રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
PUC Certificate Validity For New Four Wheelers
2 એપ્રિલ, 2021

પીયૂસી સર્ટિફિકેટ

આજકાલ મુસાફરી કરવી સુવિધાજનક બની ગઈ છે. નવા વાહનો માટે સરળ ફાઇનાન્સ વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, તમારી ડ્રીમ કાર અથવા બાઇક ખરીદવું સરળ છે. પરંતુ શું તમે જાણો છો, પાછલા દાયકામાં વાહનોની માંગમાં અચાનક વધારાને કારણે પર્યાવરણ પર પણ પ્રતિકૂળ અસર થઈ છે? વારંવાર આ સમસ્યા લાઇમલાઇટમાં આવે છે, પરંતુ તેને મહત્વ મળવાનું હવે શરૂ થયું છે. સરકારી સંસ્થાઓ આ વાહનો દ્વારા ઉત્સર્જિત પ્રદૂષણના સ્તરને નિયંત્રિત રાખવાની જરૂરિયાતને હવે સમજવા માંડી છે. આમ, કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 હેઠળ દેશમાં નોંધાયેલ દરેક વાહન માટે માન્ય પ્રદૂષણ સર્ટિફિકેટ હોવું ફરજિયાત બને છે. વધુમાં, મોટર વાહન અધિનિયમ, 2019 હેઠળ ડ્રાઇવર અથવા રાઇડરને પોતાની સાથે પીયૂસીને જરૂરી ડૉક્યૂમેન્ટ તરીકે સાથે રાખવું ફરજિયાત છે. આમ ના કરવામાં આવે, તો ભરવા પડશે અત્યાધિક કાર/બાઇક ઇન્શ્યોરન્સ દંડ  

પીયૂસી સર્ટિફિકેટ શું છે?

પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ અથવા મોટેભાગે ટૂંકાણમાં ઓળખાતું પીયૂસી સર્ટિફિકેટ એ એક ડૉક્યૂમેન્ટ છે, જે તમારા વાહનનું ઉત્સર્જન સ્તર દર્શાવે છે. આ તપાસ માત્ર અધિકૃત પરીક્ષણ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે, જે સામાન્ય રીતે દેશભરના ઇંધણ સ્ટેશનો પર ઉપલબ્ધ હોય છે. તમારા વાહનના ઉત્સર્જન સ્તરની ચકાસણી કર્યા પછી અને તેઓ સ્વીકાર્ય મર્યાદામાં છે કે નહીં તે પ્રમાણિત કર્યા પછી આ સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ, 1989 દ્વારા દરેક વાહન માટે પીયૂસી સર્ટિફિકેટ ધરાવવું ફરજિયાત બનાવ્યું છે.  

પીયૂસી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?

તમારી કાર અથવા બાઇક માટે પીયૂસી સર્ટિફિકેશન મેળવવું સરળ છે -
  • નવા વાહનોને ડીલર દ્વારા પીયૂસી સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે એક વર્ષ માટે માન્ય હોય છે. તેથી તમારે તેના માટે અપ્લાઇ કરવાની જરૂર નથી.
  • રિન્યુઅલના કિસ્સામાં, તમારે અધિકૃત પરીક્ષણ કેન્દ્રો પર જઈને. આવશ્યક ફીની રકમ ચૂકવીને આ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. આવા પીયૂસી સર્ટિફિકેટ ભારતમાં કાનૂની રીતે વાહન ચલાવવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટનો એક ભાગ છે.
 

હું ઑનલાઇન પીયૂસી સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકું?

હાલમાં, માત્ર અધિકૃત ઉત્સર્જન પરીક્ષણ કેન્દ્રો અને માર્ગ પરિવહન કચેરીઓ જ ઑનલાઇન પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ મેળવી શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સ્થાપિત પરિવહન પોર્ટલ પીયૂસી કેન્દ્રોના રજિસ્ટ્રેશન અથવા રિન્યુઅલ, તમારા પીયૂસી કેન્દ્રના એપ્લિકેશન સ્ટેશનને તપાસવાની સાથે પીયૂસી સર્ટિફિકેટ ઑનલાઇન તપાસવાની સુવિધા પણ આપે છે.  

શું હું મારું પીયૂસી સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરી શકું છું?

હા, તમે તમારું પીયૂસી સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો. ત્રણ સરળ પગલાં દ્વારા તમે તે ડાઉનલોડ કરી શકો છો-   #1 પરિવહનના વેબ પોર્ટલ પર જાઓ. અહીં તમારે તમારા ચેસિસ નંબરના છેલ્લા પાંચ અંકોની સાથે તમારા વાહનની રજિસ્ટ્રેશનની વિગતો પ્રદાન કરવાની રહેશે.   #2 સુરક્ષા કૅપ્ચા દાખલ કરો અને 'પીયૂસીની વિગતો' બટન પર ક્લિક કરો.   #3 જો તમારી પાસે સક્રિય પીયૂસી સર્ટિફિકેટ હોય, તો તમને તમારા ઉત્સર્જન પરીક્ષણની વિગતો ધરાવતા નવા પેજ પર લઈ જવામાં આવશે. તમે 'પ્રિન્ટ કરો' બટન પર ક્લિક કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો.  

શું નવા વાહનો માટે પીયૂસી સર્ટિફિકેટ હોવું જરૂરી છે?

નવા વાહનોના માલિક માટે પીયૂસી સર્ટિફિકેટ મેળવવા માટે કોઈ વિશેષ જરૂરિયાત નથી. આ વાહનોને ઉત્પાદનના સમયે પરીક્ષણ કરવામાં આવે છે અને પીયૂસી તપાસમાંથી પ્રથમ વર્ષ માટે મુક્તિ આપવામાં આવે છે. ડીલર સામાન્ય રીતે નવા વાહનની ખરીદીના સમયે કરવામાં આવેલ પ્રદૂષણ પરીક્ષણના પરિણામો પ્રદાન કરે છે.  

મારા પીયૂસી સર્ટિફિકેટની માન્યતા શું છે?

વિવિધ ઉત્સર્જન સ્તર તમારા વાહનની આવરદા પર આધારિત હોય છે. તેથી, તેનું સમયસર નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે અને સુનિશ્ચિત કરો કે તમારું વાહન પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડી રહ્યું ના હોય. તમારા પીયૂસી સર્ટિફિકેટની માન્યતા તમારું વાહન નવું છે કે જૂનું તેના આધારે અલગ હોય છે. નવા વાહનોએ તેના માટે અપ્લાઇ કરવાની જરૂર નથી કારણ કે તમારા વાહનની ડિલિવરીના સમયે ડીલર તે પ્રદાન કરે છે. આ સર્ટિફિકેટ એક વર્ષ માટે માન્ય હોય છે. આ સમયગાળાની સમાપ્તિ પછી, તમારે તમારા પીયૂસી સર્ટિફિકેટને રિન્યુ કરવાનું રહે છે. આ રિન્યુ કરેલ પીયૂસી સર્ટિફિકેટ છ મહિના માટે માન્ય હોય છે અને તેને સમયસર રિન્યુ કરાવવું જોઈએ. તેથી યાદ રાખો, પર્યાવરણના હિતમાં અને કાનૂની અનુપાલન તરીકે, તમારું પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ મેળવો. પીયૂસી સર્ટિફિકેટ ન રાખવા પર દંડ લાગી શકે છે, પણ તમે તમારું પીયૂસી સર્ટિફિકેટ ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો અથવા એમપરિવહન જેવી એપનો ઉપયોગ કરી શકો છો, જે આ ડૉક્યૂમેન્ટને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સ્ટોર કરવામાં મદદ કરી શકે છે. બજાજ આલિયાન્ઝ દ્વારા ઑફર કરાયેલ કાર ઇન્શ્યોરન્સ અને બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન જુઓ અને તમારા વાહનનો ઇન્શ્યોરન્સ ઑનલાઇન મેળવો!  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે