રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
two-wheeler driving test: achieving an 8
24 માર્ચ, 2023

ટૂ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પારંગત બનો: ડ્રાઇવિંગ દ્વારા સફળતાપૂર્વક 8 બનાવવા માટેની વ્યાપક માર્ગદર્શિકા

ટૂ-વ્હીલર ખરીદતાં પહેલાં, તમે માર્ગ પર વાહન ચલાવવા માટે યોગ્યતા ધરાવો છો તે સુનિશ્ચિત કરો. એટલે કે, તમારી પાસે માન્ય પાકું ડ્રાઇવર લાઇસન્સ છે તે સુનિશ્ચિત કરો. મોટાભાગના લોકો લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે માહિતગાર હોય છે. સૌ પ્રથમ કાચું લાઇસન્સ મેળવવાનું હોય છે, જેના પછી, તમે પાકા લાઇસન્સ માટે અપ્લાઇ કરી શકો છો. પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે, તમારે પરીક્ષા આપીને તેમાં પાસ થવાનું રહેશે. આ પરીક્ષા દ્વારા, તમે કેટલી સારી રીતે ટૂ-વ્હીલર ચલાવી શકો છો તેનો અંદાજ મેળવવામાં આવે છે. તમારે 8 બનાવવાનો હોય છે, એટલે કે, 8-આકારના માર્ગ પર ટૂ-વ્હીલર ચલાવવાનું હોય છે. જો તમે કુશળતાપૂર્વક આમ કરી શકો છો, તો તમે ટેસ્ટમાં પાસ થઈ શકો છો. કેટલાક લોકો, ખાસ કરીને જેમણે તેમના કાચા લાઇસન્સનો ઉપયોગ ટૂ-વ્હીલર ચલાવવામાં કુશળતા મેળવવા માટે કર્યો છે, તેમને આ ખૂબ જ સરળ લાગી શકે છે. પરંતુ, જો તમે હજુ પણ તમારી ટૂ-વ્હીલર ચલાવવાની કુશળતા વિશે આત્મવિશ્વાસ ધરાવતા નથી, તો લાઇસન્સ ટેસ્ટમાં 8 બનાવતી સમયે તમે ગભરામણ અનુભવી શકો છો. જો આમ હોય, તો ચાલો 8 કેવી રીતે બનાવવો તેના પગલાં વિશે અને આમ કરવામાં ઉપયોગી સૂચનો જાણીએ. પરંતુ, એટલું યાદ રાખો કે ટૂ-વ્હીલર ખરીદવું એ સગવડભર્યું હોવાની સાથે સાથે એક જવાબદારી પણ છે. બાઇક માલિક તરીકે, તે તમારી જવાબદારી બને છે. ઉદાહરણ તરીકે, નિયમિત જાળવણી અને તમારો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ ઑનલાઇન અથવા ઑફલાઇન રિન્યુ કરાવવો એ તમારી જવાબદારી બની જાય છે. આની સાથે, તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરીને તમારી બાઇક યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય કરે છે તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

બાઇક પર 8 કેવી રીતે કરવું તે માટેના પગલાં અંગેની માર્ગદર્શિકા

તમારા ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ અન્ય દરેક સમયે સફળતાપૂર્વક 8 બનાવી શકવા માટે અનુસરવા યોગ્ય પગલાંઓ અહીં જણાવેલ છે.
  • શરૂઆત ધીમેથી કરો. બાઇક શરું કરતાં જ તેની ઝડપ વધારવી યોગ્ય નથી. તેના બદલે, તમારી શરૂઆત સરળતાથી થાય તે સુનિશ્ચિત કરો.
  • તમારી ઝડપને નિયંત્રિત રાખો. શરૂઆતથી જ ખૂબ ઝડપથી જવાનો પ્રયત્ન કરશો નહીં, નહીં તો વળાંક પર તમારે અચાનક ધીમા પડવું પડશે. ઝડપ ખૂબ ધીમી પણ ન રાખો.
  • વળાંક પર ટૂ-વ્હીલરને ધીમેથી નમાવો અને તેના પર નિયંત્રણ રાખો.
  • વળી ગયા બાદ વાહનને ધીમે ધીમે જમીનને સમાંતર, સીધું કરવાનું શરૂ કરો.
  • અંક 8 ના વળાંકને પૂર્ણ કરવા માટે બીજી બાજુ પણ આમ જ કરો.
તમારા સ્થાનિક આરટીઓમાં ટેસ્ટ માટે જતાં પહેલાં, જો તમે આઠ બનાવવાની અનેક વખત પ્રેક્ટિસ કરી શકો, તો તે આદર્શ રહેશે.

ટૂ-વ્હીલરથી સરળ અને સુરક્ષિત રીતે 8 કરવાની ટિપ્સ

પ્રેક્ટિસ અથવા ટેસ્ટ દરમિયાન 8 બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાંક સૂચનો અહીં આપેલ છે, જે તમને ટેસ્ટ પાસ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
  • તમારા માર્ગને તમારા મનમાં વિચારો. 8 કેટલો લાંબો હશે તેનો ખ્યાલ રાખો.
  • ખૂબ ટાઇટ રીતે પકડી ન રાખો, અન્યથા વળાંક લેતી વખતે મુશ્કેલી પડી શકે છે.
  • રિલેક્સ રહો. હેન્ડલબાર પરની પકડ થોડી ઢીલી રાખો, ખૂબ ફીટ ન પકડો. નિયંત્રણ બનાવી રાખો, પરંતુ તે માટે વધુ શ્રમ ન લો.
  • ટેસ્ટ આપતાં પહેલાં પૂરતી પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો. હંમેશા આરામદાયક વાતાવરણમાં પ્રેક્ટિસ કરો, જે તમારો આત્મવિશ્વાસ બનાવી શકે.

સામાન્ય ભૂલો અને તેમને કેવી રીતે ટાળવી

8 બનાવતી વખતે, ટેસ્ટ સમયે, અને તમારું ટૂ-વ્હીલર ચલાવતી વખતે ટાળવા લાયક કેટલીક સામાન્ય ભૂલો વિશે અહીં જણાવેલ છે.
  • પૂરતી પ્રેક્ટિસ ન કરવી. હંમેશા અગાઉથી પૂરતી પ્રેક્ટિસ કરો.
  • બાઇક પકડવાની અયોગ્ય મુદ્રા. તમે અનુભવી ચાલક હોઈ શકો છો પરંતુ જેને બેદરકારી ગણી શકાય તેવું કંઈ પણ ન કરો. ઉદાહરણ તરીકે, સુનિશ્ચિત કરો કે તમારા બંને હાથ હેન્ડલબાર પર હોય.
  • ગતિ મર્યાદાનું ધ્યાન ન રાખવું. હંમેશા ગતિ મર્યાદામાં રહો.
  • સમયનું પાલન ન કરવું. ટેસ્ટ સેન્ટર પર સમયસર પહોંચો.
આ સૂચનો અનુસરીને અને પૂરતી પ્રેક્ટિસ મળે તે સુનિશ્ચિત કરવાથી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ સારી રીતે આપી શકશો. તમારી ટેસ્ટ સંબંધિત તમામ શંકાઓનું ટેસ્ટ પહેલાં સમાધાન મેળવો. તમને પાકું લાઇસન્સ પ્રાપ્ત થાય તે બાદ, ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેમજ તમારી બાઇકની યોગ્ય કાળજી લેવી તમારી ફરજ છે. સૌ પ્રથમ, બાઇક ચલાવતી વખતે હંમેશા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા કાર્ડ સાથે રાખવું જોઈએ. વધુમાં, તમારે પીયુસી સર્ટિફિકેટની પણ જરૂર પડી શકે છે. બાઇક ચલાવતી વખતે તમારી પાસે માન્ય પીયુસી સર્ટિફિકેટ હોય એ સુનિશ્ચિત કરો. તમારા બાઇક ઇન્શ્યોરન્સની એક કૉપી એ એક અન્ય મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ તમારી પાસે હોવું જરૂરી છે. તમે જે દિવસે બાઇક ખરીદો, તે જ દિવસથી તેને કવર કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછી થર્ડ-પાર્ટી લાયબિલિટી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે. મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ આ ફરજિયાત છે. જો કે, તમારા ટૂ-વ્હીલર માટે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ તમારા ટૂ-વ્હીલર માટે એક વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, કારણ કે તે તમને પોતાના નુકસાન તેમજ ઝીરો ડેપ્રિશિયેશન કવર. કોમ્પ્રિહેન્સિવ પૉલિસીનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી લાયબિલિટી પૉલિસી કરતાં થોડું વધુ હોઈ શકે છે. સંકળાયેલ ખર્ચની જાણકારી માટે, તમે ઉપયોગ કરી શકો છો બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર. જો તમે ખર્ચ બચાવવા માંગો છો, તો ઑનલાઇન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. વધુમાં, કેટલાક પણ છે ઍડ-ઑન કવરેજ ઉપલબ્ધ છે, તમે અતિરિક્ત કવરેજ માટે તમારી પૉલિસીમાં ઉમેરી શકો છો. તમે ઉપલબ્ધ વિકલ્પો વિશે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૂછપરછ કરી શકો છો. આ તમારા પ્રીમિયમના ખર્ચમાં વૃદ્ધિ કરી શકે છે, તેથી કેટલો ખર્ચ થશે તે જાણવા માટે બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરવો આદર્શ છે.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે