રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Bought a New Bike? Here's What's Next
2 ડિસેમ્બર, 2021

નવી બાઇક ખરીદ્યા પછી લેવાના પગલાં

નવી બાઇકનો અર્થ એ છે નવી શરૂઆત. તે તમે લાંબો સમય રાહ જોયા બાદ ખરીદી હોઇ શકે છે, અથવા તમારા માતાપિતા દ્વારા ભેટ તરીકે આપવામાં આવેલી તમારી પ્રથમ બાઇક હોઈ શકે છે, પણ કોઈપણ કિસ્સામાં તે એક યાદગાર અનુભવ છે. શોરૂમની વારંવાર મુલાકાત, બાઇકના વિવિધ મોડેલોની સરખામણી, ટેસ્ટ-રાઇડ અને ખરીદી માટે નાણાંની વ્યવસ્થા, આ તમામ બાદ ખરીદેલી નવી બાઇકનો આનંદ જ કઇંક જુદો હોય છે. જો કે, તે માત્ર પ્રથમ પગલું છે. ખરીદી બાદ તમારે શું કરવું જોઈએ તે અહીં જણાવેલ છે:
  1. નોંધણી

એકવાર ખરીદી માટેની આર્થિક વ્યવસ્થા કર્યા બાદ, તેની નોંધણી એ સૌ પ્રથમ પગલું છે. અહીં, વાહનની તમારા નામે નોંધણી કરવામાં આવે છે અને રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવે છે. આ નોંધણી કરનાર આરટીઓ પર આધાર રાખે છે. પરંતુ, અહીં તમારા માટે એક સારા સમાચાર છે. તમારે આ પ્રક્રિયા તમારી જાતે કરવાની જરૂર નથી. વાહનના ડીલર્સ તમારા વતી વાહનની નોંધણી કરવામાં મદદ કરે છે. ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને ચુકવણીના પુરાવા જેવા કેટલાક મૂળભૂત ડૉક્યૂમેન્ટ આપવામાં આવ્યા બાદ, નોંધણી કરનાર આરટીઓ દ્વારા નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  1. બાઇક ઇન્શ્યોરન્સ

તમારી બાઇકની નોંધણી બાદ આગામી પગલું ઇન્શ્યોરન્સ કવરેજ મેળવવાનું છે. મોટાભાગના વાહન ડીલરો તમને થોડા વિકલ્પો પ્રદાન કરે છે જેમાંથી તમે પસંદ કરી શકો છો, જો કે, તમે અન્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી પણ ખરીદવા માટે સ્વતંત્ર છો. આ મોટર વાહન અધિનિયમ of <n1> makes it mandatory to buy a bike insurance plan. But this legal requirement stipulates a third-party bike insurance policy as the minimum. Third-party plans have a limited coverage where only legal liabilities arising out of accidents and collisions are covered. Here, any damages to your car are not included. In addition to property damage, injuries to such third person are also included. An alternative to such થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્લાનના વિકલ્પ તરીકે કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ છે. આ પૉલિસીઓ કાનૂની જવાબદારીઓ કવર કરવાની સાથે સાથે તમારી બાઇકને થયેલ નુકસાનને પણ કવર કરે છે. અથડામણને કારણે અન્ય, ત્રીજા વ્યક્તિને નુકસાન થવાની સાથે સાથે તમારા વાહનને પણ નુકસાન થાય છે. તેથી, તમારી બાઇક માટે કવરેજ મેળવવું જરૂરી છે. તમારી બાઇકના નુકસાન માટે સુરક્ષા ઉપરાંત, કોમ્પ્રિહેન્સિવ પ્લાન્સ કસ્ટમાઇઝ કરી શકાય છે જેના વડે તમે ઇન્શ્યોરન્સ પૉલિસીના કવરેજમાં ફેરફાર કરી શકો છો. પરંતુ એક વાત યાદ રાખો - આ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઉપરાંતની વૈકલ્પિક સુવિધાઓ છે, જેની સીધી અસર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કિંમત પર પડે છે. * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ જો તમે તમારા વાહનના ડીલર પાસેથી જ પૉલિસી ખરીદી રહ્યા છો, તો તેને અન્ય ઇન્શ્યોરન્સ કવર સાથે સરખાવી જુઓ. તેમ કરતી વખતે માત્ર કિંમતને આધારે નિર્ણય કરશો નહીં પરંતુ તેના બદલે, પૉલિસીની વિશેષતાઓ અને ઇન્શ્યોરન્સ કવરેજને પણ ધ્યાનમાં રાખો.
  1. ઍક્સેસરીઝ

બાઇક અને તેનું ઇન્શ્યોરન્સ કવર નક્કી કરાયા પછી, ઍક્સેસરીઝ વડે તમે તેને તમારી ઈચ્છા મુજબ શણગારી શકો છો. આ ઍક્સેસરીઝ તેના દેખાવ માટે અથવા પરફોર્મન્સ માટે હોઈ શકે છે. ઍક્સેસરીના પ્રકારની અસર તમારા બાઇક ઇન્શ્યોરન્સ પર પણ થાય છે. ઉદાહરણ તરીકે, તમારી બાઇકની સુરક્ષાને વધારતી ઍક્સેસરીને કારણે પ્રીમિયમની રકમ ઓછી થાય છે.
  1. વોરંટી કવર

બાઇકના મેન્યુફેક્ચરર દ્વારા તેમની બાઇકની વોરંટી નક્કી કરવામાં આવી હોય છે. આ વોરંટીનો સમયગાળો વિવિધ ઉત્પાદકો માટે અલગ હોઈ શકે છે. આ ઉપરાંત, ખરીદીના સમયે, તમારી પાસે અતિરિક્ત વોરંટી કવર પસંદ કરવાનો વિકલ્પ છે જેને કારણે ઉત્પાદકની વોરંટીમાં વૃદ્ધિ થાય છે. આને એક્સટેન્ડેડ વોરંટી તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે વાહનના મેન્યુફેક્ચરર દ્વારા ઑફર કરવામાં આવે છે.
  1. સર્વિસની જરૂરિયાત

અંતમાં, તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીની સર્વિસની જરૂરિયાતને ધ્યાનમાં રાખો. અત્યારે બાઇકને 1,000 કિ.મી. પછી અથવા 30 દિવસની અંદર પ્રથમ ચેક-અપ માટે લાવવાની હોય છે. તે દરેક મેન્યુફેક્ચરર માટે અલગ હોઈ શકે છે, અને તમારી બાઇકને ઘરે લાવ્યા પછી એક સર્વિસની જરૂર હોય છે. આ એવા આગામી પગલાંઓ છે જે તમારે બાઇકને ઘરે લઈ જતી વખતે યાદ રાખવા જોઈએ. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે