સ્વતંત્રતા દિવસ એ તમામ ભારતીયો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ દિવસ સ્વતંત્રતા માટેની આપણી લાંબી લડાઈનું મહત્વ દર્શાવે છે અને જેઓ સ્વતંત્રતા માટે લડયા હતા તેમના પ્રતિ સન્માનની ભાવના દર્શાવે છે. વિશ્વના અનેક દેશો સમાન ભૂતકાળ ધરાવે છે, જેમને માટે પણ તેમના સ્વતંત્રતા દિવસનું ઘણું મહત્વ છે અને તેઓ તેની ભવ્ય ઉજવણી કરે છે. વિશ્વભરના કેટલાક દેશો જે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે તેમના વિશે વાંચીએ.
અમેરિકા
બ્રિટન દ્વારા 100 વર્ષથી વધુ સમય સુધી "ધ થર્ટીન કૉલોની" તરીકે ઓળખવામાં આવ્યા બાદ. અમેરિકન પ્રજા દ્વારા કૉલોનિયલ રાજ સામે વિદ્રોહ કરવામાં આવ્યો હતો અને પરિણામે દ્વિતીય કોન્ટિનેન્ટલ કોંગ્રેસ દ્વારા એક ઠરાવને મંજૂરી અપાઈ, જેની તારીખ હતી 2
nd જુલાઈ 1776 અને તેના બે દિવસ પછી સ્વતંત્રતાની ઘોષણાની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે 4
th જુલાઈના રોજ. અમેરિકામાં સ્વતંત્રતા દિવસ એક રાષ્ટ્રીય રજાનો પર્વ છે અને તે દેશના રાષ્ટ્રીય વારસા, કાયદા, ઇતિહાસ અને નાગરિકો માટે ગૌરવ લેવાનો દિવસ છે. લોકો કામકાજમાં એક દિવસની રજા રાખે છે અને પોતાના પરિવાર અથવા મિત્રોને મળવા માટે દેશમાં વ્યાપક મુસાફરી કરે છે. લોકો બાર્બેક્યુ પાર્ટીઓનું આયોજન કરે છે અથવા પિકનિક પર જાય છે, અને સામાન્ય રીતે અમેરિકન ફ્લેગના કલર દર્શાવતી પતાકાઓ અને ફુગ્ગાઓ વડે તેમના ઘરોને સજાવે છે. સામાન્ય રીતે શહેરના ચોકમાં, મેળાના સ્થળે અથવા પાર્કમાં સાંજે ફટાકડા ફોડવામાં આવે છે. ઘણી પ્રતિષ્ઠિત રાજકીય હસ્તીઓ પરેડમાં ભાગ લે છે. "સૅલ્યુટ ટુ ધ યુનિયન" નામની એક પ્રથા દરમિયાન કોઈ સુસજ્જ લશ્કરી થાણામાં બપોરના સમયે પ્રત્યેક રાજ્ય માટે બંદૂકની એક સલામી આપવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરીની દૃષ્ટિએ જુલાઈનો પ્રથમ સપ્તાહ ખૂબ વ્યસ્ત સમય હોય છે કારણ કે તેમાં ઘણીવાર શનિ-રવિની સાથે બીજી રજાઓ અથવા લાંબી રજાઓ આવતી હોય છે.
કેનેડા
યુએસએ 4
th જુલાઈના રોજ તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે, જ્યારે તેની ઉત્તરે આવેલ તેનો પાડોશી દેશ કેનેડા 3 દિવસ પહેલાં તેના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. અનૌપચારિક રીતે કેનેડા દિવસ અથવા કેનેડાના જન્મદિવસ તરીકે ઓળખાતો દિવસ 1
st જુલાઈના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની ફેડરલ સરકારના અસ્તિત્વમાં આવવાની યાદમાં ઉજવવામાં આવે છે. તેમનો સ્વતંત્રતા દિવસ પણ અમેરિકાની જેમ જ ઉજવવામાં આવે છે, જેમાં પરેડ, ઉત્સવ, તહેવાર, બાર્બેક્યૂ, નિ:શુલ્ક કૉન્સર્ટ, આતશબાજી અને નાગરિકતા સમારોહથી ભરેલી એક આઉટડોર જાહેર ઇવેન્ટ પણ હોય છે. રાજકીય સ્તર પર કેનેડા દિવસની ઉજવણી એ ઔપચારિક હોય છે, જ્યાં પાર્લામેન્ટ હિલમાં સાંસ્કૃતિક પ્રદર્શનો યોજવામાં આવે છે. આવા પ્રસંગોનું ઉદ્ઘાટન સામાન્ય રીતે ગવર્નર જનરલ અથવા પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે, તેમજ કાર્યક્રમનું ઉદ્ઘાટન રૉયલ પરિવારના કોઈપણ સભ્ય દ્વારા પણ કરી શકાય છે. જો તમે કેનેડાના સ્વતંત્રતા દિવસે તેની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા હોવ, તો
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેનેડા ખરીદો.
ઑસ્ટ્રેલિયા
26
th જાન્યુઆરી તે દિવસ છે જ્યારે ઑસ્ટ્રેલિયા તેના સ્વતંત્રતા દિવસ અથવા ઑસ્ટ્રેલિયા દિવસની ઉજવણી કરે છે. આ દિવસને શરૂઆતમાં ફાઉન્ડેશન ડે તરીકે ઓળખવામાં આવતો હતો કારણ કે આ દિવસે મૂળ વતનીઓનો પ્રથમ કાફલો કેપ્ટન ફિલિપની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયન કિનારે આવી પહોંચ્યો હતો, જેઓ બાદમાં પ્રથમ ઑસ્ટ્રેલિયન ગવર્નર બન્યા હતા. નાગરિકતા માટેના સમારંભો આ દિવસે ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવે છે કારણ કે આ તારીખે મૂળ વતનીઓ દ્વારા કૉલોની પર સાર્વભૌમત્વ મેળવવામાં આવ્યું હતું અને તેઓ સ્વતંત્ર ઑસ્ટ્રેલિયાના નાગરિક બન્યા હતા. આ દિવસની ઉજવણી લોકો દ્વારા સામુદાયિક બાર્બેક્યુ, આઉટડોર કોન્સર્ટ, રમતગમતની સ્પર્ધાઓ યોજીને અને સંગીત સમારોહમાં હાજરી આપીને કરવામાં આવે છે. સિડનીમાં બોટ રેસ આયોજિત કરવામાં આવે છે અને પરંપરાગત રીતે ઍડિલેડ ઓવલ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમવામાં આવે છે. દેશભરમાં ઘણે સ્થળે પરેડનું આયોજન કરવામાં આવે છે, જે દેશના બહુસંસ્કૃતિવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઑસ્ટ્રેલિયાના નિવાસીઓની સમૃદ્ધ વિવિધતાની ઉજવણી કરે છે. જો તમે ઑસ્ટ્રેલિયાના સ્વતંત્રતા દિવસે તેની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યાં હોવ, તો બજાજ આલિયાન્ઝની
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑસ્ટ્રેલિયા ખરીદો.
ફ્રાંસ
ફ્રાન્સમાં સ્વતંત્રતા દિવસનું સામાન્ય નામ બાસ્તિલ ડે છે, જે અંગ્રેજી બોલતા દેશો દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ અધિકૃત નામ "લા ફેત નેશનાલ" છે, જેની ઉજવણી પ્રત્યેક જુલાઈના 14
th દિવસે કરવામાં આવે છે. આ દિવસ અન્યાયી રાજાશાહીથી લાંબા સમયથી નિરાશ થયેલ જનતા દ્વારા બાસ્તિલ, એક કિલ્લો અને જેલ પરના આક્રમણની યાદમાં ઉજવવામાં આવે છે. આ આક્રમણ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન એક ગેમ ચેન્જર હતું અને ફાંસ માટે ગણરાજ્યના નવા યુગની શરૂઆતને દર્શાવતું હતું. બાસ્તિલ ડે ની ઉજવણીમાં પેરિસમાં અન્ય ફ્રેન્ચ અધિકારીઓ અને ગણમાન્ય વ્યક્તિઓ સાથે રાષ્ટ્રપતિની હાજરીમાં સૈન્યની પરેડનો સમાવેશ થાય છે. પરેડ ઉપરાંત બધે જ ઉત્સવનું વાતાવરણ અને આતશબાજી જોવામાં આવે છે. આ દિવસના સન્માનમાં દેશના અગ્નિશમન દળના જવાનો માટે ડાન્સ પાર્ટીનું આયોજન કરવાનો પણ એક રિવાજ છે.
મૅક્સિકો
મૅક્સિકોમાં સ્વતંત્રતા દિવસને લોકપ્રિય રીતે "ક્રાય ઑફ ડોલોર" તરીકે ઓળખવામાં આવે છે. સત્તાવાર રીતે ઉજવણી 16 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવતી હોય છે, પરંતુ તેની શરૂઆત 15
th સપ્ટેમ્બરની રાત્રિના 11 વાગ્યાથી, રાષ્ટ્રપતિ દ્વારા ઐતિહાસિક ચર્ચ બેલ વગાડવામાં આવે ત્યાર બાદ દેશના રાષ્ટ્રગાન પછી થાય છે. સ્પેન સામેની સ્વતંત્રતાની લડાઈની શરૂઆત 15
th સપ્ટેમ્બરની રાત્રે શરૂ થઈ હતી, જ્યારે પ્રિસ્ટ કોસ્ટિલાએ પરોઢિયે ચર્ચના ઘંટ વગાડીને લોકોને તેમના હથિયારો ઉપાડવા અને સ્પેનિશ રાજાશાહી સામે લડવા માટે પોકાર કરી હતી, જે સ્વતંત્રતા માટે ડોલોરના પોકારની રાત્રિને દર્શાવે છે. સમગ્ર દેશને લાલ, લીલા અને સફેદ રાષ્ટ્રીય રંગોમાં સજાવવામાં આવે છે, જેને કારણે રસ્તાઓ અને ઇમારતો પણ રંગીન અને ઉત્સવનું વાતાવરણ દર્શાવે છે! આ દિવસની ઉજવણી પરંપરાગત મૅક્સિકન ભોજન, નૃત્યો, બુલ ફાઇટ્સ અને પરેડ સાથે કરવામાં આવે છે, પરંતુ મૅક્સિકો શહેરના મુખ્ય પ્લાઝા ઝોકાલોમાં ઉજવણીની સમાપન જોવા મળે છે. શું વિવિધ દેશો અને તેમના ઉજવણીની રીતો વિશે જાણવું અદ્ભુત નથી? શું તમે આ દેશોમાંથી કોઈપણ દેશની, તેમના સ્વતંત્રતા દિવસની આસપાસ મુલાકાત લેવાની યોજના બનાવશો? પરંતુ તમારી મુસાફરી શરૂ કરતા પહેલાં અમારા વ્યાપક કવરેજ વડે, જેમ કે સામાનમાં વિલંબ/નુકસાન, ઇમરજન્સી કૅશ, પાસપોર્ટનું ખોવાઈ જવું, ટ્રિપમાં વિલંબ અને કૅન્સલેશન અને અન્ય ઘણા ફાયદાઓ સાથે તમારી ટ્રિપને ઇન્શ્યોર કરો. હમણાં જ અમારી વેબસાઇટ પર લૉગ ઇન કરો અને તમારી વિમાનની ટિકિટ બુક થાય કે તરત જ
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!