રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Electric Scooter/ Bike Subsidies in India
26 ફેબ્રુઆરી, 2023

ભારતમાં રાજ્ય મુજબ ઇલેક્ટ્રિક સ્કૂટર/બાઇક પર સબસિડી

દર વર્ષે વધતા તાપમાન સાથે, આપણે બધા ગ્લોબલ વોર્મિંગની અસરોના સાક્ષી છીએ. આત્યંતિક ગરમી, કમોસમી વરસાદ, જીવલેણ પૂર અને અણધાર્યા દુષ્કાળ તેના કેટલાક સૂચક છે. આ સમસ્યાનો સામનો કરવા માટે વૈશ્વિક સંમેલનો અને ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે તે ઉકેલોને સંપૂર્ણ રીતે અમલમાં લાવવામાં સમય લાગશે. જો કે, તમારા દ્વારા તાત્કાલિક ઉકેલો હાથ ધરવામાં આવી શકે છે. ભારત ઇલેક્ટ્રિક વાહનો, ખાસ કરીને ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર માટે વિકસતા બજારોમાંથી એક છે. ભારતીય રસ્તાઓ પર દેખાતા મોટાભાગના ટૂ-વ્હીલર ઇંધણથી ચાલતા હોય છે, ત્યારે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ ઝુંબેશને આગળ વધારવા માટે, ભારત સરકારે વિવિધ યોજનાઓ રજૂ કરી છે. આ ઇલેક્ટ્રિક વાહન પૉલિસી ભારતની એક એવી યોજના છે જે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો અને ખરીદદારોને સબસિડી નિર્દિષ્ટ કરે છે. આ પૉલિસી અને ઑફર કરેલી સબસિડી સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે.

ઇલેક્ટ્રિક વાહન શું છે?

ઇલેક્ટ્રિક વાહન (ઇવી) એ એક પ્રકારનું વાહન છે, જે પેટ્રોલ અથવા ડીઝલ જેવા જીવાશ્મ ઇંધણને બદલે બૅટરી પાવર પર ચાલે છે. સામાન્ય વાહનોમાં, ઇન્ટરનલ કમ્બશન એન્જિન (આઇસીઇ) પોતાને અને વાહનને ચલાવવા માટે ઇંધણનો ઉપયોગ કરે છે. ઇવીમાં, વાહનને પાવર આપવા માટે ઇલેક્ટ્રિક બૅટરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઇવીમાં ઉપયોગમાં લેવાતા એન્જિનમાં શૂન્ય ઉત્સર્જન છે, જે પ્રદૂષણની માત્રા ઘટાડે છે. ઇવીના કેટલાક પ્રકારો સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો છે.

ભારતની ઇલેક્ટ્રિક વાહન પૉલિસી શું છે?

અગાઉ ઉલ્લેખ કર્યો તે અનુસાર, ભારતમાં જાહેર અને ખાનગી પરિવહનના વિદ્યુતીકરણ માટે, ભારત સરકારે એક રોડમેપ રજૂ કર્યો છે. ભારતની ઇલેક્ટ્રિક વાહન પૉલિસીમાં રજૂ કરવામાં આવેલી વિવિધ બાબતોમાંની એક ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઑફ ઇલેક્ટ્રિક એન્ડ હાઇબ્રિડ વ્હીકલ ઇન ઇન્ડિયા છે, જેને સંક્ષિપ્તમાં ફેમ સ્કીમ તરીકે ઓળખાય છે. આ સ્કીમ હેઠળ, ઉત્પાદકો, સપ્લાયર અને ગ્રાહકોને પ્રોત્સાહન મળે છે.

એફએએમઇ સ્કીમ શું છે?

2015 માં શરૂ થયેલ, એફએએમઇ (ફેમ) સ્કીમ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી હતી. ભારતમાં ઇવી માર્કેટમાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોનું પ્રભુત્વ હોવાથી, ઉત્પાદકોને ભારે પ્રોત્સાહન મળ્યું હતું. ફેમ સ્કીમનો પ્રથમ તબક્કો 2015 માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેની સમાપ્તિ તારીખ હતી 31st માર્ચ 2019. આ સ્કીમનો બીજો તબક્કો એપ્રિલ 2019 માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેની સમાપ્તિ તારીખ છે 31st માર્ચ 2024.

આ સ્કીમની વિશેષતાઓ શું છે?

પ્રથમ તબક્કાની વિશેષતાઓ નીચે મુજબ હતી:
  1. ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ચાર્જિંગ સ્ટેશનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું.
  2. તબક્કા 1 દરમિયાન, સરકાર દ્વારા 427 ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા હતા.
બીજા તબક્કાની વિશેષતાઓ નીચે મુજબ છે:
  1. જાહેર પરિવહનના વિદ્યુતીકરણ પર ભાર મૂકવો.
  2. ₹10,000 કરોડનું સરકારી બજેટ.
  3. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે, 10 લાખ રજિસ્ટર્ડ વાહનો માટે દરેકને ₹20,000નું પ્રોત્સાહન આપવામાં આવશે.

એફએએમઇ સબસિડી શું છે?

એફએએમઇ સ્કીમના બીજા તબક્કામાં, વિવિધ રાજ્યોએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે સબસિડી પ્રદાન કરી છે. ટૂ-વ્હીલર પર સબસિડી પ્રદાન કરનાર રાજ્યોનું લિસ્ટ નીચે આપેલ છે:
રાજ્ય સબસિડી (પ્રતિ kWh) મહત્તમ સબસિડી રોડ ટૅક્સમાં છૂટ
મહારાષ્ટ્ર Rs.5000 Rs.25,000 100%
ગુજરાત Rs.10,000 Rs.20,000 50%
પશ્ચિમ બંગાળ Rs.10,000 Rs.20,000 100%
કર્ણાટક - - 100%
તમિલનાડુ - - 100%
ઉત્તર પ્રદેશ - - 100%
બિહાર* Rs.10,000 Rs.20,000 100%
પંજાબ* - - 100%
કેરળ - - 50%
તેલંગાણા - - 100%
આંધ્ર પ્રદેશ - - 100%
મધ્ય પ્રદેશ - - 99%
ઓડિશા લાગુ નથી Rs.5000 100%
રાજસ્થાન Rs.2500 Rs.10,000 લાગુ નથી
આસામ Rs.10,000 Rs.20,000 100%
મેઘાલય Rs.10,000 Rs.20,000 100%
*બિહાર અને પંજાબમાં આ પૉલિસી હજી સુધી મંજૂર થવાની બાકી છે ઉદાહરણ તરીકે: જો તમે મહારાષ્ટ્ર રાજ્યમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા ઈચ્છતા હોવ, તો ન્યૂનતમ ₹5000 ની સબસિડી આપવામાં આવે છે. તેથી, જો સ્કૂટરની કિંમત ₹1,15,000 હોય, તો સબસિડી બાદ કિંમત ઘટીને ₹1,10,000 થઈ જશે. જો મહત્તમ ₹20,000 ની સબસિડી આપવામાં આવે, તો કિંમત ઘટીને ₹90,000 થઈ જશે.

આ સબસિડી કેવી રીતે કામ કરે છે?

ફેમ સબસિડીની કાર્ય પદ્ધતિના પગલાં નીચે આપેલ છે:
  1. તપાસો કે તમે જે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા માંગો છો તે ફેમ સબસિડી માટે પાત્ર છે કે નહીં.
  2. જો સ્કૂટરના ઉત્પાદક ફેમ સ્કીમ સાથે રજિસ્ટર થયેલ હોય તો તમે સબસિડીનો લાભ લઈ શકો છો. જો તેઓ રજિસ્ટર થયેલ ન હોય, તો તમને કોઈ સબસિડી મળતી નથી.
  3. તમને આપેલ ક્વોટા લાગુ કરેલ સબસિડીના આધારે હશે.
  4. તમે જે ડીલર પાસેથી સ્કૂટર ખરીદો છો, તે ખરીદીની વિગતો ઉત્પાદકને મોકલશે.
  5. ઉત્પાદક આ વિગતોને નેશનલ ઑટોમોટિવ બોર્ડ (એનએબી) ને મોકલશે, જે સબસિડી સ્કીમની દેખરેખ રાખે છે.
  6. તમામ વિગતોની ચકાસણી થયા પછી, સબસિડી ઉત્પાદકને પ્રદાન કરવામાં આવે છે, જે આગળ તેને ડીલરને પ્રદાન કરે છે.

તમે કેવી રીતે આ સ્કીમનો લાભ લઈ શકો છો?

સબસિડીને કારણે કિંમતમાં ઘટાડા ઉપરાંત, તમને રોડ ટૅક્સમાં પણ છૂટ મળે છે. આ તમને પૈસાની વધુ બચત કરવામાં મદદ કરે છે. અન્ય લાભ તમારા ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માટે વાજબી બાઇક ઇન્શ્યોરન્સ છે. તેની કિંમતો તમારા ટૂ-વ્હીલરની ક્ષમતા પર આધારિત હોય છે. ક્ષમતા જેટલી ઓછી હશે, તેટલું પ્રીમિયમ ઓછું હશે. તમે જે ટૂ-વ્હીલર ખરીદવા માંગતા હોવ તેનું ક્વોટ મેળવવા માટે, તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરી શકો છો. *

તારણ

તમે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદો ત્યારે આ પૉલિસી અને ફેમ સ્કીમ તમને અને પર્યાવરણને ફાયદો પહોંચાડી શકે છે. જો તમે તમારી પસંદગીની બ્રાન્ડ માટે બાઇક ઇન્શ્યોરન્સની કિંમતો વિશે જાણવા માંગતા હોવ, તો તમે તમારા નજીકના ઇન્શ્યોરન્સ સલાહકારનો સંપર્ક કરી શકો છો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે