અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Travel insurance: single-trip vs. multi-trip
20 માર્ચ, 2023

સિંગલ-ટ્રિપ વિરુદ્ધ મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ: તમારા માટે કયો યોગ્ય છે?

તાજેતરના સમયમાં મુસાફરી કરનાર મોટાભાગના લોકોએ આ વિશે સાંભળ્યું હશે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. જેઓએ તેમની મુસાફરી દરમિયાન મુશ્કેલી અથવા દુર્ઘટનાઓનો સામનો કર્યો છે તેઓ પણ તેના મહત્વને સમજી શકે છે. જો તમે નજીકના ભવિષ્યમાં મુસાફરી કરી રહ્યા છો, ખાસ કરીને એક આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહ્યા છો, તો તમારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. જો તમે તેના વિશે જાણતા નથી, તો ટ્રાવેલ પૉલિસી કેટલાક વિશિષ્ટ પ્રકારના અકસ્માતો અથવા મુસાફરી દરમિયાન થતી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. તમારી સમગ્ર ટ્રિપ માટે કવર હોવાથી તમે કશું પણ અજુગતું બનવા અંગે ચિંતા કરવાને બદલે તમારો સમય સરસ રીતે પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો કે, યોગ્ય પ્રકારનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન શોધવો એ અનેક લોકો માટે થોડું મૂંઝવણભર્યું હોઈ શકે છે, ખાસ કરીને જે લોકો પહેલીવાર પ્લાન ખરીદી રહ્યા છે. પૉલિસી ઑનલાઇન શોધતી વખતે, તમને વિકલ્પ મળી શકે છે મલ્ટી-ટ્રિપ અને સિંગલ-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. પસંદગી કરતાં પહેલાં, આ બંને પ્રકારોને સારી રીતે સમજવા અને તમારી જરૂરિયાતોને વધુ સારી રીતે અનુકૂળ હોય તે પસંદ કરવા માટે થોડો સમય લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રથમ વાર ખરીદી રહ્યા છો, અને આ દરેક પ્લાન હેઠળ શું ઑફર કરવામાં આવે છે તે જાણવા માંગો છો, અથવા માત્ર ઉપલબ્ધ ટ્રાવેલ પૉલિસીઓના મુખ્ય પ્રકારોને સમજવા માંગો છો, તો અહીં એક નજર કરો.

સિંગલ-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

તમારે કયા પ્રકારની ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ તે નક્કી કરતાં પહેલાં, તમારે નજીકના ભવિષ્ય માટે તમારી મુસાફરી પ્લાન શું છે તેના પર એક નજર નાખવી જોઈએ, દા.ત., આગામી 8-12 મહિના. જો તમે આ સમય દરમિયાન માત્ર એક આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનો પ્લાન બનાવો છો, તો સિંગલ-ટ્રિપ ઇન્શ્યોરન્સ પ્લાન તમારા માટે યોગ્ય હોઈ શકે છે. નામમાં સૂચવ્યા પ્રમાણે, આ પ્રકારનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન એક જ પ્રવાસ માટે કવરેજ પ્રદાન કરે છે. કવરેજ તમારી મુસાફરી સાથે શરૂ થાય છે. જ્યારે તમે ટ્રિપ પરથી પરત આવો છો ત્યારે તે સમાપ્ત થાય છે. સિંગલ-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન લેતી વખતે, યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ પ્લાન હેઠળ કવરેજ મહત્તમ 180 દિવસ સુધી આપવામાં આવે છે. આમ, જો તમારી મુસાફરીનો સમયગાળો આથી વધુ લંબાય છે, તો તમને કવરેજ મળી શકશે નહીં. જો તમારી ટ્રિપ 180 દિવસથી ઓછી સમયની રહે છે, તો તમારી ટ્રિપ સમાપ્ત થયા પછી આ પ્રકારના પ્લાન હેઠળ તમને કવરેજ મળશે નહીં. આમ, આગામી મુસાફરી માટે તમારે નવી પૉલિસી ખરીદવી પડી શકે છે. જો તમે વારંવાર મુસાફરી ન કરતા હોય તો આ વિકલ્પ યોગ્ય હોઈ શકે છે. જો કે, જો તમે વારંવાર મુસાફરી કરો છો, અથવા પહેલેથી જ તમારી આગામી કેટલીક મુસાફરીઓની યોજના બનેલી છે, તો આ પ્લાન ફરીથી ખરીદવો મોંઘો પડી શકે છે. જો તમે માત્ર એક જ ટ્રિપ માટે કવરેજ મેળવવા ઇચ્છો છો તો આ પ્રકારના ટ્રાવેલ ઇન્શ્યોરન્સને ધ્યાનમાં લઈ શકો છો.

મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

જો તમે વર્ષ દરમિયાન એકથી વધુ મુસાફરીઓની યોજના બનાવી છે, અથવા વારંવાર કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરો છો, તો તમે મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. આ એક પ્લાન ખરીદ્યા બાદ, તમે જ્યારે પણ મુસાફરી કરો ત્યારે તમારે પૉલિસી ખરીદવાની જરૂર રહેતી નથી. ઉપરાંત, તે પૉલિસી ખરીદ્યા બાદ તમે કોઈપણ ટ્રિપ પર આકસ્મિક રીતે કવરેજ લેવાનું ચૂકી જાઓ તેવી શક્યતા પણ દૂર કરે છે. મલ્ટી-ટ્રિપ ઇન્શ્યોરન્સ ખરીદવા ઇચ્છતા સંભવિત પૉલિસીધારકોએ એક વિશેષતા જાણવી જરૂરી છે, કે તેનો એક ચોક્કસ સમયગાળો હોય છે. આ પ્લાન્સની એકંદર મર્યાદા સામાન્ય રીતે એક વર્ષ છે, એટલે કે, 365 દિવસ. જો કે, તમારે અન્ય વિશેષ બાબતો પણ જાણવી જરૂરી છે. આ પૉલિસીના કવરેજ હેઠળ તમે જે દરેક પ્રવાસ કરો છો તે માટે, કુલ 180 દિવસનું કવરેજ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે આ પૉલિસી ખરીદ્યા પછી થોડા મહિનાઓ પછી કઝાખસ્તાનની મુલાકાત લો છો. તમે વ્યવસાય માટે પ્રવાસ કરો છો કે આરામ માટે, પરંતુ તમારી મુસાફરીનો સમયગાળો લંબાવવામાં આવે છે, અને તે 180 દિવસથી વધુ સમયનો છે. આ કિસ્સામાં, પૉલિસી કવરેજ 180 દિવસ પછી પ્રાપ્ત થશે નહીં. એટલે કે, જો તમે તમારા પ્લાનમાંથી સંપૂર્ણ કવરેજ ઈચ્છો છો તો તમારે દરેક ટ્રિપને 180 દિવસ સુધી મર્યાદિત કરવાની રહેશે. વધુમાં, તમારે ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદવાની શરતોને પણ સમજવાની જરૂર છે. આ પૉલિસીઓ પૉલિસીધારક માટે ઉંમરની મર્યાદા સાથે ઉપલબ્ધ હોઈ શકે છે. વધુમાં, ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, તમારે તમારા પહેલેથી હોય તેવી બીમારી.

તમારે કયા પ્રકારનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઈએ?

એકવાર સિંગલ-ટ્રિપ અને મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વચ્ચેના તફાવતને સમજ્યા બાદ પસંદગી કરવી તમારા માટે સરળ થઈ ગઈ હોઈ શકે છે. ક્યારેક કરવામાં આવતી મુસાફરી માટે સિંગલ-ટ્રિપ પ્લાન આદર્શ છે. જેઓ એક વર્ષમાં એક-બે થી વધુ મુસાફરી કરતા નથી. બીજી તરફ, વારંવાર મુસાફરી કરતાં લોકો, જેમ કે ટ્રાવેલ બ્લોગર, ફોટોગ્રાફર, ઇવેન્ટ કોઓર્ડિનેટર અથવા કન્સલ્ટન્ટ જેવા કામ અથવા બિઝનેસ માટે મુસાફરી કરનાર લોકો માટે મલ્ટી-ટ્રિપ પ્લાન યોગ્ય હોઈ શકે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે, તમારે માટે શ્રેષ્ઠ હોય તે પૉલિસી પસંદ કરો. પૉલિસીને વધુ સારી રીતે સમજવા અને વિગતો મેળવવા માટે તમે તેના વેબપેજની મુલાકાત લઈ શકો છો. તમે તેના વિશે વધુ માહિતી માટે ઇન્શ્યોરન્સ કંપનીનો પણ સંપર્ક કરી શકો છો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે