લોકોને વિશ્વના સ્મારકો અને તેમની સાથે સંકળાયેલ સાંસ્કૃતિક વારસાના મહત્વની સમજ આપવા માટે વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક દેશના પોતાના સ્મારકો હોય છે જે તે દેશના ઇતિહાસનો હિસ્સો હોય છે અને સંસ્કૃતિના ઘડતરમાં જેનું યોગદાન હોય છે. આ પ્રસંગે, અમે વિશ્વભરમાં પાંચ હેરિટેજ સાઇટ સૂચિબદ્ધ કરીએ છીએ જે તમારે તમારા જીવનકાળમાં ઓછામાં ઓછી એકવાર જોવી જોઈએ.
ગ્રાન્ડ પ્લેસ, બ્રસેલ્સ, બેલ્જિયમ
ડચ ભાષામાં "ગ્રોટ માર્કેટ" અને ફ્રેન્ચમાં "ગ્રોં પ્લાસ" તરીકે ઓળખાતું ગ્રાન્ડ પ્લેસ એ બારોક સ્ટાઇલનું સ્થાપત્યકળાનો અદ્ભુત નમૂનો છે. તે બ્રસેલ્સનું સેન્ટ્રલ સ્ક્વેર છે અને તેની આજુબાજુમાં ટાઉન હૉલ અને રાજાનું ઘર આવેલ છે. આ સ્ક્વેર એ પર્યટકો માટે મહત્વપૂર્ણ સ્થળ છે અને શહેરનું એક લેન્ડમાર્ક છે. ગ્રાન્ડ પ્લેસ ફ્રેન્ચ આક્રમણનો ભોગ બન્યું હતું અને તેને નષ્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તેને ફરીથી બનાવવામાં આવ્યું હતું અને તેનો મૂળ વૈભવ પુન: પ્રાપ્ત થયો હતો. આ સ્ક્વેર ઇતિહાસના વિવિધ તબક્કાઓમાં ઘણી ઘટનાઓનું સાક્ષી રહી ચૂક્યું છે. 1971 થી, દર બે વર્ષે ઓગસ્ટ મહિનામાં, કે જેમાં સૌથી વધુ ધસારો જોવા મળે છે, તે સમયે ફૂલોની એક વિશાળ કાર્પેટ સ્થાપિત કરવામાં આવે છે.
ઓલિમ્પિયા, ગ્રીસ
ઓલિમ્પિયા એ પ્રાચીન ઓલિમ્પિક રમતોનું સ્થળ છે. આ એ જ સ્થળ છે જ્યાં, આજે પણ રમાય છે તેવા, વિશ્વના સૌથી મોટા રમતોત્સવની શરૂઆત થઈ હતી. તે તમને તેના અવશેષો દ્વારા સભ્યતાની ભૂતકાળની વૈભવની જાણકારી આપે છે. પ્રાચીન ઓલિમ્પિક સ્ટેડિયમની મુલાકાત લેતાં પહેલાં મ્યુઝિયમની મુલાકાત લેવાથી તમને તે સ્થળના સંદર્ભમાં માહિતી મળી રહે છે. સિમ્બોલિક અને શુદ્ધ ઓલિમ્પિક જ્યોત તે સ્થળે આજે પણ આધુનિક ગેમ્સ માટે પ્રજવલિત છે. જો તમે ઓલિમ્પિક ગેમ્સને રસપૂર્વક નિહાળો છો અથવા ખરેખર ગ્રીક દંતકથાઓને પસંદ કરો છો, તો આ સ્થળે ઝીઉસ અને હેરાના મંદિરોના અવશેષો પણ હોવાથી આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
કોલોસિયમ, રોમ
કોલોસિયમ એ રોમનો દ્વારા બનાવવામાં આવેલા સૌથી મોટા એમ્ફિથિયેટરમાંથી એક છે. તે એક સાથે 55,000 લોકોને સમાવી શકે છે અને તે મુખ્યત્વે રોમન રાજાઓની ભવ્યતા અને શક્તિ પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જ્યારે કેદીઓ અને યુદ્ધના ગુનેગારોનો લોહિયાળ લડાઈઓ લડવા માટે ગ્લેડીયેટર્સ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે કોલોસિયમે ઘણો રક્તપાત જોયો છે. આ યુદ્ધમાં માત્ર લોકો જ નહીં, પરંતુ લોકોના મનોરંજન માટે ચિત્તા, રીંછ, વાઘ, મગર વગેરે જેવા જંગલી પ્રાણીઓનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. એવું કહેવાય છે કે રોમનોએ વિદેશી ભૂમિ પર કેવી રીતે વિજય મેળવ્યો તે દર્શાવવા, લડાઈમાં થયેલા રક્તપાત જેટલો જ રક્તપાત કરીને આ લડાઇઓ કરવામાં આવતી હતી. ખ્રિસ્તી ધર્મનું આગમન થયા બાદ આ જીવલેણ રીતોનો ત્યાગ કરવામાં ન આવ્યો ત્યાં સુધી કોલોસિયમનું વાતાવરણ ભયાનક હતું.
હોર્યુજી, જાપાન
હોર્યુજી જાપાનના સૌથી જૂના મંદિરોમાંથી એક છે અને વિશ્વની સૌથી જૂની ટકી રહેલી લાકડાંની સંરચનાઓમાંથી એક છે. તેની રચના પ્રિન્સ શોટોકુ દ્વારા કરવામાં આવી હતી, જે આ ક્ષેત્રમાં બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. આ સ્થળ જોવું જરૂરી છે કારણ કે ત્યાં જાપાનનું સૌથી જૂનું પાંચ માળનું પગોડા આવેલ છે. તે સદીઓથી મોટા ભૂકંપ અને આગની સામે અડીખમ ઊભા રહેવા માટે પણ જાણીતા છે. આ જગ્યાની સુંદરતા માત્ર બાહ્ય જ નહીં, મંદિરની અંદર પણ ફ્રેસ્કો કલા અને વિવિધ પ્રતિમાઓ સુશોભિત છે - જાણે કે પોતે જ એક સંગ્રહાલય.
કોલોન કેથેડ્રલ, કોલોન, જર્મની
કોલોન કેથેડ્રલનું નિર્માણ 1248 માં શરૂ કરવામાં આવ્યું હતું જે 1880 સુધી ચાલ્યું હતું, અને બાંધકામ માટે લાગેલા આ સમયને જોતાં, આ ગોથિક માર્વેલના નિર્માણમાં કેટલું બારીક કામ થયું હશે તેનો ખ્યાલ આવી શકે છે. તે ખ્રિસ્તી લોકોનું તીર્થસ્થળ છે અને તે ઉત્તર યુરોપનું સૌથી મોટું ચર્ચ પણ ગણવામાં આવે છે. કેથેડ્રલના ખૂબ જાણીતા આર્કિટેક્ચર ઉપરાંત, લોકો "શ્રાઇન ઑફ થ્રી કિંગ્સ", બ્રોન્ઝથી બનાવેલ એક પાત્ર અને રત્નોથી સુશોભિત ચાંદી તથા ઇન્ફન્ટ જીસસ સાથે બ્લેસ્ડ વર્જિન મેરીની વુડન કલાકૃતિ માટે લોકો આ જગ્યાની મુલાકાત લે છે. કેથેડ્રલના દરેક ખૂણાની એક પોતાની વાત છે, સ્ટેઇન્ડ ગ્લાસથી લઈને હાઇ અલ્ટર સુધીનો દરેક ભાગ એક નજારો છે. આ સ્થળે સેંટ પીટરનો બેલ પણ આવેલ છે, જેનું વજન 24,000 ટન છે. જો તમે મધ્યકાલીન ઇતિહાસ અને કલાના પ્રેમી છો, તો આ સ્થળની મુલાકાત લેવી જરૂરી છે.
વિવિધ દેશોની મુસાફરી કરવાથી અને વિવિધ સંસ્કૃતિઓને જાણવાથી આપણા ક્ષિતિજનો વિસ્તાર થાય છે અને આપણને ઘણું શીખવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેવી વધુ જરૂરી છે, કારણ કે તેઓ ભૂતકાળનું દર્શન કરાવે છે અને સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો તે વિશે આપણને જાણકારી આપે છે. પોતાને ઇન્શ્યોર કરવા એ પણ તેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ એ જ્યારે કોઈ નાની તકલીફ અથવા મોટી સમસ્યા હોય ત્યારે આપણી મદદે આવતું સાવચેતીનું એક પગલું છે.
Minar is one of the UNESCO World Heritage site located in the capital city of India – Delhi. It was built by Qutab-ud-din Aibak, the first
Nice
much required info.. people losing importance today
beautiful places
Travelling here will be so awesome
beautiful places indeed! Amazing collection
સરસ પૉસ્ટ. અમારી સાથે શેર કરવા બદલ આભાર .
સરસ રીતે કાર્ય કરતા રહો