રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
taxi insurance guide
24 માર્ચ, 2023

કાર ઇન્શ્યોરન્સ માટે ટાયર પ્રોટેક્ટ કવરેજ

ખરીદવો કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન એ એક સરળ પ્રક્રિયા છે, જેનાથી આજકાલ મોટાભાગના કાર માલિકો સારી રીતે પરિચિત છે. તેમાંના મોટાભાગના લોકો જાણતા હોય છે કે થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ કેવી રીતે ફરજિયાત છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી તમને વધુ પ્રતિકૂળ સંભાવનાઓ સામે સુરક્ષિત કરી શકે છે. પરંતુ, જો તમે તમારી કોમ્પ્રિહેન્સિવ પૉલિસીમાં વધુ સુવિધાઓ મેળવવા માંગતા હોવ, તો તમે ઍડ-ઑન જોઈ શકો છો. આવું જ એક ઍડ-ઑન ટાયર પ્રોટેક્ટ કવર છે. આ એક પ્રકારનું કવર છે, જે તમારા ટાયર માટે સુરક્ષા પ્રદાન કરે છે, પછી તે અકસ્માતમાં અથવા પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી અન્ય કોઈપણ પરિસ્થિતિમાં નુકસાન પામે. ટાયર પ્રોટેક્ટ જેવા ઍડ-ઑન તમારી પ્રીમિયમ રકમમાં વધારો કરી શકે છે. તેથી, તમે ખરીદી કરતા પહેલાં, ખાતરી કરો કે તમે અગાઉથી ખર્ચનો ખ્યાલ મેળવવા માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર નો ઉપયોગ કરો છો. વધુમાં, તમે તેને ખરીદી શકો તે પહેલાં આ કવરની ઑફરને યોગ્ય રીતે સમજવી પણ મહત્વપૂર્ણ છે. અહીં તમને તેનો ક્લેઇમ ક્યારે અને શા માટે કરવો તે વિશે જાણવામાં મદદ મળશે.

ટાયર પ્રોટેક્ટ કવર શું છે?

ટાયર એ તમારી કારનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તમારી કારના અન્ય કોઈ પણ મોટા ભાગની જેમ વધુ નહીં પણ થોડા પ્રમાણમાં તેને નુકસાન થવાનું જોખમ રહેલું છે. જો તમારી કારને અકસ્માત થાય છે, તો તમારા ટાયરને પણ નુકસાન થવાની શક્યતા છે. એક આદર્શ પરિસ્થિતિમાં, તમારી કાર માટે અકસ્માત પછી રિપેરકામના ખર્ચને પહોંચી વળવા માટે તમારી મદદ કરવા માટે તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ કવરેજ હશે. જો કે, નિયમિત કોમ્પ્રિહેન્સિવ કવરેજ તમારી કારના ટાયરને કવર કરતું નથી. તેથી, જો તમારા ટાયરને અકસ્માતમાં નુકસાન થયું હોય અને રિપેર અથવા બદલવાની જરૂર હોય, તો તમારે તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે. આવી સ્થિતિમાં ટાયર પ્રોટેક્ટ કવર કામમાં આવે છે. આ એક ઍડ-ઑન કવર છે જેને તમે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ખરીદી શકો છો. આ ઍડ-ઑનનો એકમાત્ર હેતુ તમારા ટાયર માટે કવરેજ મેળવવાનો છે. તે પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી ઘટનામાં નુકસાનના કિસ્સામાં તમને ટાયરના રિપેર અથવા બદલવાના ખર્ચને કવર કરવામાં મદદ કરશે. કેટલાક કિસ્સાઓમાં, પૉલિસી તમારા ટાયરના રિપેર અથવા બદલવાના શ્રમ શુલ્કને પણ કવર કરી લેશે.

ટાયર પ્રોટેક્ટ કવરમાં સમાવિષ્ટ બાબતો

તમે ઍડ-ઑન સહિતની કોઈપણ પ્રકારની પૉલિસી ખરીદો તે પહેલાં, પૉલિસી શું કવર કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ પ્રદાતાઓએ શું પ્રદાન કરે છે તેના આધારે તમામ પૉલિસીઓમાં નાની નાની બાબતો અલગ-અલગ હોઇ શકે છે, અહીં ટાયર પ્રોટેક્ટ કવરમાં કેટલીક સામાન્ય રીતે સમાવિષ્ટ બાબતો પર એક નજર નાખવામાં આવી છે.
  1. નુકસાન થયેલ ટાયરને બદલે નવા ટાયર નાખવા
  2. ટાયર બદલવાના અથવા રિપેર માટે લાગુ પડતો કોઈપણ શ્રમ શુલ્ક, જેમાં તેમને ફરીથી ફીટ કરવાનો અને રિબૅલેન્સ કરવાનો સમાવેશ થાય છે.
  3. ટ્યુબને થયેલ કોઈપણ નુકસાન, જેને લીધે ટાયર વધુ ઉપયોગ માટે અયોગ્ય બને, તેને રિપેર કરવાનો ખર્ચ. આમાં ટાયર ફાટવા અને ટાયરમાં કટ લાગવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થઈ શકે છે.
આવી પૉલિસીઓ દ્વારા ઑફર કરવામાં આવતા મહત્તમ કવરેજનો સમયગાળો ચાર વર્ષ છે, જેના પછી તેમને રિન્યુ કરવાની જરૂર પડી શકે છે. સામાન્ય રીતે, તમે એક વર્ષના ન્યૂનતમ સમયગાળા માટે આ પ્રકારના કાર ઇન્શ્યોરન્સને ઑનલાઇન ખરીદી શકો છો.

ટાયર પ્રોટેક્ટ કવરમાં બાકાત બાબતો

સમાવિષ્ટ બાબતોને જાણવું જેટલું મહત્ત્વનું છે તેટલું જ મહત્વનું તમારી પૉલિસીની બાકાત બાબતોને જાણવું પણ છે. ચાલો, આ પ્રકારની પૉલિસીની કેટલીક બાકાત બાબતોને જોઈએ.
  1. પંક્ચર થયેલ ટાયરોના રિપેરિંગનો ખર્ચ
  2. લોકો અથવા સામાન સાથે કારને ઓવરલોડ કરવાને કારણે ક્ષતિગ્રસ્ત ટાયરને રિપેર અથવા બદલવાનો ખર્ચ
  3. ચોરી અથવા તોડફોડના કિસ્સાઓ (ઉદાહરણ તરીકે, જો કોઈ તમારા ટાયરમાં ચીરો પાડે)
  4. રેસ અથવા રેલીમાં તમારી કારનો ઉપયોગ કરવાને કારણે થયેલ નુકસાન માટે રિપેરનો ખર્ચ
  5. અનધિકૃત ગેરેજ દ્વારા કરવામાં આવેલી કોઈપણ સર્વિસ
  6. ઉત્પાદન ખામીને કારણે ઉદ્ભવતું કોઈપણ રિપેરકામ અથવા ફેરબદલી જેવી જરૂરિયાતો
  7. નિયમિત ટાયર સર્વિસ, જેમ કે એલાઇનમેન્ટ અને બૅલેન્સિંગ
આ કેટલીક સામાન્ય બાકાત બાબતો છે. ઇન્શ્યોરન્સ પ્રદાતા શું પ્રદાન કરે છે તેના આધારે, પૉલિસીમાં વધુ અથવા ઓછી બાકાત બાબતો પણ હોઈ શકે છે. તમે ખરીદી કરો તે પહેલાં પૉલિસીની વિગતો જોઈ જવી એ આદર્શ છે.

શું તમારે ટાયર પ્રોટેક્ટ કવર ખરીદવું જોઈએ?

આદર્શ રીતે, કોઈપણ ટાયર પ્રોટેક્ટ કવર ખરીદી શકે છે, કારણ કે તે તમને નામમાત્ર ખર્ચ પર તમારા ટાયરને સુરક્ષિત કરવાની મંજૂરી આપશે. તેમ છતાં, અહીં કેટલાક કિસ્સાઓ છે જ્યાં તમારે ચોક્કસપણે આ પ્રકારના ઍડ-ઑન કવરને ધ્યાનમાં લેવું જોઈએ.
  1. જો તમે પહાડો, ખડકાળ રસ્તાઓ વગેરે જેવા મુશ્કેલ પ્રદેશમાં રહો અથવા ત્યાં ડ્રાઇવ કરો
  2. જો તમે વારંવાર તમારી કારનો ઉપયોગ કરો છો
  3. જો તમે વારંવાર લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છો

હું ટાયર પ્રોટેક્ટ કવર કેવી રીતે ખરીદી શકું?

યાદ રાખો કે ટાયર પ્રોટેક્ટ કવર થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સસાથે ખરીદી શકાતું નથી, પરંતુ માત્ર કોમ્પ્રિહેન્સિવ પૉલિસી સાથે જ ખરીદી શકાય છે. એકવાર તમે પૉલિસીને સારી રીતે સમજી લો, પછી તમારે તેના માટે કેટલી ચુકવણી કરવી પડી શકે છે તે જાણવા માટે ઑનલાઇન કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરો. ત્યારબાદ, તમે ઑનલાઇન ખરીદી કરતી વખતે તમારો કોમ્પ્રિહેન્સિવ પ્લાન ખરીદતી વખતે આ ઍડ-ઑન ઉમેરી શકો છો. જો તેને ઑનલાઇન ખરીદવામાં આવે તો, તમે તમારા ઇન્શ્યોરન્સ એજન્ટને તે વિશે પૂછી શકો છો. ટાયર પ્રોટેક્ટ કવર જરૂરી નથી, પરંતુ તે તમને દુર્ઘટના પછી તમારા ટાયરને રિપેર અથવા બદલવાના ખર્ચથી બચાવી શકે છે, જે નોંધપાત્ર રીતે વધુ હોઈ શકે છે. પૉલિસીની વિગતો વાંચવાની ખાતરી કરો અને આ કવર હેઠળ ક્લેઇમ ક્યારે કરવો છે તે જાણો. ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે