રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
તમે ઘર ખરીદી લીધું છે, ફર્નિચર પણ વસાવી લીધું છે અને સરસ વૉલપેપર પણ લગાવ્યું છે! તે એક સ્વપ્ન જેવું લાગે છે અને તમે ચોક્કસપણે અભિનંદનને પાત્ર છો. અને અભિનંદનની સાથે, અમે તમને થોડી સલાહ પણ આપવા માંગીએ છીએ.
તમે તમારી એક સૌથી મોટી સંપત્તિ ખરીદી છે - તમારા સપનાનું ઘર, અને તેને દુર્ઘટનાઓ સામે ફાઇનાન્શિયલ રક્ષણ આપવું જરુરી છે. હોમ ઇન્શ્યોરન્સ તે સુરક્ષા આપી શકે છે. ઇન્શ્યોરન્સ હોવાનો વિચાર સારો છે, પરંતુ પ્રીમિયમની ગણતરી એક કપરું કામ હોઈ શકે છે! જો તમે આ ગણતરીઓને કારણે હોમ ઇન્શ્યોરન્સ નથી લઈ રહ્યા, તો તમે ચિંતામુક્ત થઈ જાઓ! બજાજ આલિયાન્ઝનું હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમારી સેવામાં હાજર છે.
નામ અનુસાર, હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઑનલાઇન ટૂલ છે જેના વડે તમે તમારા હોમ ઇન્શ્યોરન્સના પ્રીમિયમની ત્વરિત ગણતરી કરી શકો છો. સરળ, ઝડપી અને કાર્યક્ષમ; અમારું હોમ ઇન્શ્યોરન્સ ઇન્ડિયા પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને 10 સેકન્ડની અંદર અંદાજ આપે છે!
જ્યારે હોમ ઇન્શ્યોરન્સ જેવી મહત્વપૂર્ણ બાબત માટે પ્રીમિયમની ગણતરી કરવાની વાત આવે છે, ત્યારે કૅલ્ક્યૂલેટર સરળ અને કાર્યક્ષમ હોવું જોઈએ. સરળ ડિઝાઇન અને ઇન્ટ્યુટિવ ઇન્ટરફેસ ધરાવતું અમારું હોમ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર:
સરળતાએ જ અલ્ટિમેટ સોફિસ્ટિકેશન છે, અને એટલે અમારું હોમ ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર ઝડપી છે. તમારું પ્રીમિયમ જાણવું સરળ છે. તમારે માત્ર અમારા પેજ પર જઇ, કૅલ્ક્યૂલેટર ખોલી અને તમારી વિગતો ભરવાની રહેશે. તમે થોડી જ મિનિટોમાં પ્રીમિયમની રકમ જાણી શકશો!
તમારું ઘર ભાડાનું હોય કે તમારી માલિકીનું હોય, તે હંમેશા વિશેષ હોય છે. તેથી જ એક જ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ ભાડાના અને પોતાની માલિકીની સંપત્તિઓ બંને માટે પ્રીમિયમનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે.
અમારું હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તમારી સંપત્તિ માટે લાગુ પડતા પ્રીમિયમનો હોલિસ્ટિક ચિતાર આપે છે. તમે બિલ્ડિંગ અથવા તેની સામગ્રી અથવા બંનેના ઇન્શ્યોરન્સ માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમની ગણતરી કરી શકો છો.
તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ ઘણા પરિબળો પર આધાર રાખે છે. તમે નવું ઘર ખરીદો છો કે તમારા વારસાગત ઘર માટે પ્રીમિયમ ગણી રહ્યા છો; તમે પહાડ પર રહેતા હોવ કે સમુદ્ર કિનારે; તમે કલા સંગ્રહકર્તા હોવ કે ગેજેટના શોખીન; તમારા પ્રીમિયમની ગણતરી કરતી વખતે આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવે છે.
● સ્થાન
પ્રાઇમ લોકેશન પર બનાવેલ ઘરોનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઊંચું હોય છે. સ્કૂલ, હૉસ્પિટલો વગેરેની નજીકની જગ્યાઓ, તેની કનેક્ટિવિટી અને જમીનનો દર જેવી અન્ય બાબતો, વગેરેને પ્રાઇમ લોકેશન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. અન્ય પરિબળ કે જે ઇન્શ્યોરન્સ પ્રીમિયમનો દર નિર્ધારિત કરી શકે છે તે છે કુદરતી આપત્તિઓનું જોખમ. જોખમ જેટલું વધુ, પ્રીમિયમ તેટલું વધારે હોય છે.
● ઉંમર અને બાંધકામ સામગ્રી
જેમ મોટી ઉંમરે બીમારીઓની શક્યતાઓ વધુ હોય છે, તેમ જૂના ઘરને નુકસાનની શક્યતાઓ વધુ હોય છે, જેને કારણે પ્રીમિયમની રકમ ઊંચી જાય છે. સમય ઉપરાંત, ઘર બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી પણ પ્રીમિયમની રકમને અસર કરે છે.
● તમારા ઘરની સામગ્રી
માત્ર ઘર જ નહીં પરંતુ ઘરની સામગ્રી પણ તમારા પ્રીમિયમની કિંમત નિર્ધારિત કરવામાં ભાગ ભજવે છે. જો તમારા ઘરમાં મોંઘા પેઇન્ટિંગ્સ અને શિલ્પ છે અથવા તમારા લૉકરમાં સોના અને હીરાના આભૂષણો છે, તો તેને કારણે તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ વધી શકે છે.
બજાજ આલિયાન્ઝના હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટરને ગણતરી પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેથી, ઘણી વિગતોની જરૂર નથી. તમારે વિવિધ ડૉક્યૂમેન્ટ જોવાની કે ઘણી વિગતો ભરવામાં સમય બગાડવાની જરૂર નથી.
ભાડાની મિલકતોની પ્રીમિયમની ગણતરી કરતી વખતે માત્ર સામગ્રી માટે સુરક્ષાની જરૂર પડે છે, તમારે માત્ર તમારા સામાન અને જ્વેલરીનું કુલ મૂલ્ય જણાવવાનું રહેશે. કૅલ્ક્યૂલેટર તમને થોડીક જ ક્ષણોમાં પરિણામ જણાવશે.
પોતાની માલિકીની મિલકતોના પ્રીમિયમની ગણતરી થોડી અલગ રીતે કરવામાં આવે છે. પોતાની માલિકીની મિલકતોનું સ્ટ્રક્ચર અને તેની સામગ્રી બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. તમારે આટલી વિગતો ભરવાની રહેશે:
1. બિલ્ડિંગની ઉંમર
2. સ્ટ્રક્ચરલ કવર માટે પસંદ કરેલ વેરિયન્ટ - સ્વીકૃત મૂલ્ય, રિ-ઇન્સ્ટેટમેન્ટ મૂલ્ય, ઇન્ડેમ્નિટિ બેઝીસ
3. ઝવેરાત અથવા ઘરની સામગ્રીનું મૂલ્ય
આ વિગતો સિવાય, ગણતરી સમયે તમારે તમારી વ્યક્તિગત માહિતી જેવી કે નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ id આપવાના રહેશે.
અમારું હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને તમારી સંપત્તિ માટે લાગુ પડતા પ્રીમિયમનો હોલિસ્ટિક ચિતાર આપે છે. તમે બિલ્ડિંગ અથવા તેની સામગ્રી અથવા બંનેના ઇન્શ્યોરન્સ માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમની ગણતરી કરી શકો છો.
બજાજ આલિયાન્ઝ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તમારી રુચિ બદલ આભાર, આપને પ્રક્રિયામાં મદદ કરવા માટે ગ્રાહક સહાય એક્ઝિક્યુટિવ ટૂંક સમયમાં તમને કૉલ કરશે.
કૉલ બૅક માટે વિનંતી કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો