અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Central KYC & Bike Insurance: Guide
31 માર્ચ, 2021

મોટરસાઇકલ ખરીદતા પહેલાં તમારે શું જાણવું જોઈએ?

નવી બાઇક ખરીદવી એ હંમેશા એક રોમાંચક અનુભવ હોય છે, ખાસ કરીને છોકરાઓ માટે. કિશોરાવસ્થાથી, દરેક છોકરાનું સપનું હોય છે કે તેને તેનું પ્રથમ બાઇક મળે અને તે આખા શહેરમાં ફરે. સમય જતા લોકો સામાન્ય રીતે મોટા થાય તેમ પોતાના બાલિશ સપનાઓને છોડી દે છે. પરંતુ છોકરાઓ અને તેમના બાઇક ચલાવવાના સપનાઓને લઈને આવું થતું નથી. મોટા થયા પછી પણ, બાઇક ખરીદવા માટેનો ઉત્સાહ નાના બાળક જેટલો જ વધારે હોય છે. તેથી જ્યારે તમે આખરે બાઇક ખરીદવાનું તમારા બાળપણનું સપનું પૂર્ણ કરવાનું નક્કી કર્યું હોય, ત્યારે તમારા બજેટમાં આવતી અને અન્ય જરૂરિયાતોની પૂર્તિ કરતી બાઇક ખરીદવાની વ્યવહારિકતાને ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે તમે આ પેજ પર પહોંચી ગયા છો, ત્યારે તમે ચોક્કસપણે પોતાને પૂછ્યું જ હશે કે મોટરસાઇકલ ખરીદતા પહેલાં મારે શું જાણવું જોઈએ? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, અને આ બ્લૉગ દ્વારા અમે તમને મોટરસાઇકલ ખરીદતા પહેલાં શું જાણવું જોઈએ તે વિશેની તમામ જરૂરી માહિતી સમજવામાં મદદ કરીશું. ચાલો, શરૂ કરીએ.

કયા પ્રકારની બાઇક ખરીદવી તેના વિશે વિચારવું

બાઇક ખરીદતા પહેલાં તમારે પોતાને એક મૂળભૂત પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે બાઇકને કેવી રીતે રાઇડ કરવા માંગો છો. વિવિધ મોટરસાઇકલ કોઈ વિશિષ્ટ પ્રકારની રાઇડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હોય છે. ત્રણ મૂળભૂત કેટેગરી અથવા બાઇકની સ્ટાઇલ છે:  
  1. સ્ટ્રીટ બાઇક
આ ભારતમાં સૌથી સામાન્ય અને પ્રચલિત પ્રકારની બાઇક છે. સામાન્ય રીતે તેમની બૉડીની ડિઝાઇન સાંકડી હોય છે અને તે શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા આપવા માટે સુસજ્જ હોય છે. તે વિવિધ ટ્રાફિક પરિસ્થિતિઓમાં સરળતાથી આગળ વધી શકે છે અને નિયમિતપણે બાઇક દ્વારા પ્રવાસ કરનાર લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.  
  1. સ્પોર્ટ્સ બાઇક
આ સેગમેન્ટની બાઇક યુવાનોમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે. સ્પોર્ટ્સ બાઇકની ડિઝાઇન સર્જનાત્મક હોય છે અને તેમને વધુ ઝડપે ચલાવવા માટે તૈયાર કરવામાં આવે છે. આ બાઇક મોટાભાગે કૉલેજ જતા વિદ્યાર્થીઓ અને હાઇ-સ્પીડ રાઇડર દ્વારા પસંદ કરવામાં આવે છે. જો કે, તેમાં આરામ અને સ્ટોરેજની જગ્યા હોતી નથી.  
  1. ક્રૂઝર બાઇક
ક્રૂઝર બાઇકની ડિઝાઇન અર્ગોનોમિક હોય છે અને તે અત્યંત આરામદાયક હોય છે. તેઓ વધુ પાવર ધરાવે છે અને શહેરની આસપાસ વીકેન્ડ ટ્રિપ માટે જવા માટે યોગ્ય છે. આ બાઇક આરામ પ્રદાન કરે છે, અને જો તમે સ્ટાઇલ કરતા આરામ વધુ પસંદ કરતા હોવ, તો તમે જે વિકલ્પ શોધી રહ્યા છો તે આ છે.  

મોટરસાઇકલ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાની 5 બાબતો

નવી બાઇક ખરીદવી એ મૂંઝવણભર્યું હોઈ શકે છે. તેથી, આપેલા પૉઇન્ટર તમને મોટરસાઇકલ ખરીદતા પહેલાં શું જાણવું જોઈએ તેનો જવાબ આપશે?

1. તમારા એન્જિનની સાઇઝ વિશે જાણો

એન્જિન પાવર એ એક આવશ્યક બાબત છે, જે તમારે નવી બાઇક ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. એન્જિનની સાઇઝ ક્યુબિક સેન્ટિમીટરમાં (સીસી) માપવામાં આવે છે અને મોટરસાઇકલના પાવરને દર્શાવે છે. નીચેની બાબતોની નોંધ કરો:  
  • બાઇકનો જેટલો વધુ પાવર, તેટલી તમારી બાઇક વધુ મોંઘી હશે.
  • નિયમિત મુસાફરી માટે, 125 સીસી -250 સીસી એન્જિન સાઇઝ ધરાવતી બાઇકને ધ્યાનમાં લો.
 

2. બાઇકની ઊંચાઈ અને વજનને ધ્યાનમાં લો

એક સામાન્ય ભૂલ મોટાભાગના લોકો એ કરે છે કે તેઓ બાઇક ખરીદતી વખતે બાઇકની ઉંચાઈ અને વજનને ધ્યાનમાં લેતા નથી. સારા નિયંત્રણ અને સુરક્ષા માટે, તમારા પગ આરામદાયક રીતે જમીન સુધી પહોંચે એ જરૂરી છે. ઉપરાંત, બાઇકનું વજન વધુ પડતું ન હોવું જોઈએ કારણ કે તેના લીધે ઓછી ઝડપે બાઇક અસંતુલિત થઈ શકે છે. તેથી, સુનિશ્ચિત કરો કે બાઇકને સરળતાથી ચલાવવા માટે તમે જે બાઇક ખરીદી રહ્યા હોવ તે તમારી ઊંચાઈ અને બળને અનુરૂપ હોય.

3. બાઇકની ઇંધણ કાર્યક્ષમતા

નવી બાઇક ખરીદતી વખતે ઇંધણની કાર્યક્ષમતા એ બીજું મહત્વનું પાસું છે જેને ધ્યાનમાં લેવું જોઈએ. તમે એવી બાઇક ખરીદવા માંગતા નથી કે જે ખૂબ જ ઓછી ઇંધણ કાર્યક્ષમતા આપે, અને તમે તમારા મોટાભાગના પૈસા બાઇકની ટાંકી ભરવામાં ખર્ચ કરી નાખો. હાઇ એન્જિન પાવર ધરાવતી બાઇક સામાન્ય રીતે બાઇકના એન્જિનને કાર્યક્ષમ રીતે ચલાવવા માટે વધુ ઇંધણનો ઉપયોગ કરે છે. તમે અત્યંત પર્વતીય વિસ્તારોમાં રાઇડ કરવા માટે તમારી બાઇકનો ઉપયોગ ન કરવાના હોવ, તો તમને મધ્યમ પાવર ધરાવતી બાઇક ખરીદવાની ભલામણ કરવામાં આવે છે, જે ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરી શકે છે.

4. તમારી બાઇક માટે ઇન્શ્યોરન્સ મેળવવો

બાઇક ખરીદતી વખતે માત્ર બાઇકની કિંમત એકમાત્ર પૈસા નથી જે તમારે ખર્ચ કરવાના છે. ટ્રાફિક કાયદાના પાલન માટે, તમારે બાઇક ઇન્શ્યોરન્સની ખરીદી પણ કરવાની રહેશે. આ ઉપરાંત, ઇન્શ્યોરન્સ એ અત્યંત ફાયદાકારક છે કારણ કે તે તમારી બાઇકને કોઈપણ પ્રકારના નાણાંકીય નુકસાનથી બચાવે છે. બાઇક ઇન્શ્યોરન્સ તમને નીચેની બાબતોના કવરેજમાં મદદ કરી શકે છે:  
  • બાઇકને થયેલ કોઈપણ નુકસાન.
  • બાઇકની ચોરી.
  • અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી વાહનને થયેલ કોઈપણ નુકસાન.
  તમે બજાજ ઇન્શ્યોરન્સ પાસેથી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન વાજબી કિંમતે મેળવી શકો છો.

5. પ્રાપ્તિ અને મેઇન્ટેનન્સ ખર્ચ

બાઇકના વાસ્તવિક પ્રાપ્તિ ખર્ચ સિવાય તેના મેઇન્ટેનન્સ ખર્ચને ભૂલ્યા વગર ધ્યાનમાં લો. દરેક વાહનને તેની સરળ કામગીરી માટે થોડા ઘણા નિયમિત મેઇન્ટેનન્સની જરૂર હોય છે. સામાન્ય રીતે, બાઇકની સરેરાશ સર્વિસ કિંમત તમે પસંદ કરેલી બાઇકના આધારે ₹ 1000 - 3000 સુધી હોય છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવા માટે કેટલા પૈસા ખર્ચ થાય છે?
બાઇક ઇન્શ્યોરન્સની કિંમત એ નવી બાઇક માટે વિવિધ પરિબળો પર આધારિત હોય છે જેમ કે બાઇક ક્યાં રજિસ્ટર્ડ છે, બાઇકની કિંમત, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખરીદવો છે કે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વગેરે.  
  1. નવી બાઇક ખરીદવા માટે કયા ડૉક્યૂમેન્ટની જરૂર છે?
ભારતમાં નવી બાઇક ખરીદવા માટે તમારે ઓળખનો પુરાવો, ઍડ્રેસનો પુરાવો અને બે પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર પડશે.

તારણ

હવે તમારી પાસે તમારા પ્રશ્નનો જવાબ છે કે મોટરસાઇકલ ખરીદતા પહેલાં મારે શું જાણવું જોઈએ? તમે ઉપરોક્ત તમામ પરિબળોને ધ્યાનમાં લઈને નવી બાઇક ખરીદવા માટે તમારું સંશોધન શરૂ કરી શકો છો. યાદ રાખો, માત્ર બાઇકની ડિઝાઇન પર જશો નહીં અને સુનિશ્ચિત કરો કે બાઇક તમારા કદ-કાઠી માટે યોગ્ય હોય અને તમારી તમામ મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ કરે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે