રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સર્વિસ: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
types of electric vehicles
30 માર્ચ, 2023

ઇલેક્ટ્રિક વાહનોના પ્રકારો: બીઇવી, એચઇવી, એફસીઇવી, પીએચઇવી - તફાવતો અને અર્થને સમજવું

ઇલેક્ટ્રિક કાર, બાઇક, ઍક્સેસરીઝ અને ઇલેક્ટ્રિક વાહનના ઇન્શ્યોરન્સ પ્લાનના વેચાણ પર નજર કરવામાં આવે તો આ કેટેગરીમાં વિવિધ પ્રકારના વાહનો લોકપ્રિયતામાં આગળ વધી રહ્યા છે. જો તમે તેને ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો ખાતરી કરો કે તમે તે વિશે બધું જાણો છો. ઉદાહરણ તરીકે, શું તમે જાણો છો કે જો તમે તમારું ઇવી ચલાવવા માંગતા હોવ તો ઇલેક્ટ્રિક વાહન ઇન્શ્યોરન્સ જરૂરી છે? વધુમાં, શું તમે ઇવીના વિવિધ પ્રકારો વિશે જાણો છો અને કયા પ્રકારનું વાહન તમને સૌથી વધુ અનુકૂળ રહેશે? ચાલો આજે ઉપલબ્ધ વિવિધ પકારના ઇવીને જોઈએ.

બીઇવી

ઇલેક્ટ્રિક વાહનના સૌથી મૂળભૂત સ્વરૂપોમાંથી એક, બીઇવી એ બૅટરી ઇલેક્ટ્રિક વ્હીકલનું ટૂકું નામ છે. આ વાહનો સંપૂર્ણપણે માત્ર એક જ અથવા તેનાથી વધુ બૅટરી પર કાર્ય કરે છે. આ બૅટરી રિચાર્જ કરી શકાય છે અને આ તમામ કારમાં ફ્યૂઅલ એન્જિન (આઇસી) ફિટ કરેલ હોતું નથી. આ વાહનોને આજે ઉપલબ્ધ તમામ પ્રકારના ઇવીમાં સંપૂર્ણપણે શૂન્ય ઉત્સર્જન કરતા હોવાનું કહેવાય છે. તેથી, તેઓ હવાના પ્રદૂષણમાં લગભગ નહિવત્ યોગદાન આપે છે. ઇવી પસંદ કરતા ગ્રાહકોની નોંધપાત્ર સંખ્યાના મુખ્ય કારણોમાંથી એક પર્યાવરણીય ચિંતા હોવાથી, બીઇવી વિશેની આ હકીકત ઘણાને આકર્ષિત કરી શકે છે. બીઇવી એ વ્યક્તિગત વપરાશની કાર જેવા મોટર વાહનો સુધી મર્યાદિત ન પણ હોઈ શકે. ઘણા બજારો ટૂ-વ્હીલર અથવા કમર્શિયલ વાહનોના સ્વરૂપમાં બીઇવી ઑફર કરી શકે છે. યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આજે ઉપલબ્ધ તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોમાંથી, કદાચ બૅટરી ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા બીઇવી એ ઇલેક્ટ્રિક વાહનોનો પર્યાય બની શકે છે. આ શબ્દોને એકબીજાના બદલામાં વાપરી શકાય છે.

એચઇવી

ઇલેક્ટ્રિક વાહનની પરિભાષાની દુનિયામાં, એચઇવી એટલે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ. આ પ્રકારના ઇવીની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં ઇલેક્ટ્રિક મોટર કેવી રીતે ફીટ કરવામાં આવે છે, જેનો ઉપયોગ આંતરિક દહન એન્જિન (આઇસી એન્જિન) ને મદદ આપવા માટે કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટરનો પાવર બૅટરી પૅકમાંથી બનાવવામાં આવે છે. અહીં, બૅટરી પૅકને રિચાર્જ કરવાની જરૂર નથી. તેના બદલે, બૅટરી પૅક માટેનો પાવર રિજનરેટિવ બ્રેકિંગ તેમજ એન્જિનના પાવરમાંથી લેવામાં આવે છે. એચઇવીના બે પેટા-પ્રકારો છે, જેમાં એમએચઇવી અને એફએચઇવીનો સમાવેશ થાય છે. એમએચઇવી એટલે માઇલ્ડ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ. આ કિસ્સામાં આઇસીઇ ઇલેક્ટ્રિક મોટરની તુલનામાં ઉચ્ચ ક્ષમતાનું હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક મોટર પ્રમાણમાં નાની હોય છે અને સપોર્ટ માટે ઉપયોગમાં લેવાય છે. તે એન્જિનને અતિરિક્ત પાવર પ્રદાન કરે છે તેમજ એર કન્ડિશનિંગ અને પાવર સ્ટિયરિંગ જેવી આનુષંગિક સિસ્ટમ પણ પૂરી પાડે છે. એફએચઇવી અથવા ફૂલ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ, પણ સમાન સિસ્ટમ સાથે આવે છે. જો કે, અહીં ઇલેક્ટ્રિક મોટર પોતાની જાતે તમારી ટૂંકા અંતરની મુસાફરીમાં મદદ કરી શકે છે. જ્યારે આવશ્યક હોય ત્યારે તે ઑટોમેટિક રીતે કામમાં આવે છે. એમએચઇવી અને એફએચઇવી વચ્ચે અન્ય એક તફાવત એ છે કે એફએચઇવી માત્ર ઑટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે, જ્યારે એમએચઇવી મેન્યુઅલ તેમજ ઑટોમેટિક ટ્રાન્સમિશન મોડલમાં ઉપલબ્ધ છે.

એફસીઇવી

ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા એફસીઇવી, બેટરી પૅક ચાર્જને કરવા માટે ફ્યુઅલ સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાઇડ્રોજન અને ઑક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી પ્રાપ્ત રાસાયણિક ઊર્જાનો ઉપયોગ કરે છે. આ પ્રકારના વાહનોને ચાર્જ કરવાની જરૂર નથી. તેના બદલે, તેમની પાસે હાઇડ્રોજન ટેન્ક હોય છે જેને જરૂર પડે ત્યારે રિફ્યુઅલ કરવાની જરૂર પડે છે. ઇલેક્ટ્રિક વાહનોથી વિપરીત, આ પ્રકારના વાહનને ઇંધણ-આધારિત વાહનોની જેમ મિનિટોમાં રિફ્યુઅલ કરી શકાય છે. જો કે, ઇંધણ-આધારિત વાહનોથી વિપરીત, આ કોઈ નુકસાનકારક ઉત્સર્જન ન કરવા માટે જાણીતા છે. તેના બદલે, તેમના ઉત્સર્જનમાં બાષ્પ અને ગરમ હવાનો સમાવેશ થાય છે. આ પ્રકારની કારો પહેલેથી જ ઘણા બજારોમાં ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવે છે કે આ વૈકલ્પિક ઇંધણ તરીકે હાઇડ્રોજન તરફના વ્યવહારિક પગલાં દર્શાવે છે.

પીએચઇવી

પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા પીએચઇવી એ એફએચઇવી કરતાં એક ડગલું આગળ છે. તેઓ માત્ર ઇલેક્ટ્રિક પાવર પર (એફએચઇવીની તુલનામાં) વધુ લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. જો ઇલેક્ટ્રિક પાવર સમાપ્ત થઈ જાય, તો કાર તેના ઇંધણ (આઇસી) એન્જિનમાં જરૂર મુજબ બદલાઈ શકે છે. પીએચઇવી ઑટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટ તરીકે જ ઉપલબ્ધ છે. આ પ્રકારનું વાહન એવા લોકો માટે ઉપયોગી થઈ શકે છે, જેઓ શહેર અથવા શહેરની અંદર મુસાફરી કરે છે અને તેમની કારનો ઉપયોગ તેમની દૈનિક મુસાફરી માટે કરે છે. તેઓ ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરીને આ નિયમિત મુસાફરીને પૂર્ણ કરી શકે છે. જો કે, જ્યારે તેઓ લાંબા અંતર સુધી ડ્રાઇવ કરવા માંગે છે, ત્યારે તેઓ આંતરિક દહન એન્જિન પર બદલવાની મંજૂરી આપી શકે છે. આ ચાર મુખ્ય પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો છે. તમે તમારા પૈસાને ઇવીમાં નાખો તે પહેલાં, તમારા વિકલ્પો જાણવામાં મદદરૂપ થઈ શકે છે. વધુમાં, ઇવીના પ્રકારો અને પેટા-પ્રકારોને સમજવાથી તમને ભવિષ્યમાં તમારી કારની વધુ સારી કાળજી લેવામાં મદદ મળી શકે છે. જો કે, તમારી કારની શ્રેષ્ઠ કાળજી લેવા માટે, તે વિશે જાણવું પૂરતું નથી. જરૂર પડે ત્યારે તમે તેની માટે યોગ્ય પ્રકારની મદદ પણ શોધી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી કારનો કોઈ નાનો અકસ્માત થાય છે અને તેના એક ભાગને નુકસાન થાય છે, તો તમારે તેને બદલવો પડી શકે છે. અધિકૃત રિપ્લેસમેન્ટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે, અન્યથા તમારા વાહનની આવરદા અને કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં થતા ખર્ચ વિશે તમે ચિંતા ન કરો તેની ખાતરી કરવા માટે, તમે મેળવો ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ. ધ્યાનમાં રાખો કે થર્ડ-પાર્ટી લાયબિલિટી કવરેજ ખરીદવું ફરજિયાત છે. જો કે, કોમ્પ્રિહેન્સિવ ઇલેક્ટ્રિક કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વધુ મદદરૂપ હોઈ શકે છે, કારણ કે તે તમને વધુ સંભાવનાઓનો સામનો કરવા માટે તૈયાર કરશે. જો તમે તમારા વાહનને કમર્શિયલ ઉપયોગ માટે રજિસ્ટર કરેલ હોય, તો તમે જુઓ ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસી. તેને ખાસ કરીને કમર્શિયલ વાહનો માટે કવરેજ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. તમે યોગ્ય પ્લાન માટે ઑનલાઇન બ્રાઉઝ કરી શકો છો અથવા તેના વિશે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટની સલાહ લઈ શકો છો. ઇલેક્ટ્રિક કારની જેમ ઇલેક્ટ્રિક બાઇક પણ લોકપ્રિયતા મેળવી રહી છે. જો તમે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદવા માંગો છો અથવા પહેલેથી જ ખરીદી લીધું છે, તો તેના માટે ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ લેવાનું ભૂલશો નહીં. ઓછામાં ઓછો એક થર્ડ-પાર્ટી ઇલેક્ટ્રિક બાઇક ઇન્શ્યોરન્સ હોવો દેશમાં ફરજિયાત છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે