રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What Do You Need to Know- Knock-for-Knock Agreement?
16 નવેમ્બર, 2021

તમારે શું જાણવાની જરૂર છે- નૉક-ફૉર-નૉક એગ્રીમેન્ટ?

ઘણીવાર જ્યારે આપણે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી વિશે વાત કરીએ છીએ, ત્યારે મુખ્યત્વે બે શબ્દોની ચર્ચા કરવામાં આવે છે - થર્ડ-પાર્ટી કવર અને ઓન ડેમેજ. મોટર વાહન અધિનિયમ મુજબ, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ભારતમાં તમામ મોટર વાહનો માટે ફરજિયાત છે. જો અકસ્માત, માનવ-નિર્મિત અથવા કુદરતી આપત્તિઓ, ચોરી અથવા સંપૂર્ણ નુકસાનને કારણે તમારા મોટર વાહનને કોઈપણ નુકસાન થાય છે તો ઓન ડેમેજ કવર મદદ કરે છે. જ્યારે તમારી કારને તમારી કોઈપણ ભૂલ વગર નુકસાન થાય છે ત્યારે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ઉપયોગી છે. રિપેરનો ખર્ચ અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવર દ્વારા ઉઠાવવામાં આવશે. થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ, ક્લેઇમ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશન પર એફઆઇઆર નોંધાવો. વાંક અન્ય પાર્ટીનો હતો તેમ તમારે સાબિત કરવાનું રહેશે. આ પ્રક્રિયા કંટાળાજનક અને લાંબી હોઈ શકે છે. તેથી, મોટાભાગના લોકો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ક્લેઇમ કરતા નથી. તો પછી શું કરવું, એવું વિચારી રહ્યા છો? તો આવા સમયે નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ ઉપયોગી નિવડે છે. તેના વિશે સાંભળ્યું નથી? વધુ જાણવા માટે આગળ વાંચો

મોટર ઇન્શ્યોરન્સમાં નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ વિશે તમામ માહિતી

જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ભારતમાં એકબીજા સાથે વાર્ષિક ધોરણે એગ્રીમેન્ટ કરવાનો હોય છે. શરતો મુજબ, જો બંને પક્ષો ઓન ડેમેજ કવર ધરાવે છે, તો ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા નુકસાન માટે ચુકવણી કરવામાં આવે છે. એટલે કે જ્યારે વાંક ચાલકનો હોય ત્યારે થર્ડ-પાર્ટી કવરનો ઉપયોગ ન કરવો. આને નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ દ્વારા નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ બનાવવામાં આવેલ છે. જીઆઇસીની રચના 2001 માં આઇઆરડીએઆઇ દ્વારા કરવામાં આવી હતી, જે ભારતની તમામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દકોશની વ્યાખ્યા અનુસાર તે જણાવે છે કે, ‘વાહન ઇન્શ્યોરન્સ કંપની વચ્ચેનો એગ્રીમેન્ટ કે જેમાં દરેક ઇન્શ્યોરર તેના દ્વારા ઇન્શ્યોર્ડ વાહનને થયેલ નુકસાન માટે, દોષિત ઠરાવ્યા વિના, ચુકવણી કરે છે’.

ભારતમાં નૉક ફૉર નૉક એગ્રીમેન્ટનો ફાયદો

નૉક ફૉર નૉક એગ્રીમેન્ટના ફાયદા જાણવા માટે નીચેના ટેબલ પર એક નજર કરો:

પૉલિસીધારક માટે

ઇન્શ્યોરર માટે

નુકસાનના ઝડપી રિપેરીંગ માટે થયેલા ખર્ચને રિકવર કરે છે થર્ડ-પાર્ટી ક્લેઇમને મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલમાં લઈ જતી વખતે ઉદ્ભવતા કોઈપણ અનિચ્છનીય વિલંબને ટાળવો
તે સુવિધાજનક છે, કારણકે થર્ડ-પાર્ટી ક્લેઇમ ધીમા અને કંટાળાજનક હોય છે તેમાં સમયની બચત થાય છે અને કૉસ્ટ-ઇફેક્ટિવ છે
ડિસ્ક્લેમર: નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ ફરજિયાત નથી, પરંતુ ઇન્શ્યોરન્સ કંપનીઓ વચ્ચેની સમજણનું પરિણામ છે.

શું નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ હેઠળ કશું બાકાત લાગુ પડે છે?

નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ હેઠળ બાકાત બાબતોની સૂચિ નીચે આપેલ છે :
  • તે રેલવે અથવા ટ્રામવે પર લાગુ પડશે નહીં.
  • કોઈપણ પાર્ટી દ્વારા જારી કરાયેલ, વ્યાપક કરતાં ઓછું હોય તેવા કોઈપણ કવર માટે પૉલિસી દ્વારા કવર કરવામાં આવેલ નુકસાન/ખોટ પર લાગુ પડતું નથી.
  • તે માત્ર પૉલિસીમાં ઉલ્લેખિત ભૌગોલિક સ્થાનોમાં ઉદ્ભવતી દુર્ઘટનાઓ/અકસ્માતો પર લાગુ પડશે.

સો વાતની એક વાત

નૉક ફૉર નૉક એગ્રીમેન્ટ સ્વૈચ્છિક છે. ગ્રાહકો પાસે થર્ડ-પાર્ટી ક્લેઇમ કરવાનો વિકલ્પ છે. જો ગ્રાહક ઓન ડેમેજ કવરનો ઉપયોગ કરવા માંગે છે, તો 'નો ક્લેઇમ બોનસ' જાળવવામાં આવતું નથી. એક મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી એ ભારતમાં વાહન ચલાવતી વખતે ખૂબ મહત્વની છે. દરેક નિર્ણયનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે