અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Why You Should Travel to Zimbabwe?
2 જૂન, 2021

આંતરરાષ્ટ્રીય પ્રવાસ: ઝિમ્બાબ્વેની મુલાકાત લેવા માટે ભારતીયો માટે વધુ એક કારણ અહી જણાવેલ છે

ઝિમ્બાબ્વે એ આફ્રિકાના દક્ષિણમાં આવેલ એક આફ્રિકન દેશ છે. હરારે એ આ ચોતરફ અન્ય દેશોથી ઘેરાયેલા દેશની રાજધાની છે. આ દેશ તેના ભૌગોલિક વૈવિધ્ય માટે જાણીતો છે, જેમાં મધ્યમાં મેદાનો અને પૂર્વમાં ઊંચા ડુંગરા સૌથી વધુ જાણીતા પ્રદેશો છે. તેની વિવિધ પ્રાકૃતિક સૌંદર્ય સાથે, ઝિમ્બાબ્વે પોતાના વન્યજીવનની વૈવિધ્યતા, અસાધારણ કુદરતી સૌંદર્ય, જોવાલાયક સુંદર ધોધ, મોટા સવાના પ્રદેશ, મિઓમ્બોના જંગલ અને પક્ષીઓ અને માછલીની અસંખ્ય પ્રજાતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. એપ્રિલ, મે, ઑગસ્ટ અને સપ્ટેમ્બર એ ઝિમ્બાબ્વેની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. ઝિમ્બાબ્વેની મુલાકાત લેવાનું ભારતીયો પાસે વધુ વિશેષ કારણ એ છે કે આ આફ્રિકન દેશ તમામ પ્રકારના સત્તાવાર ટ્રાન્ઝૅક્શન માટે ભારતીય ચલણને સ્વીકારે છે. 7 અન્ય દેશોની સાથે, ઝિમ્બાબ્વેમાં ભારતીય રૂપિયાનો ઉપયોગ થાય છે અને માન્ય છે. પર્યટકો સામાન્ય રીતે નીચેના આકર્ષણો માટે આ દેશની મુલાકાત લે છે:
  • વિક્ટોરિયા ધોધ – વિક્ટોરિયા ધોધ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે. આ કાળા ખડકોમાંથી બહાર આવતો ઘૂઘવતો ધોધ ઝિમ્બાબ્વેનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. લોકો આ અદ્ભુત પ્રદેશ એવા ઝિમ્બાબ્વેના, સૌથી મંત્રમુગ્ધ કરતું દૃશ્ય રચતા એવા પાણીના આ વિશાળ અને વિપુલ જથ્થાને પડતો જોવા અને પ્રચંડ અવાજ કરતો નિહાળવા માટે દૂર દૂરથી આવે છે.
  • સફારી – અદ્ભૂત વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓનું ઘર હોવાથી, પ્રવાસના શોખીન લોકો માટે ઝિમ્બાબ્વે એ એક આનંદદાયક સ્થળ છે. તે વન્યજીવો ધરાવતા, હવાન્ગે નેશનલ પાર્ક, માના પૂલ્સ નેશનલ પાર્ક વગેરે જેવા અસંખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો ધરાવે છે. ઝિમ્બાબ્વેમાં નદીની નજીકના જંગલો અને પ્રદેશોમાં હાથી, ભેંસ, સિંહ, જંગલી કૂતરા, ચિત્તા, કુડુ, ઝિબ્રા, ઇમ્પાલા, વોટરબક, હિપોપોટેમસ અને મગર આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં જોવા મળે છે.
  • એડવેન્ચર કેમ્પ – ઝિમ્બાબ્વેની ઉત્તરે વહેતી ઝામ્બેઝી નદી વિશ્વભરના પ્રવાસીઓને અદ્ભુત દ્રશ્યો પૂરા પાડે છે. વન્યજીવન દર્શન, વિક્ટોરિયા ધોધની સુંદરતાનો આનંદ માણવો અને પ્રાચીન સભ્યતાના અવશેષો વિશે માહિતી મેળવવી એ ઝિમ્બાબ્વેમાં લોકોને પસંદ પડતી એડવેન્ચર કેમ્પોની કેટલીક મુખ્ય બાબતો છે.
  • કરિબા તળાવ – આ વિશ્વનું સૌથી મોટું માનવ-નિર્મિત તળાવ છે, અને ઘણા લોકો દ્વારા જણાવ્યા અનુસાર, તે પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ પસંદ પડે છે. ઝામ્બેઝી નદી પર બનાવવામાં આવેલ ડેમને કારણે આ તળાવની રચના થયેલ છે, જે હવે ઝિમ્બાબ્વેના સૌથી આઇકોનિક પર્યટન સ્થળમાંથી એક બની ગયું છે.
હવે ભારતીયો તેમના પ્રવાસને યાદગાર બનાવી શકે છે અને કરન્સી એક્સચેન્જ અને ટ્રાવેલર્સ ચેક લઈ જવાની ચિંતા કર્યા વિના ઝિમ્બાબ્વેના આ અદ્ભુત સ્થળોએ પોતાના વેકેશનનો આનંદ માણી શકે છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમારી બૅગને પૅક કરો અને ઝિમ્બાબ્વેની મુલાકાત માટે તૈયાર થાઓ. તમારો ટ્રાવેલ પ્લાન બનાવતી વખતે, અમે ભલામણ કરીએ છીએ કે તમે યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન, પણ પસંદ કરો, જે તમારી યાત્રાને ઝંઝટ-મુક્ત અને સુગમ બનાવીને ટ્રિપનો આનંદ માણવામાં તમને સહાયરૂપ બનશે. ખરીદતાં પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના ભૂલશો નહીં!

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

  • Frank - November 21, 2018 at 9:53 am

    Interesting….

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે