રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Care Plans Special Add On Covers
10 નવેમ્બર, 2024

ટ્રાવેલ વિથ કેર પ્લાનના વિશેષ ઍડ-ઑન કવર સાથે તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સને અપગ્રેડ કરો

મુસાફરી એ સૌથી આનંદદાયક અને આકર્ષક અનુભવોમાંથી એક છે. જો કે, ઘણીવાર મુસાફરી દરમિયાન અણધારી ઘટનાઓ પણ બની શકે છે. આ જ કારણ છે કે જો તમારી ટ્રિપ દરમિયાન કંઈક ખોટું થાય, તો જરૂરી સુરક્ષા અને કવરેજ માટે ટ્રાવેલ વિથ કેર પ્લાન હોવો મહત્વપૂર્ણ છે. આ પ્લાન શું છે અને તે કોઈપણ મુસાફર માટે શા માટે જરૂરી છે તે જાણો.

ટ્રાવેલ વિથ કેર પ્લાન શું છે?

મુસાફરી દરમિયાન થઈ શકે તેવી વિવિધ ઘટનાઓ સામે સુરક્ષા અને કવરેજ પ્રદાન કરતો આ એક કોમ્પ્રિહેન્સિવ પ્લાન છે. તે એક ઑલ-ઇન-વન સોલ્યુશન છે જે મેડિકલ કવરેજ, ટ્રિપ કૅન્સલેશન, સામાનની સુરક્ષા, ઇમરજન્સી સહાય અને તેવા અન્ય લાભો પ્રદાન કરે છે. તમે આત્મવિશ્વાસથી મુસાફરી કરી શકો તે માટે આ પ્લાન ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તમને તમારી મુસાફરી દરમિયાન સુરક્ષાની ખાતરી પૂરી પાડે છે. *

આ પ્લાન શા માટે જરૂરી છે?

તમે ઘરેલું અથવા આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહ્યા હોવ, કોઈપણ મુસાફર માટે ટ્રાવેલ વિથ કેર પ્લાન આવશ્યક છે. તમારે તે શા માટે કરવું જોઈએ તે માટે અહીં કેટલાક કારણો છે:
  1. તબીબી કવરેજ

મેડિકલ કવરેજ એ ઑફર કરવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ લાભોમાંથી એક છે, જ્યારે તમે ખરીદો આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન. કોઈપણ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં, તમે ખર્ચની ચિંતા કર્યા વિના જરૂરી મેડિકલ સારવાર મેળવી શકો છો. આ પ્લાનમાં હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ, મેડિકલ ઇવેક્યુએશન અને ઇમરજન્સી તબીબી સારવારને કવર કરવામાં આવે છે. એક નવા સ્થળની, કે જેની સ્થાનિક હેલ્થ કેર સિસ્ટમ વિશે તમે જાણતા નથી, તેની મુલાકાતે જતી વખતે આ ખાસ જરૂરી છે. *
  1. ટ્રિપ કૅન્સલેશન અને ઇન્ટરપ્શન કવરેજ

ફ્લાઇટ કૅન્સલેશન, કુદરતી આપત્તિઓ અને વ્યક્તિગત ઇમરજન્સી જેવી અનપેક્ષિત ઘટનાઓ તમને તમારી ટ્રિપને કૅન્સલ અથવા વિક્ષેપિત કરી શકે છે. આ પ્લાન તમને અણધારી પરિસ્થિતિઓને કારણે ફ્લાઇટ્સ, હોટલ્સ અને ટૂર્સ જેવા કોઈપણ પ્રીપેઇડ ખર્ચ માટે કવરેજ પૂરું પાડે છે. *
  1. સામાનની સુરક્ષા

સામાનની સુરક્ષા એ પ્લાન હેઠળ આપવામાં આવતો એક અન્ય જરૂરી લાભ છે. સામાનને કોઈપણ નુકસાન થવું, ખોવાઈ જવો અથવા ચોરાઈ જવાના કિસ્સામાં, તમે રિપ્લેસમેન્ટ અથવા રિપેરના ખર્ચ માટે કવરેજ મેળવી શકો છો. આ લૅપટૉપ્સ, કેમેરા અથવા જ્વેલરી જેવી મૂલ્યવાન વસ્તુઓ સાથે મુસાફરી કરતી વખતે અત્યંત મદદરૂપ હોઈ શકે છે.
  1. ઇમર્જન્સી આસિસ્ટન્ટ

કોઈપણ ઇમરજન્સીના કિસ્સામાં, આ પ્લાન રાઉન્ડ-ધ-ક્લૉક સહાય સેવાઓ પ્રદાન કરે છે. તમે ઇમરજન્સી તબીબી સારવાર, કાનૂની સહાય, ભાષા અનુવાદ અને તેવી અન્ય સહાય મેળવી શકો છો. ખાસ કરીને જ્યાં સ્થાનિક ભાષા અથવા કાનૂની સિસ્ટમથી તમે પરિચિત ન હોવ એવા નવા સ્થળે મુસાફરી કરતી વખતે મદદરૂપ થઈ શકે છે. *
  1. મનની શાંતિ

આ પ્લાન મનની શાંતિ પ્રદાન કરે છે, કારણ કે તમે તમારી મુસાફરી દરમિયાન કોઈપણ અનપેક્ષિત ઘટનાઓના કિસ્સામાં સુરક્ષિત અને કવર છો તેવી ખાતરી સાથે મુસાફરી કરી રહ્યા છો. તમે આત્મવિશ્વાસ સાથે મુસાફરી કરી શકો છો, જ્યાં તમારી પાસે જરૂરી કવરેજ અને સુરક્ષા છે. આની મદદથી તમે તમારી સમગ્ર મુસાફરી દરમિયાન કોઈપણ બિનજરૂરી તકલીફ વિના તમારા પરિવાર સાથે મહત્તમ સમય પસાર કરી શકો છો.

ટ્રાવેલ વિથ કેર પ્લાનના અતિરિક્ત લાભો

આ પ્લાનમાં તમે આ અતિરિક્ત લાભોનો આનંદ માણી શકો છો:
  • જરૂરિયાત મુજબ તમે પસંદ કરેલા કવરના આધારે તમને લગભગ 47 રિસ્ક કવર મળે છે. *
  • વ્યાપક મેડિકલ કવરેજ અને કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન ઑફર કરવામાં આવે છે. તબીબી ખર્ચ માટે વીમાકૃત રકમ યુએસડી 4 મિલિયન (30 કરોડ+) સુધી જઈ શકે છે. *
  • પૉલિસીની સમયસીમા સમાપ્ત થયા પછી તમારી પાસેથી હૉસ્પિટલાઇઝેશનના 75 દિવસ સુધી કોઈ અતિરિક્ત શુલ્ક વસૂલવામાં આવશે નહીં. *
  • તમામ ભૌગોલિક વિસ્તારો માટે સબ-લિમિટ માફ કરવામાં આવે છે. *
  • તમામ શારીરિક પરિસ્થિતિઓ માટે પહેલાંથી હાજર બીમારી અને ઈજાને કવર કરવામાં આવે છે. *
  • જો તમને સ્પોર્ટિંગ ઇજા થાય છે, તો પ્રોફેશનલ સ્પોર્ટ્સ પ્લેયર્સને ઑફર કરવામાં આવતા કવરેજ જેવું જ કવરેજ તમને આપવામાં આવે છે. *
  • આ પૉલિસીમાં કોઈપણ એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થયેલી આકસ્મિક ઈજાને કવર કરવામાં આવે છે. *
  • માનસિક સ્વાસ્થ્ય મેળવવાનો ખર્ચ ઑફર કરવામાં આવે છે (તબીબી ખર્ચના 25% સુધી કવર કરવામાં આવે છે). *
  • જો ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ થાય, તો તે સ્વદેશ પરત ફરતી વખતે કવર કરવામાં આવે છે. *
  • જો કોઈપણ કારણસર ટ્રિપ કૅન્સલ કરવામાં આવે છે, તો પૉલિસી ટ્રિપ કૅન્સલેશન કવર પ્રદાન કરે છે. *
  • ટ્રિપનો સમયગાળો લંબાવવામાં આવે તેવા કિસ્સામાં તમને રહેવાની વ્યવસ્થા અને પરિવહન માટે વળતર આપવામાં આવે છે. *
  • જો ફ્લાઇટ નિર્ધારિત ટેક-ઑફના 2 કલાક પહેલાં વિલંબિત થાય, તો તેને કવર કરવામાં આવે છે. *
  • મોબાઇલ, લૅપટૉપ, કેમેરા, આઇપૅડ, આઇપૉડ, ઇ-રીડર અને તેવી અન્ય સમાન વસ્તુઓનું નુકસાન કવર કરવામાં આવે છે. *
આ લાભો અને કવરેજને કારણે તમારો મૂળભૂત ટ્રાવેલ પ્લાન અપગ્રેડેડ પ્લાન બને છે. જો તમે હાલમાં મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે બેસિક ટ્રાવેલ પ્લાન ખરીદવાની જરૂર નથી. આ પ્લાનના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ સાથે, તમે ખાતરી કરી શકો છો કે તમે કોઈપણ ઝંઝટ વગર તમારી મુસાફરીનો મહત્તમ લાભ લઈ શકો છો અને સંપૂર્ણ મનની શાંતિનો આનંદ માણી શકો છો.

તારણ

તમે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ અદ્ભુત લાભ મેળવી શકો છો, તેથી તમારી ટ્રિપની શરૂઆત પહેલાં ઉપરોક્ત પ્લાનમાં ઉલ્લેખિત અતિરિક્ત કવરેજ અને લાભો મેળવવા એ સ્માર્ટ નિર્ણય છે. જો તમે આ પ્લાન વિશે વધુ જાણવા માંગો છો, તો તમે માર્ગદર્શન મેળવવા અને કોઈપણ શંકાઓનું સમાધાન મેળવવા માટે તમારા નજીકના ઇન્શ્યોરન્સ એજન્ટનો સંપર્ક કરી શકો છો.   * સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે