રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Multi Car Insurance
19 મે, 2021

મલ્ટી કાર ઇન્શ્યોરન્સ

આજના સમયમાં અને યુગમાં કાર એ જરૂરિયાત બની ગઈ છે. તમે શહેરમાં રહેતા હોવ કે અર્ધ-શહેરી વિસ્તારમાં, કાર દરેક સ્થળે અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. આરામદાયક હોવાની સાથે સાથે કાર પ્રદૂષણ અને વાતાવરણમાંના નુકસાનકારક ઘટકો સામે પણ સુરક્ષા પ્રદાન કરે છે. આમ, ઘણા વ્યક્તિઓ તેમના પોતાના વિશિષ્ટ હેતુ માટે એકથી વધુ કાર ખરીદી રહ્યા છે. ઉપરાંત, ડ્રાઇવિંગની આવડત એ જીવન માટે જરૂરી બની ગઈ છે અને ઘણાં લોકો તે નાની ઉંમરે શીખે છે. કાર ખરીદ્યા બાદ તમારે કારના માલિક તરીકે કેટલીક ઔપચારિકતાઓનું પાલન કરવાનું રહે છે - કાર ઇન્શ્યોરન્સ અને પોલ્યુશન અંડર કન્ટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટ. તમારી કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહન ખરીદ્યાની તારીખથી 15 વર્ષના સમયગાળા માટે માન્ય છે, પરંતુ અનુપાલન કરવા યોગ્ય અન્ય બાબતોને સમયાંતરે રિન્યુઅલની જરૂર પડે છે. તેથી, આવી સ્થિતિમાં એકથી વધુ વાહન ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે ઝંઝટભર્યું બની જાય છે. તમારે તે પ્રત્યેકની સમાપ્તિની તારીખ યાદ રાખવાની રહે છે અને તેમનું ભૂલ્યા વિના રિન્યુઅલ કરાવવાનું રહે છે. આમ કરવાથી અનિશ્ચિતતા જ નહીં, પરંતુ ભારે દંડ પણ થઈ શકે છે. પરંતુ એકથી વધુ કાર અથવા બાઇક ધરાવતા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી! અમે એક મોટર ઇન્શ્યોરન્સ કવર રજૂ કર્યું છે જે તમારી તમામ કારને એક જ પૉલિસી હેઠળ કવર કરે છે. એક મોટર ફ્લોટર પ્લાન તરીકે ઓળખાતો મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ.

મોટર ફ્લોટર પૉલિસી શું છે?

જેમ હેલ્થ ઇન્શ્યોરન્સમાં ફેમિલી ફ્લોટર પૉલિસી હેઠળ ઘણા સભ્યોને એક જ ઇન્શ્યોરન્સ કવર હેઠળ કવર કરવામાં આવે છે, તે જ રીતે મોટર ફ્લોટર કાર ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનું ઇન્શ્યોરન્સ કવરેજ છે, જેમાં પૉલિસી કવરમાં એકથી વધુ કારને આવરી લેવામાં આવે છે. આ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા એક ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ વધુમાં વધુ પાંચ કાર સુધી કવર પ્રદાન કરવામાં આવે છે. હવે તમારે અલગ અલગ ઇન્શ્યોરન્સ તારીખો યાદ રાખવાની કે તેમનું રિન્યુઅલ ચૂકી જવા વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે, તમે ઓન-ડેમેજ માટે સ્ટેન્ડ-અલોન કવરેજ અથવા તમામ કાર માટે કોમ્પ્રિહેન્સિવ પ્લાન પસંદ કરી શકો છો.

આવા મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ પ્લાનની વીમાકૃત રકમ કેટલી હોય છે?

એકથી વધુ કારનો ઇન્શ્યોરન્સ લેવાનો હોવાને કારણે, સૌથી વધુ ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ અથવા આઇડીવી ધરાવતા વાહનને મુખ્ય વાહન તરીકે પસંદ કરવામાં આવે છે. આવી મોટર ફ્લોટર પૉલિસી માટે મહત્તમ કવરેજ તે મુખ્ય ઇન્શ્યોર્ડ વાહનની આઇડીવી છે અને અન્ય તમામ કારને સેકન્ડરી વાહનો ગણવામાં આવે છે.

મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના ફાયદા શું છે?

મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની કેટલીક વિશેષતાઓ અહીં આપેલ છે - ઝંઝટ-મુક્ત ખરીદી: મોટર ફ્લોટર પૉલિસી હોવાને કારણે તમે તમારી વિવિધ કાર માટે એકથી વધુ પૉલિસીઓને મેનેજ કરવાની ઝંઝટમાંથી બચી શકો છો. તે સમય બચાવવામાં અને જરૂરી એકંદર ડૉક્યૂમેન્ટેશન ઓછું કરવામાં મદદ કરે છે, જ્યારે તમે ખરીદો નવા વાહન ઇન્શ્યોરન્સ કવર. પૉલિસીની વિગતોમાં ફેરફારની સુવિધા: પૉલિસીની વિગતોના સંદર્ભમાં એક જ ઇન્શ્યોરન્સ પૉલિસીને મેનેજ કરવી સરળ છે. તમારી પૉલિસી ખરીદતી વખતે અથવા સુધારા કરતી વખતે તે જ વિગતો ફરીથી પ્રદાન કરવાની જરૂર નથી. કવરની ફ્લેક્સિબિલિટી: મોટર ફ્લોટર પૉલિસીઓ હેઠળ કવરેજમાંથી નવું વાહન ઉમેરવા કે કાઢી નાખવાનું કાર્ય સરળતાથી માત્ર થોડી જ ક્લિકમાં કરી શકાય છે. કેટલાક ઇન્શ્યોરર આ કાર્ય મોબાઇલ એપ્લિકેશનો દ્વારા કરવાની પણ સુવિધા આપે છે, જેના દ્વારા ફેરફારો સરળતાથી કરી શકાય છે. વધુમાં, કેટલીક પૉલિસીઓ વપરાશકર્તાને જરૂર મુજબ ચોક્કસ કાર માટે સુરક્ષા ચાલુ અથવા બંધ કરવાની પણ સુવિધા આપે છે. જોકે, ચોરી તથા આગને કારણે થયેલ નુકસાન માટે કવરેજ મળતું રહેશે. ઓછા ડૉક્યૂમેન્ટની જરૂર: તમારી બધી કાર માટે એક જ પૉલિસી હોવાથી, પૉલિસી મેનેજ કરવી સરળ બને છે. આમાં સામાન્ય રીતે તેની પ્રારંભિક ખરીદી સમયે ઓછા પેપરવર્કની જરૂર પડે છે. વધુમાં, ઉપર જણાવ્યા મુજબ, કવરેજમાં નવી કાર ઉમેરવા માટે મોબાઇલ એપ અથવા ઑનલાઇન સુધારાઓ પણ શક્ય છે. આખરે, મલ્ટી-કાર ઇન્શ્યોરન્સ અથવા મોટર ફ્લોટર પૉલિસીથી લોકો ધીમે ધીમે માહિતગાર થઈ રહ્યાં છે અને તે મર્યાદિત જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવે છે. આ લાભો મેળવવા માટે, તમારે થોડું સંશોધન કરવું જરૂરી છે અને ઑફરના આધારે યોગ્ય પસંદગી કરવી જરૂરી છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે