રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

Buy Policy: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
How can we celebrate Holi safe?
22 નવેમ્બર, 2021

સુરક્ષિત અને રંગીન હોળીની ઉજવણી માટે 7 ટિપ્સ

રંગોનો ભારતીય ઉત્સવ ભારતીય ઉપખંડમાં વસંત આવવાનો અને શિયાળાની ઋતુની સમાપ્તિની ઉજવણી છે. આ ઉજવણીમાં મુખ્યત્વે રંગો, ગાયન અને નૃત્ય, ઢોલ વગાડવા, મીઠાઈઓ ખાવી અને પરિવાર અને મિત્રોની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાં તમામ ઉત્સવો સંગીત અને મીઠાઈઓ સાથે ઉજવવામાં આવે છે, ત્યારે રંગોનો ઉપયોગ હોળીને વધારે વિશેષ બનાવે છે. નાના-મોટા સૌ કોઈ રંગોથી રમવાનો આનંદ માણે છે. ઉજ્જવળ રંગોથી ચહેરા રંગવા, તમારા મિત્રોને પાણીની બંદૂક અને પાણીથી ભરેલા ફુગ્ગાથી ભીંજવવા જેવી પ્રવૃત્તિઓનો આનંદ બાળકો અને વૃદ્ધો, દરેક લે છે. જો કે, આ રંગીન આનંદ ત્યારે સમાપ્ત થઇ જાય છે જ્યારે તમે તે ઉજ્જવળ રંગો સાથે મજા કરી રહ્યા હતા ત્યારે તમને તેના કારણે થયેલું નુકસાન સમજાય છે. તમે કદાચ રંગીન ડાઘ જોયા હશે કે હોળીના રંગો તમારા પર, તમારા વાહનો અને ઘણીવાર તમારા ઘરની અંદર રહી જાય છે. ઘણી વખત એવું પણ થાય છે કે, હોળીની ઉજવણી કરતી વખતે તમારા ઘરની મૂલ્યવાન વસ્તુઓ અને તમારા વાહનના મોંઘા ભાગો તૂટી જાય છે. તેથી, અહીં કેટલીક સુરક્ષા ટિપ્સ છે જે તમને કોઈપણ નુકસાન વિશે ચિંતા કર્યા વિના આ રંગીન ઉત્સવને ઉજવવામાં મદદ કરી શકે છે.

હોળી દરમિયાન તમારા ઘર અને તેની સામગ્રીને સુરક્ષિત કરવા માટેની ટિપ્સ

  • તમારા ઘરની આંતરિક અને બાહ્ય દિવાલો પર ડાઘ વિરોધી વાર્નિશ લગાવો.
  • જો કોઈ કારણસર રંગે રમતી પાર્ટી તમારા ઘરની અંદર આવે છે, તો ખાતરી કરો કે જૂની બેડશીટથી તમારું ફર્નિચર કવર કરેલ છે અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને અલગ રૂમમાં મૂકી છે.
  • દરવાજાની નોબ પર તેલ અથવા વેસલિન લગાવો જેથી ઉજવણી સમાપ્ત થયા પછી તમે સરળતાથી રંગોથી મુક્તિ મેળવી શકો.
  • ઉજવણી સમાપ્ત થયા પછી, બાથરૂમમાં જઈને પોતાને સાફ કરવાનું ટાળો, તેના બદલે તમારા રંગો ધોવા માટે બાલ્કની અથવા બગીચાનો ઉપયોગ કરો.
  • ઘરના ફ્લોર પર ડાઘ પડતાં અટકાવવા માટે તેના પર અખબારો પાથરી દો.

હોળી દરમિયાન તમારા વાહનોને સુરક્ષિત કરવા માટેની ટિપ્સ

  • હોળીના રંગોને કારણે થતું નુકસાન ટાળવા માટે તમારા વાહનના તમામ પેઇન્ટ કરેલા ભાગો પર વેક્સ પૉલિશ લગાવો.
  • જો તમે તે દિવસે તમારા વાહનનો ઉપયોગ નથી કરવાના, તો તેને કવર કર્યુ છે તેની ખાતરી કરો જેથી તે રંગોની ઉજવણી દરમિયાન ડાઘ-મુક્ત રહે.
  • જો તમે તે દિવસે તમારા વાહનનો ઉપયોગ કરવાના છો, તો કૃપા કરીને કાળજીપૂર્વક અને ધીમે પર ડ્રાઇવ કરો લપસણા રોડ પર અટકવા ને કારણે થતાં નુકસાનને ટાળો.
  • તમારી કારને સાફ કરવા માટે ડિટર્જન્ટ, જે તમારી કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે તેને બદલે કાર શેમ્પૂનો ઉપયોગ કરો.
  • તમારા ફોર-વ્હીલરના આંતરિક ભાગોને સુરક્ષિત કરવા માટે જૂના પડદા અને ટોવેલનો ઉપયોગ કરો.

હોળી દરમિયાન તમારી ત્વચાને સુરક્ષિત કરવા માટેની ટિપ્સ

  • રંગોથી રમવાનું શરૂ કરતા પહેલાં તમારી ત્વચા પર ઑલિવ અથવા નારિયેળનું તેલ લગાવો.
  • રાસાયણિક રંગોને બદલે સ્કિન-ફ્રેન્ડલી અને ઑર્ગેનિક રંગોથી હોળી રમો.
  • તમારી ત્વચાને રંગોના સીધા સંપર્કમાં આવતાં અટકાવવા માટે તમારા શરીરને સંપૂર્ણ રીતે કવર કરતાં કપડાં પહેરો.
  • રંગોને કારણે થતી ખુજલીને ટાળવા અને તેનાથી આરામ કરવા માટે મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
  • તમે તમારા શરીર પર ઘટ્ટ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારી ત્વચા અને નખને સુરક્ષિત કરવા માટે નેલ પૉલિશનો ઉપયોગ કરી શકો છો.
જ્યારે તમે પોતાને અને તમારી મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત કરવા માટે આ સાવચેતીઓ રાખો છો, ત્યારે અમે ભલામણ કરીએ છીએ કે તમે સૌથી યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદીને તમારા ફાઇનાન્સને પણ સુરક્ષિત કરો.

હવે તમારી વારી

તમે તમારી કારને બજાજ આલિયાન્ઝની કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી , વડે કવર કરી શકો છો, જે તમારી કારને જો હોળીની ઉજવણી દરમિયાન નુકસાન થાય છે તો તમને થયેલ કોઈપણ નાણાંકીય નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે. તમારે બજાજ આલિયાન્ઝની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જે હોળીની ઉજવણી કરતી વખતે તમારા ઘરના માળખા અને સામગ્રીના નુકસાન/ક્ષતિ થવાના કિસ્સામાં કવર કરી શકે છે. આ ઉપરાંત, હેલ્થ ઇન્શ્યોરન્સ જો તમારે કોઈપણ ઇમરજન્સી તબીબી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો બજાજ આલિયાન્ઝની પૉલિસી તમને જરૂરી સુરક્ષા મેળવવામાં મદદ કરી શકે છે. તમને બધાને સુરક્ષિત અને રંગીન હોળીની શુભેચ્છા!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે