ભારતમાં વાહન ઇન્શ્યોરન્સ એ કાનૂની જરૂરિયાત છે. દેશમાં રજિસ્ટર્ડ તમામ વાહનો માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે, જેમાં ન્યૂનતમ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું જોઈએ. જો તમે કવરેજ વધારવા માંગતા હોવ, તો કોમ્પ્રિહેન્સિવ પૉલિસી એક વૈકલ્પિક અપગ્રેડ તરીકે ઉપલબ્ધ છે. કેટલાક વર્ષો પહેલાં, આ ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયા મુખ્યત્વે ઑફલાઇન પદ્ધતિ પર કેન્દ્રિત થયેલ હતી. દેશમાં ઝડપથી થઈ રહેલા ડિજિટાઇઝેશન સાથે, લોકોની વધતી જતી પસંદગી મુજબ તેઓ
મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી રહ્યા છે. વાહન ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદતી વખતે તમારી પાસે હોવી જોઈએ તેવી કેટલીક વિગતો અહીં આપેલ છે -
- તમારી સંપૂર્ણ વ્યક્તિગત વિગતો.
- ઍડ્રેસ અને ફોટો ઓળખના પુરાવાઓ.
- મોડેલ, મેક અને અન્ય રજિસ્ટ્રેશન માહિતી જેવી વાહનની વિગતો.
- અગાઉની ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો, જો કોઈ હોય.
- ઑનલાઇન વાહન ઇન્શ્યોરન્સ ચુકવણીની સુવિધા માટે પસંદગીની ચુકવણીની વિગતો.
વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણી કરવાના પગલાં
-
સંશોધન અત્યંત મહત્વપૂર્ણ છે
જેમ તમે મોબાઇલ ફોન અથવા લૅપટૉપ ખરીદતા પહેલાં સંશોધન કરો છો, તે જ રીતે, તમારે વાહન ઇન્શ્યોરન્સની ચુકવણી કરતા પહેલાં સંશોધન કરવું જોઈએ. એવા ઇન્શ્યોરન્સ પ્રદાતાને પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે, જે માત્ર ખરીદી અથવા રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન જ સહાય પ્રદાન ના કરે, પરંતુ વેચાણ પછી પણ શ્રેષ્ઠ સહાય પ્રદાન કરે. વધુમાં, સંશોધન દ્વારા માત્ર યોગ્ય વિશેષતાઓ ધરાવતી પૉલિસી જ નહીં, પરંતુ વ્યાજબી ખર્ચ પર તે પસંદ કરવામાં સહાયતા મળે છે.
-
ઇન્શ્યોરન્સ પ્લાનનો પ્રકાર પસંદ કરવો
એકવાર ઉપલબ્ધ વિવિધ પ્લાન પર પર્યાપ્ત સંશોધન કર્યા પછી, તમે તમારી પસંદગીની પૉલિસીને શૉર્ટલિસ્ટ કરી શકો છો. મૂળભૂત રીતે મોટર ઇન્શ્યોરન્સ પ્લાનની બે વિસ્તૃત કેટેગરી છે - થર્ડ-પાર્ટી / લાયેબિલિટી-ઓન્લી પ્લાન અને કોમ્પ્રિહેન્સિવ પ્લાન. લાયેબિલિટી-ઓન્લી પ્લાન હેઠળ કવરેજ થર્ડ-પાર્ટીના નુકસાન સુધી મર્યાદિત હોય છે, તેથી તમે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પસંદ કરી શકો છો, જેમાં કાર અથવા
બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સંપૂર્ણ કવરેજ પ્રદાન કરે છે.
-
તમારી વિગતો જણાવો
એકવાર તમારી પસંદગીની પૉલિસી નક્કી થઈ જાય પછી, અગાઉથી હાથવગી રાખેલી વિગતો દાખલ કરો. તમે પ્રથમ વાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી રહ્યા છો કે રિન્યુ કરી રહ્યા છો તેના આધારે વિવિધ વિગતો માંગવામાં આવશે. તેથી, ખાતરી કરો કે તમે કોઈ ભૂલ ના કરો કારણ કે આ વિગતો વાહન ઇન્શ્યોરન્સની કુલ ઑનલાઇન ચુકવણીને પ્રભાવિત કરશે.
-
આઇડીવી નિર્ધારિત કરવી અને યોગ્ય ઍડ-ઑનની ખરીદી કરવી
જો તમે પસંદ કરેલ હોય કોમ્પ્રિહેન્સિવ બાઇક /
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન, તો તમારી પાસે આઇડીવી નિર્ધારિત કરવાનો વિકલ્પ છે. આઇડીવી અથવા ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ એ મહત્તમ રકમ છે, જે ઇન્શ્યોરન્સ કંપની તમારા વાહનને થયેલ સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં ચૂકવે છે. વધુમાં, કોમ્પ્રિહેન્સિવ પ્લાનમાં તેમની આઇડીવીને કોઈ ચોક્કસ રેન્જની અંદર ઍડજસ્ટ કરી શકાય છે. પરંતુ યાદ રાખો કે જ્યારે તમે આઇડીવીમાં વધારો કે ઘટાડો કરો છો, તે સીધા તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અસર કરે છે. એકવાર તમારી આઇડીવી નક્કી થઈ ગયા પછી, તમે ઝીરો-ડેપ્રિશિયેશન કવર, 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર, કન્ઝ્યૂમેબલ્સ કવર, એન્જિન પ્રોટેક્શન કવર વગેરે જેવા વિવિધ ઍડ-ઑનમાંથી કોઈ પસંદ કરી શકો છો. આ તમામ અતિરિક્ત કવર છે અને તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્લાન ઉપરાંત છે, તેથી તેઓ વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણીની કુલ રકમ પર અસર કરે છે.
-
તમારી પસંદગીની ચુકવણીની પદ્ધતિ દ્વારા ડીલ પૂર્ણ કરવી
તમારી પૉલિસીની તમામ વિશેષતાઓ નક્કી કર્યા પછી, તમે વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન ચુકવણી માટે આગળ વધી શકો છો. તમારી ખરીદી પૂર્ણ કરવા માટે, વર્તમાનમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ સુવિધા જેવા ઘણા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. આ ચુકવણી વિકલ્પોમાં નવો ઉમેરો એ યૂપીઆઇ સુવિધા છે. એક સાદા વર્ચ્યુઅલ પેમેન્ટ ઍડ્રેસ સાથે, તમે ચુકવણી પૂર્ણ કરી શકો છો. એકવાર તમે તમારા મોટર ઇન્શ્યોરન્સ માટે ઑનલાઇન ચુકવણી સફળતાપૂર્વક કરો પછી, ઇન્શ્યોરન્સ કંપની તમને પૉલિસી ડૉક્યૂમેન્ટ સાથે એક સ્વીકૃતિ પહોંચ મોકલશે. આ રીતે તમે તમારી જરૂરિયાતોના આધારે યોગ્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરી શકો છો. યાદ રાખો કે ભલે ઇન્શ્યોરર તમને પૉલિસીની સૉફ્ટ કૉપી ઇમેઇલ કરે છે, પરંતુ તમારે તેને પ્રિન્ટ કરીને તમારી સાથે રાખવી જોઈએ. ઇન્શ્યોરન્સ એ વિનંતીનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો