રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર એ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા ઑફર કરાયેલ એક સુવિધાજનક ઑનલાઇન ટૂલ છે. તે તમને વિવિધ પરિબળોના આધારે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના અંદાજિત ખર્ચનું અનુમાન લગાવવામાં મદદ કરે છે. તમારી કાર અને ઈચ્છિત કવરેજ વિશે વિગતો દાખલ કરીને, કેલ્ક્યુલેટર વિવિધ ક્વોટેશનની તુલના કરવા અને કેવી રીતે વિવિધ પરિબળો પ્રીમિયમની રકમને પ્રભાવિત કરે છે તે સમજવા માટે એક શરૂઆત પ્રદાન કરે છે.
કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર ઘણા લાભો ઑફર કરે છે:
સરળ તુલના : વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી તરત જ અંદાજિત પ્રીમિયમ મેળવો, જે તમને એજન્ટનો સંપર્ક કરતા પહેલાં કવરેજ વિકલ્પો અને કિંમતની તુલના કરવાની સુવિધા આપે છે.
માહિતગાર નિર્ણયો : તમારી કાર માટે કવરેજ અને વાજબીપણા વચ્ચે યોગ્ય રીતે સંતુલિત વિકલ્પ પસંદ કરવા માટે મૂલ્યવાન માહિતી મેળવો.
સમય બચાવે છે : ક્વોટેશન મેળવવા માટે લાંબા કૉલ અથવા એજન્ટની મુલાકાતોથી બચો. તમે ઘરબેઠાં આરામથી તમારા ઇન્શ્યોરન્સની કિંમતનો અંદાજ મેળવો.
પારદર્શિતા : વિવિધ પરિબળો પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે તે અગાઉથી જોવાની સુવિધા આપીને કિંમતમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે.
અમારા કમર્શિયલ કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટરમાંથી અંદાજની ગણતરી કરવા માટે, તમારે માત્ર નીચેના પગલાંઓને અનુસરવાના રહેશે:
અમારી વેબસાઇટ પર કાર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર પેજની મુલાકાત લો
વિવિધ વિગતો જેમ કે કાર મોડેલ, કારના રજિસ્ટ્રેશનનું રાજ્ય, ઉત્પાદનનું વર્ષ અને પૂછવામાં આવેલી વ્યક્તિગત માહિતી દાખલ કરો.
સબમિટ પર ક્લિક કરો અને તમારા કાર ઇન્શ્યોરન્સમાંથી તમે શેની અપેક્ષા રાખી શકો તે વિશે સ્પષ્ટ માહિતી મેળવો!
જો તમે તમારા શેડ્યૂલ પર નિયંત્રણ રાખવા માંગો છો તો આજના સમયમાં એક કાર ચોક્કસપણે જરૂરી છે. તમે તેમાં જે સમય ખર્ચ કરો છો તેને ધ્યાનમાં રાખીએ તો તમને એવું લાગી શકે છે કે તે તમારું બીજું ઘર છે.
જયારે સારી કારમાં ઇન્વેસ્ટ કરવું આવશ્યક છે તેમજ વ્યાપક કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોકાણ કરવું પણ જરૂરી છે. તે માત્ર અકસ્માત અને રસ્તા પરની અન્ય દુર્ઘટનાઓથી જ તમને અને તમારી કારને ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરતું નથી, પરંતુ તે એક વૈધાનિક આવશ્યકતા પણ છે.
અમે જાણીએ છીએ કે જ્યારે ધ્યાન દેવા લાયક ઘણા પરિબળો હોય ત્યારે કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવો એ ગૂંચવણવાળો અને બિહામણો લાગી શકે છે. જો કે, પ્રીમિયમ એ પૉલિસી દ્વારા પ્રદાન કરવામાં આવતા કવરેજ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ પરિબળ હોય છે.
અમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તમામ મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને તમારે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમનો અંદાજ આપે છે.
અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરના અસ્તિત્વ પાછળનું કારણ એ છે કે તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમ. અમે કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુથી કૅલ્ક્યૂલેટર ડિઝાઇન કર્યું છે. કૅલ્ક્યૂલેટરના કેટલાક લાભો નીચે મુજબ છે:
✓ તમને પ્રીમિયમ રકમનો ત્વરિત અંદાજ આપે છે
✓ કવરેજ બદલવાથી અને અન્ય પરિબળો કેવી રીતે પ્રીમિયમના ખર્ચને અસર કરે છે તે વિશે તમને એક વિચાર આપે છે
✓ ખરીદીના સમયે તમારે જે ડૉક્યૂમેન્ટની જરૂર પડશે તેના માટે તમને તૈયાર કરે છે
✓ તમારે ઉતાવળમાં કોઈ પ્લાન પસંદ કરવાની જરૂર નથી
✓ અને સૌથી મહત્વપૂર્ણ, પ્રીમિયમની ગણતરી કરતી વખતે તમારા ઉપર ગણિતશાસ્ત્રી બનવાનું દબાણ દુર કરે છે.
વપરાયેલી કાર માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે તમારે ઘણી વિગતો પ્રદાન કરવાની રહેશે. આમાં કારનો પ્રકાર અને તેના ઇંધણનો પ્રકાર શામેલ છે, જે બેઝ પ્રીમિયમ નિર્ધારિત કરવામાં મદદ કરે છે. તમારે તમારા કાર ઇન્શ્યોરન્સ પ્લાનનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે, કારણ કે વિવિધ પ્લાન અલગ અલગ લેવલનું કવરેજ ઑફર કરે છે. કાર કેટલી જૂની છે તે અને લોકેશનની ચકાસણી કરવા માટે કારનો રજિસ્ટ્રેશન નંબર આવશ્યક છે. જો માલિકીમાં કોઈ ફેરફારો થયા હોય, તો તે વિગતો પણ જરૂરી છે. આખરે, તમારે અગાઉ કરેલા ક્લેઇમ વિશે જણાવવું આવશ્યક છે, કારણ કે અગાઉના ક્લેઇમ પ્રીમિયમની રકમને અસર કરી શકે છે.
નવી કાર માટે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની રહેશે. આમાં ઉત્પાદકનું નામ અને કાર મોડેલ શામેલ છે, જે કારની વેલ્યૂ અને જોખમના પરિબળોના આધારે પ્રીમિયમને પ્રભાવિત કરે છે. લોકેશન-વિશિષ્ટ દરો નિર્ધારિત કરવા માટે કાર રજિસ્ટ્રેશનનું રાજ્ય જાણવું આવશ્યક છે. ઉત્પાદનનું વર્ષ કારની આવરદા અને ડેપ્રિશિયેશનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. વધુમાં, તમારે કારના માલિક તરીકે તમારી વિગતો પ્રદાન કરવી આવશ્યક છે, જે તમારા ડ્રાઇવિંગ ઇતિહાસ અને ડેમોગ્રાફિકના આધારે પ્રીમિયમને અસર કરી શકે છે.
તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને સંભવિત રીતે ઘટાડવા માટેની કેટલીક ટિપ્સ અહીં આપેલ છે:
સલામત ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવી રાખો : તમારું પ્રીમિયમ ઓછું રાખવા માટે ટ્રાફિક ઉલ્લંઘન અને અકસ્માતોને ટાળો.
તમારી આઇડીવી વધારો (કોમ્પ્રિહેન્સિવ પૉલિસીઓ માટે) : વધુ આઇડીવી દ્વારા પ્રીમિયમમાં વધારો થાય છે, પરંતુ તેને ચોરી અથવા મોટા નુકસાનના કિસ્સામાં વધુ સારા કવરેજ માટે ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે.
ઉચ્ચ સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરો : ઉચ્ચ કપાતપાત્ર પસંદ કરવાથી તમારું પ્રીમિયમ ઓછું થાય છે પરંતુ તેનો અર્થ એ છે કે ક્લેઇમના કિસ્સામાં તમારે અગાઉ વધુ ચુકવણી કરવી પડશે.
તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરથી યોગ્ય આઉટપુટ મેળવવા માટે, તમારે સમજવાની જરૂર પડશે કે જે પ્રીમિયમની રકમ ચુકવવાની રહેશે તેને નક્કી કરનારા પરિબળો ક્યા છે અને અમે કેટલાક સૌથી મહત્વપૂર્ણ પરિબળો શૉર્ટલિસ્ટ કર્યા છે. તે અહીં આપેલ છે:
આ એક સૌથી મૂળભૂત પરિબળોમાંથી એક છે જે કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત કરવામાં ભૂમિકા ભજવે છે.
✓ કારની બનાવટ
અહીંનો નિયમ સરળ છે; વાહન જેટલું સુરક્ષિત છે, એટલા જોખમો ઓછા હશે અને પ્રીમિયમ પણ તેટલું ઓછું થશે.
સરળ છે ને, શું તે નથી?
ઉદાહરણ તરીકે, જો તમે એવી કાર પસંદ કરો છો જે ખોલવામાં મુશ્કેલ એવી શ્રેષ્ઠ લૉકિંગ વિશેષતા સાથે સજ્જ છે. તેમાં આપોઆપ ચોરી થવાના જોખમો ઘટી જતા હોય છે. જો કે, સ્પોર્ટ્સ કાર સાથે, સ્વાભાવિક રીતે જ જોખમો વધુ હોય છે, સ્પીડ ડ્રાઇવિંગ અને અકસ્માતથી ઉદ્ભવતા જોખમો ભૂલવા જોઈએ નહીં.
✓ કારમાં કોઈપણ ફેરફાર
તમારી કારમાં કરેલા કોઈપણ ફેરફારો તમારી ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી કાર શરૂઆતથી જ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ફિટ કરવામાં આવી છે પરંતુ તમે હવે તેને ઑટોમેટિક ટ્રાન્સમિશન પર કરવા માંગો છો, તો તે પ્રીમિયમને અસર કરશે.
✓ ફ્યુઅલ પ્રકાર
જ્યારે તમે ઇંધણની વધારે કાર્યક્ષમતાને કારણે પેટ્રોલવાળી કાર લઈ શકો છો, ત્યારે ડીઝલ સમયાંતરે તમારી કારના પ્રદર્શનમાં વધારો કરી શકે છે.. તમે તમારી કારમાં જે ઇંધણ વાપરો છો તે પણ પ્રીમિયમની ચુકવણીને નિર્ધારિત કરશે.
સરળ શબ્દોમાં કહીએ તો ઇન્શ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યૂ તમારી કાર હાલમાં માર્કેટમાં આવશે. આ એ મહત્તમ રકમ પણ છે જેનો તમે ક્લેઇમ કરી શકો છો, જો કદાચ કારની ચોરી અથવા નુકસાન થાય છે. તે નીચેની સરળ ગણતરી સાથે મેળવી શકાય છે:
આઇડીવી = એક્સ-શોરૂમ કિંમત + ફિટિંગનું મૂલ્ય (જો કોઈ હોય તો) – ડેપ્રિશિયેશન તરીકે ઘટાડેલી વેલ્યૂ
તેથી, તમને છેતરીને વિશ્વાસ દેવરાવવામાં આવી શકે છે કે જેટલી વધુ આઇડીવી હશે, એટલું પ્રીમિયમનું ખર્ચ વધારે થશે. જ્યારે આ સાચું છે, યાદ રાખો કે ઓછી આઇડીવીનો અર્થ એક સમાધાન કરેલ કવરેજ પણ હોઈ શકે છે. આઇડીવી જે તમારી કારની માર્કેટ વેલ્યૂની સૌથી નજીક છે તે ચોક્કસપણે અહીં આદર્શ છે. ઉપરાંત, આઇડીવી કારની ઉંમર વધતા ઘટતી જશે.
ટૂંકમાં, એક નો ક્લેઇમ બોનસ (એનબીસી) એ આખા વર્ષ એક જવાબદાર ડ્રાઇવર બનવા તમારા માટે પુરસ્કાર છે. તમે તે દરેક વર્ષે આ બોનસ માટે પાત્ર બનો છો, જે કોઈપણ ક્લેઇમથી મુક્ત છે. એનસીબીના વિકલ્પ સાથે, તમે પોતાના નુકસાનના પ્રીમિયમ પર 50% સુધીની બચત કરી શકો છો (આઇડીબી મુજબ ફિક્સ કરેલ છે).
શું એક શબ્દજાળ જેવું લાગે છે? મૂળભૂત રીતે, ઇન્શ્યોરન્સ પ્રદાતા ક્લેઇમ સેટલમેન્ટ (અલબત્ત, ક્લેઇમની ઘટનામાં) સાથે આગળ વધતા પહેલાં, તમે પોતાના ખિસ્સામાંથી જે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર રહો છો તે સ્વૈચ્છિક વધારાની રકમ હોય છે. તેથી, સ્વૈચ્છિક વધારાની રકમ જેટલી ઉચ્ચતમ હશે, પ્રીમિયમ તેટલું ઓછુ થતું જશે.
ઍડ-ઑન કવર પ્રીમિયમને વધારી શકે છે, પરંતુ તેઓ દ્વારા ઑફર કરાયેલ લાભોને કારણે, ક્લેઇમ કરતી વખતે તમને આનંદ થાય છે કે તમે તે લીધું હતું.
કેટલાક વધુ ઉપયોગી ઍડ-ઑન કવરમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર (ડેપ્રિશિયેશનના ફેક્ટરિંગ વગર વ્યાપક કવરેજ પ્રદાન કરે છે), ઑન-રોડ આસિસ્ટન્સ કવર (જો તમારી કાર ક્યાંય મધ્યમાં બગડી જાય તો મદદ કરે છે) અને એન્જિન પ્રોટેક્શન કવર અને અન્ય શામેલ છે.
જો તમે માન્ય ઑટોમોબાઇલ એજન્સી જેમ કે ભારતના ઑટોમોબાઇલ એસોસિએશન સાથે રજિસ્ટર્ડ છો, તો તમે ભાગ્યશાળી હોઈ શકો છો. કેટલીક કાર ઇન્શ્યોરન્સ કંપનીઓ આવી મેમ્બરશિપ સાથે તમારા પોતાના નુકસાનના પ્રીમિયમ પર અતિરિક્ત ડિસ્કાઉન્ટ ઑફર કરે છે.
વધુમાં, ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઑફ ઇન્ડિયા (એઆરએઆઇ) દ્વારા મંજૂર કરેલ એન્ટી-થેફ્ટ ઉપકરણો અને ડિવાઇસિસ, પ્રીમિયમની રકમ પર 2.5% સુધીની છૂટ મેળવી શકે છે.
સામાન્ય રીતે, શહેરી ભારતમાં ટ્રાફિકની સ્થિતિ ચિંતાજનક છે, અને ટ્રાફિક તેના ઉપ-શહેરી સમકક્ષોની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે હોય છે. વધુ ટ્રાફિક અકસ્માતની શક્યતાઓને વધારે છે. તેથી, જો તમારો હેતુ શહેરની પરિધિમાં સીમિત હોય તો તમારે વધુ પ્રીમિયમ ખર્ચ કરવો પડી શકે છે.
તમે દિલ્હીના નિવાસી છો (અથવા કોઈપણ અન્ય શહેર જે આઇઆરડીએ દ્વારા દર્શાવેલ ઝોન એમાં આવે છે), આગામી વખતે રાંચીના તમારા મિત્ર કહે છે કે તે એક જ કાર માટે ઓછુ પ્રીમિયમ ચૂકવી રહ્યાં છે, તો એવું વિચારશો નહીં કે તમારી સાથે છેતરપીંડી થઈ છે.. ઘણીવાર, તે માત્ર લોકેશન છે જે મહત્વપૂર્ણ હોય છે.
અમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરમાંથી તમને મળેલ આઉટપુટ તમે દાખલ કરેલા ઇનપુટ્સ પર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો તમારે તમારા પ્લાનને રિન્યુ કરવા માટે થતા ખર્ચ થશે વિશે જાણવાની જરૂર છે, તો તે ઘણા પરિબળો પર આધારિત છે.
✓ વપરાયેલી કાર માટે
જો તમે થોડા સમયથી ઉપયોગ કરી રહ્યા છો તે કાર માટે પ્રીમિયમની ગણતરી કરવા માંગો છો તો તમારે નીચેની વિગતો આપવાની જરૂર પડશે:
● કારનો પ્રકાર
● ઇંધણનો પ્રકાર
● કાર ઇન્શ્યોરન્સ પ્લાનની વિગતો
● રજિસ્ટ્રેશન નંબર
● માલિકીમાં ફેરફારની વિગતો, જો કોઈ હોય તો
● ક્લેઇમની ભૂતકાળનો ઇતિહાસ (પાછલા વર્ષ/ઓમાં કરેલા ક્લેઇમ)
✓ નવી કાર માટે
જો તમે નવી કાર માટે પ્રીમિયમની ગણતરી કરવા માંગો છો તો તમારે નીચેની વિગતો આપવાની જરૂર પડશે:
● ઉત્પાદકનું નામ
● કાર મોડેલ
● જે રાજ્યમાં કાર રજિસ્ટ્રેશન કરાવ્યું તે
● ઉત્પાદનનું વર્ષ
● તમારી વ્યક્તિગત વિગતો (કાર માલિકની વિગતો)
કેલ્ક્યુલેટર એક અંદાજ પ્રદાન કરે છે. તમારા વિકલ્પોમાંથી નિર્ધારિત કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા પછી, એકદમ સચોટ ક્વોટેશન માટે સીધા ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો.
હા, મોટાભાગના કેલ્ક્યુલેટર તમને વૈકલ્પિક ઍડ-ઑન સહિત થર્ડ-પાર્ટી લાયબિલિટી (ટીપી) અથવા કોમ્પ્રિહેન્સિવ કવરેજ માટે ક્વોટેશનની તુલના કરવાની સુવિધા આપે છે.
હંમેશા નહીં. કેટલાક કેલ્ક્યુલેટરમાં પ્રારંભિક ડિસ્કાઉન્ટ શામેલ હોઈ શકે છે, પરંતુ લેટેસ્ટ ઑફર માટે સીધા ઇન્શ્યોરન્સ કંપની પાસેથી કન્ફર્મ કરવું શ્રેષ્ઠ છે.
એકવાર તમે વિવિધ પ્રીમિયમની ગણતરી કરો પછી તમે વધુ ઝંઝટ વગર તુલના કરી શકશો.
કારની વિગતો (કારણ, મોડેલ, કાર કેટલી જૂની છે તે સમય, આઇડીવી), પસંદ કરેલ કવરેજ (ટીપી અથવા કોમ્પ્રિહેન્સિવ), લોકેશન (રિસ્ક પ્રોફાઇલ) અને તમારી પ્રોફાઇલ (ઉંમર, અનુભવ, ક્લેઇમ હિસ્ટ્રી) ની પ્રીમિયમ પર અસર થાય છે.
આ સુવિધા કેલ્ક્યુલેટર પર આધારિત છે. કેટલાક કેલ્ક્યુલેટર પાછળથી રિવ્યૂ કરવા માટે ક્વોટેશન સેવ કરવાની સુવિધા આપે છે, જ્યારે અન્યમાં તમારે વિગતો ફરીથી દાખલ કરવાની જરૂર પડી શકે છે.
કેલ્ક્યુલેટરનો ઉપયોગ સમય-સમય પર, ખાસ કરીને તમારી પૉલિસી રિન્યુઅલ પહેલાં કરતા રહો. ફરીથી ગણતરી એ સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે કે જેમ તમારો ડ્રાઇવિંગ અનુભવ વધતો જાય, તેમ તમારી પાસે કવરેજ અને વાજબીપણાનું યોગ્ય સંતુલન હોય.
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો