રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Claim Settlement Process
23 જુલાઈ, 2020

થોડા સરળ પગલાંઓમાં ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ

બાઇક ઇન્શ્યોરન્સ, જેને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પણ કહેવાય છે, તે તમને અને/અથવા તમારા ટૂ-વ્હીલરને કોઈ અકસ્માત કે કુદરતી આપત્તિને કારણે થતાં નુકસાન/ક્ષતિ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડતી એક સર્વિસ છે. તમારે એક 2 વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જરૂરી તો છે જ, પરંતુ તેની સાથે તેની વિશેષતાઓ અને મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટ વિશે જાણવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.

બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રક્રિયા સરળ છે અને તેના માટે પૉલિસીના નિયમો અને શરતોની સામાન્ય સમજણની જ જરૂર છે.

તમારે જે ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે તેનું લિસ્ટ અહીં આપેલ છે બાઇક ઇન્શ્યોરન્સ ક્લેઇમ :

  • ક્લેઇમ ફોર્મ
  • પૉલિસી ડૉક્યૂમેન્ટ
  • ટૅક્સ ચુકવણીની રસીદ
  • તમારા ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પોલીસ એફઆઇઆર કૉપી

અન્ય જરૂરી વિગતો:

  • તમારો કૉન્ટૅક્ટ નંબર
  • એન્જિન અને ચેસિસ નંબર તમારી બાઇકના
  • ઘટનાની તારીખ અને સમય

તમે જે ક્લેઇમ ફાઇલ કરી રહ્યા છો તે અનુસાર જરૂરી વધારાની વિગતોની માહિતી આ ટેબલમાં આપવામાં આવેલ છે:

અકસ્માતને કારણે થયેલ નુકસાન ચોરી
રિપેર બિલ ચાવીઓ
ચુકવણીની રસીદો સર્વિસ બુકલેટ
ક્લેઇમ ડિસ્ચાર્જ કમ સેટિસફેક્શન વાઉચર વૉરંટી કાર્ડ
અકસ્માતનું સ્થળ ફોર્મ 28, 29 અને 30
વાહન નિરીક્ષણ માટેનું ઍડ્રેસ પ્રતિસ્થાપન પત્ર

ટૂ-વ્હિલર ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેઇમ કરવો?

તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સનો ક્લેઇમ ઑફલાઇન અથવા ઑનલાઇન ફાઇલ કરી શકો છો.

<

    1. ઑફલાઇન ક્લેઇમ સેટલમેન્ટ માટે અમારા ટોલ ફ્રી નંબર: 1800-209-5858 પર સંપર્ક કરો, અમારા ગ્રાહક સેવા પ્રતિનિધિ તમને ક્લેઇમ રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

    2. મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમના ઑનલાઇન સેટલમેન્ટ માટે, તમે અમારા ક્લેઇમ રજિસ્ટ્રેશન ઑનલાઇન પોર્ટલની મુલાકાત લઈ શકો છો. તમે કૅશલેસ બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો. ફોર્મમાં ભરવા માટે, માંગણી કરવા પર તમારે ઉપરોક્ત વિગતો પ્રદાન કરવાની રહેશે. આગામી પગલાં પર જતાં પહેલાં, ભરેલી તમામ વિગતો એક વખત તપાસી લેવાની સલાહ આપવામાં આવે છે.

  • અંતિમ પગલાં પર પહોંચીને સબમિટ પર ક્લિક કર્યા બાદ, સિસ્ટમ દ્વારા ક્લેઇમ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. આ નંબર તમારે કાળજીપૂર્વક નોંધી લેવાનો રહેશે, અને ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા સંબંધિત ભવિષ્યના તમામ સંદર્ભો માટે તેનો ઉપયોગ કરવાનો રહેશે.
  • જો તમારી બાઇકને અકસ્માતમાં નુકસાન થયું હોય, તો તેને નજીકના નેટવર્ક ગેરેજ પર ચલાવીને લઈ જાઓ અથવા નજીકના નેટવર્ક ગેરેજ પર લઈ જવા માટે ટોઇંગ સુવિધાનો ઉપયોગ કરો. જો તમે તમારી બાઇકને નૉન-નેટવર્ક ગેરેજ પર લઈ જાઓ છો, તો બાદમાં વળતર મેળવવા માટે રિપેરીંગ/રિપ્લેસમેન્ટના તમામ મૂળ બિલ મેળવી લો.
  • મોટર ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નિમણૂક કરવામાં આવેલ સર્વેક્ષક તમારા તમે જણાવેલ ઍડ્રેસ પર નિરીક્ષણ માટે મુલાકાત લેવામાં આવશે અને સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે ઇન્શ્યોરન્સ કંપનીને સોંપવામાં આવશે. સર્વેક્ષણ રિપોર્ટ અને અન્ય ડૉક્યૂમેન્ટની ચકાસણી બાદ ક્લેઇમ ચૂકવવામાં આવશે.

ઉપર વર્ણવ્યા મુજબ, મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે માત્ર ક્લેઇમ ફાઇલ કરવા માટે તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અને અન્ય વિગતો તૈયાર રાખવાના રહેશે. ક્લેઇમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં થોડો સમય લાગી શકે છે, તેથી તમને સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન ધીરજ રાખવાની ભલામણ કરવામાં આવે છે.

તમે અમારા "ઇન્શ્યોરન્સને સરળતાથી સમજો" બ્લૉગ પર ક્લેઇમ સેટલમેન્ટ પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવી શકો છો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે