રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Refund On Flight Cancellation
જાન્યુઆરી 27, 2023

શું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ફ્લાઇટ કૅન્સલેશન પર રિફંડ આપવામાં આવે છે?

કલ્પના કરો કે તમે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ઉત્સાહિત છો, અને પ્રવાસના થોડા દિવસ પહેલાં જ પડી જવાને કારણે તમારો પગ ભાંગી જાય છે. સૌ પ્રથમ તો તે તમારો ઉત્સાહ ભાંગી શકે છે, પરંતુ તેથી પણ વધુ અગત્યની વાત એ છે કે તમે ફ્લાઇટ બુકિંગ પર ખર્ચ કરેલ રકમમાંથી મોટી રકમ ગુમાવી શકો છો. ત્યારે, આવી પરિસ્થિતિમાં, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઉપયોગી અને મદદરૂપ સાબિત થાય છે. જો કે, તમારી ટિકિટનું વળતર મેળવવા માટે, તમારી ફ્લાઇટ રદ થવાનું કારણ યોગ્ય અને પૉલિસીના નિયમો મુજબ હોવું જોઈએ. તેથી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતાં પહેલાં, તેમાં ફ્લાઇટ કૅન્સલેશનને કવર કરવામાં આવે છે કે નહીં તે તમારે તમારા ઇન્શ્યોરરને પૂછવું જરૂરી છે? ચાલો આ પાસા પર વધુ માહિતી મેળવી અને ફ્લાઇટ કૅન્સલેશનના કિસ્સામાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે તે સમજીએ.

ટ્રાવેલ ફ્લાઇટ કૅન્સલેશન કવર શું છે?

ફ્લાઇટ કૅન્સલેશન કવર, જે ફ્લાઇટ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, તે તમારા નિયંત્રણની બહારના અણધાર્યા કારણોસર તમારી મુસાફરી રદ થઈ જાય તો બુક કરેલ ફ્લાઇટ ટિકિટના ખર્ચને કવર કરવામાં તમારી મદદ કરે છે. આવા કિસ્સામાં ઇન્શ્યોરર તમારી પાસેથી પૂર્વ-નિર્દિષ્ટ કૅન્સલેશન ફી વસૂલ કરી શકે છે. કૅન્સલેશન ફી પ્રત્યેક ઇન્શ્યોરર માટે અલગ અલગ હોઇ શકે છે. ઉપરાંત, જો તમારી ફ્લાઇટની પ્રસ્થાન તારીખ નજીક હોય, તો કૅન્સલેશન ફી સામાન્ય રીતે વધુ હોય છે. કેટલાક કિસ્સાઓમાં, જો કૅન્સલેશન છેલ્લી ઘડીએ કરવામાં આવે છે અથવા તમે એરપોર્ટ પહોંચતા નથી, તો તમારે કૅન્સલેશન પર 100% ચૂકવવા પડી શકે છે.

મારા ફ્લાઇટ કૅન્સલેશન કવરમાં શું કવર થાય છે?

અગાઉ જણાવ્યા મુજબ, ફ્લાઇટ કૅન્સલેશન પૉલિસી વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે અલગ હોઈ શકે છે. તેમ છતાં, કેટલાક મૂળભૂત કવરેજ મોટાભાગના ઇન્શ્યોરર દ્વારા ઑફર કરવામાં આવે છે. તેથી તમારા પ્રશ્ન, જો હું મારી ફ્લાઇટ રદ કરાવું તો મને રિફંડ મળશે? તેનો જવાબ જાણવા માટે, ચાલો પહેલાં તમારી ફ્લાઇટ કૅન્સલેશન પૉલિસીમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવર કરવામાં આવે છે તે જોઈએ:
  1. તમારી બીમારી, ઈજા જે તમને લાઇસન્સ પ્રાપ્ત ચિકિત્સકના આદેશ અનુસાર મુસાફરી કરવા માટે અયોગ્ય ઠેરવે છે, અથવા તમારું કે તમારી સાથે મુસાફરી કરી રહેલ વ્યક્તિનું અણધાર્યું મૃત્યુ.
  2. તમારા રહેઠાણના સ્થળે અથવા મુસાફરી કરીને તમે જે સ્થળે જઈ રહ્યા છો તે સ્થળે પર કોઈપણ કુદરતી આપત્તિ આવી પડવી.
  3. જો પરિવારના સભ્યને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તેમનું મૃત્યુ થાય છે (જો તેઓ તમારી સાથે મુસાફરી ન કરી રહ્યાં હોય તો પણ).
  4. જો તમને મુસાફરીના દિવસે કોર્ટ જેવા કાનૂની અધિકારી દ્વારા સાક્ષી તરીકે હાજર રહેવાનું કહેવામાં આવે છે.
ઉપર ઉલ્લેખિત કારણો તમે પસંદ કરેલી ઇન્શ્યોરન્સ કંપની અને પૉલિસી અનુસાર અલગ અલગ હોઈ શકે છે. જો તમારો કેસ માન્ય છે, તો તમને તમારા ઇન્શ્યોરર પાસેથી ડૉક્યૂમેન્ટેશન સાથે તમારી પ્રી-પેઇડ રકમના સો ટકા ભરપાઈ કરવામાં આવશે.

શું કોઈ એવી ટ્રાવેલ ફ્લાઇટ કૅન્સલેશન પૉલિસી છે જેમાં હું કોઈપણ કારણસર ફ્લાઇટ રદ કરાવી શકું?

તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક ઇન્શ્યોરર તેમના પૉલિસીધારકોને કોઈપણ કારણ વગર રદ કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે. સામાન્ય રીતે, તેને માટે વધુ કિંમત ચૂકવવી પડતી હોય છે. આ કલમ હેઠળ, તમે કોઈપણ ચોક્કસ કારણ વિના ફ્લાઇટ બુકિંગ રદ કરી શકો છો અને કુલ રકમના ઓછામાં ઓછા 50% - 75% રિફંડ મેળવી શકો છો. બેઝિક ફ્લાઇટ કૅન્સલેશન કવરેજની જેમ, આ લાભ મેળવવા માટે પણ યોગ્યતાના કેટલાક માપદંડ છે, જેમ કે:
  1. તમારા પ્રી-પેઇડ પ્રવાસનો પૂરેપૂરો ખર્ચ ઇન્શ્યોર કરાવવાનો રહેશે.
  2. ફ્લાઇટ બુકિંગની પ્રારંભિક ચુકવણીના 10-21 દિવસની અંદર પૉલિસી ખરીદવાની રહેશે.
  3. ફ્લાઇટ ઉપડવાના 48 થી 72 કલાક પહેલાં તમારે ટિકિટ રદ કરાવવી જરૂરી છે (પૉલિસી પ્લાન મુજબ).
  4. પૉલિસીના આધારે, કવરેજની રકમ 50-75% વચ્ચે રહેશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

  1. મુસાફરીના દિવસે જ હું ફ્લાઇટની ટિકિટ રદ કરાવીને રિફંડ મેળવી શકું છું? તે તમારી એરલાઇન અથવા ઇન્શ્યોરન્સ પૉલિસી પર આધારિત છે. મોટાભાગના કિસ્સાઓમાં, તમારી ફ્લાઇટ ઉપડવાના થોડા જ સમય પહેલાં ટિકિટ રદ કરાવવાથી 100% કૅન્સલેશન ફી ચૂકવવી પડે છે.
  2. શું વિદેશની મુસાફરી કરતી વખતે મારે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અથવા બેઝિક ટ્રાવેલ ફ્લાઇટ કૅન્સલેશન કવર ખરીદવું જોઈએ? દેશની બહાર જતી વખતે કોમ્પ્રિહેન્સિવ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો સલાહભર્યું છે, કારણ કે તેમાં વધુ જોખમ રહેલા હોય છે અને તેથી પૂરેપૂરું કવર મેળવવું એ વધુ સુરક્ષિત વિકલ્પ છે.
  3. ફ્લાઇટ કૅન્સલેશન ઇન્શ્યોરન્સ કેવી રીતે ક્લેઇમ કરવો? તમારે તમારી ટ્રિપ કૅન્સલેશનનું કારણ દર્શાવતું જરૂરી ડૉક્યૂમેન્ટેશન તમારા ઇન્શ્યોરર પાસે સબમિટ કરવાનું રહેશે. શક્ય એટલો વધુ લાભ મેળવવા માટે ઇન્શ્યોરરને શક્ય તેટલી વહેલી તકે જાણ કરવાની ખાતરી કરો.
  4. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કેટલીક સારી અને જેન્યુઇન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ કઈ છે? તમે પોતાના માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો એવી ઘણી સારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે જેમ કે બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, વગેરે.

તારણ

શું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ ફ્લાઇટ કૅન્સલેશનને કવર કરવામાં આવે છે? તે પ્રશ્નના જવાબ માટે ઉપરોક્ત ડેટા પૂરતો છે. તેથી જો તમે પણ આગામી દિવસોમાં ટ્રિપની યોજના બનાવી રહ્યા છો, તો તમારી ફ્લાઇટની ટિકિટ માટે ઇન્શ્યોરર પાસેથી કવર મેળવી લો, જેથી તમે અણધારી પરિસ્થિતિઓ અને ઇમરજન્સીના કિસ્સામાં તેની પર વળતર મેળવી શકો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે