એનસીબી શું છે અને કઈ પરિસ્થિતિઓમાં તે લાગુ પડે છે અને તે વાહનના માલિકને કેવી રીતે લાભ આપે છે?
એનસીબી એ 'નો ક્લેઇમ બોનસ'નું ટૂંકું નામ છે. જો પાછલા પૉલિસી વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે તો પૉલિસીધારક તરીકે વાહન માલિકને એનસીબી આપવામાં આવે છે. તે વાહન માલિકને ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટકાવારીમાં મળતું ડિસ્કાઉન્ટ છે. જો તમારી પાસે એનસીબી છે, તો તમે ઓન ડેમેજ પ્રીમિયમ પર 20-50% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એનસીબી તમને તમારા
4 વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ (ઓડી પ્રીમિયમ) પર બચત કરવામાં મદદ કરે છે. અહીં આપેલ ચાર્ટ સતત વર્ષોની સંખ્યાના આધારે ઓન ડેમેજ (ઓડી) પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ દર્શાવે છે, જેના માટે તમારા દ્વારા કોઈ ક્લેઇમ દાખલ કરવામાં આવ્યો નથી.
ઓડી પ્રીમિયમ પર 20% ડિસ્કાઉન્ટ |
ઇન્શ્યોરન્સના અગાઉના સંપૂર્ણ વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી |
ઓડી પ્રીમિયમ પર 25% ડિસ્કાઉન્ટ |
ઇન્શ્યોરન્સના સતત 2 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી |
ઓડી પ્રીમિયમ પર 35% ડિસ્કાઉન્ટ |
ઇન્શ્યોરન્સના સતત 3 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી |
ઓડી પ્રીમિયમ પર 45% ડિસ્કાઉન્ટ |
ઇન્શ્યોરન્સના સતત 4 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી |
ઓડી પ્રીમિયમ પર 50% ડિસ્કાઉન્ટ |
ઇન્શ્યોરન્સના સતત 5 વર્ષ દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં આવ્યો નથી અથવા બાકી નથી |
એનસીબી મારા પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે? નો ક્લેઇમ બોનસ તમારા પ્રીમિયમને ક્રમશઃ ઘટાડવાની એક શ્રેષ્ઠ રીત છે. ઉદાહરણ તરીકે, નીચે આપેલ ટેબલ નીચેની પરિસ્થિતિઓમાં છ વર્ષથી વધુ સમયથી રૂ.3.6 લાખની કિંમતની મારુતિ વેગન આર માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ દર્શાવે છે:
- પરિસ્થિતિ 1:જ્યારે કોઈ ક્લેઇમ કરવામાં આવતો નથી અને નો ક્લેઇમ બોનસ અર્જિત કરેલ છે, લાગુ પડે એ મુજબ
- પરિસ્થિતિ 2:જ્યારે દર વર્ષે ક્લેઇમ કરવામાં આવે છે
આઇડીવી |
પરિસ્થિતિ 1 (એનસીબી સાથે) |
પરિસ્થિતિ 2 (એનસીબી વગર) |
વર્ષ |
મૂલ્ય રૂ. માં |
એનસીબી % |
પ્રીમિયમ |
એનસીબી % |
પ્રીમિયમ |
વર્ષ 1 |
3,60,000 |
0 |
11,257 |
0 |
11,257 |
વર્ષ 2 |
3,00,000 |
20 |
9,006 |
0 |
11,257 |
વર્ષ 3 |
2,50,000 |
25 |
7,036 |
0 |
9,771 |
વર્ષ 4 |
2,20,000 |
35 |
5,081 |
0 |
9,287 |
વર્ષ 5 |
2,00,000 |
45 |
3,784 |
0 |
9,068 |
વર્ષ 6 |
1,80,000 |
50 |
2,814 |
0 |
8,443 |
જો તમે કોઈપણ વાહન પર નો ક્લેઇમ બોનસ મેળવો છો, તો તમે તેને સમાન પ્રકારના નવા વાહન પર ટ્રાન્સફર કરી શકો છો (ફોર-વ્હીલરથી ફોર-વ્હીલર, ટૂ-વ્હીલરથી ટૂ -વ્હીલર). આ રીતે, તમે તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ચુકવવાપાત્ર પ્રથમ પ્રીમિયમ (જ્યારે તે સૌથી વધુ હોય ત્યારે) પર 50% સુધીનું ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો જે તમારા નવા વાહન માટે
2 વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી પર પણ લાગુ પડે છે.
ચાલો એક ઉદાહરણથી સમજીએ: ધારો કે તમે નવી હોન્ડા સિટી ખરીદો છો, જેની કિંમત રૂ.7.7 લાખ છે. સામાન્ય પરિસ્થિતિઓમાં, પ્રથમ વર્ષ માટે તેના ઇન્શ્યોરન્સ માટે ચુકવવાપાત્ર ઓન ડેમેજ પ્રીમિયમ રૂ.25,279 હોવું જોઈએ. જો કે, જો તમે તમારા જૂના વાહનના 50% નો ક્લેઇમ બોનસ (મહત્તમના કેસમાં) ને હોન્ડા સિટીમાં ટ્રાન્સફર કરવા માંગો છો, તો તમે પ્રથમ વર્ષમાં ઓન ડેમેજ પ્રીમિયમ તરીકે રૂ.12,639 ની ચુકવણી કરશો, આમ પ્રીમિયમનો ખર્ચ 50% સુધી ઘટાડશો.
શું મારું નો ક્લેઇમ બોનસ સમાપ્ત થઈ શકે છે? જો હા, તો શા માટે? નીચેના કિસ્સાઓમાં તમારું એનસીબી જપ્ત કરી શકાય છે:
- જો પૉલિસીના સમયગાળા દરમિયાન ક્લેઇમ કરવામાં આવે છે, તો તમે સંબંધિત વર્ષમાં કોઈપણ એનસીબી માટે પાત્ર રહેશો નહીં.
- જો 90 દિવસથી વધુ સમય સુધી ઇન્શ્યોરન્સ સમયગાળામાં કોઈ બ્રેક હોય, એટલે કે જો તમે તમારી હાલની પૉલિસી પર સમાપ્તિની તારીખના 90 દિવસની અંદર ઇન્શ્યોરન્સ ન લો, તો તમે એનસીબી મેળવશો નહીં.
શું હું જૂના વાહનમાંથી નવા વાહનમાં એનસીબી ટ્રાન્સફર કરી શકું? તમે એનસીબીને તમારા જૂના વાહનથી નવા વાહન માટે ટ્રાન્સફર કરી શકો છો જો તે બંને વાહન સમાન ક્લાસના અને સમાન પ્રકારના હોય તો. ટ્રાન્સફર કરવા માટે, નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખો:
- જ્યારે તમે તમારા જૂના વાહનને વેચો છો ત્યારે ખાતરી કરો કે માલિકી ટ્રાન્સફર કરવામાં આવી છે અને ઇન્શ્યોરન્સ હેતુઓ માટે આરસી બુક માં નવી એન્ટ્રીની ફોટોકોપી કરી તમારી પાસે રાખો.
- એનસીબી સર્ટિફિકેટ મેળવો. તમારી ઇન્શ્યોરન્સ કંપનીને ડિલિવરી નોટની એક કૉપી મોકલો અને એનસીબી સર્ટિફિકેટ અથવા હોલ્ડિંગ લેટર આપવા માટે જણાવો. આ લેટર ત્રણ વર્ષ માટે માન્ય હોય છે.
- જ્યારે તમે નવું વાહન ખરીદો ત્યારે તમારા નવા વાહનની પૉલિસીમાં એનસીબી ટ્રાન્સફર કરવામાં આવે છે.
કૃપા કરીને એનસીબી વિશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ નોંધો
- જો તમે ક્લેઇમ ફાઇલ કરો છો તો એનસીબી શૂન્ય થઈ જાય છે
- એક જ પ્રકારના વાહનના સબસ્ટિટ્યુશનના કિસ્સામાં એનસીબી નવા વાહનમાં ટ્રાન્સફર કરી શકાય છે
- માન્યતા – પૉલિસીની સમાપ્તિની તારીખથી 90 દિવસ
- એનસીબીનો ઉપયોગ 3 વર્ષની અંદર કરી શકાય છે (જ્યારે હાલનું વાહન વેચાય છે અને નવું વાહન ખરીદવામાં આવે છે)
- નામ ટ્રાન્સફરના કિસ્સામાં એનસીબી રિકવરી કરી શકાય છે
રિન્યૂઅલ દરમિયાન બહેતર ડીલ માટે
બાઇક ઇન્શ્યોરન્સમાં એનસીબી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એનસીબી મેળવવાના પગલાં વિશે વધુ જાણો.
No Claim Bonus ranges between 20% and 50%, if you do not file a claim with your two wheeler insurance policy for
If the policy is renewed within 90 days, you are eligible for the benefit of NCB. NCB or No Claim Bonus is the discount offered by insurance company for not making any claims in the year. It is a great way of progressively reducing your car insurance premium. Read more about No Claim Bonus and its Benefits.