અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Updated Traffic Fines in Maharashtra
16 નવેમ્બર, 2024

મહારાષ્ટ્રમાં ટ્રાફિકના ઉલ્લંઘન બદલ સુધારિત દંડ

ભારતના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યોમાંથી એક મહારાષ્ટ્રમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે, જેમાં દર વર્ષે નોંધપાત્ર સંખ્યામાં માર્ગ અકસ્માતો રેકોર્ડ કરવામાં આવે છે. વધતી જાનહાનિને રોકવા અને માર્ગ સુરક્ષાને સુધારવા માટે ભારત સરકારે 2019 માં મોટર વાહન અધિનિયમમાં સુધારાઓ કર્યા છે, જેના અંતર્ગત આખા દેશમાં કડક ટ્રાફિક દંડ રજૂ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રએ પ્રારંભિક વિરોધ બાદ, ડિસેમ્બર 2019 માં આ ફેરફારોને લાગૂ કર્યા, જેનો ઉદ્દેશ્ય બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને રોકવા અને સુરક્ષિત ડ્રાઇવિંગની આદતોને પ્રોત્સાહિત કરવાનો છે. આ બ્લૉગમાં, અમે મહારાષ્ટ્રમાં ટ્રાફિક ઉલ્લંઘન માટેના અપડેટેડ દંડ, તેનો વાહન ચાલકો પર પ્રભાવ અને દંડથી બચવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજીશું.

મહારાષ્ટ્રમાં ટ્રાફિકનું ઉલ્લંઘન અને દંડ

ઉલ્લંઘન દંડ વાહનનો પ્રકાર
સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ ₹1,000 ફોર-વ્હીલર
વધુ સામાન લઈ જવો પ્રથમ અપરાધ : ₹500, રિપીટ ઑફન્સ : ₹1,500 વાહનના તમામ પ્રકારો
ટૂ-વ્હીલર પર ટ્રિપલ રાઇડિંગ ₹1,000 ટૂ-વ્હીલર
નંબર પ્લેટ વગર ડ્રાઇવિંગ પ્રથમ અપરાધ : ₹500, રિપીટ ઑફન્સ : ₹1,500 વાહનના તમામ પ્રકારો
હેલ્મેટ વગર ડ્રાઇવિંગ ₹1,000 ટૂ-વ્હીલર
માઇનર ડ્રાઇવિંગ વ્હીકલ ₹25,000 વાહનના તમામ પ્રકારો
નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ પ્રથમ અપરાધ : ₹500, રિપીટ ઑફન્સ : ₹1,500 વાહનના તમામ પ્રકારો
જોખમી/રૅશ ડ્રાઇવિંગ પ્રથમ અપરાધ: ₹5,000, રિપીટ અપરાધ: ₹10,000 વાહનના તમામ પ્રકારો
ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરવું પ્રથમ અપરાધ: ₹5,000, રિપીટ અપરાધ: ₹10,000 વાહનના તમામ પ્રકારો
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો પ્રથમ અપરાધ: ₹5,000, રિપીટ અપરાધ: ₹10,000 વાહનના તમામ પ્રકારો
ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું ₹2,000 વાહનના તમામ પ્રકારો
નશાના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ ₹10,000 વાહનના તમામ પ્રકારો
રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવું ₹2,000 વાહનના તમામ પ્રકારો
ઓવર-સ્પીડિંગ એલએમવી: ₹ 1,000, મીડિયમ પેસેન્જર સામાનનું વાહન: ₹ 2,000 વાહનના તમામ પ્રકારો
વિસ્ફોટ/ઇન્ફ્લેમેબલ પદાર્થો લઈ જવું ₹10,000 વાહનના તમામ પ્રકારો
માર્ગ નિયમોનું ઉલ્લંઘન ₹1,000 વાહનના તમામ પ્રકારો
જ્યારે ડ્રાઇવ કરવા માટે માનસિક અથવા શારીરિક રીતે અયોગ્ય હોય ત્યારે ડ્રાઇવિંગ પ્રથમ અપરાધ: ₹1,000, રિપીટ અપરાધ: ₹2,000 વાહનના તમામ પ્રકારો
ઇમરજન્સી વાહનો માટે પૅસેજ ન આપવી ₹10,000 વાહનના તમામ પ્રકારો
વાહન ચલાવતા અયોગ્ય વ્યક્તિ ₹10,000 વાહનના તમામ પ્રકારો
ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ ₹2,000 વાહનના તમામ પ્રકારો
રેસિંગ પ્રથમ અપરાધ: ₹5,000, રિપીટ અપરાધ: ₹10,000 વાહનના તમામ પ્રકારો
ઓવરલોડિંગ ₹2,000 વાહનના તમામ પ્રકારો
માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ ₹5,000 વાહનના તમામ પ્રકારો
12 મહિનાથી વધુ સમય માટે અન્ય રાજ્યમાં રજિસ્ટર્ડ વાહન ચલાવવું પ્રથમ અપરાધ : ₹500, રિપીટ ઑફન્સ : ₹1,500 વાહનના તમામ પ્રકારો
વાહનના માલિકના ઍડ્રેસમાં ફેરફારની જાણ કરવામાં નિષ્ફળતા પ્રથમ અપરાધ : ₹500, રિપીટ ઑફન્સ : ₹1,500 વાહનના તમામ પ્રકારો

મહારાષ્ટ્રમાં ફોર-વ્હીલર માટે મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો

કાર ચલાવવી એ મહત્વની જવાબદારી છે. સુરક્ષાની ખાતરી કરવા માટે, તમામ ડ્રાઇવરોએ નીચેના ટ્રાફિક નિયમોનું પાલન કરવું આવશ્યક છે:

1. ગતિ મર્યાદા જાળવો

મહારાષ્ટ્રમાં કાર માટેની ઝડપ મર્યાદા હાઇવે પર 100 કિમી/કલાક અને શહેરી વિસ્તારોમાં 60 કિમી/કલાક છે. આ મર્યાદાને ઓળંગવા પર ભારે દંડ થઈ શકે છે અને અકસ્માતનું જોખમ વધી શકે છે.

2. હંમેશા સીટબેલ્ટ પહેરો

ડ્રાઇવરો અને મુસાફરો બંને માટે સીટબેલ્ટ પહેરવો ફરજિયાત છે. આનું પાલન ન કરવા પર ₹1,000 નો દંડ થઈ શકે છે.

3. માન્ય ડૉક્યૂમેન્ટ સાથે રાખો

હંમેશા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ પેપર અને પોલ્યુશન અંડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ તમારી સાથે રાખો. ડૉક્યૂમેન્ટ ન હોવાની સ્થિતિમાં દંડ ₹5,000 સુધી થઈ શકે છે.

4. નશો કરીને ડ્રાઇવિંગ કરવાનું ટાળો

દારૂ અથવા ડ્રગ્સનો નશો કરીને ડ્રાઇવિંગ કરવું એક ગંભીર અપરાધ છે. તે તમારા જીવનને તો જોખમમાં મૂકે જ છે સાથે-સાથે રસ્તા પર અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ કરવા પર ₹10,000 નો દંડ થઈ શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે.

5. ટ્રાફિકના સિગ્નલનું પાલન કરો

ટ્રાફિકના સિગ્નલને અવગણવાથી અકસ્માત થઈ શકે છે અને પ્રથમ અપરાધ માટે ₹5,000 અને ત્યારબાદના અપરાધો માટે ₹10,000 નો દંડ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ટૂ-વ્હીલર માટે મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો

ટૂ-વ્હીલરની સવારી સુવિધાજનક છે, પરંતુ તેમાં પણ કેટલીક જવાબદારીઓનું પાલન કરવું જરૂરી છે. અનુસરવા માટેના કેટલાક મુખ્ય નિયમો અહીં આપેલ છે:

1. હેલ્મેટ પહેરવું

રાઇડર અને પાછળ બેઠેલા મુસાફર, બંનેએ હંમેશાં હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ ન પહેરવા પર ₹1,000 નો દંડ થઈ શકે છે.

2. ટ્રિપલ સીટ રાઇડિંગ ટાળો

ટૂ-વ્હીલર પર પાછળની સીટ પર એકથી વધારે મુસાફર બેસાડવા ગેરકાયદેસર અને જોખમી છે. ટ્રિપલ રાઇડિંગ માટે દંડ ₹ 1,000 છે.

3. મોબાઇલ ફોનનો ઉપયોગ કરશો નહીં

રાઇડિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો માત્ર જોખમી જ નથી પરંતુ ગેરકાયદેસર પણ છે. આ અપરાધ માટે પ્રથમ વખતનો દંડ ₹ 5,000 છે.

4. માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવો

લાઇસન્સ વગર રાઇડિંગ કરવાથી ₹ 5,000 નો નોંધપાત્ર દંડ થઈ શકે છે. ખાતરી કરો કે તમારું લાઇસન્સ હંમેશા અપ-ટૂ-ડેટ હોય અને તમે જે વાહન ચલાવી રહ્યા છો તેના માટે માન્ય હોય.

5. ઓવરસ્પીડિંગ નથી

ટૂ-વ્હીલર માટે, ઓવરસ્પીડિંગને કારણે મોટર વાહનો માટે ₹1,000 અને ભારે વાહનો માટે ₹2,000 નો દંડ થઈ શકે છે.

મહારાષ્ટ્ર ટ્રાફિક દંડ: બાઇક માટે

મહારાષ્ટ્રમાં, બાઇક સંબંધિત અપરાધો માટેના દંડમાં હેલ્મેટ ન પહેરવા બદલ ₹ 1,000, ટ્રિપલ રાઇડિંગ માટે ₹ 1,000 અને પાર્કિંગના ઉલ્લંઘન માટે ₹ 500 થી ₹ 1,500 શામેલ છે. વધુમાં, દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ કરવાથી ₹ 10,000 નો દંડ થઈ શકે છે.

મહારાષ્ટ્ર ટ્રાફિક દંડ: કાર માટે

કાર માટે, તેમાં સીટબેલ્ટ ન પહેરવા બદલ ₹ 1,000, માન્ય લાઇસન્સ વગર ડ્રાઇવિંગ માટે ₹ 5,000 અને દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ માટે ₹ 10,000 સુધીનો દંડ શામેલ છે. જોખમી ડ્રાઇવિંગને કારણે પ્રથમ અપરાધ માટે ₹ 5,000 અને પુનરાવર્તિત અપરાધો માટે ₹ 10,000 નો દંડ થઈ શકે છે.

મહારાષ્ટ્ર આરટીઓ દંડ: સૌથી સામાન્ય અપરાધો

મહારાષ્ટ્રમાં ટ્રાફિકના સૌથી સામાન્ય ઉલ્લંઘનમાં ઓવરસ્પીડિંગ, સીટબેલ્ટ અથવા હેલ્મેટ ન પહેરવું, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો અને દારૂનો નશો કરીને ડ્રાઇવિંગનો સમાવેશ થાય છે. અસુરક્ષિત ડ્રાઇવિંગ આદતોને રોકવા માટે તેના ઉલ્લંઘન પર કારણે ભારે દંડ થાય છે. ઓવરસ્પીડિંગ દંડની રેન્જ ₹1,000 થી ₹2,000 સુધી હોય છે, જ્યારે સીટ બેલ્ટ અથવા હેલ્મેટનો ઉપયોગ ન કરવા પર ₹1,000 નો દંડ થઈ શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાના પુનરાવર્તિત અપરાધો માટે ₹ 10,000 સુધીનો દંડ થઈ શકે છે.

કેટલાક નૉન-કમ્પાઉન્ડેબલ અપરાધો

મહારાષ્ટ્રમાં અમુક ટ્રાફિક અપરાધોને નૉન-કમ્પાઉન્ડેબલ માનવામાં આવે છે, એટલે કે તેમને સરળ દંડમાં સેટલ કરી શકાતા નથી. આમાં માન્ય લાઇસન્સ વગર ડ્રાઇવિંગ, દારૂનો નશો કરીને ડ્રાઇવિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે અકસ્માતનો સમાવેશ થાય છે. આ અપરાધો માટે ડ્રાઇવરને અદાલતમાં હાજર થવાની જરૂર પડે છે, જ્યાં જેલ સહિત વધારે મોટો દંડ વસૂલવામાં આવી શકે છે. માર્ગ સલામતી સાથે સમાધાન ન થાય તેની ખાતરી કરવા માટે નૉન-કમ્પાઉન્ડેબલ અપરાધોને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે.

દંડની રકમ વધારવા પાછળનું કારણ

દંડમાં વધારો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને તેમ કરતાં અટકાવવામાં મદદરૂપ નિવડશે. તે ભારતના રસ્તાઓ પર સુરક્ષિત ડ્રાઇવિંગ કરવામાં પણ મદદ કરશે. દંડ તેમજ તેમાં વધારો કરવા પાછળનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો અને હરહંમેશ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે. તમામ વાહનના માલિકો અને ડ્રાઇવરો માટે, ભારે દંડથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું વધુ યોગ્ય છે. જેમને ઇ-ચલાનની ચુકવણી બાકી હોય, તેમણે મોડું ના કરતા, પહેલાં તેની ચુકવણી કરવી જોઈએ. માર્ગ સુરક્ષા અને સુવ્યવસ્થિત ટ્રાફિક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રમાં નવા ટ્રાફિક દંડ ક્યારે લાગુ કરવામાં આવ્યા હતા?

મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નવા દંડને ડિસેમ્બર 2019 માં અમલમાં મુકવામાં આવ્યા હતા મોટર વાહન અધિનિયમ. શરૂઆતમાં, ગુજરાત અને કર્ણાટક જેવા અન્ય રાજ્યો સાથે મહારાષ્ટ્રએ આવા ઉચ્ચ દંડની શક્યતા અંગેની સમસ્યાઓને કારણે આ ફેરફારોનો પ્રતિકાર કર્યો હતો. જો કે, માર્ગ અકસ્માતો અને મૃત્યુની વધતી સંખ્યા સાથે, રાજ્ય સરકારે સુરક્ષિત ડ્રાઇવિંગ આદતોને પ્રોત્સાહન આપવા અને માર્ગ દુર્ઘટનાઓને ઘટાડવા માટે સુધારેલા દંડને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો.

શું મહારાષ્ટ્રમાં ટ્રાફિક સંબંધિત દંડમાં ઘટાડો થયો છે?

હા, મહારાષ્ટ્રમાં ટ્રાફિકના કેટલાક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, લાઇસન્સ વગર ડ્રાઇવિંગ માટે દંડમાં ₹ 5,000 થી ₹ 1,000 અને અન્ય પ્રકારના વાહનો માટે ₹ 2,000 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ઇમરજન્સી વાહનોને બ્લૉક કરવા માટેનો દંડ ₹ 10,000 થી ₹ 1,000 સુધી ઘટાડવામાં આવ્યો છે. જો કે, વધુ પડતી સ્પીડમાં અને દારૂનો નશો ડ્રાઇવિંગ જેવા કેટલાક અપરાધોમાં ખતરનાક ડ્રાઇવિંગને રોકવા માટે દંડમાં વધારો જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રમાં ટ્રાફિક દંડનું કલેક્શન

2023 માં, મહારાષ્ટ્રએ ટ્રાફિક દંડથી નોંધપાત્ર આવક એકત્રિત કરી છે, જે ₹320 કરોડથી વધુની રકમ છે. આ કલેક્શન ઑન-ધ-સ્પૉટ દંડ, ઑનલાઇન ચુકવણીઓ અને ટ્રાફિક પોલીસ સ્ટેશન પર ચુકવણી સહિત વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉચ્ચ કલેક્શન રાજ્યમાં ટ્રાફિક નિયમોના સખત અમલીકરણને હાઇલાઇટ કરે છે અને આ નિયમોનું ઉલ્લંઘન કરવા સામે એક નિવારણ તરીકે કાર્ય કરે છે.

મહારાષ્ટ્રમાં ઇ-ચલણ કેવી રીતે ચેક કરવું અને ઑનલાઇન ચુકવણી કરવી?

તમે પરિવહન વેબસાઇટ અથવા મહારાષ્ટ્ર રાજ્ય ઇ-ચલાન ચુકવણી પોર્ટલ દ્વારા તમારા ઇ-ચલાનની સ્થિતિ તપાસી શકો છો અને દંડની ઑનલાઇન ચુકવણી કરી શકો છો. કોઈપણ બાકી ચલણની સ્થિતિ જોવા માટે માત્ર તમારો વાહન નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરો. ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે. વૈકલ્પિક રીતે, તમે ઇ-ચલાન મશીન અથવા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સજ્જ ટ્રાફિક પોલીસ અધિકારીને તમારા દંડની ચુકવણી રોકડમાં કરી શકો છો.

મહારાષ્ટ્રમાં ટ્રાફિક સંબંધિત દંડથી કેવી રીતે બચવું

દંડથી બચવા માટે કેટલીક ટિપ્સ અહીં જણાવેલ છે:
  1. મોટર વાહનના બધા ડૉક્યૂમેન્ટ યોગ્ય છે અને તમારી પાસે ઉપલબ્ધ છે તેની ખાતરી કરો. ડૉક્યૂમેન્ટ હાથવગા રાખવા તે સારું છે.
  2. કાર ચલાવતી વખતે હંમેશા સીટબેલ્ટ પહેરી રાખો. આગળની સીટમાં બેઠેલા પેસેન્જરે પણ સીટબેલ્ટ પહેરવો જરૂરી છે. ટૂ-વ્હીલરના કિસ્સામાં, ચાલક તેમજ પાછળ બેઠેલ વ્યક્તિ એમ બંને વ્યક્તિએ હેલ્મેટ પહેરવી જરૂરી છે. માત્ર બાઇક ઇન્શ્યોરન્સ ધરાવવો ઉપયોગી નથી, સાવચેતીના પગલાં લેવા તે પણ જરૂરી છે.
  3. કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરો અથવા ફોન પર વાત ન કરો. જો કૉલ મહત્વપૂર્ણ હોય, તો વાહનને એક બાજુ ઊભું રાખો અને પછી કૉલ કરો.
  4. ટ્રાફિકના નિયમોને અનુસરો અને હોર્ન વગાડવાનું પ્રમાણ ઓછું કરો.
  5. દારૂના પ્રભાવ હેઠળ વાહન ન ચલાવો.
  6. વાહનની ગતિ મર્યાદિત રાખો. પૂરઝડપે વાહન ચલાવવાથી માત્ર ડ્રાઇવરની સુરક્ષા પર જ નહીં પરંતુ રસ્તાઓ પર જઈ રહેલ અન્ય લોકોની સુરક્ષા પર પણ અસર થાય છે. વાહનોને ઓવરટેક કરવાનું ટાળો. પગપાળા જઈ રહેલા લોકોને રસ્તો ઓળંગવા દો.
  7. યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. જો તમારી પાસે કાર હોય તો કાર ઇન્શ્યોરન્સ અથવા ટૂ-વ્હિલર માટે બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવાનો વિચાર કરો. ઇન્શ્યોરન્સ કવરેજ આર્થિક મુશ્કેલીના સમયે તકલીફ નહીં, પરંતુ રક્ષણ આપવાનું કાર્ય કરે છે.

તારણ

માર્ગ સુરક્ષા કોઈપણ ઉંમર અથવા જાતિ પૂરતી મર્યાદિત નથી. માર્ગ સુરક્ષા સૌને માટે છે. એક જવાબદાર નાગરિક તરીકે, આપણે સૌએ માર્ગ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમો આપણી સુરક્ષા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તમારી પાસે ટૂ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર હોય, પણ નિયમોનું પાલન કરવું અને ભારે દંડથી બચવું મહત્વપૂર્ણ છે. યાદ રાખો, તમે સામાન્ય ઝડપે પણ તમારું કામ પૂર્ણ કરી શકો છો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો. આ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને અને અપડેટેડ દંડ વિશે જાગૃત રહીને, મોટર ચાલકો ભારે દંડથી તો બચી જ શકે છે, સાથે-સાથે સુરક્ષિત રસ્તાઓ બનાવવામાં પણ યોગદાન આપી શકે છે. જેઓ અણધારી ઘટનાઓ સામે સુરક્ષિત કરવા માટે વિશ્વસનીય મોટર ઇન્શ્યોરન્સ શોધી રહ્યા છે તેમના માટે, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની મહારાષ્ટ્રના રસ્તાઓ પર તમને સુરક્ષિત રાખવા માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્લાન ઑફર કરે છે. માહિતગાર રહો, સુરક્ષિત ડ્રાઇવ કરો અને જવાબદાર બનો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

મહારાષ્ટ્રમાં ટ્રાફિકના સૌથી સામાન્ય ઉલ્લંઘન શું છે?

ટ્રાફિકના સૌથી સામાન્ય ઉલ્લંઘનમાં ઓવરસ્પીડિંગ, લાઇસન્સ વગર ડ્રાઇવિંગ, સીટબેલ્ટ અથવા હેલ્મેટ પહેરવા અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો શામેલ છે.

શું ટ્રાફિક દંડ મારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરી શકે છે?

હા, વારંવાર ટ્રાફિકના ઉલ્લંઘનને કારણે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ થઈ શકે છે કારણ કે ઇન્શ્યોરર તમને ઉચ્ચ-જોખમી ડ્રાઇવર તરીકે જોવે છે.

જો મને ભૂલથી ટ્રાફિક દંડ થયો હોય તો મારે શું કરવું જોઈએ?

જો તમને ભૂલથી ટ્રાફિક દંડ થયો હોય, તો તમે તેની સામે અધિકૃત Parivahan વેબસાઇટ પર વાંધો ઉઠાવી શકો છો અથવા સમસ્યાને સ્પષ્ટ કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ સાથે ટ્રાફિક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો.

અન્ય રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્રમાં ટ્રાફિક દંડ કેવી રીતે અલગ હોય છે?

મહારાષ્ટ્રએ સંશોધિત મોટર વાહન અધિનિયમ મુજબ, અન્ય ઘણા રાજ્યોની જેમ જ દંડ અમલમાં મૂક્યો છે. જો કે, કેટલાક દંડ રાજ્ય-વિશિષ્ટ નિયમો અને અમલીકરણ પ્રથાઓના આધારે થોડા અલગ હોઈ શકે છે. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ *ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે