રિસ્પેક્ટ સિનિયર કેર રાઇડર: 9152007550 (મિસ્ડ કૉલ)
સેલ્સ: 1800-209-0144| સેવા: 1800-209-5858 સર્વિસ ચૅટ: +91 75072 45858
અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આભાર.
કોઈપણ સહાયતા માટે કૃપા કરીને 1800-209-0144 પર કૉલ કરો
ઓળખ ચોરી શું છે?
ઓળખની ચોરી એ એક અપરાધ છે જેમાં તમારી ઓળખ અથવા તમારો વ્યક્તિગત ડેટા જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતોનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા તમારી જાણ વગર, ગુનો અથવા છેતરપિંડી કરવા માટે કરવામાં આવે છે. સિક્યોરિટાસના એક અહેવાલ મુજબ, ભારતમાં પ્રત્યેક મિનિટે લગભગ 19 લોકો ઓળખની ચોરીનો શિકાર થાય છે.
ઓળખની ચોરી કેવી રીતે થાય છે?
તમારી ઓળખ સાથે છેડછાડ કરી શકાય તેવી કેટલાક સામાન્ય રીતો આ પ્રકારની છે:
- ચોરાયેલા વૉલેટ.
- તમારા માટેના પત્રવ્યવહારને આંતરવા.
- એટીએમ પર તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતોને ચોરીછૂપીથી મેળવવી.
- છેતરામણાં ફોન કૉલ, ઇ-મેઇલ વગેરે દ્વારા માહિતી મેળવવા ફિશિંગ કરવું.
આ તમને કેવી રીતે અસર કરે છે?
ઓળખની ચોરી તમારા આર્થિક અને વ્યક્તિગત જીવન પર ઘણી બધી અસરો કરી શકે છે. છેતરપિંડી કરનાર વ્યક્તિ ક્રેડિટ કાર્ડ, લોન માટે અરજી કરી શકે છે અને તમારી વ્યક્તિગત માહિતી ધરાવતા નકલી ડૉક્યૂમેન્ટનો ઉપયોગ કરીને ખરીદી કરી શકે છે. જ્યાં સુધી ઓળખની ચોરીનો આરોપ સાબિત ન થાય, ત્યાં સુધી આવી ખરીદી માટેની કાનૂની જવાબદારી તમારી રહેશે. તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડી શકે છે અને આ સમય દરમ્યાન તમે ક્રેડિટ મેળવવાની પાત્રતા ગુમાવી શકો છો.
ઓળખની ચોરી થાય ત્યારે શું કરવું?
સ્ત્રોત શોધો- તમારે ચોરીનું મૂળ કારણ જાણવું જોઈએ. તમે વેબસાઇટ પર રજિસ્ટર કરવા માટે તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોઈ શકે અથવા નવી એપ ડાઉનલોડ કરી હોય.
તમારા પાસવર્ડ બદલો- તમને તમારો ડેટા ચોરાઈ ગયાની જાણ થાય, કે તરત જ તમારે તમે ઉપયોગ કરતા હોવ તે તમામ ફાઇનાન્શિયલ સર્વિસના તમામ પાસવર્ડ બદલી નાખવા જોઈએ.
તમારી બેંકનો સંપર્ક કરો- જ્યારે તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ છેતરપિંડી દ્વારા ખરીદી માટે કરવામાં આવે ત્યારે તમારે તરત જ તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ.
પોલીસ રિપોર્ટ ફાઇલ કરો- જેવી તમને જાણ થાય કે તમારી ઓળખની ચોરી થઈ છે, ત્યારે તમે પોલીસને રિપોર્ટ કરો અને એફઆઇઆર ફાઇલ કરો. કોઈપણ કપટપૂર્ણ અથવા અનધિકૃત વ્યવહારો છેતરપિંડી કરીને કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે ત્યારે તેના રિવર્સલની માંગ કરતી વખતે આ ફરજિયાત છે.
ખરીદો સાઇબર ઇન્શ્યોરન્સ અને ઓળખની ચોરી અને ઇન્ટરનેટના અન્ય જોખમો સામે પોતાને સુરક્ષિત કરો.
વધુ જુઓ સાઇબર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ.
તમારી વિગતો શેર કરો
ડિસ્ક્લેમર
હું અહીંથી બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને સુવિધાજનક સમયે કૉલબૅક કરવાની વિશિષ્ટ વિનંતી સાથે વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવેલ મારા સંપર્ક નંબર પર કૉલ કરવા માટે અધિકૃત કરું છું. હું આગળ જાહેર કરું છું કે, સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બ્લૉક કરેલી કેટેગરી હેઠળ નેશનલ કસ્ટમર પ્રેફરેન્સ રજિસ્ટર (એનસીપીઆર) પર મારો સંપર્ક નંબર રજિસ્ટર્ડ હોવા છતાં, મારી વિનંતીના પ્રતિસાદમાં મોકલવામાં આવેલ કોઈપણ કૉલ અથવા એસએમએસને અવાંછિત કમર્શિયલ કમ્યુનિકેશન તરીકે માનવામાં આવશે નહીં, જોકે કૉલની સામગ્રી વિવિધ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ અને સર્વિસ અથવા ઇન્શ્યોરન્સ બિઝનેસની પ્રાપ્તિ અને પ્રાપ્તિના હેતુઓ માટે હોઈ શકે છે. વધુમાં, હું સમજુ છું કે આ કૉલને ક્વૉલિટી અને ટ્રેનિંગ હેતુ માટે રેકોર્ડ અને મોનિટર કરવામાં આવશે, અને જો જરૂરી હોય તો મને ઉપલબ્ધ કરાવી શકાય છે.
કૃપા કરીને માન્ય ક્વોટ રેફરન્સ આઇડી દાખલ કરો