રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)

સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858

અંગ્રેજી

Claim Assistance
Get In Touch
Tips To Choose The Best Plan
8 ડિસેમ્બર, 2024

ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કઈ તબીબી પરિસ્થિતિઓ અસર કરે છે? શ્રેષ્ઠ પ્લાન પસંદ કરવા માટેના સૂચનો

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવરેજ નિર્ધારિત કરવામાં મેડિકલ સમસ્યાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે પહેલાંથી હોય તેવી સમસ્યા હોય કે અનપેક્ષિત બીમારી હોય, આ પરિબળો તમારી પૉલિસીને કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે. યોગ્ય સમજણ મુસાફરોને યોગ્ય પ્લાન પસંદ કરવામાં મદદ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેઓ તેમની મુસાફરી દરમિયાન પર્યાપ્ત રીતે સુરક્ષિત રહે. આ માર્ગદર્શિકા સમજાવે છે કે મેડિકલ સમસ્યાઓ ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કેવી રીતે અસર કરે છે અને શ્રેષ્ઠ કવરેજને સુરક્ષિત કરવા માટેની ટિપ્સ પ્રદાન કરે છે. ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન હોવાના ઘણા લાભો છે. આવા પ્લાન હેઠળ કવર કરવામાં આવતું હોય છે:
  1. અકસ્માત અથવા અચાનક થતી બીમારીઓ જેવી અણધારી સ્થિતિઓથી ઉદ્ભવતા તબીબી ખર્ચ.
  2. ફ્લાઇટ, હોટલ અને વચ્ચેના અન્ય રોકાણના બુકિંગનું કૅન્સલેશન.
  3. સામાન ખોવાઈ જવો અથવા તેને નુકસાન થવું.
  4. કોઈ પણ કારણોસર રોકડની તાત્કાલિક જરૂર.
જો કે, પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ અનુસાર તમને મળી શકવા યોગ્ય સુરક્ષામાં ફેર પડી શકે છે, પછી ભલે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો.

ટ્રાવેલ ઇન્શ્યોરન્સને કઈ તબીબી પરિસ્થિતિઓ અસર કરે છે?

પહેલાંથી હાજર તબીબી પરિસ્થિતિઓમાં એવી બીમારીઓ, રોગ અથવા સ્વાસ્થ્યને લગતાં જોખમોનો સમાવેશ થાય છે કે જેને કારણે ટૂંક સમયમાં તબીબી ઇમરજન્સી ઉદ્ભવી શકે છે. સામાન્ય રીતે, નીચે જણાવેલ તકલીફોને પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ માનવામાં આવે છે:
  1. કૅન્સર, એચઆઇવી, એઇડ્સ વગેરે જેવા જીવલેણ રોગ.
  2. તાજેતરમાં કરવામાં આવેલ અંગ પ્રત્યારોપણ અથવા સર્જરી.
  3. એવી તબીબી સમસ્યાઓ જેને કારણે ટૂંક સમયમાં જ હૉસ્પિટલમાં દાખલ થવાની અથવા સર્જરીની જરૂર પડી શકે છે.
  4. એવી તકલીફો કે જેને માટે કોઈ નિષ્ણાત ડૉક્ટરની નિયમિત મુલાકાત લેવાની જરૂર હોય.
ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પર સ્વાસ્થ્યને લગતી કઈ તકલીફો અસર કરે છે તે સમજવું જરૂરી છે. સ્વાસ્થ્યને લગતી પહેલાંથી હોય તેવી તકલીફો કોઈપણ પ્રકારની હોઈ શકે છે - તમને તે વિશે જાણકારી હોઇ શકે છો, તમે તે વિશે અજાણ પણ હોઇ શકો છો, તેના માટે ક્યુરેટિવ પ્રક્રિયા કરાવેલ છે, અથવા તેના માટે સર્જરી અથવા ક્યુરેટિવ પ્રક્રિયા કરવાની યોજના બનાવી છે. તમારા ઇન્શ્યોરર દ્વારા તમારી મુસાફરી દરમિયાન આવી ઇમરજન્સી ઉદ્ભવવાનો, તેને પરિણામે તબીબી ખર્ચમાં વૃદ્ધિ થવાનો અને મુસાફરી કરતી વખતે તમારા ગ્રુપ અથવા તમારા પરિવાર માટે થતી અસુવિધાના જોખમને સમજવાનો પ્રયત્ન કરવામાં આવશે.

શું તમારે પહેલાંથી હોય તેવી સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવી જોઈએ?

એનો ટૂંકમાં જવાબ છે - હા, તમારે હાલની સ્વાસ્થ્યને લગતી તકલીફો વિશે તમારા ઇન્શ્યોરરને જાણ કરવી જોઈએ. આ શા માટે જરૂરી છે તે સમજવા માટે અહીં એક નાનું ઉદાહરણ આપેલ છે: પૂજાએ તાજેતરમાં જ બેંકર તરીકે તેના કાર્યનું પહેલું વર્ષ પૂર્ણ કર્યું. તેણે પોતાના માતાપિતાને પેરિસની મુસાફરી કરાવવાના પોતાના બાળપણના વિચારને અમલમાં મૂકવા માટે પૂરતી બચત કરી હતી. તેણે ટિકિટ બુક કરાવીને તેના પરિવાર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદ્યો. દુર્ભાગ્યે, મુસાફરી દરમિયાન તેના પિતાને સ્ટ્રોક આવ્યો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. જોકે તેઓ સાજા થઈ ગયા હતા, પરંતુ આ ઘટનાને કારણે મુસાફરીના ખર્ચમાં અને પરિવારની ચિંતામાં ઉમેરો થયો હતો. ત્યારબાદ, પૂજાએ ક્લેઇમ દાખલ કર્યો હતો, પરંતુ તેમનો ક્લેઇમ નકારવામાં આવ્યો હતો અને તે જાણીને તેને આઘાત લાગ્યો હતો. ત્યારબાદ, તેને જાણવા મળ્યું કે માત્ર થોડા મહિના પહેલાં જ તેના પિતાને હળવો એટેક આવેલ હતો - એક એવી હકીકત કે જેની તેના માતાપિતાએ તેને જાણ કરી ન હતી. આવી ઘટનાઓ તમારી કલ્પના કરતાં વધુ સામાન્ય રીતે બનતી હોય છે. તમારા ઇન્શ્યોરર દ્વારા પ્રત્યેક અરજદારની પહેલાની તબીબી સ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવશે, ખાસ કરીને છેલ્લા 2 થી 3 મહિનાના તાજેતરના તબીબી ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હવે, આ સ્થિતિ માટે પૂજાનો કોઈ દોષ ન હતો. પરંતુ, તેને અને તેના પરિવારને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાનની પૉલિસીઓ વિશે જાણ હોવી જોઈતી હતી. જો તેને પહેલાંથી હાજર તબીબી સ્થિતિ વિશે જાણ હોત, તો તેઓ વધુ માહિતીપૂર્ણ નિર્ણય લઈ શક્યા હોત:
  1. તેમના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાના પિતા માટે સુરક્ષા પ્રદાન કરતાં ઍડ-ઑન અથવા રાઇડરને લેવું.
  2. થોડા મહિના રાહ જોવી અને તેમના પિતાને સંપૂર્ણ સ્વસ્થ થવા દેવા. અને બાદમાં તે તબીબી રીતે સ્વસ્થ હોય અને સ્વાસ્થ્યને લગતું કોઈપણ જોખમ ન હોય તે યોગ્ય તબીબી પરીક્ષણો દ્વારા ખાતરી કર્યા બાદ મુસાફરી કરવી.
  3. સ્વાસ્થ્યને લગતી કઈ તકલીફો માટે કયો મેડિકલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે તે અંગે તેઓ વધુ તપાસ કરી શક્યા હોત? આમ ન થાય તે સુનિશ્ચિત કરવાની એક સરળ રીત છે, તમામ પ્રાથમિક સમાવિષ્ટ બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ અથવા ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તુલના કરવી અને ત્યારબાદ જ તેની ખરીદી કરવી.

સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે કયો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ શ્રેષ્ઠ છે?

તમારી પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓની જાણ તમારા ઇન્શ્યોરરને શરૂઆતમાં જ કરવી એ મોટા પડકાર જેવુ લાગી શકે છે. શું તેને કારણે તમારી અરજીને તરત જ અસ્વીકાર કરવામાં નહીં આવે? ના, ઇન્શ્યોરન્સ પ્લાન આ રીતે કામ કરતા નથી. તમારે બજાજ આલિયાન્ઝના સલાહકાર સાથે વાત કરવી જોઈએ. તમને જાણવા મળશે:
  1. એવી પૉલિસીઓ, જેના હેઠળ પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓને કવર કરતા ઍડ-ઑન મેળવી શકાય.
  2. વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ: વૃદ્ધ લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ખાસ કરીને ડિઝાઇન કરેલ પ્લાન.
  3. વિવિધ ઇન્શ્યોરન્સ પ્લાન દ્વારા સંભવિત તબીબી ખર્ચને ઘટાડવાના અથવા ટ્રિપની રાહ જોવા જેવા વૈકલ્પિક માર્ગો.
નોંધ કરો કે પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ માટે તમને ઇન્શ્યોરન્સ પૉલિસી મુજબ રકમ ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે, પૂજાના પિતાને દુર્ભાગ્યે અકસ્માત થાય અને તેમનો ખભો ઉતરી જાય, તો તેમનો ખર્ચ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે તેવી અપેક્ષા તેઓ રાખી શકે છે. આ પણ વાંચો: લાંબા ગાળાના ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે મૂળભૂત બાબતોને સમજવું

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. શું તમારે ડૉક્યૂમેન્ટેશન પૂર્ણ થાય તે પહેલાં તમારા ઇન્શ્યોરરને પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓની જાણ કરવી જોઈએ?

હા. તમારે તબીબી સમસ્યાઓની વિગતવાર જાણ કરવી જોઈએ અને ડૉક્યૂમેન્ટેશન આપતા પહેલાં સંબંધિત રિપોર્ટ પ્રદાન કરવા જોઈએ. જો તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ઑનલાઇન પણ ખરીદો છો તો પણ શું બાકાત રાખવામાં આવે છે તેની નોંધ કરો.

2. જો તમે પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ ધરાવો છો, તો પણ તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મળી શકે છે?

હા. સમર્પિત વિકલ્પો અથવા ઍડ-ઑન દ્વારા પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ સાથે પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવી શકાય છે. તેને સમયસર જાહેર કરો, ત્યાર બાદ ઇન્શ્યોરન્સ સલાહકાર દ્વારા તમને આગળ માર્ગદર્શન આપવામાં આવશે.

3. જો તમે તમારી પહેલાંથી હોય તેવી તબીબી સમસ્યાઓ જાહેર કરી હોય, તો પણ તમારો ક્લેઇમ નકારી શકાય છે?

હા. ક્લેઇમ નકારવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તેને અગાઉથી જાહેર કરવાથી તમારી પાસે ઇમરજન્સીમાં જરૂર સમયે ઍડ-ઑન અથવા બેકઅપ મળી શકે છે.

શું આ લેખ ઉપયોગી હતો? તેને રેટિંગ આપો

સરેરાશ રેટિંગ 5 / 5. વોટની સંખ્યા: 18

હજુ સુધી કોઈ વોટ મળેલ નથી! આ પોસ્ટને સૌ પ્રથમ રેટિંગ તમે આપો.

શું આ લેખ પસંદ આવ્યો?? તેને તમારા મિત્રો સાથે શેર કરો!

તમારા વિચારો શેર કરો. નીચે કોમેન્ટ લખો!

જવાબ આપો

તમારું ઇમેઇલ ઍડ્રેસ પ્રકાશિત કરવામાં આવશે નહીં. તમામ ફિલ્ડ ભરવા જરૂરી છે