Loader
Loader

Get In Touch

અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.

કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો

24x7 રોડસાઇડ સહાયતા / ટોઇંગ સુવિધા

કૅશલેસ ક્લેઇમ સેટલમેન્ટ વિશે તમારે જાણવા યોગ્ય તમામ બાબતો

જો તમારી કાર રસ્તામાં ખોટવાઈ જાય છે અથવા રસ્તામાં અણધારી તકલીફ થાય છે, તો રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. કારણકે અધવચ્ચે ક્યાંય પણ ફસાઈ જવાથી હેરાનગતિ થાય છે. આવા સમયે 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

જ્યારે કેટલાક ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ આ સુવિધાને સ્ટેન્ડઅલોન કાર ઇન્શ્યોરન્સ પૉલિસી, કેટલાક આને ઍડ-ઑન સુવિધા તરીકે ખરીદે છે, જે તમે તમારી ઇચ્છા અનુસાર, માત્ર થોડું વધુ પ્રીમિયમ ચુકવીને મેળવી શકો છો. *

 

કાર ઇન્શ્યોરન્સમાં રોડસાઇડ આસિસ્ટન્સ શું છે?

રોડસાઇડ આસિસ્ટન્સ એક ઍડ-ઑન સુવિધા છે જેને કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શામેલ કરી શકાય છે. તે ડ્રાઇવરોને માર્ગ પર ડ્રાઇવિંગ કરતી વખતે બ્રેકડાઉન અથવા અન્ય દુર્ઘટનાની સ્થિતિમાં ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવે છે.

સામાન્ય રીતે, 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ વિશાળ શ્રેણીની સેવાઓને કવર કરી શકે છે, જેમાં બૅટરી જમ્પ-સ્ટાર્ટ, ટાયર બદલવું, ઇંધણની ડિલિવરી અને ટોઇંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. કેટલીક પૉલિસીઓ હેઠળ લૉકઆઉટ આસિસ્ટન્સ, તથા જો તમારી કારને તે જ દિવસે રીપેર કરવી શક્ય ન હોય તો ઇમરજન્સીમાં રહેવાની વ્યવસ્થા અથવા મુસાફરીના ખર્ચ જેવી અતિરિક્ત સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. *

રોડસાઇડ આસિસ્ટન્સ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં એક મૂલ્યવાન ઍડ-ઑન હોઈ શકે છે, કારણ કે તે બ્રેકડાઉનની સ્થિતિમાં તમને સમય અને પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. તે વિના વાહન ચાલક રસ્તા પર અટવાઈ શકે છે, ટોઇંગ ફી નો ખર્ચ થઈ શકે છે, અથવા, કારને પોતાની જાતે ઠીક કરવાનો પ્રયત્ન કરીને પોતાને જોખમમાં મૂકી શકે છે. *

ધ્યાનમાં રાખો કે વિવિધ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા અલગ અલગ પ્રકારનું રોડસાઇડ આસિસ્ટન્સ કવરેજ આપવામાં આવી શકે છે, તેથી ખરીદતા પહેલાં પૉલિસીની વિગતોની કાળજીપૂર્વક સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા રોડસાઇડ આસિસ્ટન્સ સ્ટેન્ડઅલોન સર્વિસ તરીકે આપવામાં આવે છે, અને જેઓ તેમની કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તેને ઉમેરવા માંગતા નથી તેમને માટે સુવિધાજનક વિકલ્પ હોઈ શકે છે.

 

24x7 રોડસાઇડ સહાય કવર હેઠળ કવરેજ

રોડસાઇડ આસિસ્ટન્સ કવર કઈ પરિસ્થિતિઓમાં અમલમાં આવે છે:

✓ ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ બ્રેકડાઉન

જો તમારી કારમાં, જ્યાં કોઈપણ સહાય ઉપલબ્ધ નથી તેવા સ્થળે, મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન થાય તો ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા જરૂરી રિપેરીંગની વ્યવસ્થા કરવામાં આવશે. *

✓  ટાયર પંક્ચર

આ કિસ્સામાં, ઇન્શ્યોરર ટાયરને રિપેર કરવા અથવા બદલવા માટે ટેક્નિશિયનની વ્યવસ્થા કરવામાં મદદ કરી શકે છે. *

✓ ટોઇંગ

અકસ્માતના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ પ્રદાતા તમારી કારને નેટવર્ક ગેરેજ પર ટો કરવાની વ્યવસ્થા કરશે. *

✓  રિપેર કરેલી કારની ડિલિવરી

જો તમે ટૂર પર છો, તો તમારા ઇન્શ્યોરર રિપેર કરેલી કારને તમારા નિવાસ પર ડિલિવર કરવાની વ્યવસ્થા કરશે. *

✓  મેસેજોનો તાત્કાલિક પ્રસાર

કેટલાક કિસ્સાઓમાં, ઇન્શ્યોરર તમને તમારા પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં અને તાત્કાલિક મેસેજ મોકલવામાં કરવામાં મદદ કરશે. *

✓  ઇંધણ સહાયતા

આમાં 5 લિટર સુધીના ઇંધણની વ્યવસ્થા (જેનો ખર્ચ તમારે વહન કરવો પડશે) અથવા ઇંધણ દૂષિત થવાના પરિણામે ગાડી ખોટકાઈ જવાના કિસ્સામાં તમારા વાહનને નજીકના ગેરેજ સુધી ખેંચી જવાનો સમાવેશ થાય છે. *

 

રોડસાઇડ આસિસ્ટન્સના ફાયદા

જો તમે મુસાફરી ચિંતામુક્ત થઈને કરવા માંગો છો, તો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોડસાઇડ આસિસ્ટન્સ ઉમેરવું એ એક સારો વિકલ્પ છે. આ કવરેજ ઉમેરીને તમે બ્રેકડાઉન અથવા ઇમરજન્સી પરિસ્થિતિની સ્થિતિમાં તમને મદદ મળી રહેશે તેવી ખાતરી રાખી શકો છો. આ ખાસ કરીને વારંવાર લાંબા અંતરની અથવા અંતરિયાળ વિસ્તારોમાં મુસાફરી કરતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. *

રોડસાઇડ આસિસ્ટન્સ તમારો સમય અને પૈસા પણ બચાવી શકે છે. તેના વિના, તમારે મોંઘી ટોઇંગ ફી ચુકવવી પડી શકે છે અથવા રસ્તા પર કોઈની મદદની રાહ જોતાં લાંબો સમય બેસી રહેવું પડી શકે છે. રોડસાઇડ આસિસ્ટન્સ તમને મુસાફરી ફરીથી શરૂ કરવામાં ત્વરિત અને સરળતાથી મદદ પૂરી પાડે છે. *

વળી, રોડસાઇડ આસિસ્ટન્સ હેઠળ લૉકઆઉટ આસિસ્ટન્સ, તથા જો તમારી કારને તે જ દિવસે રીપેર કરવી શક્ય ન હોય તો ઇમરજન્સીમાં રહેવાની વ્યવસ્થા અથવા મુસાફરીના ખર્ચ જેવી અતિરિક્ત સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. આ ખાસ કરીને તમે ઘરથી હોવ તેવી સ્થિતિમાં અને તમારા ગંતવ્ય સ્થાન પર પહોંચવા અથવા રહેવા માટે કોઈ સ્થાન શોધવામાં મદદની જરૂર હોય તો ઉપયોગી હોઈ શકે છે. એકંદરે, તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ ઉમેરવાથી અનપેક્ષિત પરિસ્થિતિઓમાં આવશ્યક સહાય પ્રાપ્ત થઈ શકે છે. *

 

શું મારે આ કવર પસંદ કરવું જોઈએ?

તમારે 24x7 રોડસાઇડ સહાય કવરને ધ્યાનમાં લેવું જોઈએ અથવા નહીં તે તમારા ઇન્શ્યોરન્સના ઉદ્દેશો પર આધારિત છે. તમે વિચારી શકો તેવા કેટલાક પરિબળો છે:

✓  વાહનની ઉંમર

જો તમારી કાર નવી હોય, તો તે કોઈ તકલીફ વિના કામ કરતી હશે. આવી પરિસ્થિતિમાં, તમારી પાસે આ કવર પસંદ ના કરવાનો પણ વિકલ્પ છે. રોડસાઇડ આસિસ્ટન્સ કવર સામાન્ય રીતે જૂના મોડેલ વેરિયન્ટના વાહનો માટે વધુ લાગુ પડે છે. *

✓  ઉપયોગની ફ્રીક્વન્સી અને આવરી લેવામાં આવેલ અંતર

જો તમે વારંવાર તમારી કારમાં લાંબા અંતરની મુસાફરી કરવા માંગો છો, તો તમે ચોક્કસપણે રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખરીદીને તેમ કરી શકો છો. રોડસાઇડ આસિસ્ટન્સ કવર ખરીદ્યા બાદ, તમારી આગામી લાંબા અંતરની મુસાફરી સમયે તમારે બ્રેકડાઉન વિશે ચિંતા કરવાની જરૂર નથી. *

વધુ જુઓ કાર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.

તમારી વિગતો શેર કરો

+91
પસંદ કરો
કૃપા કરીને પ્રૉડક્ટ પસંદ કરો
પસંદ કરો
કૃપા કરીને પસંદ કરો
faq

કોઈ પ્રશ્ન છે? અહીં કેટલાક જવાબો છે

શું રોડસાઇડ આસિસ્ટન્સની ગણતરી ક્લેઇમ તરીકે કરવામાં આવે છે?

ના, સામાન્ય રીતે રોડસાઇડ આસિસ્ટન્સનો કરવામાં આવેલ ઉપયોગ તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ તરીકે ગણવામાં આવતું નથી. 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ એ ડ્રાઇવિંગ સમયે બ્રેકડાઉન અથવા અન્ય ઇમરજન્સી પરિસ્થિતિના કિસ્સામાં તમને મદદ કરવા માટે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરેલી સર્વિસ માનવામાં આવે છે. તમે તમારા વાહનને થયેલા કોઈ નુકસાન માટે આર્થિક વળતર માટે વિનંતી કરી રહ્યા નથી, તેથી તેને ક્લેઇમ માનવામાં આવતો નથી.

જો કે, તમારી પોતાની ઇન્શ્યોરન્સ પૉલિસીની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે તમારા કવરેજ અને તમારી પૉલિસીની શરતોના આધારે કેટલાક ફેરફાર હોઈ શકે છે. *

શું તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોડસાઇડ આસિસ્ટન્સ હેઠળ ટાયર કવર કરવામાં આવે છે?

હા, ટાયર સંબંધિત સમસ્યાઓ સામાન્ય રીતે 24X7 રોડસાઇડ આસિસ્ટન્સ કવર હેઠળ કવર કરવામાં આવે છે. આમાં ફ્લેટ ટાયર બદલવા અથવા પંક્ચરના કિસ્સામાં સ્પેર ટાયર પ્રદાન કરવા જેવી સેવાઓ શામેલ હોઈ શકે છે.

તમારી પૉલિસીની શરતોના આધારે, કેટલીક પૉલિસીઓમાં, દર વર્ષે ટાયર સંબંધિત સમસ્યાઓ માટે રોડસાઇડ આસિસ્ટન્સનો ઉપયોગ મર્યાદિત હોઇ શકે છે, અથવા માત્ર અમુક પ્રકારની ટાયર સંબંધિત સમસ્યાઓ કવર કરવામાં આવે છે. એ પણ ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે જો તમારા ટાયરનું રિપેરીંગ ન થઈ શકે તે પ્રકારનો ઘસારો પહોંચેલ હોવાને કારણે રિપ્લેસમેન્ટની જરૂર પડે છે, તો આને રોડસાઇડ સહાય કવર દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં અને તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ અલગ ક્લેઇમની જરૂર પડી શકે છે.

એકંદરે, જો તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રોડસાઇડ આસિસ્ટન્સ હેઠળ ટાયર સંબંધિત સમસ્યાઓને કવર કરવામાં આવે છે કે નહીં તે અંગે મૂંઝવણ હોય, તો પૉલિસીની વિગતોની સમીક્ષા કરવી અથવા વધુ માહિતી માટે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરવો યોગ્ય રહેશે. *

શું રોડસાઇડ આસિસ્ટન્સનો ઉપયોગ કરવાથી મારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમમાં વધારો થાય છે?

ના, સામાન્ય રીતે રોડસાઇડ કવરનો ઉપયોગ કરવાથી તમારા ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારો થશે નહીં. કારણકે રોડસાઇડ આસિસ્ટન્સ સામાન્ય રીતે તમારી ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રદાન કરેલી અલગ સર્વિસ માનવામાં આવે છે અને તે તમારા પ્રીમિયમને અસર કરતા પરિબળો, જેમ કે ડ્રાઇવિંગ હિસ્ટ્રી અથવા ભૂતકાળમાં કરેલ ક્લેઇમ સાથે સંબંધિત નથી.

જો કે, એ નોંધ કરવી જરૂરી છે કે જો તમે અકસ્માતના પરિણામે નુકસાનને કારણે તમારી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ક્લેઇમ કરો છો, તો તેને કારણે તમારા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે. *

ઇન્શ્યોરન્સ એ આગ્રહની વિષયવસ્તુ છે. લાભો, બાકાત, મર્યાદાઓ, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને વેચાણ પૂર્ણ કરતા પહેલાં સેલ્સ બ્રોશર/પૉલિસી નિયમાવલીને કાળજીપૂર્વક વાંચો.

* સ્ટાન્ડર્ડ નિયમો અને શરતો લાગુ

ડિસ્ક્લેમર

હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.

કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો

  • પસંદ કરો
    કૃપા કરીને પસંદ કરો
  • કૃપા કરીને તમારી ટિપ્પણી લખો

અમારો સંપર્ક કરવું સરળ છે