અંગ્રેજી

Claim Assistance
Get In Touch
traffic fines in Kolkata
30 માર્ચ, 2023

કોલકાતામાં ટ્રાફિક સંબંધિત દંડ વિશે તમારે જાણવા લાયક તમામ બાબતો

કોલકાતા દેશના મુખ્ય શહેરોમાંથી એક હોવાની સાથે સાથે એક એવું સ્થળ પણ છે જ્યાં જૂની યાદોનો દબદબો રહે છે. મોટાભાગના લોકો કોલકાતાને આજે એક મહત્વપૂર્ણ મહાનગર તરીકે ઓળખે છે, પરંતુ ઇતિહાસ પ્રેમીઓ તેમને તેના સમૃદ્ધ ભૂતકાળ અને તે વિવિધ શાસકો તેમજ વસાહતીઓ માટે કેવી રીતે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતું તે વિશે જણાવી શકે છે. અંગ્રેજોના સમયમાં કોલકાતા એ સો વર્ષોથી વધુ સમય સુધી રાજધાની તરીકે સેવા આપી હતી. તત્કાલીન કલકત્તામાંથી રાજધાની ખસેડીને આજની નવી દિલ્હીમાં ફેરવ્યા પછી પણ કોલકાતાએ તેનું મહત્ત્વ જાળવી રાખ્યું હતું અને છેવટે તે નવનિર્મિત પશ્ચિમ બંગાળની રાજધાની બન્યું હતું. 2001માં, શહેરનું નામ બદલીને કોલકાતા કરવામાં આવ્યું હતું, જે બંગાળી ઉચ્ચારણની નજીકનું નામ માનવામાં આવે છે. શહેર વિશે બીજી એક નોંધવા જેવી અન્ય બાબત, ખાસ કરીને જો તમે અહીં ડ્રાઇવ કરવાનું વિચારી રહ્યા છો, તો તે છે ટ્રાફિકના નવા નીતિ નિયમો. મોટર વાહન (સુધારા) અધિનિયમ, 2019 તે વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેણે દેશભરમાં ટ્રાફિકના નવા નીતિ નિયમો રજૂ કર્યા હતા, જે કોલકાતા પર પણ લાગુ થયા હતા. જો તમે કોલકાતામાં વાહન ચલાવવાનું વિચારી રહ્યા છો, પછી તે ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અથવા વ્યવસાયિક વાહન હોય, તો તમારે આ બધા નિયમો નહીં તો ઓછામાં ઓછા કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમારે કોલકાતા ટ્રાફિક દંડ વિશે જાગૃત રહેવું જોઈએ, જેથી જો તમે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં ફસાઈ જાઓ તો તમારે કઈ સમસ્યાઓનો કરવો પડશે તે તમે સારી રીતે જાણી શકો છો.

કોલકાતા ટ્રાફિકનું ઉલ્લંઘન અને દંડ

ચાલો ટ્રાફિકના ઉલ્લંઘન માટે તમારે કયા દંડ ચૂકવવા પડી શકે છે તેના પર એક નજર નાખીએ. નીચે દર્શાવેલ ટેબલ તમને એક જ ગુનો કરવા બદલ તમને કેટલી વખત પકડવામાં આવ્યા છે તેના આધારે પ્રતિ ઉલ્લંઘન કોલકાતાનો ટ્રાફિક દંડ દર્શાવે છે.
ઉલ્લંઘન અપરાધ 1 અપરાધ 2 અપરાધ 3 અપરાધ 4
સ્પીડિંગ (ટૂ-વ્હીલર, પ્રાઇવેટ ફોર-વ્હીલર, ઑટો) 1000 2000 2000 2000
પીયુસી સર્ટિફિકેટ વગર ડ્રાઇવિંગ 2000 2000 2000 2000
નોટિસ જારી કર્યાના 7 દિવસની અંદર માન્ય પીયુસી પ્રસ્તુત કરવામાં નિષ્ફળતા 10000 10000 10000 10000
વાહનમાં કોઈ હૉર્ન વગર 500 1500 1500 1500
સખત, તીક્ષ્ણ અથવા બહુવિધ ટોનવાળા હોર્ન ધરાવતું વાહન 500 1500 1500 1500
ટ્રાફિક સિગ્નલ ઉલ્લંઘન 500 1500 1500 1500
સુરક્ષાત્મક હેડગિયર પહેર્યા વગર (ટૂ-વ્હીલર) 1000 1000 1000 1000
સુરક્ષાના ઉપાયોનું ઉલ્લંઘન (ટૂ-વ્હીલર ચલાવનાર અને/અથવા પાછળ બેઠેલા માટે) 1000 1000 1000 1000
કોઈ યુ-ટર્ન લેવો જ્યાં આવું કરવું પ્રતિબંધિત છે 500 1500 1500 1500
કોઈપણ અધિકૃત પોલીસ અધિકારી દ્વારા માંગવામાં આવે ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ રજૂ કરવામાં નિષ્ફળતા 500 1500 1500 1500
કોઈપણ ગણવેશધારી પોલીસ ઑફિસર દ્વારા પૂછવામાં આવે ત્યારે અન્ય ડૉક્યૂમેન્ટ (લાઇસન્સ સિવાય) રજૂ કરવામાં નિષ્ફળતા 500 1500 1500 1500
ટ્રાફિક સિગ્નલ ઉલ્લંઘન 500 1500 1500 1500
માન્ય વાહન ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ સબમિટ કરવામાં અસમર્થતા (તે રજૂ કરવા માટે આપવામાં આવતો સમય – 7 દિવસ) 500 1500 1500 1500
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલમાં નિષ્ફળતા 500 1500 1500 1500
જ્યારે વ્યક્તિ શારીરિક અથવા માનસિક રીતે ડ્રાઇવ કરવા માટે અયોગ્ય હોય ત્યારે ડ્રાઇવિંગ 1000 2000 2000 2000
ખતરનાક રીતે ડ્રાઇવિંગ 5000 10000 10000 10000
વાહનમાં રિયર-વ્યૂ મિરરનો અભાવ 500 1500 1500 1500
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન/ઇયરફોનનો ઉપયોગ 5000 10000 10000 10000
'નો હોર્ન' વિસ્તારમાં હૉર્નનો ઉપયોગ 1000 2000 2000 2000
ફૂટપાથ પર ડ્રાઇવિંગ 500 1500 1500 1500
આઇએસઆઇ માર્ક વગરના હેલ્મેટ સાથે ટૂ-વ્હીલર ચલાવવું 500 1500 1500 1500
ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ 5000 5000 5000 5000
ખતરનાક ઓવરટેકિંગ 500 1500 1500 1500
ખામીયુક્ત નંબર પ્લેટ 500 1500 1500 1500
ખામીયુક્ત ટાયર સાથે ડ્રાઇવિંગ 500 1500 1500 1500
ફૂટપાથ પર પાર્કિંગ 500 1500 1500 1500
  આ કેટલાક મહત્વપૂર્ણ ઉલ્લંઘનો અને તેમના સંબંધિત દંડ છે. જો તમારી પાસે કોઈ વાહન છે, પછી તે ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર હોય કે અન્ય કોઈ હોય, તો તમારે ટ્રાફિક નિયમો વિશે સંપૂર્ણપણે જાગૃત રહેવું જોઈએ.

તમારા વાહન માટે ડૉક્યૂમેન્ટ

તમે કયું વાહન ધરાવો છો કે ચલાવો છો તે ધ્યાનમાં લીધા વિના, કેટલાક ચોક્કસ ડૉક્યૂમેન્ટ છે, જેની તમારે જરૂર પડશે અને ખાસ કરીને, આ વાહન ચલાવતી વખતે તે તમારી સાથે રાખવાના રહેશે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે બાઇક હોય, તો તમારે અન્ય વસ્તુઓ સાથે માન્ય બાઇક ઇન્શ્યોરન્સની જરૂર પડશે. અહીં કેટલાક ડૉક્યૂમેન્ટ આપેલ છે, જે તમારી પાસે બાઇકના માલિક તરીકે હોવા જોઈએ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી
  • પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ
તેવી જ રીતે, જો તમારી પાસે કોઈ કાર હોય, તો તમારી પાસે નીચે જણાવેલ ડૉક્યૂમેન્ટ હોવા જોઈએ:
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • વાહન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
  • કાર ઇન્શ્યોરન્સ પૉલિસી
  • પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ
યાદ રાખો કે તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને, ભલે તે બાઇક હોય અથવા કાર ઇન્શ્યોરન્સ, નિયમિત રિન્યુ કરવાની રહેશે. તમારે તેની સમાપ્તિની તારીખની નોંધ કરવી જોઈએ અને સમયસર તેને રિન્યુ કરવી જોઈએ. પીયુસી સર્ટિફિકેટનું પણ એવું જ છે. તે માત્ર મર્યાદિત સમય માટે માન્ય છે. હાલની પૉલિસી અમાન્ય થતાની સાથે જ, તમારે નવી ખરીદવી જોઈએ. માન્ય ડૉક્યૂમેન્ટ વગર તમારા વાહનને ચલાવવાની સલાહ આપવામાં આવતી નથી. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે