કોરોનાવાઇરસ મહામારીની બીજી લહેરની શરૂઆતમાં, વાહનના માલિકો માટે તેમના વિવિધ વાહન ડૉક્યૂમેન્ટની માન્યતાને રિન્યુ કરાવવી એ પડકારજનક કામ હતું. આ કટોકટીને જોતાં, માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (MoRTH) કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989 અને મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ આવરી લેવામાં આવેલા ડૉક્યૂમેન્ટના વિસ્તરણ સંબંધિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિવેદન મોકલવામાં આવ્યું કર્યું હતું. તેથી, નીચે ઉલ્લેખિત તમામ ડૉક્યૂમેન્ટ, જો તેમની માન્યતા 1 ફેબ્રુઆરી 2021 ના રોજ સમાપ્ત થઈ ગઈ હોય અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં સમાપ્ત થઈ રહી હોય, તો તે 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે.
- રોડ ફિટનેસ સર્ટિફિકેટ
- પરમિટ (બધા પ્રકારની)
- ડ્રાઇવિંગ લાઇસન્સ (DL)
- રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)
- અન્ય સંબંધિત ડૉક્યૂમેન્ટ
કૃપા કરીને નોંધ કરો કે વાહનના ડૉક્યૂમેન્ટની લંબાવવામાં આવેલ માન્યતાને કારણે વાહન ઇન્શ્યોરન્સના રિન્યુઅલની તારીખની સમય મર્યાદામાં કોઈ ફેર પડતો નથી. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે MoRTH નો આ વિસ્તરણનો નિયમ કોઈપણ વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી પર લાગુ પડતો નથી. આનો અર્થ એ પણ છે કે દરેક
મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની માન્યતા ચાલુ રાખવા માટે પૉલિસીને તેમની સંબંધિત રિન્યુઅલ તારીખ મુજબ રિન્યુ કરાવવાની રહેશે. જો તમારી પાસે બાઇક છે, તો તમારી પાસે એક બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જરૂરી છે જે તમને આ સામે સુરક્ષિત કરે છે:
- પર્સનલ એક્સિડન્ટ કવર
- બાઇકની ચોરી અથવા ઘરફોડી
- કુદરતી આપત્તિઓથી નુકસાન
- માનવ-નિર્મિત આપત્તિઓથી નુકસાન
- તમારી બાઇકથી થયેલ થર્ડ-પાર્ટી નુકસાનની જવાબદારી
- બાઇકના પરિવહનને કારણે થતું આર્થિક નુકસાન
- ચોરાયેલી બાઇકને કારણે થતું આર્થિક નુકસાન
તેથી, જો તમે હજુ સુધી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી નથી અથવા તમારી પૉલિસીને રિન્યુ કરવાની બાકી છે, તો તમે તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ બજાજ આલિયાન્ઝના કૉન્ટૅક્ટલેસ
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ અને ખરીદીનો વિકલ્પ પસંદ કરી શકો છો. ઑનલાઇન પૉલિસી ખરીદવાની પ્રક્રિયા દરમિયાન કોઈપણ મુશ્કેલી માટે તમે ઇમેઇલ અથવા ફોન દ્વારા ગ્રાહક સહાય ટીમનો સંપર્ક કરી શકો છો. ઑનલાઇન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની જેમ, એક વિકલ્પ છે
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન. સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, તમારી પાસે દરરોજ માન્ય કાર ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. કાર ઇન્શ્યોરન્સ ભવિષ્યની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિઓ સામે ફોર-વ્હીલરને સુરક્ષિત કરવાનું સાધન છે. તે ઇન્શ્યોરન્સ કંપની અને કારના માલિક વચ્ચેના કોન્ટ્રાક્ટના સ્વરૂપમાં હોય છે. તે થર્ડ-પાર્ટી લાયેબિલિટી અને વ્યાપક પૉલિસી, એમ બંનેને કવર કરે છે. કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના મૂળભૂત ફાયદા આ મુજબ છે:
- કૅશલેસ ક્લેઇમ
- પર્સનલ એક્સિડન્ટ કવર
- નુકસાન/નુકસાની સુરક્ષા
- કોઈપણ શારીરિક નુકસાન સામે અનલિમિટેડ થર્ડ-પાર્ટી કવર
હવે વાહનના ડૉક્યૂમેન્ટ અને ઇન્શ્યોરન્સ પૉલિસીની માન્યતા સંબંધિત માહિતી જાણ્યા બાદ, એક સ્માર્ટ નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. તમારા ટૂ-વ્હીલર અથવા ફોર-વ્હીલર માટે સૌથી વ્યાજબી અને લાભદાયી ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો અને નિશ્ચિંત બનો. જો તમને મોટર વાહનના ડૉક્યૂમેન્ટ અથવા ઇન્શ્યોરન્સના વિસ્તરણ સંબંધિત કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને નીચે આપેલ કૉમેન્ટ વિભાગ દ્વારા અમારો સંપર્ક કરો. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો