વધુને વધુ લોકો દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવામાં આવી રહી હોવાને કારણે પર્યટન ઉદ્યોગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, જે સકારાત્મક સમાચાર છે અને તેને લગતા પણ કેટલાક સકારાત્મક સમાચારો છે. સૌથી સારી બાબત એ છે કે મોટાભાગના મુસાફરો પ્રથમ વાર મુસાફરી કરી રહ્યા છે અને લોકપ્રિય સ્થળોને બદલે નવા સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય છે. જે બાબત સારી નથી તે એ છે કે, આમાંના મોટાભાગના મુસાફરો તેમની પ્રથમ વિદેશયાત્રા માટે
ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિદેશમાં તેમની પ્રથમ મુસાફરી માટે. ટ્રાવેલ પૉલિસી કેવી રીતે લાભ આપે છે અને તમારી ટ્રિપને કેવી રીતે સફળ બનાવે છે તે સમજવું સંપૂર્ણપણે મહત્વપૂર્ણ છે.
તમારે શા માટે પૉલિસી લેવી જોઈએ?
નીચે જણાવેલ
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ ને કારણે પૉલિસી ખરીદવી જરૂરી છે:
-
એડવેન્ચર સ્પોર્ટ્સ કવર
વિવિધ ભૌગોલિક પ્રદેશો ધરાવતા ઘણા દેશો છે, જ્યાં વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ, જેમ કે ટ્રેકિંગ, સ્કીઇંગ, બંજી જમ્પિંગ અને અન્યમાં જોડાવાની તક પ્રાપ્ત થાય છે. જો કે, આ પ્રવૃત્તિઓમાં જોખમ પણ રહેલું હોય છે. એડવેન્ચર સ્પોર્ટ્સ કવર ઍડ-ઑન દ્વારા એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થતી કોઈપણ ઈજાઓ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે. ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ તમને કોઈપણ એડવેન્ચર સ્પોર્ટ દરમિયાન થઈ શકે તેવી ઈજાઓની સારવાર માટે ચુકવણી કરે છે. *
-
પર્સનલ લાયબિલિટી કવર
ટ્રિપ દરમિયાન તમારા કોઈ કાર્યને કારણે ઉદ્ભવતી કોઈપણ કાનૂની જવાબદારીઓના કિસ્સામાં આ ઍડ-ઑન કવરેજ ઑફર છે. ઉદાહરણ તરીકે, જો અકસ્માતે કોઈની પ્રોપર્ટીને નુકસાન પહોંચે છે, અથવા થર્ડ પાર્ટીને ઈજા પહોંચે છે, તો પર્સનલ લાયબિલિટી કવર તમને મદદરૂપ નિવડી શકે છે. આ ઍડ-ઑન ખાસ કરીને સ્થાનિક કાયદાઓ અને નિયમોથી પરિચિત ન હોય તેવા, નવા સ્થળે મુસાફરી કરતી વ્યક્તિઓ માટે ઉપયોગી છે. *
-
હોમ બર્ગલરી કવર
તમારી ટ્રિપ પર હોવ ત્યારે જો તમારા ઘરમાં ચોરી અથવા ઘરફોડીને કારણે કોઈપણ નુકસાન થાય છે, તો તે માટે આ ઍડ-ઑન કવરેજ પ્રદાન કરે છે. જો તમે લાંબા સમયગાળા માટે ઘરને બંધ રાખીને જારી રહ્યા હોવ તો આ ઍડ-ઑન અત્યંત ઉપયોગી હોઈ શકે છે. *
-
ફ્લાઇટમાં વિલંબ/કૅન્સલેશન કવર
ફ્લાઇટમાં વિલંબ અને કૅન્સલેશન સામાન્ય છે અને તેના કારણે તમને નોંધપાત્ર અસુવિધા અને આર્થિક નુકસાન થઈ શકે છે. ફ્લાઇટ ડિલે/કૅન્સલેશન કવર ઍડ-ઑન ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશનને કારણે થયેલા કોઈપણ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. આમાં હોટલમાં રહેવાની વ્યવસ્થા, પરિવહન, ભોજન અને તેવા અન્ય ખર્ચનો સમાવેશ થઈ શકે છે. *
-
મિસ્ડ કનેક્શન કવર
મિસ્ડ કનેક્શન મુશ્કેલીજનક બની છે, ખાસ કરીને જો તમે નવા સ્થળે જઇ રહ્યા છો અને તે સ્થળે તમારો કોઈ સ્થાનિક સંપર્કો નથી તો. મિસ્ડ કનેક્શન કવર ઍડ-ઑન મિસ્ડ કનેક્ટિંગ ફ્લાઇટને કારણે થયેલા કોઈપણ ખર્ચ માટે કવરેજ પ્રદાન કરે છે. આમાં ફ્લાઇટ્સ ફરીથી બુક કરવી, રહેવાની વ્યવસ્થા કરવી અને તેવા અન્ય ખર્ચનો સમાવેશ થઈ શકે છે. *
યોગ્ય પૉલિસી કેવી રીતે પસંદ કરવી?
આ ટિપ્સ તમને તમારી મુસાફરી માટે સાચી
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવામાં મદદ કરી શકે છે:
-
તમારી કવરેજની જરૂરિયાત નક્કી કરો
યોગ્ય પૉલિસી પસંદ કરવા માટે, સૌ પ્રથમ તમારી કવરેજની જરૂરિયાત નિર્ધારિત કરવી જરૂરી છે. તમારી મુસાફરી કેવી રીતે કરશો, કેટલા સમય માટે રોકાણ કરશો અને તમે જે પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની યોજના બનાવી છે, તે સૌ ધ્યાનમાં લો. ઉદાહરણ તરીકે, જો તમે એક્સ્ટ્રીમ સ્પોર્ટમાં ભાગ લેવાની યોજના બનાવો છો, તો તમારે આ પ્રવૃત્તિઓને કવર કરતી પૉલિસીની જરૂર પડશે. જો તમે પહેલેથી જ કોઈ શારીરિક તકલીફ ધરાવો છો, તો તમારે તે સ્થિતિ સંબંધિત તબીબી ખર્ચને કવર કરતી પૉલિસીની જરૂર પડશે.
-
અન્ય ઇન્શ્યોરર શું ઑફર કરે છે તે જાણો
હંમેશા પૉલિસીઓને સરખાવો. વાજબી કિંમતે તમારી જરૂરીયાત મુજબનું કવરેજ પ્રદાન કરતી પૉલિસીઓ જુઓ. માત્ર ખર્ચને ધ્યાનમાં ન લો; તેમજ ઇન્શ્યોરન્સ પ્રદાતાની પ્રતિષ્ઠા અને તેઓની કસ્ટમર સર્વિસનું સ્તર કેવું છે, તે પણ ધ્યાનમાં લો. ભૂતકાળમાં ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા ક્લેઇમ કેવી રીતે સેટલ કરવામાં આવ્યા છે તેના વિશે જાણવા માટે અન્ય મુસાફરોના રિવ્યૂ વાંચો.
-
પૉલિસીની લિમિટ પર નજર રાખો
તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તે કોઈપણ પૉલિસીની લિમિટ શું છે તે ધ્યાનમાં રાખો. પૉલિસીની લિમિટ એ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા ચોક્કસ પ્રકારના ક્લેઇમ માટે ચુકવવામાં આવતી મહત્તમ રકમ છે. ઉદાહરણ તરીકે, તબીબી ખર્ચ માટે પૉલિસીની મર્યાદા જો ₹2 લાખ હોય, અને તમારી સારવાર માટે ₹5 લાખની જરૂર છે, તો તફાવતની રકમ તમારે ચુકવવાની રહેશે. પૉલિસીની લિમિટ તમારી જરૂરિયાતો માટે પૂરતી છે તેવી ખાતરી કરો.
-
શું બાકાત રાખવામાં આવેલ છે તેની પર ધ્યાન આપો
તમામ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં કેટલીક બાબતો બાકાત રાખવામાં આવે છે, જે પૉલિસી દ્વારા કવર કરવામાં આવતી નથી. તમે જે પૉલિસી ખરીદવા માંગો છો તેમાં શું બાકાત છે તેને બરાબર સમજો. ઉદાહરણ તરીકે, મોટાભાગની પૉલિસીઓમાં પહેલાંથી હાજર તબીબી સ્થિતિઓને કવર કરવામાં આવતી નથી, તેથી જો તમે પહેલાંથી હાજર તકલીફ ધરાવો છો, તો તમારે તેને વિશિષ્ટ રીતે કવર કરતી પૉલિસી ખરીદવાની રહેશે.
-
કપાતપાત્રની ગણતરી કરો
કપાતપાત્ર એ રકમ છે જે, ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા ખર્ચને કવર કરવામાં આવે તે પહેલાં તમારે ચુકવવાની રહે છે. ઓછી કપાતપાત્ર ધરાવતી પૉલિસીઓનું પ્રીમિયમ સામાન્ય રીતે વધુ હોય છે, જ્યારે ઉચ્ચ કપાતપાત્ર ધરાવતી પૉલિસીઓનું પ્રીમિયમ ઓછું હોય છે. પૉલિસી પસંદ કરતા પહેલાં, તમે કેટલી રકમ જાતે ચૂકવવા માંગો માંગો છો તે ધ્યાનમાં લો.
-
અતિરિક્ત લાભો મેળવવાનો પ્રયત્ન કરો
અતિરિક્ત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ, જેમ કે 24-કલાકની ઇમરજન્સી સહાય, ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુઓ માટે કવરેજ, અને ટ્રિપ કૅન્સલેશન કવરેજ, જેનો લાભ તમે લઈ શકો છો. આ અતિરિક્ત લાભો તમારા માટે જરૂરી છે કે નહીં તે નક્કી કરો અને નિર્ણય લેતા પહેલાં તેમને ધ્યાનમાં લો.
-
પૉલિસી ડૉક્યૂમેન્ટ વાંચો
પૉલિસી ખરીદતા પહેલાં, ફાઇન પ્રિન્ટને કાળજીપૂર્વક વાંચો. કોઈપણ બાકાત, કપાતપાત્ર અને લિમિટ સહિત પૉલિસીના નિયમો અને શરતોને ધ્યાનથી સમજો. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય, તો સ્પષ્ટીકરણ માટે ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવામાં અચકાશો નહીં.
તારણ
મુસાફરીનો આનંદ માણવા માટે માનસિક શાંતિ મેળવવા માટે, એ મુસાફરીની યોજના બનાવતી વખતે તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. તમારી ટ્રિપ પહેલાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાથી તમને મનની શાંતિનો અનુભવ થઈ શકે છે અને તમારી ટ્રિપ પર નવી યાદો બનાવી શકો છો.
* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ
ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.
જવાબ આપો