રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Travelling in COVID-19 Times
14 ડિસેમ્બર, 2021

કોવિડ-19ના સમયમાં મુસાફરી કરતી વખતે યાદ રાખવા જેવી બાબતો

યાદ છે એ સમય, જ્યારે મુસાફરી કરવી આસાન હતી. આપણે રજાઓની યોજના બનાવતા હતા, અને પરિવાર અને મિત્રો સાથે વેકેશન પર જતાં હતા. તે દિવસો હતા! મુસાફરી કરવાની છૂટ ધીમે ધીમે મળી રહી છે. તેમ છતાં, મુસાફરી પ્રી-પેન્ડેમિક જેવી નથી રહી. કોવિડ-19 ના સમયે, મુસાફરી જોખમી છે અને વિશ્વના ઘણા ભાગોમાં તે જટિલતાભરી છે. આપણે મુસાફરી સરળ રહે તેવું ઇચ્છતા હોઈએ છીએ. જો કે, કેટલીક બાબતો યોજના મુજબ ન બનવાની શક્યતા રહેલી છે. ઉદાહરણ તરીકે, સામાન ખોવાઈ જવો, મોડું થવું જેના કારણે ટ્રાન્ઝિટ ફ્લાઇટ ચૂકી જવી. આવી કોઈપણ ઘટનાઓ શારીરિક, ભાવનાત્મક અને આર્થિક રીતે અસર કરી શકે છે. તો, શા માટે મુસાફરી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શા માટે?

તમે દેશની અંદર મુસાફરી કરી રહ્યા હોવ કે વિદેશમાં. તે દરમિયાન ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મદદ કરે છે. દરેક વ્યક્તિની મુસાફરીને લગતી જરૂરિયાતો અલગ હોય છે. અને ચાલી રહેલા વૈશ્વિક સંકટના સમયમાં સુરક્ષિત રીતે મુસાફરી કરવી એ પ્રાથમિકતા છે. યોગ્ય ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરવાથી તમે કોઈપણ ચિંતા વગર મુસાફરીનો આનંદ માણી શકશો.

શું કોવિડ-19 ના સમયમાં મુસાફરી કરવી સુરક્ષિત છે?

સરળ શબ્દોમાં કહીએ તો, કોવિડ-19 ના સમયમાં મુસાફરી કરવામાં જોખમ રહેલું છે. જો કે, આપણે તેમાંથી રસ્તો કાઢવાનો છે. તમે જે દેશમાં મુસાફરી કરવા માંગો છો તેમાં કોવિડ-19 ના ફેલાવાના પ્રમાણ વિશે માહિતગાર રહો. જો તમે અથવા તમારા પરિવારના સભ્યોએ રસી લીધેલ ન હોય તો મુસાફરી કરશો નહીં. ખાસ કરીને, તમારા પરિવારના વૃદ્ધ વ્યક્તિઓ, કે જેમણે રસી લીધેલ નથી, તેમને સંક્રમિત થવાનું જોખમ વધુ છે. તેથી અત્યારના સંજોગોમાં રસી ન લીધેલ હોય તેવી કોઈપણ વ્યક્તિએ ક્યાંય પણ મુસાફરી કરવી જોઈએ નહીં તે જ સમજદારીભર્યું છે. જો કે, એક જવાબદાર નાગરિક તરીકે, તમારી અને અન્યની સુરક્ષા માટે કોવિડની રસી લેવી વધુ યોગ્ય છે. યાદ રાખો, આપણે આમાં સાથે છીએ.

મેં રસીના તમામ ડોઝ લીધેલ છે. શું મુસાફરી કરવી સુરક્ષિત છે?

મુસાફરી દરમિયાન સમાજના વિવિધ લોકોના સંપર્કમાં આવવાનું બનતું હોય છે. તેથી સંપૂર્ણ વેક્સિનેટેડ વ્યક્તિએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. રસીના તમામ ડોઝ લેવાથી ગંભીર રીતે બીમાર થવાનું અને અન્ય લોકોને વાઇરસનો ચેપ લગાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું રહે છે. મુસાફરી પહેલાં, મુલાકાત લઈ રહ્યા છો તે દેશ માટેની ટ્રાવેલ ગાઈડલાઇન તેમજ તે દેશની કોવિડ-19 ની સ્થિતિ તપાસો. અહીં, અમે સાવચેતીને લગતા કેટલાક મુદ્દાઓ જણાવ્યા છે, જેની મદદથી તમે સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશો અને આનંદદાયક સંભારણાં લઈને પાછા આવશો.

જો તમે પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોવ તો લેવા જેવા સાવચેતીના પગલાં

પરિવાર સાથે મુસાફરી કરતી વખતે તમારે કેવી રીતે તૈયાર રહેવું જોઈએ તેની માહિતી અહીં આપેલ છે:
  • ટ્રાવેલ એડવાઇઝરી ગાઇડલાઇન તપાસો. તે દરેક રાજ્ય માટે અલગ હોય છે. અથવા વિદેશમાં મુસાફરી કરતી વખતે.
  • મુસાફરી કરતા પહેલાં પરિવારના તમામ સભ્યોનો કોવિડ-19 ટેસ્ટ કરાવો.
  • એક વાર ઑનલાઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. જો તમારી પાસે પૉલિસી હોય, તો પૉલિસીની સમીક્ષા, કવરેજ અને મર્યાદાઓની સમજણ મેળવવી યોગ્ય રહેશે.
  • મુલાકાતના સ્થળએ જમવા, રહેવા તથા પરિવહનના ઉપલબ્ધ વિકલ્પોની તપાસ કરો. અત્યારની મહામારીની સ્થિતિમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વિસ અને બિઝનેસ આંશિક અથવા સંપૂર્ણપણે વિક્ષેપિત થયેલ હોઈ શકે છે. તેથી પ્રોસીજર અને સર્વિસમાં ફેરફારો વિશે માહિતી મેળવી લેવાની સલાહ આપવામાં આવે છે.
  • જરૂરિયાત અનુસાર દવાઓ લઈ જાઓ.
  • કોઈ પણ સ્થળે, જે સમય દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય તેવા સમયે ત્યાં મુસાફરી ન કરવી વધુ યોગ્ય છે.
  • જાહેર પરિવહનના ઉપયોગ સમયે માસ્ક પહેરવો, આલ્કોહોલ-આધારિત સેનિટાઇઝરનો સમયાંતરે ઉપયોગ કરવો, હાથ ધોવા વગેરે જેવી ફરજિયાત સાવધાની રાખો.
  • અત્યારના સમયે, કોઈપણ કૉન્સર્ટમાં જવાનું તેમજ હવાની અવરજવર ન હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળો.
  • જ્યાં યોગ્ય સાવચેતીઓ લેવામાં આવતી હોય તેવા સ્થળે રહેવાનું પસંદ કરો. સ્ટાફ માસ્ક પહેરે છે. તમે જે રૂમમાં રહો છો તેની ચાવીઓ, રિમોટ કંટ્રોલ, ડોર નૉબ વગેરે સહિતની વારંવાર સંપર્કમાં આવતી જગ્યાઓ અને વસ્તુઓને જંતુમુક્ત કરવાની ખાતરી કરો.
  • ટ્રાવેલ સેફટી કિટ બનાવો. હેન્ડ સેનિટાઇઝર, સ્પેર માસ્ક, જંતુનાશક બૅગ્સ અને તેવી અન્ય વસ્તુઓને સામેલ કરો.
નોંધ: કૃપા કરીને સુરક્ષિત અને સરળ મુસાફરી માટે ડેસ્ટિનેશન ટ્રાવેલ ગાઇડલાઇનનો સંદર્ભ લો.

સંક્ષિપ્તમાં

પરત ફર્યા બાદ, સ્થાનિક અધિકારી/સરકાર દ્વારા સૂચવવામાં આવેલ દિવસો માટે તમે અને તમારી સાથે મુસાફરી કરેલ તમામ વ્યક્તિઓએ સેલ્ફ-ક્વોરન્ટાઇન રહેવું જરૂરી છે. કોઈપણ લક્ષણ જણાય તો કોવિડ-19 ટેસ્ટ કરાવો. આપણે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. હાલની મહામારીના પરિણામે મુસાફરી પર પ્રતિબંધો આવ્યા છે તે વાત આપણે સ્વીકારવી જ રહી. સાવચેતીના પગલાં અને રસીકરણ અભિયાનને કારણે મુસાફરીની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. તમને કદાચ જાણ ના હોય, પરંતુ માર્કેટમાં ઉપલબ્ધ છે કસ્ટમાઇઝ કરેલ, વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ. યોગ્ય પગલાં લો અને ચિંતા પાછળની મુસાફરી શરૂ કરો. સ્માર્ટ અને સુરક્ષિત રીતે મુસાફરી કરો!  

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે