રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Key Features of Travel Insurance
2 નવેમ્બર, 2024

તમારે જાણવા જેવી ટ્રાવેલ ઇન્શ્યોરન્સની 5 મુખ્ય વિશેષતાઓ

મુસાફરી આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. લોકો આનંદ માટે, વ્યવસાય માટે અથવા શિક્ષણ માટે પહેલાં કરતાં વધુ મુસાફરી કરી રહ્યા છે! આને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સાથે સાથે વિમાન કંપની દ્વારા સામાન ખોવાઈ જવો અથવા બીમાર પડવું વગેરે જેવા મુસાફરી સંબંધિત જોખમોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી, જો તમે વિદેશમાં કોઈપણ અણધારી પરિસ્થિતિઓમાં અટવાઈ ગયા હોવ, તો તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે બધું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સની આ 5 મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરો અને કટોકટીના સમયે થતી મૂંઝવણથી બચો. તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ:

1. તમારી તમામ મેડિકલ ઇમરજન્સી કવર કરતો હોવો જોઈએ

દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ કોઈપણ સમયે બની શકે છે, અને તે સ્વાસ્થ્ય સંબંધિત હોવાની સંભાવના વધુ છે. આવી પરિસ્થિતિમાં તમારા પરિવાર સાથે વિદેશમાં ફસાયેલા હોવાની કલ્પના કરો. તમે તમારા ઇન-પેશન્ટ અને આઉટ-પેશન્ટ તબીબી ખર્ચની કાળજી લે તેવું બહોળું કવર ખરીદો.

2. ચેક-ઇન કરેલ સામાન અને પાસપોર્ટ ખોવાઈ જવાની ઘટનાને કવર કરતો હોવો જોઈએ

એવા વ્યક્તિની મુશ્કેલીની કલ્પના કરો કે જે બિલકુલ નવા સ્થળે આવી પહોંચે છે અને તેને તેનો સામાન ખોવાઈ ગયો હોવાની માહિતી મળે છે, અથવા નવા સ્થળોની મુલાકાત લેતી વખતે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. તમે ચોક્કસપણે આવી પરિસ્થિતિમાં અટવાઈ જવાનું પસંદ નહીં કરો! સુનિશ્ચિત કરો કે તમે ખરીદો એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કે જે તમને આ બાબતો માટે કવરેજ પ્રદાન કરે

3. વ્યક્તિગત અકસ્માત સામે તમને કવર કરતો હોવો જોઈએ

 તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા અકસ્માતને કારણે થયેલી શારીરિક ઈજા અથવા મૃત્યુ સામે તમને કવર કરવામાં આવે છે તેની ખાતરી કરો.

4. ટ્રિપ કૅન્સલેશન અને ટ્રિપ ટૂંકાવવામાં આવે તેવી સ્થિતિ માટે તમને કવર કરતો હોવો જોઈએ

ધારો કે પરિવારના કોઈ સભ્ય અચાનક બીમાર થાય છે. તમારી મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ તમે ચોક્કસપણે મુસાફરી કરી શકતા નથી. ખાતરી કરો કે તમે પસંદ કરેલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આવી છેલ્લી મિનિટ માટે તમને કવર કરે છે ટ્રિપ કર્ટેલમેન્ટ અથવા કૅન્સલેશન

5. જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ ત્યારે ઘરફોડી સામે તમને કવર કરતો હોવો જોઈએ

ઘરફોડ ચોરી મોટાભાગે ત્યારે થાય છે જ્યારે કોઈ ઘરે ન હોય. જ્યારે તમે દૂર હોવ ત્યારે તમારા ઘરમાં ઘરફોડી માટે તમને કવર કરે તેવો પ્લાન પસંદ કરવો એ એક સમજદારીભર્યો નિર્ણય છે.

ટૂંક સમયમાં મુસાફરી કરવાની યોજના બનાવનાર તમામ વ્યક્તિએ આ પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના અને ઉપલબ્ધ શ્રેષ્ઠ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ પસંદ કરો!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • Manuel Aaron - July 25, 2018 at 7:30 pm

    My wife and I are 82 and 83. We wish to travel to Penang and Singapore for 5 days. Can we get necessary medical insurance?

    • Bajaj Allianz - July 26, 2018 at 1:38 pm

      Hello Manuel,

      There are travel insurance plans available for senior citizens. Please contact us on our Toll Free number – 1800-209-0144 or visit Bajaj Allianz’s branch office near you to get detailed information.

      Hope you have a safe and fun-filled trip!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે