રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Renewal Online Payment
4 ડિસેમ્બર, 2021

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ઑનલાઇન ચુકવણી પ્રક્રિયા

શું તમારે ટૂંક સમયમાં તમારી બાઇકનો ઇન્શ્યોરન્સ રિન્યુ કરાવવાનો છે? તમે જાણતાં જ હશો કે મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ તમારા ટૂ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. પરંતુ, શું તમે જાણો છો કે તેને સમયસર રિન્યુ કરવો પણ જરૂરી છે, અને તેમ ન કરવામાં આવે તો તે ગેરકાયદેસર છે અને કાયદેસર પગલાં લેવાઈ શકે છે? એવું કહેવાય છે કે, તમારે સમયસર તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને કેવી રીતે રિન્યુ કરવી તે વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ તમે આ માટે ઇન્શ્યોરરની શાખા સુધી જવાની લાંબી અને મુશ્કેલ જૂની રીતનો અનુભવ કર્યો હશે, પરંતુ હવે સંપૂર્ણ પ્રક્રિયા ઑનલાઇન અને સંપૂર્ણપણે તમારા ઘરેથી કરી શકાય છે.

તમારા બાઇક ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કરવાના પગલાં

  1. સૌ પ્રથમ તમે ઇન્શ્યોરન્સ કંપનીની વેબસાઇટ પર જાઓ. તમારા એકાઉન્ટમાં લૉગઇન થયા પછી, સમાપ્ત થઈ રહેલી અથવા પહેલેથી જ સમાપ્ત થયેલ પૉલિસીઓના રિન્યુ ટૅબ પર જાઓ.
  2. એકવાર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ ટૅબ મળ્યા બાદ, તમારી બાઇક વિશેની જરૂરી વિગતો જેવી કે રજિસ્ટ્રેશન નંબર, પાછલી પૉલિસીનો નંબર, તમે જેનો ઇન્શ્યોરન્સ લેવા માંગો છો તે બાઇક વગેરે દાખલ કરો. આ તબક્કે, જો તમે તમારી ઇન્શ્યોરન્સ કંપનીને સ્વિચ કરી રહ્યા છો, તો તમારે આની વિગતો પણ પ્રદાન કરવાની રહેશે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી અગાઉની ઇન્શ્યોરન્સ કંપની સાથે રાખેલ. વધુમાં, આ તબક્કે એકત્રિત થયેલ કોઈપણ નો-ક્લેઇમ બેનિફિટ વિશે પણ જણાવવાનું રહેશે.
  3. ત્યાર બાદ, આગામી પૉલિસીની મુદત માટે તમે જે કવરેજ ઇચ્છો છો તેની પુષ્ટિ કરો અથવા તેમાં ફેરફાર કરો. ઇન્શ્યોરન્સ કંપનીઓ તમને તમારા ઇન્શ્યોરન્સ કવરમાં સુધારો કે ફેરફાર કરવાનો વિકલ્પ આપે છે. તમે તેમાં ઘટાડો પણ કરી શકો છો; જો કે, તમારી બાઇકની સતત સુરક્ષા માટે અમે આમ કરવાની સલાહ આપતા નથી.
  4. આ તબક્કે, જો તમારી પાસે કોઈ વ્યક્તિગત અકસ્માત કવર ન હોય તો તમારી પાસે વ્યક્તિગત અકસ્માત કવર પસંદ કરવાનો વિકલ્પ પણ છે.

બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે ઑનલાઇન ચુકવણીની પદ્ધતિઓ

#1 ડેબિટ/ક્રેડિટ કાર્ડ

સરળતાથી ઉપલબ્ધ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની સુવિધાનો ઉપયોગ કરીને તમારી પૉલિસીને રિન્યુ કરાવવી એ સૌથી સરળ પદ્ધતિઓમાંથી એક છે. તે તમારે માટે ઘણું સુવિધાજનક હોઇ શકે છે.

#2 નેટ બેન્કિંગ

જો તમે કાર્ડની વિગતો જણાવવા માંગતા નથી, તો તમે નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. ટ્રાન્ઝૅક્શન પાસવર્ડ, 128-બિટ SSL કનેક્શન અને ઓટીપી આધારિત પ્રમાણીકરણને કારણે ઇન્ટરનેટ પર ટ્રાન્ઝૅક્શન સુરક્ષિત રહે છે.

#3 મોબાઇલ વૉલેટ

જો તમે ટેક-સૅવી વ્યક્તિ છો, તો તમે ઇ-વૉલેટથી માહિતગાર હશો. બજાજ આલિયાન્ઝ હવે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ સાથે આગળ વધવા માટે તમારા ઇ-વૉલેટમાંથી બૅલેન્સનો ઉપયોગ કરવાની સુવિધા પ્રદાન કરે છે.

#4 યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)

બજાજ આલિયાન્ઝ પર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના રિન્યુઅલની ઑનલાઇન ચુકવણી થોડા સમયમાં યુપીઆઇના માધ્યમથી પણ શક્ય બનશે. તમારી પૉલિસીના રિન્યુઅલ માટે વધુ સુવિધાજનક અને ખૂબ ઝડપી એવા યુપીઆઇ ટ્રાન્ઝૅક્શન વડે તમે કોઈપણ ઝંઝટ વગર તમારા બાઇકનો ઇન્શ્યોરન્સ ઑનલાઇન રિન્યુ કરાવી શકો છો.

#5 કૅશ કાર્ડ

કૅશ કાર્ડ સુવિધાનો ઉપયોગ કરીને પણ તમે તમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવરને રિન્યુ કરાવી શકો છો. કૅશ કાર્ડ એ પ્રીપેઇડ વૉલેટ છે જ્યાં તમારી પાસે કોઈ બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. જો તમે માન્ય કૅશ કાર્ડ ધરાવો છો, તો તમારા વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ચુકવણી કરવી સરળ બને છે. આ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે ઑનલાઇન ચુકવણી કરી શકો છો. તમારી પૉલિસીનું સમયસર રિન્યુઅલ કરવાની ખાતરી કરો અને કવરેજમાં બ્રેક વગર સતત લાભોનો આનંદ માણો. વધુ જાણો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની સમાપ્તિ બાદ ઑનલાઇન રિન્યુઅલ બજાજ આલિયાન્ઝ પર.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે