રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
જાન્યુઆરી 22, 2021

શેન્જન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટેની શું જરૂરિયાત હોય છે?

યુરોપિયન દેશની મુલાકાત લેવાનો આનંદ માણવો એ ઘણા લોકો માટે એક સપનું સાકાર થવા જેવું છે. પછી ભલે તમારી વર્ક ટ્રિપ હોય અથવા તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે વેકેશન પર હોવ, સૌપ્રથમ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે. આમ કરવાથી તમે તમારી યાત્રા દરમિયાન કોઈપણ અણધારી ઘટના સામે સુરક્ષિત રહી શકો છો. તમારા માર્ગદર્શન માટે, જ્યારે તમે શેન્ગન દેશની મુલાકાત લો ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિશે ધ્યાનમાં લેવા જેવી કેટલીક બાબતો નીચે આપેલ છે.

શેન્જન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટેની શું જરૂરિયાત હોય છે?

  • જો તમે જર્મની, યુનાઇટેડ કિંગડમ, સ્પેન વગેરે જેવા કોઈપણ શેન્ગન દેશોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર પડશે. જ્યારે તમે વિઝા માટે અપ્લાઇ કરો, ત્યારે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડશે.
  • તમારા શેન્ગન વિઝા મેળવવા માટે, તમારે જે દેશની મુલાકાત લેવા માંગો છો તેના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરવાની જરૂર પડશે.
  • શેન્ગન વિઝા માટેનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કોઈપણ જનરલ ઇન્શ્યોરન્સ કંપની, કે જેની ઑફિસ તમે જે શેન્ગન દેશમાં મુસાફરી કરવા માંગો છો તે દેશમાં આવેલ હોય, તેની પાસેથી ખરીદી શકાય છે.
  • છેલ્લે, તમારું કવર સમગ્ર ટ્રિપ માટે લેવામાં આવેલ હોવું જોઈએ.

શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ શું કવરેજ પ્રદાન કરવામાં આવે છે?

પૉલિસીના નિયમો અને શરતો મુજબ, તમને નીચે આપેલી પરિસ્થિતિઓ માટે કવરેજ પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે તમે ભારતમાં શેન્ગન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે અપ્લાઇ કરો:
  1. પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારનો અવરોધ

ખરાબ હવામાનની સ્થિતિઓ અથવા અનપેક્ષિત અશાંતિ જેવા કોઈપણ કારણોસર તમારા પ્રવાસમાં અવરોધ ઊભો થઈ શકે છે. આવા અવરોધનો ખર્ચ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા ભોગવવામાં આવશે.
  1. કનેક્ટિંગ ફ્લાઇટ્સ ચૂકી જવી

તમે જે સ્થળે જઇ રહ્યા છો ત્યાં પહોંચવા માટે જો તમારે કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની હોય, પરંતુ તે તમારા નિયંત્રણ બહારના, ફ્લાઇટમાં વિલંબ જેવા કોઈ પણ કારણસર ચૂકી જવાય છે, તો તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા તમને તમારા નિર્ધારીત સ્થળે પહોંચાડવા માટે બીજી ફ્લાઇટ માટે સગવડ કરી આપવામાં આવશે.
  1. સ્થળ ખાલી કરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ

જો કોઈ રોગચાળો ફેલાય છે અથવા હુમલા જેવી કટોકટીની પરિસ્થિતિ ઉદભવે છે, તો તમારે તરત જ દેશ છોડવો પડશે. દેશ છોડીને જવા પાછળ થતો આ ખર્ચ તમારા ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવશે.
  1. આંશિક અથવા કાયમી વિકલાંગતા

અકસ્માત આંશિક અથવા કાયમી વિકલાંગતામાં પણ પરિણમી શકે છે. આ કિસ્સામાં, તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા સારવારનો ખર્ચ વહન કરવામાં આવે છે અને પૉલિસીમાં હાજર નિયમો અને શરતોના આધારે તમને વળતરની રકમ ચૂકવવાનું વચન આપે છે.
  1. હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ

જો તમે શેન્ગન દેશમાં તમારી મુસાફરી દરમિયાન બીમાર પડો, તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીની શરતો મુજબ, કંપની સારવારનો ખર્ચ વહન કરશે.
  1. સામાન ખોવાઈ જવો

તમારા પ્રવાસ દરમિયાન તમારો સામાન ચોરાઈ જવાની સંભાવના હોય છે. તમારો તમામ જરૂરી સામાન બેગ સાથે ગુમાવવાને કારણે તમારે તે ખરીદવાની જરૂર પડે છે, અને તેના ખર્ચની ભરપાઈ તમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા કરવામાં આવશે.
  1. પાર્થિવ દેહને સ્વદેશ પરત મોકલવો

તમારી યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિના અચાનક મૃત્યુના કિસ્સામાં, તેમના પાર્થિવ દેહને તેમના વતનમાં પરત મોકલવો જરૂરી છે. પૉલિસીની શરતો અનુસાર આ ખર્ચ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા વહન કરવામાં આવે છે.
  1. અકસ્માતને કારણે થયેલ ઈજા અથવા મૃત્યુ

જો કોઈ અકસ્માત થાય છે અને તમને ઈજા થાય છે, અથવા ખરાબમાં ખરાબ કિસ્સામાં, મૃત્યુ થાય છે, તો પૉલિસીમાં ઉલ્લેખિત નિયમો અને શરતોના આધારે તમને અથવા તમારા પરિવારને વળતર ચૂકવવામાં આવશે.
  1. ખરાબ હવામાનને કારણે મુસાફરીમાં વિલંબ

ખરાબ હવામાનને કારણે તમારી મુસાફરીમાં વિલંબ થઈ શકે છે. જો કે, તમારી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપની તમારી સાથે છે, કારણ કે આવી પરિસ્થિતિમાં તેઓ તમને બુકિંગમાં મદદ કરશે. ખાસ કરીને તમે જ્યારે શેન્ગન દેશની મુલાકાતે જાઓ છો, ત્યારે યુરોપ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ , ખરીદવો ફરજિયાત છે. તમારા ટ્રાવેલ પ્લાન હેઠળ શું કવર કરવામાં આવે છે તે વિશે તમને તમામ માહિતી હોવી જરૂરી છે, જે તમને તમારા પ્રવાસ દરમિયાન ઉપયોગી નિવડશે. છેલ્લે, પૉલિસી ખરીદતા પહેલાં પૉલિસી ડૉક્યૂમેન્ટને કાળજીપૂર્વક વાંચવાની ખાતરી કરો.   *સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે