજ અને પરિવાર માટે વ્યક્તિગત અકસ્માત કવરેજ, રોડસાઇડ સહાય અને અન્ય કવર જેવી અતિરિક્ત કવરની વિગતો પ્રદાન કરવાની રહેશે
ખરીદીનો અંતિમ નિર્ણય લેતા પહેલાં, તમને વિવિધ પ્લાન્સની તુલના કરવાની અને યોગ્ય પસંદગી કરવા માટે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર દ્વારા ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ ક્વોટ્સ મેળવવાની ભલામણ કરવામાં આવે છે. વ્યવસાયિક વાહનો માટે ઇન્શ્યોરન્સની જરૂરિયાતો ખાનગી વાહનોથી અલગ હોય છે. કાનૂની સમસ્યાઓને ટાળવા માટે, 'ઍક્ટ ઓન્લી' કવરેજ તરીકે પણ ઓળખાતું થર્ડ-પાર્ટી કવરેજ ફરજિયાત છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા અકસ્માતના કિસ્સામાં તમારા વાહનને થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. જો કે, અકસ્માતમાં થર્ડ-પાર્ટી તરફની ઉદ્ભવતી કોઈપણ જવાબદારીઓ અથવા આર્થિક નુકસાનને પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે, જે તમને મનની શાંતિ પ્રદાન કરે છે. થર્ડ-પાર્ટી કમર્શિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી એ ઇન્શ્યોરર અને તમારી વચ્ચેનો એક અગ્રીમેન્ટ છે જેમાં કંપની અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટીને થયેલી હાનિને કારણે ઉદ્ભવતા કોઈપણ નુકસાન સામે તમને વળતર ચુકવવા માટે સંમત થાય છે. એગ્રીમેન્ટમાં, તમે પ્રથમ પાર્ટી છો, ઇન્શ્યોરર બીજી પાર્ટી છે અને ઇજા થયેલ વ્યક્તિ કે જેમના દ્વારા નુકસાન માટે ક્લેઇમ કરવામાં આવે છે એ થર્ડ-પાર્ટી છે. જો તમારું વાહન અકસ્માતમાં શામેલ હોય તો આ પ્રકારની ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ થર્ડ-પાર્ટીને થયેલ આકસ્મિક ઈજાઓ અથવા મૃત્યુને કારણે ઉદ્ભવતી જવાબદારીઓને કવર કરવામાં આવે છે. તે થર્ડ-પાર્ટીની સંપત્તિને થયેલા નુકસાનના પરિણામે થતા આર્થિક નુકસાનને પણ કવર કરે છે. શ્રેષ્ઠ કાર અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવા માટે મોટર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અને તમારી પૉલિસીનો શ્રેષ્ઠ લાભ મેળવો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે