અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Which Type of Insurance Is Best For Bike?
31 માર્ચ, 2021

બાઇક માટે કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે: કોમ્પ્રિહેન્સિવ કે થર્ડ પાર્ટી?

ભારતના મોટા ભાગના લોકો દૈનિક મુસાફરી માટે મુખ્યત્વે ટૂ-વ્હિલર વાહનોનો ઉપયોગ કરે છે. બાઇક દ્વારા ઝડપી અને ટ્રાફિકમાં વધુ સારી રીતે મુસાફરી કરી શકાય છે, પરંતુ ફોર-વ્હિલરની સરખામણીમાં તેને અકસ્માત થવાની શક્યતા વધુ રહેલી છે. તેથી, તમારી પાસે તમારી બાઇકનો ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં, તમે તમારા ઇન્શ્યોરર પાસેથી સંપૂર્ણ લાભ મેળવી શકો. આ ઉપરાંત, તમારી બાઇક માટે ઇન્શ્યોરન્સ ખરીદવો એ કાયદાની દ્રષ્ટિએ પણ જરૂરી છે. ભારતીય મોટર કાયદા અનુસાર તમારા વાહન માટે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર હોવું ફરજિયાત છે, અને ન હોય તો તમને દંડ થઈ શકે છે. ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આપત્તિઓ, અકસ્માતો અને ચોરી જેવા આર્થિક જોખમો સામે સુરક્ષિત કરતો એક નોંધપાત્ર વિકલ્પ છે. જો કે, બાઇક માટે કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે? તે અંગે લોકો હંમેશા મૂંઝવણ અનુભવે છે. મુખ્યત્વે બે પ્રકારના ઇન્શ્યોરન્સ છે, અને આ લેખમાં બંને ઇન્શ્યોરન્સ પૉલિસીઓના મુખ્ય પાસાઓને કવર કરવામાં આવશે, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં સહાયભૂત બનશે. ચાલો, શરૂ કરીએ!

થર્ડ-પાર્ટી વર્સેસ કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

કોમ્પ્રિહેન્સિવ અને થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ વચ્ચેનો મૂળભૂત તફાવત તેમના કવરેજના લાભોનો છે. થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે, જ્યારે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ વધુ વિસ્તાર ધરાવે છે અને તમારી બાઇકને થયેલા કોઈપણ નુકસાન સાથે થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ એવા ઍડ-ઑન લાભોની શ્રેણી પણ ઑફર કરે છે જે તમને અકસ્માતના કિસ્સામાં મોટી રકમની બચત કરવામાં મદદ કરી શકે છે.

થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સની વિશિષ્ટતાઓની તુલના

નીચે આપેલ ટેબલ તમને બાઇક માટે કયો ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે - કોમ્પ્રિહેન્સિવ કે થર્ડ પાર્ટી? તેની વ્યાપક સમજણ પ્રદાન કરશે
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ
તે શું છે? આ ઇન્શ્યોરન્સ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટી વાહનને થયેલા નુકસાનને કવર કરે છે. આ ઇન્શ્યોરન્સ પૉલિસી ઓન-ડેમેજ કવર અને થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે.
તે શું કવર કરે છે? તેનું કવરેજ મર્યાદિત છે. તેમાં, ઇન્શ્યોરર આકસ્મિક ઘટનાના કિસ્સામાં તમારા દ્વારા થર્ડ-પાર્ટી વાહનને થયેલા નુકસાનને જ કવર કરશે. આ વધુ વ્યાપક ઇન્શ્યોરન્સ પ્લાન છે. તે તમારા વાહનને નુકસાન, ખોટ અને ચોરી સામે કવર કરશે. ઇન્શ્યોરર દ્વારા અકસ્માતમાં શામેલ બંને પક્ષોને થયેલા તમામ નુકસાનની ચુકવણી કરવામાં આવશે.
ઍડ-ઑન દુર્ભાગ્યે, આ પૉલિસી માત્ર થર્ડ-પાર્ટીના વાહનને થયેલા નુકસાનના ખર્ચને કવર કરે છે. આ પૉલિસી રિટર્ન ટુ ઇનવૉઇસ, ઝીરો-ડેપ્રિશિયેશન અને રોડસાઇડ આસિસ્ટન્સ જેવા અનેક ઍડ-ઑન પ્રદાન કરે છે.
કિંમત આ પૉલિસીનું પ્રીમિયમ પણ ઓછું છે. આ પૉલિસીનું પ્રીમિયમ હંમેશા થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કરતાં વધુ હોય છે.
કયો ખરીદવો? જો તમારી બાઇક જૂની છે અને તમે ભાગ્યે જ બાઇક ચલાવો છો તો તમારે આ વિકલ્પ પસંદ કરવો જોઈએ. આ એક અત્યંત ફંક્શનલ પૉલિસી છે, અને જો તમે નવી બાઇક ખરીદી છે તો તમારે તે જ ખરીદવી જોઈએ. ઉપરાંત, જો તમે બાઇકનો નિયમિતપણે અને ઘણો ઉપયોગ કરો છો, તો તમે તે ખરીદી શકો છો.

બંને ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના લાભો અને મર્યાદાઓ શું છે?

એ ખૂબ જ સ્પષ્ટ છે કે કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ કરતાં વધુ મહત્વનો છે. તેમ છતાં, તેની સાથે સંકળાયેલ ખર્ચને કારણે, કયા પ્રકારનો ઇન્શ્યોરન્સ બાઇક માટે શ્રેષ્ઠ છે, અને શું કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પર વધુ પૈસા ખર્ચ કરવા યોગ્ય છે, તે અંગે તમારા મનમાં સંઘર્ષ ચાલી શકે છે. તો ચાલો, આપણે બંને પૉલિસીઓના કેટલાક યોગ્ય મુદ્દાઓ અને ખામીઓ વિશે સમજીએ.

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સની યોગ્યતાઓ

  • તે તમારી બાઇકના નુકસાનને કવર કરે છે.
  • તે તમને કોઈપણ થર્ડ-પાર્ટી જવાબદારીઓ સામે સુરક્ષિત કરે છે.
  • તે તમને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ (IDV) જે તમારી બાઇકનું વર્તમાન બજાર મૂલ્ય છે.
  • તે કુદરતી આપત્તિઓ દ્વારા થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે.
  • જો તમારી બાઇક ચોરાઈ જાય છે, અને જો તમે રિટર્ન ટુ ઇનવૉઇસ કવર ધરાવો છો, તો તમે રોડ ટૅક્સ પર કરવામાં આવેલ ખર્ચ સાથે તમારી બાઇકની છેલ્લી ઇનવૉઇસ વેલ્યૂનો ક્લેઇમ કરી શકો છો.
  • તમે અકસ્માત દ્વારા તમને થયેલા કોઈપણ વ્યક્તિગત નુકસાન માટે વળતર મેળવી શકો છો.

કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સની ખામીઓ

  • તેને માટે થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કરતાં નોંધપાત્ર રીતે વધુ ચુકવણી કરવાની રહે છે.
  • તે બાઇકના નિયમિત ઘસારાને કવર કરતું નથી.
  • આ પૉલિસી તમારી બાઇકના વાર્ષિક ડેપ્રિશિયેશનને કવર કરતી નથી.
તેનાથી વિપરીત, નીચે આપેલ છે યોગ્યતાઓ અને મર્યાદાઓ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી કવર:

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની યોગ્યતાઓ

  • અકસ્માતના કિસ્સામાં થર્ડ-પાર્ટી વાહનને થયેલા નુકસાનથી થયેલા ખર્ચ સામે આ પૉલિસી તમને સુરક્ષિત કરશે.
  • કાયદા પ્રમાણે આ ઇન્શ્યોરન્સ ફરજિયાત હોવાથી, જો તમારી પાસે આ પૉલિસી છે, તો તમારે કોઈ ભારે બાઇક ઇન્શ્યોરન્સ દંડ ચુકવવાની જરૂર નથી.

થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની ખામીઓ

  • આ પૉલિસી તમારી બાઇકને થયેલા નુકસાનને કવર કરશે નહીં.
  • જો તમારી પાસે આ ઇન્શ્યોરન્સ હોય તો તમે તમારી આઇડીવીને કસ્ટમાઇઝ કરી શકતા નથી.
  • જો તમારી બાઇક ચોરાઈ જાય છે તો પૉલિસી દ્વારા તમને વળતર આપવામાં આવશે નહીં.

વારંવાર પૂછાતા પ્રશ્નો

  1. શું કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ કૅશલેસ રિપેર ઑફર કરે છે?
તેનો આધાર તમે જે ઇન્શ્યોરન્સ કંપની પાસેથી પૉલિસી ખરીદી રહ્યા છો તેની પર રહેલો છે. જોકે, મોટાભાગના ઇન્શ્યોરર તેમની કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કૅશલેસ વિકલ્પો પ્રદાન કરે છે.
  1. મારી ઇન્શ્યોરન્સ પૉલિસીને કઈ શરતો હેઠળ રદ માનવામાં આવશે?
જો તમે નશો કરીને વાહન ચલાવી રહ્યા છો, માન્ય લાઇસન્સ વગર સવારી કરી રહ્યાં છો અથવા તમારી પોતાની બેદરકારીને નુકસાન થાય છે તો તમને તમારી પૉલિસી હેઠળ કોઈ વળતર આપવામાં આવશે નહીં.

તારણ

કયો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે - કોમ્પ્રિહેન્સિવ કે થર્ડ પાર્ટી, તેનો સંક્ષિપ્તમાં જવાબ શું છે? તો તેનો સંપૂર્ણ આધાર તમારી જરૂરિયાતો પર છે. જો તમે હમણાં જ નવી બાઇક ખરીદી છે અથવા ફુલ-ટાઇમ રાઇડર છો, તો કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ એ યોગ્ય વિકલ્પ છે. તેનાથી વિપરીત, જો તમારી બાઇક જૂની છે અને તમે ઇન્શ્યોરન્સ પર ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા માંગો છો, તો તમે થર્ડ-પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ સોલિસિટેશનનો વિષય છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે