રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Tips to avoid car theft
14 સપ્ટેમ્બર , 2020

કારની ચોરી સફળતાપૂર્વક રોકવા માટેની ટિપ્સ

કારની ચોરી એ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં એક મોટી સમસ્યા છે. પરંતુ, સૌથી મોટી સમસ્યા એ છે કે જો તમે તમારી કાર પાછી મેળવવા માટે સક્ષમ હોવ તો પણ તે એ જ સ્થિતિમાં ન હોઈ શકે જેમાં તે ચોરાઈ હતી. તેથી, તમારે બે દૃશ્યો માટે તૈયાર રહેવું જોઈએ - કાં તો તમને તમારી કાર પાછી ન મળે, અથવા જો તમને તે પાછી મળે, તો એવી સંભાવના છે કે તમારી કારમાંથી સ્ટીરિયો, સાઇડ મિરર, રિમ્સ અને ટાયર જેવા કેટલાક મહત્વપૂર્ણ ભાગો ગાયબ હોઇ છે. ભારતનાં શહેરોમાં મોટાભાગના લોકો તેમના ઘરની બહાર રસ્તા પર તેમની કાર પાર્ક કરે છે, જે બિલકુલ સુરક્ષિત નથી. તેમાંથી કેટલાક લોકોને પાર્કિંગની જગ્યાની અછતના કારણે તેમની કાર ઘરથી થોડે દૂર પાર્ક કરવી પડે છે. આ ચોરો/ગુનેગારો માટે ચોરી કરવાની ઉત્તમ તક હોય છે. તમારી કારની ચોરી અટકાવવા માટે તમે આટલું કરી શકો છો:
  • હંમેશા તમારી કારને લૉક કરો – જ્યારે તમે તમારી કારમાંથી બહાર નીકળો ત્યારે તેને અચૂક લૉક કરો. જો તમારી કાર તમારી પાસેથી માત્ર થોડા મીટર દૂર હોય તો તેને લૉક કર્યા વિના રાખવી ઠીક છે એવું માનશો નહીં. લાંબા સમય સુધી તમારી કારને લૉક વગર અને ધ્યાન રાખ્યા વિના રાખવી સુરક્ષિત નથી. જો શક્ય હોય, તો તમારી કારને યોગ્ય પ્રકાશ વાળી જગ્યામાં પાર્ક કરો અને તમારી કારમાંથી બહાર આવ્યા પછી તેને લૉક કરો.
  • લૉક તપાસો – કારની બહાર નીકળ્યા બાદ અને લૉક કર્યા પછી, કાર ટ્રંક સહિતના તમામ દરવાજાના લૉક ફરીથી તપાસો. ઉપરાંત, તમારી કારની બધી બારીઓ પૂરેપૂરી અને સુરક્ષિત રીતે બંધ થયેલ છે કે નહીં તે તપાસો.
  • તમારી કારની અંદર મૂલ્યવાન વસ્તુઓ ન રાખો – સામાન્ય રીતે તમારી કારમાં રાખવામાં આવેલી મૂલ્યવાન વસ્તુઓને વેચવા માટે ચોરો કારની ચોરી કરે છે. તેથી, તમારી કારની અંદર જ્વેલરી, કૅશ અથવા લૅપટૉપ જેવી મૂલ્યવાન વસ્તુઓ ન મૂકી રાખો, ભલે પછી તમે રસ્તામાં કશુંક લેવા માટે માત્ર થોડી વાર માટે જ બહાર નીકળતા હોવ. જો કારમાં મૂલ્યવાન વસ્તુઓને રાખવી અનિવાર્ય હોય, તો તે તમારી કારની બહારના લોકોની નજરે ન ચઢે તેમ યોગ્ય રીતે સંતાડીને મૂકો.
  • તમારી સાથે ડૉક્યૂમેન્ટ રાખો – કારની અંદર તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારી કારનું રજિસ્ટ્રેશન (આરસી), તમારી કારના ઇન્શ્યોરન્સ ડૉક્યૂમેન્ટ અને અતિરિક્ત ચાવીઓ જેવા ડૉક્યૂમેન્ટ મૂકી રાખશો નહીં. તેઓ આ ડૉક્યૂમેન્ટનો ઉપયોગ કરીને તમારી ઓળખ બનાવી શકે છે, અને પોલીસ માટે ચોરોને પકડવું મુશ્કેલ બની જાય છે. હંમેશા અસલ ડૉક્યૂમેન્ટ તમારી સાથે લઈ જાઓ.
  • એન્ટી-થેફ્ટ ઉપકરણ લગાવો – તમારી કારમાં એન્ટી-થેફ્ટ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાથી કારની ચોરીને રોકવામાં મદદ મળી શકે છે. એન્ટી-થેફ્ટ ડિવાઇસ તમારી કાર ચોરાઈ જવાની સંભાવનાઓને ઓછી કરી શકે છે. ટેલિમેટિક્સ ડિવાઇસ, ડેશ-કેમ, એન્ટી-થેફ્ટ અલાર્મ સિસ્ટમ, સ્ટિયરિંગ વ્હીલ લૉક અને ઇલેક્ટ્રોનિક ઇમમોબિલાઇઝર જેવા વિવિધ પ્રકારના એન્ટી-થેફ્ટ ડિવાઇસ બજારમાં ઉપલબ્ધ છે જે તમારી કારને ચોરોથી સુરક્ષિત રાખી શકે છે. અને, જો તમારી પાસે તમારી કારમાં કોઈ પ્રકારનું એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું છે તો તમે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ માં છૂટ પણ મેળવી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે તમારી કારને ચોરાઈ જતી રોકવા માટે તમે આ ટિપ્સનો ઉપયોગ કરશો. તમારે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી પણ ખરીદવી જોઈએ, જેથી કારની ચોરીની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં, તમે ક્લેઇમ કરી શકો છો અને ઉદ્ભવતા આર્થિક બોજનો સામનો કરી શકો. અમે તમને પર્યાપ્ત કાર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ઍડ-ઑન્સ જેમ કે કી અને લૉક રિપ્લેસમેન્ટ કવર, ખરીદવાની ભલામણ કરીએ છીએ, જે તમારી કારને વધારાનું કવરેજ આપે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે