અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is PA Cover In Bike Insurance
1 એપ્રિલ, 2021

બાઇક ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડેન્ટ (પીએ) કવર શું છે?

રસ્તાઓ મહત્વપૂર્ણ પણ છે અને જોખમી પણ છે. દુર્ઘટના ક્યારે થશે તે આપણે જાણતા નથી. તેથી, આપણાં માટે આકસ્મિક ઘટના માટે ઇન્શ્યોરન્સ પૉલિસી જેવા પ્લાન હોવા જરૂરી છે. ઇન્શ્યોરન્સ પૉલિસી તમને થયેલ નુકસાનને આવરી લેવાની સાથે સાથે તમારા વાહનને થયેલા નુકસાનને પણ કવર કરે છે. જ્યારે વાત આવે છે બાઇક ઇન્શ્યોરન્સની ત્યારે તમારી પાસે તે હોવું અત્યંત જરૂરી છે. એક કાર, જ્યાં શારીરિક નુકસાનની સંભાવના ઓછી હોય છે, તેનાથી વિપરીત. એક બાઇક પર તમને કાર કરતાં વધુ ઈજાઓ થવાની શક્યતા રહેલી છે. હવે, તમે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી રહ્યા હોવ કે કોમ્પ્રિહેન્સિવ પૉલિસી, તમારી બાઇક ઇન્શ્યોરન્સમાં પીએ કવરનો સમાવેશ કરો. તમારામાંથી કેટલાક બાઇક ઇન્શ્યોરન્સમાં પીએ કવર શું છે તે જાણવા વિશે ઉત્સુક હશે? આ વિશે તમામ માહિતી અહી આપેલ છે!!  

બાઇક ઇન્શ્યોરન્સમાં પીએ કવર શું છે?

જો તમને રસ્તા પર અકસ્માત થાય છે, તો સ્પષ્ટ છે કે તમને, તમારી બાઇક અને થર્ડ પાર્ટીને નુકસાન પહોંચશે. તમારા કારણે થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવે છે, પછી તે વ્યક્તિને થયેલ ઈજા હોય કે વાહનને થયેલ નુકસાન. આમાં તમને થયેલા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવશે નહીં. બીજી તરફ, કોમ્પ્રિહેન્સિવ પૉલિસી તમને અથવા થર્ડ પાર્ટીને થયેલા તમામ નુકસાનને કવર કરે છે. અહીં પર્સનલ એક્સિડેન્ટ કવર મદદે આવે છે. જો પર્સનલ એક્સિડેન્ટ કવર ઇન્શ્યોરન્સ પૉલિસીનો ભાગ હોય, તો બાઇકના ડ્રાઇવર અથવા માલિકને આવી પરિસ્થિતિઓમાં કવર પ્રાપ્ત થશે:  
  • અકસ્માતમાં મૃત્યુ
  • અકસ્માતમાં કાયમી આંશિક અપંગતા
  • અકસ્માતમાં કાયમી સંપૂર્ણ અપંગતા
  આ દ્વારા નિશ્ચિત કરેલ ચોખ્ખી કવર રકમ Insurance Regulatory and Development Authority of India 15 લાખ છે. આ માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ આશરે રુ.750 છે. નોંધ: પીએ કવર માત્ર માલિક-ડ્રાઇવરને લાગુ પડે છે.   તમને પર્સનલ એક્સિડેન્ટ કવરમાં મળવાપાત્ર રકમ વિશે માહિતી:  
પરિસ્થિતિ કવરની રકમ (% માં)
મૃત્યુ 100%
કાયમી સંપૂર્ણ વિકલાંગતા 100%
2 અંગો અથવા બે આંખો ગુમાવવી, એક અંગ અને એક આંખ બંને ગુમાવવી 100%
એક અંગ અથવા એક આંખ ગુમાવવી 50%
 

શું પ્રીમિયમની રકમ નિશ્ચિત છે?

પ્રીમિયમની રકમ (₹750) એ નિશ્ચિત રકમ નથી. જો તમે એક બંડલ્ડ કવર કરતાં સ્વતંત્ર પીએ કવર ખરીદવાનું નક્કી કરો છો, તો તે રકમ વધી શકે છે. તમારી બાઇક માટે અનબન્ડલ પર્સનલ એક્સિડેન્ટ કવર મોંઘું પડી શકે છે.  

જો પિલિયન રાઇડરને ઇજા થાય તો શું થશે?

જો તમારી પાછળ કોઈ બેઠું છે અને તમે વાહન ચલાવી રહ્યા છો અને તેમને અકસ્માતમાં ઇજા થાય છે, તો તેઓને તમારા પર્સનલ એક્સિડેન્ટ કવરમાં આવરી લેવામાં આવશે નહીં. પરંતુ, જો તમે પિલિયન રાઇડરને કવર કરવા માટે તમારી પૉલિસીમાં ઍડ-ઑન પસંદ કરો છો, તો તમારી પાછળ બેઠેલા તમારા મિત્ર અથવા પરિવારના સભ્યને પણ પૉલિસીમાં કવર કરી લેવામાં આવશે. તમારે આ માટે થોડું વધુ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. તમારા પીએ કવરમાં આ ઍડ-ઑનનો સમાવેશ કરવાથી તમને મળતું મહત્તમ વળતર લગભગ 1 લાખ રહેશે.  

તમે પીએ કવર ક્યારે મેળવી શકતા નથી?

બાઇક ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડેન્ટ કવર માત્ર આ સુધી મર્યાદિત નથી; તેમાં કેટલીક એવી પરિસ્થિતિઓ પણ છે જેમાં તમને જણાવવામાં આવેલ વળતર પ્રાપ્ત થશે નહીં. અહીં કેટલીક પરિસ્થિતિઓ છે જેમાં નુકસાનને આવરી લેવામાં આવશે નહીં:  
  • ઇરાદાપૂર્વકની ઈજાઓ અને આત્મહત્યા.
  • નશાના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરતી વખતે થયેલી ઈજાઓ.
  • ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ડ્રાઇવિંગ કરતી વખતે થયેલી ઈજાઓ.
  • સ્ટન્ટ જેવા કાયદા વિરુદ્ધના કાર્ય કરતી વખતે થયેલી ઈજાઓ.
 

પેઇડ રાઇડર માટે બાઇક ઇન્શ્યોરન્સમાં પર્સનલ એક્સિડેન્ટ કવર શું છે?

ફૂડ ડિલિવરી, બાઇક સર્વિસ વગેરે જેવા ઘણા બિઝનેસને વ્યવસાયિક હેતુઓ માટે રાઇડરની જરૂર પડે છે. કર્મચારી વળતર અધિનિયમ, 1923 મુજબ, તમામ સંસ્થાઓ જે તેમના વ્યવસાય માટે રાઇડરને કામે રાખે છે, તેઓ તેમના રાઇડરને પર્સનલ એક્સિડેન્ટ કવર પ્રદાન કરી શકે છે. તેમના રાઇડર દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર બાઇક માટે પીએ કવર ખરીદવું પડશે. જો રાઇડરનું મૃત્યુ થાય છે અથવા કાયમી અથવા થોડા સમય માટે અપંગતાનો સામનો કરે છે તો આ કવર પ્રદાન કરે છે.  

શું તમારે પીએ કવર ખરીદવું જરૂરી છે?

મોટર વાહન અધિનિયમ, 1988 બાઇકના માલિકો માટે બાઇક માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ અને તેમના વાહનો માટે પીએ કવર ફરજિયાત બનાવે છે. જોકે હાલમાં શરતોમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે:  
  1. જો તમે તમારા વાહન માટે પહેલેથી જ 15 લાખનું પર્સનલ કવર ધરાવો છો, તો તમે નવું પીએ કવર મેળવવામાંથી મુક્તિ મેળવી શકો છો.
  2. જો તમારી બાઇક માટે પીએ કવર ધરાવો છે, તો નવી બાઇક માટે તમારે નવું કવર ખરીદવાની જરૂર નથી.
  નોંધ: જો તમારી પાસે બે વાહનો હોય તો પણ તમે માત્ર એક પીએ કવર લઈ શકો છો.  

પીએ કવર શા માટે ખરીદવું?

તમારા માટે પીએ કવર ખરીદવાના ઘણા ફાયદા છે, જેમ કે:  
  1. મૃત્યુ થાય તો તમારા પરિવારને આર્થિક સહાય મળશે.
  2. તબીબી ખર્ચ અને કાયમી અપંગતાની સ્થિતિમાં આવકના નુકસાન માટે આર્થિક સહાય.
 

ક્લેઇમ કેવી રીતે કરવો?

કવરનો ક્લેઇમ માલિક, ડ્રાઇવર અથવા નૉમિનીને આપવામાં આવશે. તેના માટે ક્લેઇમ કરવાનો રહેશે. જો ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો નૉમિનીએ ક્લેઇમ કરવો પડશે. તમે અહીં જણાવ્યા પ્રમાણે કરી શકો છો:  
  1. ઘટના વિશે ઇન્શ્યોરરને જાણ કરો.
  2. એફઆઈઆર નોંધાવો અને ઘટના બન્યાની સાબિતી માટે કેટલાક સાક્ષીઓ રજૂ કરો (આ બંને બાબતો ક્લેઇમની પ્રક્રિયા માટે જરૂરી છે).
  3. તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ અને ફોટા જોડીને ક્લેઇમ ફોર્મ ભરો.
  4. તમામ આવશ્યક ડૉક્યૂમેન્ટ સબમિટ કરો અને મંજૂરીની રાહ જુઓ.
  નોંધ: ક્લેઇમ ઑનલાઇન ફાઇલ કરીને જલ્દી વળતર મેળવો.   આ હતી બાઇક ઇન્શ્યોરન્સમાં પીએ કવર વિશે સમજૂતી!!  

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. આકસ્મિક મૃત્યુના ઉદાહરણો શું છે?
બાઇક ઇન્શ્યોરન્સ કંપનીઓ મુજબ, શ્વાસ રુંધાવાથી, ડૂબી જવાથી, મશીનરીથી, કાર ક્રેશ થવાથી, કારના લપસી જવાથી અથવા અન્ય કોઈપણ પરિસ્થિતિ કે જે નિયંત્રણ બહારની હોય તેમાં થયેલ મૃત્યુને આકસ્મિક મૃત્યુ ગણવામાં આવશે.  
  1. શું હાર્ટ અટૅકને પર્સનલ એક્સિડેન્ટ તરીકે આવરી લેવામાં આવે છે?
હા, જો કોઈ વ્યક્તિને અકસ્માત દરમિયાન હાર્ટ અટૅક આવે છે, તો તેઓ પર્સનલ એક્સિડેન્ટ ક્લેઇમ કરી શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે