જ્યારે તમારી પાસે શું અને કોની પાસેથી ખરીદવું તેના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હોય, ત્યારે નિર્ણય લેવો એક જટિલ કાર્ય બની જાય છે. પરંતુ જ્યારે તમને શું ઉપલબ્ધ છે તે વિશે ખબર ન હોય તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બને છે. આ દરેક સ્થિતિ માટે સાચું છે. તેથી જો તમે આજે
કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો, તો બજારમાં કયા પ્રકારની વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઑફર કરવામાં આવી રહી છે તે વિશે તમે જાણો છો? તમે એક કે બે વિશે જાણકારી હોઈ શકો છો, પરંતુ ઉપલબ્ધ તમામ વિવિધ પ્રકારની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીમાંથી તમારા માટે શ્રેષ્ઠ હોય તે પસંદ કરવા માટે, ઉપલબ્ધ તમામ પૉલિસી વિશે માહિતી હોવી જરૂરી છે.
કવરેજના દૃષ્ટિકોણથી
સામાન્ય શબ્દોમાં કહીએ તો, કોઈ ચોક્કસ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરી શકાય તેવા નુકસાનને કવરેજ કહેવામાં આવે છે. ઑફર કરવામાં આવતા કવરેજના આધારે પાંચ પ્રકારની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઉપલબ્ધ છે.
થર્ડ-પાર્ટી લાયબિલિટી
આ સૌથી મૂળભૂત પ્રકારની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી છે. આ પૉલિસીનું પ્રીમિયમ અન્ય તમામ પ્રકારો કરતાં સૌથી ઓછું અને સૌથી વ્યાજબી છે. તદુપરાંત, ભારતના કાયદા અનુસાર ઓછામાં ઓછો
થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો પણ ફરજિયાત છે. આ કારણે તે તમામ પ્રકારના મોટર ઇન્શ્યોરન્સમાં સૌથી લોકપ્રિય પૉલિસી છે. જો અકસ્માત થાય તો તે માલિક દ્વારા થર્ડ-પાર્ટીને ચુકવણીની જવાબદારી સામે સુરક્ષા પ્રદાન કરે છે.
પર્સનલ ઇન્જરી પૉલિસી
આ પૉલિસી હેઠળ, અકસ્માત માલિકની ભૂલને કારણે થયો હતો કે થર્ડ-પાર્ટીની, તે ધ્યાનમાં લીધા વિના પણ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમને અકસ્માત સાથે સંકળાયેલા તમામ તબીબી ખર્ચની ચુકવણી કરવામાં આવશે.
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી
ઑફર કરવામાં આવતા વિવિધ
કાર ઇન્શ્યોરન્સના પ્રકારો & ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન, જે માર્કેટમાં ઉપલબ્ધ છે તેમાંથી સૌથી લોકપ્રિય અને પસંદ કરવામાં આવતી પૉલિસી એ
કોમ્પ્રિહેન્સિવ પૉલિસી છે, જે માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓ માટે જ નહીં પરંતુ માલિક દ્વારા પોતાના મેડિકલ ખર્ચ અને વાહનને થયેલા નુકસાન માટે કરવામાં આવતી ચુકવણીઓ માટે પણ કવરેજ પ્રદાન કરે છે. ઉપરાંત, તે અન્ય કેટલીક કુદરતી આપત્તિઓ જેમ કે પૂર તેમજ જંગલમાં લાગેલી આગ જેવી ઘટના જેવી કેટલીક અન્ય કુદરતી આપત્તિઓને પણ આવરી લે છે.
ઇન્શ્યોરન્સ વગરના વાહનચાલકની સુરક્ષા
માન્ય થર્ડ-પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે, પરંતુ એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી શકે છે કે જે વાહન સાથે અકસ્માત થયો છે તેનો માન્ય ઇન્શ્યોરન્સ નથી. આવા કિસ્સામાં, જવાબદારી માલિકની રહે છે. આ પૉલિસી આવા સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આવી પરિસ્થિતિઓમાં તે તમને પોતાને થયેલ નુકસાન અને તબીબી ખર્ચની ચુકવણી કરે છે.
કોલિઝન પૉલિસી
આજે જ્યારે અકસ્માત પછી કારનો ઉપયોગ કરી શકાય તેવી બનાવવા માટે થતો રિપેરીંગનો ખર્ચ કારના વર્તમાન બજાર મૂલ્ય કરતાં વધુ થાય છે, ત્યારે ઇન્શ્યોરન્સ કંપની તમને આ પૉલિસી હેઠળ કારના વર્તમાન બજાર મૂલ્યની કુલ રકમ ચુકવવામાં આવે છે.
વાહનના પ્રકારના આધારે
કોમર્શિયલ વેહિકલ
વ્યવસાય અને અન્ય વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનોને વધુ ઘસારો પહોંચે છે અને અકસ્માત થવાની સંભાવના પણ વધુ રહેલી હોય છે, અને વિવિધ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કારણે નુકસાન થવાની સંભાવના પણ વધુ રહેલી હોય છે. તેથી, એક અલગ
કમર્શિયલ વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસી આવા વાહનો માટે આવશ્યક છે.
ખાનગી/વ્યક્તિગત વાહનો
પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિગત કામ માટે ઉપયોગમાં લેવાતા વાહન સાથે ભાવનાત્મક જોડાણ હોય છે. ઉપરાંત, કમર્શિયલ વાહનોની તુલનામાં વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘણો ઓછો હોય છે. તેથી તેને અલગ કવરની જરૂર હોય છે. જો કોઈ વાહન ખાનગી ઉપયોગ માટે રજિસ્ટર્ડ હોય અને ત્યાર બાદ અકસ્માત દરમિયાન વ્યવસાયિક હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય, તો ક્લેઇમ સ્વીકારવામાં આવશે નહીં.
ઇન્શ્યોરન્સ પૉલિસીના સમયગાળાના દૃષ્ટિકોણથી
વાર્ષિક પૉલિસીઓ
સામાન્ય રીતે, તમામ પ્રકારના વાહન ઇન્શ્યોરન્સ એક વર્ષના હોય છે, એટલે કે, તે પૉલિસી શરૂ થવાની તારીખથી એક વર્ષ માટે માન્ય હોય છે. તેમને દર વર્ષે રિન્યુ કરવાની રહે છે. આવી પૉલિસીઓનું પ્રીમિયમ એક સાથે અથવા હપ્તાઓમાં ચૂકવી શકાય છે.
લાંબા ગાળાની પૉલિસીઓ
આ પૉલિસીઓનો સમયગાળો બે થી ત્રણ વર્ષનો હોય છે. વ્યવહારુ રીતે, આવી પૉલિસીઓ ખૂબ ઓછી જોવા મળે છે. જો પ્રીમિયમ એક સાથે પ્રાપ્ત થાય છે, તો તેને કવર કરવામાં આવતા તમામ વર્ષોમાં વિતરિત કરવામાં આવશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
કયા ઍડ-ઑન્સ ઉપલબ્ધ છે? શું તેઓ આમાંથી કોઈપણ પૉલિસી હેઠળ કવર કરવામાં આવે છે?
ઍડ-ઑન્સ એ કોઈપણ પૉલિસી હેઠળ ઉપલબ્ધ વધારાનું કવર છે. પૉલિસીમાં શું આવરી લેવામાં આવે છે અને શું બાકાત છે તે પૉલિસીમાં જ જણાવેલ હોય છે. તમારે કયા ઍડ-ઑન્સ લેવા તે તપાસીને નક્કી કરવાના હોય છે.
શું અમે પસંદ કરેલી પૉલિસીનો પ્રકાર બદલી શકીએ છીએ? જો હા, તો ક્યારે અને કેવી રીતે આમ કરી શકાય છે?
હા, તમે તમારા ઇન્શ્યોરન્સમાં તમે પસંદ કરેલી પૉલિસીનો પ્રકાર બદલી શકો છો. તમે તે રિન્યુઅલના સમયે કરી શકો છો, અથવા તમે જૂની પૉલિસીને સમાપ્ત કરીને નવી પૉલિસી ખરીદી શકો છો.
શું તમે વર્તમાન પૉલિસીમાં ઍડ-ઑન્સ પસંદ કરી શકો છો?
હા, તમે રિન્યુઅલના સમયે તમારી પૉલિસીમાં ઍડ-ઑન્સ ઉમેરી શકો છો. જો કે, વર્ષના મધ્યમાં તેમ કરી શકાતું નથી.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો