તાજેતરમાં, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના બીજા સૌથી મોટા શહેર પુણેમાં ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂણેના ટ્રાફિક પોલીસ વિભાગે અકસ્માતની સંખ્યા અને તેના પરિણામે થતા મૃત્યુની સંખ્યા ઓછી કરવાના હેતુથી આ નિયમ લાગુ કર્યો છે. પોલીસ વિભાગ દ્વારા આ ખૂબ જ વિચારપૂર્વકનું પગલું છે, ત્યારે લોકો હજુ પણ હેલ્મેટ ન પહેરવા માટે વિવિધ (મોટાભાગે વાહિયાત) કારણો દર્શાવે છે જેમ કે:
- હેલ્મેટને કારણે અસુવિધા થાય છે
- બાઇક ન ચલાવતા હોય તે સમયે હેલ્મેટ સંભાળવી મુશ્કેલ છે
- હેલ્મેટ પહેરવાથી વાળ બગડી જાય છે
પરંતુ આ કારણો તમારા મૂલ્યવાન જીવનની તુલનામાં નગણ્ય છે. મધ્યકાલીન યુગથી હેલ્મેટ અસ્તિત્વમાં છે. જો કે, અગાઉના સમયમાં તેનો ઉપયોગ લશ્કર પૂરતો મર્યાદિત હતો. સમયની સાથે હેલ્મેટની ડિઝાઇન અને ઉપયોગ બદલાતા ગયા. તેનો ઉપયોગ હવે રમતો રમતી વખતે ખેલાડીઓના માથાને સુરક્ષિત કરવા માટે અને વાહન ચાલકને સુરક્ષિત કરવા માટે પણ કરવામાં આવે છે. હેલ્મેટનું મહત્વ આજના સમય સાથે વધુ અનુરૂપ છે કારણ કે રસ્તાઓ પર વાહનો ખૂબ ઝડપથી દોડી રહ્યા છે અને અકસ્માત થવાની શક્યતા ખૂબ જ વધુ છે. ઉપરાંત, ભારતીય રસ્તાઓના સતત સમારકામ અને વિકાસથી અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે.
તમારા ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે હેલ્મેટ પહેરવાનું મહત્વ:
- હેલ્મેટને કારણે માથાની ઈજાઓ ઓછી કરી શકાય છે -- હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં તમારા માથાને થતી અસર ઓછી કરી શકાય છે. તમારા ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે જો અકસ્માત થાય અને જો તમે હેલ્મેટ પહેરેલ ના હોય, તો પરિણામે માથાની ગંભીર ઈજાઓ થવાની ખૂબ જ સંભાવના રહેલી છે. જો વાહન અથડાય તે સમયે તમે હેલ્મેટ પહેરેલ નથી, તો તેના કારણે મગજની બાહ્ય તેમજ આંતરિક ઈજાઓ થઈ શકે છે, જે તમારા જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. આમ, તમારા જીવનને સુરક્ષિત કરવા માટે તમારે હેલ્મેટ પહેરવી જોઈએ.
- હેલ્મેટ તમારી આંખોને સુરક્ષા પૂરી પાડે છે – તમારા ચહેરાને સંપૂર્ણપણે આવરે તેવી હેલ્મેટ, જો અકસ્માત થાય, તો તમને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. આ પ્રકારની હેલ્મેટ તમારું ટૂ-વ્હીલર ચલાવતી વખતે ધૂળ અને હાઈ બીમ લાઇટ્સ સામે તમારી આંખોને સુરક્ષિત કરે છે. ઉપરાંત, આ હેલ્મેટની ડિઝાઇન તમને ડ્રાઇવિંગ કરતી વખતે મહત્તમ સાઇટ રેન્જ પૂરી પાડે છે.
- હેલ્મેટ વાહનનું સારું નિયંત્રણ સુનિશ્ચિત કરે છે – એવું જોવામાં આવે છે કે હેલ્મેટ પહેરવાથી તમારી બાઇક ચલાવતી વખતે તમારા ધ્યાનમાં સુધારો થાય છે. તમે તમારા ટૂ-વ્હીલરને ચલાવતી વખતે હેલ્મેટ પહેરતી વખતે વધુ સાવચેત રહો છો અને તમારી ઝડપને નિયંત્રિત કરો છો. આને કારણે અકસ્માતની શક્યતા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.
- હેલ્મેટ તમને ઠંડી હવા સામે સુરક્ષિત કરે છે – હેલ્મેટ પહેરવાથી તે તમારા માથાની સાથે સાથે તમારા કાનને પણ કવર કરે છે. સુરક્ષાના આ સ્તરને કારણે તમારા કાનમાં ઠંડો પવન પ્રવેશી શકતો નથી અને આમ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને ઠંડા હવામાનમાં બીમાર પડતાં રોકે છે. ઉપરાંત, અંદરની નક્કર ગાદીને કારણે તાપમાન ઘટે છે જેને કારણે ઉનાળામાં હેલ્મેટ પહેરવાથી તમને ઠંડક મળી રહે છે.
- હેલ્મેટ તમને દંડથી બચાવે છે – હેલ્મેટ પહેરવાનું ફરજિયાત હોવાને કારણે, હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા લોકોને દંડિત કરવા માટે ટ્રાફિક પોલીસ એકદમ સતર્ક છે. આમ તમારે ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવી જોઈએ અને ભારે દંડથી બચવું જોઈએ અને તમારો ડ્રાઇવિંગ રેકોર્ડ ખરાબ થતા બચાવવો જોઈએ.
હેલ્મેટ ખરીદવાની ટિપ્સ
- બાઇક પર સવારી કરનાર તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રાઇવર તેમજ પિલિયન રાઇડર માટે હેલ્મેટ ખરીદો.
- હંમેશા ફુલ-ફેસ હેલ્મેટ ખરીદો કારણ કે તે તમારા સંપૂર્ણ ચહેરાને કવર કરે છે અને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
- હેલ્મેટની પણ એક્સપાયરી ડેટ હોય છે. આમ, તમારે દર 3-5 વર્ષે નવી હેલ્મેટ ખરીદવી જોઈએ.
- તમારી બાઇક ચલાવતી વખતે સ્પષ્ટ જોઈ શકાય તે માટે તમારા હેલ્મેટના કાચને નિયમિતપણે સાફ કરો.
- કોઈ અકસ્માતને કારણે નુકસાન થયા પછી તરત જ નવી હેલ્મેટ ખરીદો.
આ નવા વર્ષમાં, ટૂ-વ્હીલરની સવારી કરતી વખતે હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા કરવા અમે તમને વિનંતી કરીએ છીએ. આ મેસેજને ફેલાવવા માટે તમારા સોશિયલ મીડિયા હેન્ડલનો ઉપયોગ કરો. અન્ય સલામતી માપદંડ કે જેને તમે અપનાવી શકો છો તે છે
બાઇક માટે ઇન્શ્યોરન્સ પૉલિસીની ખરીદી, જે તમને અને/અથવા વાહનને કોઈપણ અકસ્માતમાં અથવા કુદરતી આપત્તિઓને કારણે નુકસાન થાય તો તમારા ફાઇનાન્સની કાળજી લે છે. વધુ જાણવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો.
*સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
The question itself very important. In rural areas people not following rules for safety measures. Thanks for highlighting this information to save thousands of life.