અંગ્રેજી

Claim Assistance
Get In Touch
What is CC of Bike?
19 માર્ચ, 2023

બાઇકમાં ક્યુબિક કેપેસિટી (સીસી) નું મહત્વ

ટૂ-વ્હીલર ખરીદવું મૂંઝવણભર્યું હોઈ શકે છે. યોગ્ય ટૂ-વ્હીલર ખરીદતી વખતે તમારે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવાના હોય છે, અને શક્ય છે કે તેના લીધે તમને મૂંઝવણ ઊભી થઈ શકે છે. વળી, દરેક લોકો ટૂ-વ્હીલરની ખરીદી બાદ તેનો અલગ અલગ હેતુ માટે ઉપયોગ કરે છે. કેટલાક શહેરની અંદરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરે છે, જ્યારે સાહસિક વૃત્તિના લોકો પરફોર્મન્સ મોટર સ્પોર્ટ્સ માટે તે ખરીદે છે. ખરીદતી વખતે ડિઝાઇન, પાવર આઉટપુટ, વજન, એવા કેટલાક પરિબળો તપાસવામાં આવે છે. આવું એક પરિબળ છે ક્યુબિક કેપેસિટી, જેને ઘણીવાર સંક્ષિપ્તમાં "સીસી" કહેવામાં આવે છે.

બાઇકમાં સીસી શું છે?

બાઇકની ક્યુબિક કેપેસિટી અથવા સીસી એ એન્જિનનું પાવર આઉટપુટ દર્શાવે છે. ક્યુબિક કેપેસિટી એ એન્જિનના ચેમ્બરનું વોલ્યૂમ છે. જેમ કેપેસિટી વધુ, તેમ હવા અને ઇંધણના મિશ્રણની ક્વૉન્ટિટી વધુ હોય છે. હવા અને ઇંધણ મિશ્રણનું આ મોટું કમ્પ્રેશન વધુ પાવર આઉટપુટ આપે છે. વિવિધ બાઇકમાં 50 સીસીથી શરૂ કરીને અમુક સ્પોર્ટ્સ ક્રુઝરમાં 1800 સીસી સુધીની વિવિધ કેપેસિટી ધરાવતા એન્જિન હોય છે. એન્જિનની આ ક્યુબિક કેપેસિટી તે એન્જિન ટોર્ક, હોર્સપાવર અને માઇલેજના સંદર્ભમાં કેટલું આઉટપુટ ઉત્પન્ન કરી શકે છે તે સમજવા માટેનું એક નિર્ણાયક પરિબળ છે. એટલું જ નહીં, પરંતુ તે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ પર પણ અસર કરે છે.

બાઇકમાં સીસીની ભૂમિકા શું છે?

બાઇકની ક્યુબિક કેપેસિટી એ બાઇકના એન્જિનની પાવર આઉટપુટ કેપેસિટી દર્શાવે છે. તે તમારી બાઇકના એન્જિનના ચેમ્બરનું વોલ્યૂમ છે. વધુ સીસી એટલે વધારે ક્વૉન્ટિટીમાં હવા અને ઇંધણનું મિશ્રણ થવા માટે અને બહેતર આઉટપુટ ઉત્પન્ન કરવા માટે વધુ વોલ્યૂમ.

ભારતમાં કોઈ બાઇક મહત્તમ કેટલા સીસીની હોઈ શકે છે?

500 સીસી સુધીની બાઇકને સાધારણ લાઇસન્સ સાથે ચલાવી શકાય છે. 500 કરતાં વધુ સીસી ધરાવતી બાઇક માટે, અલગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.

બાઇકમાં ઉચ્ચ સીસીનો લાભ શું છે?

ઉચ્ચ સીસી ધરાવતી બાઇકનો અર્થ એન્જિનમાં હવા અને ઇંધણનું વધુ મિશ્રણ, જેના કારણે પાવરફુલ આઉટપુટ ઉત્પન્ન થાય છે.

તમારી બાઇકના સીસી તેના પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે?

બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી એક જ પરિબળના આધારે કરવામાં આવતી નથી, પરંતુ ઘણા પરિબળો ભેગા મળીને કરવામાં આવે છે, અને બાઇકની ક્યુબિક કેપેસિટી તેમાંનું એક પરિબળ છે. આ જ કારણે તમે સમાન ટૂ-વ્હીલરના માલિકોને તેમના વાહન માટે અલગ અલગ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવતા જોયા હશે. તમે બે પ્રકારના બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદી શકો છો - થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ. એક થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવર એ તમામ બાઇક માલિકો માટે ન્યૂનતમ જરૂરિયાત છે જેમાં તે થર્ડ-પાર્ટીની ઈજાઓ અને સંપત્તિના નુકસાનને કવર કરે છે. આમ, આ પ્લાન માટેના પ્રીમિયમને રેગ્યુલેટર, આઇઆરડીએઆઇ (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ આઇઆરડીએઆઇ એ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત કરવા માટે વાહનની ક્યુબિક ક્ષમતાના આધારે સ્લેબ દરો નિર્ધારિત કર્યા છે. નીચે આપેલ ટેબલ વિસ્તૃત વિગતો પ્રદાન કરે છે –
બાઇકની ક્યુબિક કેપેસિટી માટેના સ્લેબ ટૂ-વ્હીલર માટે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ખર્ચ
75 cc સુધી ₹ 482
75 સીસી થી વધુ અને 150 સીસી સુધી ₹ 752
150 સીસી થી વધુ અને 350 સીસી સુધી ₹1193
350 સીસીથી વધારે ₹2323
  કોમ્પ્રિહેન્સિવ કવરમાં કવરેજ થર્ડ-પાર્ટીના નુકસાન સુધી મર્યાદિત નથી હોતું, પરંતુ પોતાને થયેલા નુકસાનને પણ કવર કરી લે છે. આ રીતે, પ્રીમિયમ માત્ર વાહનની ક્યુબિક કેપેસિટી પર જ નહીં પરંતુ અન્ય ઘટકો પર પણ આધારિત છે. અહીં કેટલાક પરિબળો આપેલ છે જે કોમ્પ્રિહેન્સિવ પ્લાનના પ્રીમિયમ પર અસર કરે છે.
  • પ્રીમિયમ નિર્ધારિત કરવામાં બાઇકનું મોડેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિવિધ મેન્યુફેક્ચરર્સના વિવિધ મોડેલોની કિંમત અલગ-અલગ હોય છે, તેથી ઇન્શ્યોરર દ્વારા લેવામાં આવતું રિસ્ક પણ અલગ-અલગ હોય છે.
  • ત્યારબાદ, એન્જિનની કેપેસિટી જેમ વધુ, તેમ રિપેરીંગનો ખર્ચ વધુ થતો હોવાથી તેનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધુ હશે.
  • સ્વૈચ્છિક કપાત એ બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતું એક પરિબળ છે. દરેક ઇન્શ્યોરન્સ ક્લેઇમ સાથે નજીવી રકમ ચૂકવવાની રહે છે. આ રકમ સ્ટાન્ડર્ડ કપાત તરીકે ઓળખાય છે. પરંતુ સ્ટાન્ડર્ડ કપાત સિવાય તમે સ્વૈચ્છિક કપાત પસંદ કરી શકો છો, જેમાં ઇન્શ્યોરન્સ ક્લેઇમની કેટલીક રકમ તમે ચૂકવવાનું પસંદ કરો છો. આમ કરવાથી તમે તમારા બાઇક ઇન્શ્યોરન્સના પ્રીમિયમની રકમમાં ઘટાડો કરી શકો છો.
કોમ્પ્રિહેન્સિવ કવરના પ્રીમિયમની ગણતરી અમારા બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર તરત જ. હમણાં જ તેનો પ્રયત્ન કરો! તદુપરાંત, નો-ક્લેઇમ બોનસ, તમારી બાઇકના સુરક્ષા ઉપકરણો અને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઍડ-ઑન એવા કેટલાક પરિબળો છે, જે પણ પ્રીમિયમને અસર કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું સીસી બાઇકની સ્પીડને અસર કરી શકે છે?

સીસી બાઇકની સ્પીડને અસર કરતી નથી, પરંતુ તે લાંબા ગાળે બાઇકના એકંદર પરફોર્મન્સને અસર કરે છે.
  1. સીસી બાઇકની કિંમતને કેવી રીતે અસર કરે છે?

વધુ પાવર અને ટોર્ક ઉત્પન્ન કરવા માટે મોટા એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે વધુ સીસી ધરાવતી બાઇકની કિંમત વધુ હોય છે.
  1. શું 1000 સીસી ધરાવતી બાઇકને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સની જરૂર છે?

હા, આ મુજબ મોટર વાહન અધિનિયમ  1988 ના, દરેક વાહનનો થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ દ્વારા ઇન્શ્યોરન્સ લેવો જરૂરી છે.  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે