રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Third Party Prices
15 એપ્રિલ, 2021

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી પ્રાઇસ એસ્ટિમેશન

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન એક ફરજિયાત પૉલિસી છે જે કાયદા અનુસાર વાહન ચલાવવા માટે જરૂરી છે. દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત, થર્ડ પાર્ટીની સંપત્તિને થયેલ કોઈપણ નુકસાન, શારીરિક ઈજાઓ અથવા ભોગ બનેલ વ્યક્તિના મૃત્યુને પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે. થર્ડ પાર્ટીને તમારા ઇન્શ્યોરર દ્વારા વળતર ચુકવવામાં આવશે, અને તેથી તમારે તે આર્થિક બોજ ઉઠાવવાનો રહેતો નથી. પરંતુ શું દરેક વાહનના થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત સમાન હોય છે? તો ચાલો, આ પ્રશ્ન પર ચર્ચા કરીએ અને પ્લાનની કેટલીક વધુ વિગતો સાથે સમજીએ કે કેવી રીતે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની કિંમત નક્કી કરવામાં આવે છે.   થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે? ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા કવર કરવામાં આવતા કેટલાક મુખ્ય પાસાઓ અહીં જણાવેલ છે:   થર્ડ પાર્ટીને થતી શારીરિક ઈજાઓ અથવા મૃત્યુ અણધાર્યા અકસ્માતને કારણે થર્ડ પાર્ટીને શારીરિક ઈજાઓ થઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે. આ કિસ્સામાં, તમારે પીડિતની તબીબી સારવાર માટે ચુકવણી કરવી પડી શકે છે અથવા મૃત્યુ માટે વળતર ચુકવવું પડી શકે છે. પરંતુ થર્ડ પાર્ટી પ્લાનને કારણે આર્થિક જવાબદારી તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાની રહે છે, અને આમ, તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવાની જરૂર રહેતી નથી.   થર્ડ પાર્ટી પ્રોપર્ટીને થયેલ નુકસાન જો તમારું વાહન થર્ડ પાર્ટીના વાહન જેવી પ્રોપર્ટી સાથે અથડાય છે અને તેને નુકસાન અથવા ક્ષતિ થાય છે, તો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ તમને સુરક્ષિત કરે છે. નુકસાનનો ખર્ચ ઇન્શ્યોરર દ્વારા કવર કરવામાં આવશે, અને પીડિતને યોગ્ય વળતર ચુકવવામાં આવશે. આવા નુકસાનને કવર કરવા માટે ₹7.5 લાખની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી છે.   પૉલિસીધારકનું મૃત્યુ (રાઇડર) થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ દ્વારા વ્યક્તિગત અકસ્માત કવર હેઠળ આકસ્મિક મૃત્યુને પણ કવર કરવામાં આવે છે, જે તમામ રાઇડર માટે ફરજિયાત છે. આમ, જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના કારણે રાઇડરનું મૃત્યુ થાય છે, તો નૉમિનીને નુકસાનનું વળતર ચુકવવામાં આવશે. કવરેજની રકમ ઓછામાં ઓછી ₹15 લાખની હોવી જરૂરી છે.   પૉલિસીધારકની વિકલાંગતા (રાઇડર) અકસ્માત વાહનચાલકની કાયમી વિકલાંગતામાં પરિણમે તેવા કિસ્સામાં ઇન્શ્યોરન્સ પ્રદાતા તમારી પડખે રહેશે. પૉલિસી દ્વારા વ્યક્તિગત અકસ્માત કવર હેઠળના નિયમો અને શરતોના આધારે વળતર પ્રદાન કરવામાં આવશે.   લાંબા ગાળાનો ફરજિયાત થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) મુજબ, નવી બાઇક તેમજ 1 સપ્ટેમ્બર 2018 પછી ખરીદવામાં આવેલી કાર માટે લાંબા ગાળાનું થર્ડ પાર્ટી કવર ખરીદવું જરૂરી છે. હવે ઓછામાં ઓછી પાંચ વર્ષની થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે. આમ, તમારે પાંચ વર્ષના કવર માટે પ્રીમિયમની રકમ શરૂઆતમાં જ ચુકવવાની રહેશે, અને તે વ્યાપક પૉલિસીઓ માટેની ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની કિંમતો માટે પણ લાગુ પડશે. પરંતુ જો તમારી પાસે વ્યાપક ઇન્શ્યોરન્સ હોય તો આ માત્ર થર્ડ પાર્ટીના ઘટક પર લાગુ પડે છે અને ઓન ડેમેજ (OD) પર નહીં. આ નિયમ જેઓ તેમના ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરવા માંગે છે તેવા જૂના પૉલિસીધારકોને લાગુ પડતો નથી, પરંતુ માત્ર નવા વાહનના માલિકોને જ લાગુ પડે છે.   ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની થર્ડ પાર્ટીની કિંમતની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? બાઇક ઇન્શ્યોરન્સની 3rd પાર્ટીની કિંમત ટૂ-વ્હીલરની એન્જિન ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. તેથી, અહીં ટૂ-વ્હીલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની કિંમતની સૂચિ આપેલ છે જે તમારે જાણવી જોઈએ:  
થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની કિંમતો
એન્જિન ક્ષમતા 2018-19 2019-20
75cc થી ઓછી ક્ષમતા ₹ 427 ₹ 482
75cc થી 150ccની વચ્ચે ₹ 720 ₹ 752
150cc થી 350ccની વચ્ચે ₹ 985 ₹ 1193
350 સીસી કરતાં વધુ ₹ 2323 ₹ 2323
  ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સૂચિત કર્યા મુજબ 2019-2020 વર્ષ માટેની થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની કિંમત 31 માર્ચ 2020 કરતાં વધુ લંબાવવામાં આવી છે. તેમાં નાણાંકીય વર્ષ 2020-21, જે નાણાકીય વર્ષ2020-21 છે, તેના માટે વધારો કરવામાં આવશે નહીં. હવે તમને 3rd પાર્ટી ઇન્શ્યોરન્સ માટે બાઇકની કિંમત કેવી રીતે નિર્ધારીત કરવામાં આવે છે તે વિશે તેમજ વર્તમાન દર વિશે માહિતી હોવાને કારણે તમે તમારા વાહનને સુરક્ષિત કરવા માટે યોગ્ય ઇન્શ્યોરન્સ પ્લાન મેળવી શકો છો. બજાજ આલિયાન્ઝ સાથે, હવે તમે તમારા ઘરે આરામથી કૉન્ટૅક્ટલેસ ઇન્શ્યોરન્સની મદદથી પૉલિસી ખરીદી શકો છો. પરંતુ તમારા વાહન માટે પ્રીમિયમ ખર્ચનો અંદાજ મેળવવા માટે, તમે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર કોઈપણ ઝંઝટ વગર. આની મદદથી તમે પૉલિસીઓની તુલના સરળતાથી કરી શકો છો અને વ્યાજબી પ્રીમિયમે પૉલિસી મેળવી શકો છો!  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે